SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ઘોડે લાલ છે, ઊંચો છે કે અમુક આકાર છે. તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનક્રિયામાં ઘેડે ભાસમાન છતાં તે માત્ર ગૌણ હોય છે અને તેની વિશેષતાએ જે બીજી વિશેષતાઓ કરતાં જુદી પાડી કહેવામાં આવે છે તે જ મુખ્ય હોય છે. તેથી જ એ વખતે જ્ઞાનને વિષય બનતે ઘેડો અમુક અંશ વિશિષ્ટ વિષય બને છે. એ જ વિષયને નય થવાની રીત છે. આ વક્તવ્યને બીજા શબ્દોમાં–ટૂંકમાં એ રીતે પણ કહી શકાય કે-ભાનમાં અમુક વિશેષતાઓ છતાં, પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાયમાન થાય ત્યારે તે પ્રમાણને વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય-વિધેયના વિભાગપૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયને વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જુદી જુદી હેવાથી પ્રમાણ અને નયમાં તેને વિષયભેદ સ્પષ્ટ છે. પ્રવ-પ્રમાણની પેઠે નય પણ જે જ્ઞાન જ હોય તે બેમાં તફાવત છે? ઉ૦-ઈન્દ્રિની મદદથી કે મદદ સિવાય જ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કોઈ વસ્તુને યથાર્થ પણે પ્રકાશિત કરે છે, ત્યારે તે પ્રમાણ કહેવાય છે અને પ્રમાણદ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દદ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચારકિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે (વચન) ક્રિયા તે નય અને એને પુરગામી જ્ઞાન)-વ્યાપાર તે પ્રમાણ. આ ઉપરાંત નય અને પ્રમાણેનું અંતર એક એ છે કે-નય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249601
Book TitleNay Praman Syadvad Vaccheno Sambandh ane Antar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size711 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy