Book Title: Nay Praman Syadvad Vaccheno Sambandh ane Antar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ [ ૨૭ પારમાર્થિક લેખસંગ્રહ ઉદ-ના, એક-બીજાથી જુદા એવા વસ્તુઓના કઈ બે વિભાગ નથી, કે જેમાંથી એક વિભાગ પ્રમાણને વિષય બને અને બીજો વિભાગ નયને વિષય બને. પ્રવે-જે પ્રમાણ અને નયને વિષય થનાર વસ્તુ એક જ હોય, તે પછી બન્નેને વિષયભેદ કેવી રીતે? ઉ૦-વસ્તુ ભલે એક જ હોય, પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતા દ્વારા અર્થાત્ અમુક વિશેષ ધર્મોની પ્રધાનતા છતાં અખંડિતપણે ભાસે છે, ત્યારે તે અનેક ધર્માત્મક વિષય કહેવાય છે. પરંતુ જ્યારે તે જ વસ્તુમાંથી કોઈ એક અંશ છૂટા પડી પ્રધાનપણે ભાસે છે, ત્યારે તે એક અંશ વિશિષ્ટ વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કઈ એક ઘેડે આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ એની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે, પણ તે વખતે એ વિશેષતાઓની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘેડા જ ચાક્ષુષ જ્ઞાનને વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં છૂટી પડી ભાસતી નથી કે ઘડારૂપ અખંડ પદાર્થમાંથી આકારાદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખો ઘેડે જ અખંડપણે આંખને વિષય બને છે. એ જ પ્રમાણનો વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થયેલ એ ઘેડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્વારા કરાવવું હોય, ત્યારે તે ઘડાની અમુક વિશેષતાઓ બીજી વિશેષ તાઓ કરતાં બુદ્ધિદ્વારા છૂટી પાડી વક્તા કહે છે કે–આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11