Book Title: Namo Loe Savvasahunam
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249469/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણે અનાદિસિદ્ધ શાશ્વત નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પંચ પરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. ‘નમો લોએ સવ્વસાહૂણં' એમ પાંચમું પદ બોલીને આપણે પાંચમા પરમેષ્ઠિ સાધુ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. નવકારમંત્રના નવ પદમાં આ પાંચમું પદ છે એટલે તે બરાબર વચ્ચે આવે છે, અર્થાત્ એ કેન્દ્રસ્થાને છે. એની એક બાજુ ચાર પદ અને બીજી બાજુ પણ ચાર પદ . વળી નવપદની આરાધનમાં પણ તે કેન્દ્રસ્થાને છે. એ પદ પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને નમસ્કાર કરાય છે. સાધુ-પદ કેન્દ્રસ્થાને છે એનો અર્થ એ થયો કે એ સૌથી મહત્ત્વનું પદ છે, કારણ કે સાધુ થયા વિના ઉપાધ્યાય થવાય નહીં, આચાર્ય થવાય નહીં, અરિહંત પણ થવાય નહીં અને સિદ્ધ પરમાત્મા પણ થઈ શકાય નહીં. આ પાંચમું પદ જ પંચમ ગતિ અપાવનારું છે. જૈન ધર્મનો સાર, ચૌદ પૂર્વનો સાર નવકારમંત્ર છે અને નવકાર મંત્રમાં કેન્દ્રસ્થાને સાધુપદ, સાધુત્વ છે. એક દિશામાં સંસાર છે અને એનાથી વિપરીત બીજી દિશામાં મોક્ષમાર્ગ છે. એ તરફ જવું હોય તો પ્રથમ પગલું સાધુત્વથી મંડાય છે. આનંદઘનજીએ કહ્યું છે : સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે. આ પાંચમો નમસ્કાર સાધુ ભગવંતોને કરતાં આપણે બોલીએ છીએ : નમો લોએ સવ્વસાહૂણ. પરંતુ આ પાંચમા પદમાં આગળનાં ચારે પદ કરતાં બે શબ્દ વધારે છે – “લોએ” અને “સવ.” “લોએ' એટલે કે સમસ્ત લોકમાં રહેલા. સબૂ' એટલે સર્વ. તો શું પહેલાં ચાર પદોમાં ‘લોએ” અને “સબૂ” એ બે શબ્દોની જરૂર નથી ? વસ્તુત: એમાં એ બે શબ્દો અધ્યાહાર છે. જો પ્રથમ Page #2 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણ ૨૦૧ અથવા બીજા, ત્રીજા કે કોઈ એક પદમાં “લોએ' અને “સવ” એ બે શબ્દો મૂકવામાં આવે તો બાકીનાં બધાં જ પદોમાં એ મૂકવાની અનિવાર્યતા ઊભી થાય, અન્યથા ગેરસમજ થાય. પરંતુ જો છેલ્લા પદમાં એ શબ્દો મૂકવામાં આવે તો પહેલાં ચાર પદોમાં એ છે જ એમ સમજી શકાય છે. લોએ' એટલે લોકમાં. લોક એટલે પંચાસ્તિકાયરૂપ ચૌદ રાજલોક અને લોક' એટલે ચૌદ રાજલોકના ઊર્ધ્વ, તિર્યગુ અને અધો એવા ત્રણ ભાગમાંથી તિયંગ લોક અઢી દ્વીપ પ્રમાણે મધ્યવર્તી ભાગ તે મનુષ્યલોક. સાધુ આ મનુષ્યલોકમાં છે. માટે અહીં “લોએ” એટલે મનુષ્યલોક. “સલ્વ” એટલે સર્વ. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ચાર પ્રકારના સર્વ છે : (૧) નામ સર્વ, (૨) સ્થાપના સર્વ, (૩) દેશ સર્વ અને (૪) નિરવશેષ સર્વ. અહીં નિરવશેષ સર્વનો અર્થ લેવાનો છે. ત્રણ લોકમાં, ત્રણ કાળમાં જે જે સાધુ મહાત્માઓ થયા છે, હાલ વિચરે છે અને ભવિષ્યમાં થશે તે સર્વને, જ્યાં જ્યાં સાધુત્વ છે તે સર્વને વંદન હો. સાધુ શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જુદી જુદી રીતે આપવામાં આવે છે : (૧) રઘતિ નિદ્રિતિ ઘડાઈમિતિ સાધુ: I – જે ધર્માદિ કાર્યને નિષ્પાદન કરે એટલે કે સાધે તે સાધુ. (૨) પતિ જ્ઞાનાઢિ મિતિ સાધુ જ્ઞાનાદિ શક્તિ વડે જે મોક્ષને સાધે તે સાધુ. (૩) સન્દર્શનજ્ઞાનવારિત્રે સધિયતીતિ સાધુ. | જે સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર વડે મોક્ષને સાથે તે સાધુ. (૪) પરત મોક્ષનુણને વા યતીતિ સાધુ | જે સ્વપર હિતને અથવા મોક્ષના અનુષ્ઠાનને સાધે તે સાધુ. (૫) fબાળ સાદા સાવ: જે નિર્વાણની સાધના કરે તે સાધુ. (૬) શાન્તિ સાયન્સતિ સાધવ: |-- જે શાન્તિની સાધના કરે તે સાધુ. (૭) રાઘતિ વતિ શિષ્ટમિરપમિતિ સાધુ ! જે વિશિષ્ટ ક્રિયા વડે અપવર્ગ અર્થાત્ મોક્ષનું પોષણ કરે તે સાધુ. (૮) કમલતમર્થ ધયતન સાધુ : – જે અભિલષિત (ઇચ્છિત) અર્થને સાધે તે સાધુ. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જિનતત્ત્વ (૯) સમતાં વા સર્વભૂતેષુ ચયિતિ સાધવ: |– સર્વ પ્રાણીઓ પ્રત્યે જે સમતાનું ચિંતન કરે, સમતાનો ભાવ ધારણ કરે તે સાધુ. (૧૦) સામયિતગત વિશુદ્ધ ઉચ્ચામિર્ચીસમનસત્ત્વ હિતાશયામૃતન્ના स्वपरिणाम: एवं साधु धर्मः । સામાયિક વગેરેમાં રહેલી વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થતું, સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વપરિણામ એ સાધુધર્મ છે. (૧૧) સાહાય વા સંચમારિ ધારચન્નતિ સાધવ: | જે સંયમમાં સહાયક બને તે સાધુ. આ બધી વ્યાખ્યાઓ પરથી જોઈ શકાશે કે તેમાં સાધુની સાધના અને તે પણ જ્ઞાનાદિ રત્નત્રયી વડે નિર્વાણ (મોક્ષ) માટેની સાધના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાધુની અન્ય એક મહત્ત્વની લાક્ષણિકતા તે જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરવાની છે. એટલે “સહાય કરે તે સાધુ” એવી વ્યાખ્યા પણ અહીં આપવામાં આવી છે. આવશ્યકનિયુક્તિ માં કહ્યું છે : निव्वाणसाहए जोगे जम्हा साहन्ति साहुणो । समा य सबभूएसु तम्हा ते भावसाहूणो ।। [ નિર્વાણસાધક યોગો (સંયમક્રિયાઓ) વડે જેઓ મોક્ષનું સાધન કરે છે અને સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેઓ એથી “ભાવસાધુ” કહેવાય છે. ] સાધુસંસ્થા ભારતવર્ષમાં અનાદિ કાળથી છે. એટલે સાધુ માટે વખતોવખત જુદા જુદા પર્યાયવાચી શબ્દો પ્રયોજાય એ સ્વાભાવિક છે. જો કે તે પ્રત્યેક શબ્દમાં એની સૂક્ષ્મ અર્થચ્છાયા રહેલી છે, તો પણ તે સહજતાથી એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે. સાધુ માટે આવા કેટલાક શબ્દો છે : મુનિ, શ્રમણ, અણગાર, નિગ્રંથ, સંન્યાસી, ભિક્ષુ, (ભિખુ), યોગી, ઋષિ, દીક્ષિત, મહાત્મા, માહણ, અવધૂત, મહાવ્રતી, સંત, મહારાજ, નિરારંભ, અચલક, જ્ઞાની, તત્ત્વજ્ઞાની, શ્રમાશ્રમણ, મુક્તાત્મા, સંયમ, મહાનુભાગ, તારક, અકિંચન, વાચંયમી વગેરે. આવા એકસોથી અધિક શબ્દ “સાધુ’ માટે પ્રયોજાયેલા જોવા મળે છે. નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચ્ચીસ અને સાધુના Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ | نس م متر ي ي ي ي ي ي ي નમો લોએ સવ્વસાહૂણં સત્તાવીસ-એમ બધા મળીને ૧૦૮ ગુણ થાય છે. સાધુ ભગવંતના ૨૭ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે : (૧) પાંચ મહાવ્રતને પાળનાર (૨) રાત્રિભોજનનો ત્યાગ (૩) છકાય જીવની રક્ષા (૪) પાંચ ઈન્દ્રિય ઉપર સંયમ (૫) ત્રણ ગુપ્તિનું પાલન (૬) લોભ નિગ્રહ-લોભ ન રાખે (૭) ક્ષમા ધારણ કરે (૮) મનનિગ્રહ-ચિત્ત નિર્મળ રાખે (૯) પડિલેહણ કરે (૧૦) સંયમમાં રહે (૧૧) પરીષહ સહન કરે (૧૨) ઉપસર્ગ સહન કરે ૨૭ ગુણ આ સત્તાવીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે અને એ રીતે સત્તાવીસ સત્તાવીસી પણ બનાવવામાં આવી છે. જૈન ધર્મે સાધુઓનો આદર્શ ઘણો જ ઊંચો રાખ્યો છે. દુનિયાના વિવિધ ધર્મોમાં ગૃહજીવન છોડી, સાધુનો વેશ ધારણ કરી ત્યાગમય જીવન જીવનારા ઘણા છે, પરંતુ જે રીતે જૈન સાધુઓ પોતાનું દીક્ષિત જીવન જીવે છે અને એની તોલે દુનિયામાં કોઈ ન આવે. અંતરમાં સાચી દૃઢ શ્રદ્ધા અને મોક્ષાભિલાષા ન હોય તો આવા કષ્ટભર્યા સાધુજીવનનો સ્વીકાર ન થઈ શકે. એટલે જ કહેવાયું છે કે જે સહન કરે તે સાધુ. જીવ ઘરસંસાર છોડી દીક્ષિત થાય છે એ જીવનનું એક મોટું પ્રસ્થાન છે. દીક્ષા' શબ્દની લૌકિક વ્યુત્પત્તિ કેટલાક આવી રીતે બતાવે છે : “દી” એટલે દીનતા” અને “ક્ષા' નો “ક્ષ” એટલે “ક્ષય'. દીનતાનો ક્ષય કરાવે એનું નામ દીક્ષા. દીક્ષા લીધા પછી જ્યારે સ્વાધીનતાનું સુખ અનુભવવા મળે છે ત્યારે દીનતાનો જીવનમાંથી આપોઆપ ક્ષય થઈ જાય છે. સાધુની સાધુતાની જે મસ્તી છે તેમાં દીનતા, લાચારી, પરાધીનતા ટકી શકે નહીં. ગૃહસ્થ વ્યક્તિ જ્યારે મુનિપણાની દીક્ષા લે છે ત્યારે તેની પાસે “કરેનિ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જિનતત્ત્વ ભંતે' સૂત્ર ઉચ્ચારાવાય છે. એમાં તે ‘સર્વાં સાવજ્જે જોગં પચક્બામિ' બોલી સર્વે સાવદ્ય યોગનાં પચક્ખાણ લે છે. સાવધ યોગ એટલે દોષયુક્ત, પાપયુક્ત પ્રવૃત્તિ. મુનિપણાની દીક્ષામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પંચ મહાવ્રત ધારણ કરવામાં આવે છે. સંયમ અને જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ (કે મોરપીંછી) એમને આપવામાં આવે છે. આ મહાવ્રતોનો ભંગ થાય એવી જે કોઈ પ્રવૃત્તિ તે સાવધ યોગ. ગૃહસ્થ જીવનમાં કેટલીક પ્રવૃત્તિ અનિવાર્ય બને છે. માણસ ઘરમાં રહે છે અને એને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે. સાધુને હવે પોતાનું ઘર હોતું નથી. તેઓ અણગાર બન્યા છે. સાધુનું જીવન એવી રીતે ઘડવામાં આવ્યું છે કે એ નાણાં વગર પોતાનું જીવન ચલાવી શકે છે. એમને રસોઈ કરવાની નથી હોતી. તેઓ ગોચરી વહોરી લાવીને પોતાના ઉપાશ્રયમાં આવીને વાપરે છે. તેઓ ઉઘાડા પગે ચાલીને બધે જાય છે. તેઓ બે જોડી વસ્ત્ર રાખે છે જે ગૃહસ્થોએ વહોરાવેલાં હોય છે. સાધુનાં વસ્ત્રપાત્ર પરિમિત હોય છે. દિગંબર મુનિઓ તો વસ્ત્ર-પાત્ર પણ રાખતા નથી. કરપાત્રી હોવાથી તેઓ હાથમાં લઈને જ આહાર કરી લે છે. સાધુ વાહનનો ઉપયોગ કરતા નથી. તેમને કોઈ મોજશોખ હોતા નથી. એટલે સાધુ ભગવંતને જીવનના અંત સુધી પોતાના નિર્વાહ માટે પાસે એક રૂપિયો પણ રાખવાની જરૂર રહેતી નથી. તેઓ કંચન અને કામિનીના ત્યાગી હોય છે. સાધુને સૂવા માટે ગાદલાં-ઓશિકાં હોતાં નથી. પાથરવા ઓઢવા માટે એક કામળી અને હાથ એ જ ઓશીકું. દિગંબર મુનિઓ તો પહે૨વા કે પાથરવા માટે એક વસ્ત્ર પણ રાખતા નથી. આમ, સાધુ ભગવંતોને અર્થોપાર્જનની, અર્થસંરક્ષણની કે અર્થવૃદ્ધિની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. એટલે એ નિમિત્તે થતા સાવઘ યોગોથી તેઓ મુક્ત રહે છે. આત્મજ્ઞાન માટે સાધુપણું કહ્યું છે. આનંદઘનજીએ કહ્યું છે : આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે. માત્ર વેષ ધારણ કરવાથી સાધુપણું નથી આવી જતું. સાધુત્વનો ભાવ પણ જોઈએ. દ્રવ્યલિંગી અને ભાવલિંગીના ચાર ભેદ થાય છે. દ્રવ્યલિંગી હોય, પણ ભાવલિંગી ન હોય, (૨) ભાવલિંગી હોય પણ દ્રવ્યલિંગી ન હોય, (૩) દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય અને (૪) દ્રવ્યલિંગી ન હોય અને ભાવલિંગી પણ ન હોય. આ ચારમાં શ્રેષ્ઠતમ તે જ કે જે દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય. દ્રવ્યલિંગ નિરર્થક નથી. ભાવલિંગી થવા માટે પણ તે Page #6 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણે ૨૦૫ અત્યંત ઉપકારક છે. કેટલાક પહેલાં માત્ર વ્યલિંગી હોય, પણ પછી એથી જ એમને ભાવલિંગી થવાના ભાવ જાગ્યા હોય છે. શ્રાવક દીક્ષા લે છે તે દિવસથી એનું બાહ્ય અર્થાત્ સ્કૂલ અને અત્યંતર અર્થાત્ સૂક્ષ્મ રૂપાંતર – transformation થાય છે. સાધુનાં નામ, વેશ, ભાષા વ્યવહાર ઈત્યાદિ બદલાઈ જાય છે, કારણ કે ગૃહસ્થ જીવનના સંસ્કારોનું હવે વિસર્જન કરવાનું હોય છે. નામ બદલાતાં જૂના નામ સાથેનાં વળગણો છૂટવા માંડે છે. સાધુને માથે મુંડન હોય છે. હવે ચહેરો જોવા- શણગારવાની વાત નહીં. જૈન સાધુ દીક્ષા લીધા પછી કોઈ દિવસ અરીસામાં પોતાનું મોટું જોતા નથી કે વાળ ઓળતા નથી કે હજામત કરાવતા નથી. સમયે સમયે લોચ કરે છે. સાધુને હવે રસોડે, ભાણે બેસીને જમવાનું હોતું નથી. ગોચરી વહોરી લાવવાની રહે છે. અથવા ઊભા ઊભા બે હાથમાં આહાર લેવાનો હોય છે. સાધુની ભાષા બદલાઈ જાય છે. તેઓ હવે કોઈ ગૃહસ્થને “આવો, પધારો કે આવજો' કહેતા નથી. માત્ર “ધર્મલાભ' કહે છે. સાધુના ભોજન માટે શબ્દ છે ગોચરી અથવા ભિક્ષાચરી. ખાવું નહીં પણ “વાપરવું', “પથારી નહીં પણ સંથારો', “વાસણ' નહીં પણ “પાતરાં', સાધુને હવે કોઈના સગાઈ, લગ્ન કે સાદડીમાં જવાનું હોતું નથી. સાજે માંદે ખબર કાઢવા જવાનું કે સ્મશાનમાં આભડવા જવાનું નથી હોતું. સાધુ ભગવંત ભવિષ્યકાળ માટે નિશ્ચિતપણે કોઈ વાણી ઉચ્ચારી ન શકે, કારણ કે તેમ જો ન થાય તો મૃષાવાદનો દોષ લાગે. એટલે સામાન્ય રીતે તેઓ વર્તમાન જોગ’ એમ કહે, એટલે કે તે સમયે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. એટલા માટે કહ્યું છે : आउसस्स न वीसासो कज्जम्मि बहूणि अंतरायणि । तम्हा हवई साहूणं वट्टमाणजोगेण ववहारो ।। [ આયુષ્યનો વિશ્વાસ નથી, કાર્યોમાં બહુ અંતરાયો આવે છે. એટલે “વર્તમાન જોગ' પ્રમાણે સાધુનો વ્યવહાર હોય છે. ] અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુઓએ ભવિષ્યકાળ માટે ક્યારેય નિશ્ચયાત્મક વાણી ન ઉચ્ચારવી જોઈએ. ઉદાહરણ તરીકે ક્યાંક બીજે દિવસે જવાનું હોય અને કોઈ પૂછે કે “મહારાજજી ! કાલે સવારે નવ વાગે પધારશો. ને ?' તો સાધુ મહારાજ એમ ન કહે કે, “હા, અમે બરાબર નવના ટકોરે પહોંચી જઈશું.' જવાનું નિશ્ચિત જ હોય તો પણ સાધુ મહારાજ કહે કે, Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જિનતત્ત્વ વર્તમાન જોગ'. એટલે તે વખતે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. આમ કહેવાનું કારણ એ છે કે સાધુ મહારાજનું વચન અસત્ય ન ઠરવું જોઈએ. કોઈક કારણસર તબિયત બગડી, વરસાદ પડ્યો, રમખાણ થયું તો સાધુથી ત્યાં પહોંચી ન શકાય અને ન પહોંચે તો પોતાનું વચન મિથ્યા ઠરે એટલે કે સત્ય બોલવાના પોતાના વતને દૂષણ લાગે, મૃષાવાદનું પાપ લાગે. શ્રી હરિભદ્રસૂરિએ “સંબોધ પ્રકરણમાં સાધુ ભગવંત કેવા હોવા જોઈએ તે માટે કહ્યું છે : गीयत्था संविग्गा निस्सल्ला चत्तगारवासंगा। जिणमय उज्जोयकय सम्मत्त पभावगा मुणिणो ।। મુનિઓ ગીતાર્થ, સંવિગ્ન, નિ:શલ્ય, ગારવાનો ત્યાગ કરનારા, અસંગ થયેલા, જિનમત- જિનધર્મનો ઉદ્યોત કરનારા અને સભ્યત્વના પ્રભાવક હોવા જોઈએ. જૈન સાધુઓના આહાર-વિહાર માટે, વસ્ત્ર-પાત્ર માટે ઘણા બધા નિયમો આચારાંગસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં બતાવવામાં આવ્યા છે. જૈન સાધુઓનું જીવન નિર્દોષ, પાપરહિત હોય છે. તેઓના જીવનમાં માયાચાર હોતો નથી. પંચ મહાવ્રતો તેઓ ચુસ્ત રીતે નવ કોટિએ પાળે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચપરમેષ્ઠિ ગીતા'માં સાધુ ભગવંતનું સ્વરૂપ દર્શાવતાં લખ્યું છે : ક્લેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ; અસંદીન જિમ દ્વીપ તથા ભવિજન આશ્વાસ. તરણતારણ કરુણાપર જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુહંકર ગુણમહિમા ભંડાર. જીવોના ક્લેશનો નાશ કરે એવી દેશના આપવામાં હંમેશાં સાધુ ભગવંતો તત્પર હોય છે. એ માટે જે કંઈ શ્રમ પડે તેની તેઓ ચિંતા કરતા નથી. તેઓ ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે સ્થિર દ્વીપ જેવા હોય છે. તેઓ સ્વયં તરે છે અને બીજાને તારનારા હોય છે. તેઓ કરુણાવાળા હોય છે. તેઓ ઉત્તમ જંગમ તીર્થ જેવા હોય છે. તેઓ ગુણના ભંડાર સમાન હોય છે. એવા સુખ કરાવનારા સાધુઓ વારંવાર ધન્યવાદને પાત્ર છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણં સાધુ ભગવંતોનાં લક્ષણો દર્શાવતાં નવકારમંત્રના એક બાલાવબોધમાં કહ્યું છે : જે સાધુ ૪૨ દોષ વિશુદ્ધ આહાર લીએ, સમસ્ત ઈન્દ્રિય દમે, સંસારે ન રમે, બાવીસ પરીષહ સહે, નવ કલ્પે વિહરતા રહે, જે સાધુ સંસાર થકી ઉપરાંઠા ચાલે, ભવ્ય જીવને મુક્તિસુખ હેલા માત્રમાં આપે, જે મુનીશ્વર તણા સત્તાવીસ ગુણ ધરે, એવા શાન્ત, દાન્ત, કાન્ત, વૈરાગ્યના સમુદ્ર, સાહસિક શિરોમણિ, ગુણવંતમાંહી અગ્રેસર, સજ્જન, સદા પ્રસન્ન, જીવલોકના બંધવ, કુતિરૂપી સમુદ્રના શોષણહાર, કેવળધરા, ઋજુમતિ, વિપુલમતિ આદિ ૨૮ લબ્ધિના ધારનાર, મોહ, માયા, લોભ, સ્નેહના પ્રતિબંધ ખંડિયા...' બીજા એક બાલાવબોધમાં કહ્યું છે : ‘સર્વ લોકમાંહિ જે છે સાધુ તે સાધુ... સમ્યગજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ ચારિત્ર એ રત્નત્રય સાધઈ, પાંચ મહાવ્રત ધરઈ, છઠ્ઠું રાત્રિભોજન વ૨જઈ, સાત ભય ટાલઈ, આઠ મદ વરજઈ, નવકલ્પી વિહાર કરઈ, દસ ભેદ સંયમધર્મ આદરઈ, બારે ભેદે તપ તપઈ, સત્તરહ આશ્રવદ્વાર રુંધઈ, અઠ્ઠારસ સહસ સીલાંગરથ ધરઈ, બાવીસ પરીષહ સહઈ, તેત્રીસ આશાતના ટાલઈ, બઈતાલીસ દોર્ષાવશુદ્ધ મધુકરી વૃતિઈ આહાર વ્યેઈ, પંચ દોષરહિત મંડલી ભુંજઈ, જે સમ-શત્રુ-મિત્ર સમ-લેટુ-કંચણ, પંચસમિયા, તિગુત્તા, અમમા, અકિંચણા, અમચ્છરા, જીઇંદિયા, જીયકસાયા, નિમ્મલ બંભર્ચ૨વાસા, સજઝાયઝાણ-જુગ્ગા, દુક્કર તવચરણરયા, અરસાહારા, વિરસાહારા, અંતાહારા, પંતાહારા, અરસજીવી, વિરસજીવી, અંતઃજીવી, પંતજીવી, તુચ્છાહારા, સુધાહારા, સુક્કા, ભુક્કા, નિમ્મેસા, નિસ્સોણિયા, કિસિઅંગા, નિરાગસરણા, કુખ્ખિસંબલા, ખજ્ઞાતકુલે ભિક્ષા વત્તિણો મુણિણો હવંતિ. ઈસ્યા છે સર્વજ્ઞપુત્ર સાધુ સંસારભય થકી ઉભગા, દયાતણા પ્રતિપાલક, ભગવતી અહિંસા સર્વ ભૂતને ક્ષેમકરી, મહાપુરુષસેવી, કાયરકાતર જીવ પરહરી, તેહના પ્રતિપાલક, અનાથ જીવના નાથ, અપીહર જીવના પીહર, અશરણ જીવના શરણ, સર્વજ્ઞપુત્ર, નિ:કિંચણ, નિરહંકારી, નિ:પરિગ્રહી, નિરારંભી, શાંત, દાંત, રત્નત્રય સાધક, અઢાઈ દ્વીપ માંહે જીકે છે સાધુ તે સવિ સાધુ પ્રત્યે માહો નમસ્કાર, પંચાંગ પ્રણામ, ત્રિફાલ વંદના સદા સર્વદા થાઓ. આવા સાધુપદનો મહિમા ગાતાં કહેવાયું છે કે न च राजभयं न च चोरभयं इहलोकसुखं परलोकहितं । नरदेवनतं चरकीर्तिकरं श्रमणत्वमिदं रमणीयतरम् ।। ૨૦૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જિનતત્ત્વ - સાધુ ભગવંતોને એમની પારદર્શક આચારશુદ્ધિને કારણે રાજ્યનો કે ચોરનો ભય હોતો નથી. તેઓ આ લોકમાં આધ્યાત્મિક સુખ ભોગવે છે અને પરલોકનું હિત સાધી લે છે. તેઓને મનુષ્યો અને દેવો વંદન કરે છે અને તેમની કીર્તિ ચારે બાજુ પ્રસરે છે. માટે શ્રમણપણું અત્યંત રમણીય છે. વળી કહ્યું છે : साधूनां दर्शन पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थः फलति कालेन, सद्यः साधुसमागमः । જંગમ તીર્થરૂપ સાધુ ભગવંતનાં દર્શનથી પુણ્યોપાર્જન થાય છે. સ્થાવર તીર્થ કરતાં પણ તરત જ ફળ આપનાર સાચા જંગમ તીર્થનો મહિમા મોટો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠને સાધુને માટે અષ્ટ પ્રવચન માતા ગણવામાં આવે છે. દસ પ્રકારના યતિ ધર્મને સાધુના દસ પિતા રૂપે દર્શાવવામાં આવે છે. ગૃહસ્થની સંભાળ રાખનાર એક માતા અને એક પિતા હોય છે. સાધુની સંભાળ રાખનાર આઠ માતા અને દસ પિતા હોય છે. સંઘને પણ સાધુનાં માતાપિતા-અમ્માપિયા તરીકે ઓળખવામાં આવે છે. સાધુ ભગવંત ચાલે તો ઈર્યાસમિતિપૂર્વક, બોલે તો ભાષાસમિતિપૂર્વક, ગોચર-આહાર લેવા જાય તો એષણાસમિતિપૂર્વક, ચીજવસ્તુઓ લે-મૂકે તો તે આદાનભંડનિક્ષેપણા સમિતિપૂર્વક અને શૌચાદિક્રિયા કરે તો તે પરિષ્ઠાપનિકા સમિતિપૂર્વક. તેઓની પ્રત્યેક ક્રિયા જયણાપૂર્વકની હોય છે. સાધુ ભગવંતો વસ્ત્ર ધારણ કરે તે પોતાના શરીરને ઢાંકવા માટે, નહીં કે દેહને શણગારવા માટે. કડક ઈસ્ત્રીવાળાં કપડાં સાધુને ન શોભે. એવું વસ્ત્ર આવ્યું હોય તો પણ આમારી નાખી, કરચલીઓવાળું વસ્ત્ર ધારણ કરે. જીર્ણ કંથા એ સાધુની શોભા છે. સાધુ સીવેલાં વસ્ત્ર ન પહેરે. સાધુઓ પોતાનાં વસ્ત્ર પોતે જ ધુએ, ઓછામાં ઓછા પાણીથી. ગૃહસ્થ પાસે વસ્ત્રો ન ધોવડાવે. પોતે પણ રોજેરોજ વસ્ત્ર ન ધુએ. દિગંબર મુનિઓ તો જીવનપર્યત વસ્ત્ર ધારણ ન કરે. જૈન સાધુઓ અપરિગ્રહી હોવાથી છત્રી, બુટ, ચંપલ, છરી, કાતર ઇત્યાદિ કશું જ વાપરતા નથી. તેઓ વાહનનો ઉપયોગ કરતા નથી. ચાતુર્માસ સિવાય એક સ્થળે તેઓ રહેતા નથી. એના નિયમો હોય છે. ઉઘાડા પગે પાદવિહાર એ જૈન સાધુનું એક અત્યંત મહત્ત્વનું લક્ષણ છે. ઝડપી વાહનોના વર્તમાન યુગમાં પણ સાધુઓના પાદવિહારમાં સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. સાધુ એથી સ્વાધીન છે. જે વખતે વિચાર થાય તે વખતે તે વિહારનો પોતાનો કાર્યક્રમ તરત ગોઠવી શકે છે, વિહારથી આરોગ્ય સારું રહે છે અને વિશાળ Page #10 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂ ૨૯ જનસંપર્કમાં રહેવા છતાં કોઈ સ્થળ, સંઘ કે વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ થતાં નથી. સંયમ માટે, બ્રહ્મચર્યના પાલન માટે પણ જંધાશ્રમપૂર્વક થતો વિહાર બહુ ઉપયોગી છે. પાદવિહારને લીધે જ, શરીર પર ઊંચકી શકાય એટલી જ વસ્તુઓ રાખવાની હોવાથી, પરિગ્રહ પણ પરિમિત બની જાય છે. દિગંબર મુનિઓને તો અનિવાર્ય એવાં પીંછી અને કમંડલુ સિવાય કશો પરિગ્રહ હોતો નથી. એટલે જ દિગંબર મુનિઓ તત્ક્ષણ વિહાર કરી શકે છે. નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન એ જૈન સાધુની એક મહાન સિદ્ધિ, ઉપલબ્ધિ છે. એના પાલન માટે દૃઢ નિયમો બતાવ્યા છે. જૈન સાધુએ રાત્રે પગ વાળીને પડખે જ સૂવું જોઈએ. જૈન સાધુઓનો આટલો કડક સંયમ હોવાથી દિગંબર નગ્ન સાધુઓ પાસે જતાં સ્ત્રીઓ સંકોચ પામતી નથી. જૈન શાસનની આ અપૂર્વ સિદ્ધિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે; જાનવંત શાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દોષો; પગ પગ વતદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો. જૈન સાધુનું જીવન આચારપ્રધાન છે. જ્ઞાન-ધ્યાનની આરાધના સાથે સાધુ ભગવંતોએ પોતાના શીલની રક્ષા માટે બહુ સૂક્ષ્મ નિયમોનું પાલન કરવાનું હોય છે. આવા નિયમોનો જો સરવાળો કરવામાં આવે તો તે ઘણો મોટો થાય. શીલના ભેદો ૩૬, ૧૮૦, ૧૮૦૦ છે અને એથી આગળ જતાં અઢાર હજાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવે છે : ૩ યોગ x ૩ કરણ ૪૪ સંજ્ઞા x ૫ ઈન્દ્રિયો x ૧૦ પૃથ્વીકાયાદિ જીવોની અવિરાધના x ૧૦ યતિ ધર્મ = ૧૮૦૦૦ શીલના ભેદ થાય છે. આ જ રીતે એમાં બીજા કેટલાક ભેદો ઉમેરીને શીલના ૮૪ લાખ ભેદ બતાવવામાં આવ્યા છે. શ્રાવક દીક્ષા લેતાંની સાથે છઠ્ઠા ગુણસ્થાનકે આવે છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે : મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદગુરુ પાસે, દૂષણ કાલે પણ ગુણવંતા, વરતે શુભ અધ્યાસે. છઠ્ઠું ગુણઠાણું ભવઅડવી ઉલ્લંઘણ જેણે લહિઉં, તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરી જાએ કહિઉ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જિનતત્ત્વ ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જંજાલેઃ રહે શેલડી ઢાંકી રાખી, કે તો કાલ પરાલે ? શ્રી ભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં લખ્યું છે : उरग-गिरि-जलण-सागर-नहयल-तगणसमो य जो होइ । समर-मिग-धरणि-जलरह-रवि-पवणसमो जओ समणो ।। શ્રી ભદ્રબાહુસ્વામીએ આ એક જ ગાથામાં સાધુ ભગવંત માટે અગિયાર ઉપમા આપી દીધી છે. સાધુ ભગવંત સર્પ (ઉરગ), પર્વત, અગ્નિ, સાગર, આકાશ (નભતલ), વૃક્ષ, ભ્રમર, મૃગ, ધરણી, કમળ, સૂર્ય અને પવન જેવા હોવા જોઈએ. સાધુ ભગવત સર્પ જેવા હોવા જોઈએ એનો અર્થ એ કે સર્પ બીજાના કરેલા ઘર (દર)માં રહે છે, આહારનો સ્વાદ લેતો નથી તથા દરમાં દાખલ થતી વખતે ગતિ તદ્દન સીધી રાખે છે. એવી રીતે સાધુ ભગવંત બીજાએ બનાવેલા સ્થાનમાં રહેનારા, આહારમાં આસક્તિ ન ધરાવનારા અને સંયમ માર્ગમાં સીધી ગતિ કરનારા હોય છે. સાધુ ભગવંત પર્વત જેવા અડોલ, અગ્નિ જેવા તેજસ્વી, સમુદ્ર જેવા ગંભીર અને મર્યાદાવાળા, આકાશ જેવા નિરાલંબ, કમળ જેવા નિર્લેપ, સૂર્ય જેવા પ્રકાશમાન, પવન જેવા નિબંધ હોવા જોઈએ. સાધુ ભગવંત માટે આવી ૮૪ પ્રકારની ઉપમાઓ શાસ્ત્રગ્રંથોમાં આપવામાં આવી છે. જૈન ધર્મમાં ચારનું શરણું લેવાનું કહ્યું છે. એ ચાર તે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રણીત ધર્મ. આ ચારમાં સાધુને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એ પરથી સાધુપદનો મહિમા સમજાશે. સિદ્ધ પરમાત્માએ આઠ્ઠ કર્મનો ક્ષય કર્યો છે એટલે એ તો સર્વોચ્ચ આદર્શ છે. અરિહંત ભગવાને ચાર ધાતી કર્મનો ક્ષય કર્યો હોય છે. દેહધારી જીવોમાં તેઓ પણ સર્વોચ્ચ સ્થાને છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા પછી સાધુનું શરણું લેવામાં આવે છે. અરિહંત અને સિદ્ધમાં કોઈ ન્યૂનતા નથી હોતી, પણ સાધુમાં ન્યૂનતા હોઈ શકે છે. આમ છતાં સાધુ પદને એટલું મહત્ત્વ આપવાનું એક કારણ એ છે કે સિદ્ધ પરમાત્મા પરોક્ષ છે અને અરિહંત ભગવાનનો પ્રત્યક્ષ લાભ બધાંને ન મળી શકે. પરંતુ અરિહંત ભગવાનના વિરહકાળમાં પણ સાધુ ભગવંતનો યોગ સર્વસુલભ હોય છે. સાધુ પદમાં અહીં આચાર્ય અને ઉપાધ્યાયનું પદ સંનિહીંત છે. આ શ્રમણવર્ગ અનેક જીવોને સંસારના ભયથી બચાવી મોક્ષમાર્ગ બતાવે છે, મોક્ષમાર્ગ પર આરૂઢ કરાવે છે અને અનેક જીવોને મોક્ષમાર્ગમાં આગળ વધવામાં સહાયરૂપ થાય છે. એટલા માટે સાધુ ભગવંતનું શરણ અત્યંત મહત્ત્વનું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણં ૨૧૧ ‘ચસરણપયજ્ઞા’માં સાધુ ભગવંતના શરણ માટે નીચે પ્રમાણે પ્રાર્થના કરવામાં આવી છે : ‘જીવલોકના બંધુ, કુતિરૂપી મહાસમુદ્રને ઓળંગી જના૨, મહાન ભાગ્યશાળી, રત્નત્રયીથી મોક્ષસુખને સાધનારા સાધુ ભગવંતોનું મને શ૨ણ હોજો. કેવળજ્ઞાની, ૫૨માવધિજ્ઞાની, વિપુલમતિજ્ઞાની, શ્રુતધર એવા જે કોઈ આચાર્યો, ઉપાધ્યયો કે સાધુઓ તે સર્વ સાધુઓ છે, તેઓનું મને શરણ હોજો. ચઉદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી, બાર અંગના ધારક, અગિયાર અંગના ધારક, જિનકલ્પી વગેરે સર્વ સાધુ ભગવંતોનું મને શરણ હોજો. વિવિધ પ્રકારની લબ્ધિવાળા અને વૈરવિરોધી રહિત, ઇચ્છાથી રહિત, પ્રશાંતમુખશોભાવાળા, ગુણોથી ભરેલા, ગુણોનું બહુમાન કરનારા, મોહરહિત, ભવ્યજનોના મનને પ્રિય, આત્મામાં રમતા, વિષયકષાયથી રહિત, ઘર-બાર સ્ત્રી વગેરેથી રહિત, હર્ષ-વિષાદ વિનાના, હિંસા વગેરે દોષોથી વિમુપક્ત, કરુણાવંત, વિશાળ બુદ્ધિવાળા, મોક્ષમાર્ગમાં આગળ વધનારા, સુકૃત અને પુણ્યથી ભરેલા, કામવિડંબણા વિનાના, કલેશ વગેરેથી રહિત અને સાધુપણામાં સુસ્થિર એવા સાધુ ભગવંતોનું મને શરણ હોજો.’ ‘પંચસૂત્ર'માં ચાર શરણમાં સાધુ ભગવંતના શ૨ણ માટેની પંક્તિઓ કેટલી બધી અર્થગંભીર છે તે જુઓ ! એમાં કહ્યું છે ઃ તહા પસંતગંભીરાસયા, સાવજ્જોગવિરયા, પંચવિહાયારજાણગા, પરોવયારનિરયા, પઉમાઈનિĒસણા, ઝાણઝઝયણસંગયા, વિરુજઝમાણભાવા સાહૂ સરણું. [ તથા (૧) પ્રશાન્ત ગંભીર ચિત્તવાળા, (૨) સાવદ્યોગથી વિરામ પામેલા, (૩) પાંચ પ્રકારના આચારના જાણકાર, (૪) પરોપકાર કરવામાં લીન, (૫) પદ્મ વગેરેની ઉપમાવાળા, (૬) ધ્યાન અને અધ્યયનથી સંગત તથા (૭) વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતોનું મને શરણ હોજો. ] આવા સાધુ ભગવંતનો મહિમા કેટલો બધો છે એ નીચેનીથોડીક ઘટનાઓ ઉપરથી સમજાશે. (૧) સાધુતાના બાહ્યવેશનાં દર્શનમાત્રથી ઉદયન મંત્રીને સમાધિ પ્રાપ્ત થઈ હતી, (૨) સાધુનો બાહ્ય વેશ ધારણ કરવામાત્રથી સંપ્રતિ રાજાને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હતું., (૩) સાધુઓનો ઈર્યાસમિતિપૂર્વકનો પાદવિહાર જોઈને તામલી તાપસને સમ્યગ્દર્શન થયું હતું. (૪) સાધુને ગોચરી વહોરતાં જોઈને ઈલાચીકુમારને કેવળજ્ઞાન થયું હતું, (૫) મુનિસુવ્રત સ્વામીના Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જિનતત્ત્વ શાસનકાળ દરમિયાન ધ્યાનસ્થ ગુણસાગર મુનિને જોઈ રાજકુમાર વજુબાહુને દીક્ષા લેવાના ભાવ જાગ્યા અને એમની એ વાતથી પ્રભાવિત થઈને એક સાથે ત્રીસેક જણે દીક્ષા લીધી હતી, (૬૦) શ્રીકૃષ્ણ અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને વિધિપૂર્વક વંદન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. જૈન ધર્મની દીક્ષા અત્યંત કઠિન છે. વળી તે ગમે તેને આપવાથી શાસનની અવહેલના થવાનો ભય રહે છે. એટલે યોગ્ય પાત્રને જ દીક્ષા આપવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ “ધર્મબિંદુ'માં પ્રવજ્યાઉં એટલે કે દીક્ષા લેવાને યોગ્ય વ્યક્તિનાં લક્ષણો આ પ્રમાણે આપ્યાં છે : (૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હોય (આમાં અપવાદ હોઈ શકે) (૨) વિશિષ્ટ જાતિ અને કુળવાળો હોય, (૩) જેનો કર્મમળ લગભગ ક્ષીણ થયો હોય, (૪) નિર્મળ બુદ્ધિવાળો હોય, (૫) મનુષ્ય જન્મની દુર્લભતા, જન્મમરણનાં નિમિત્તો, સંપદાની ચંચળતા, વિષયોની દારુણતા, સંયોગવિયોગ, આયુષ્યની ક્ષણભંગુરતા, કર્મના વિપાકો ઇત્યાદિનો વિચાર કરતાં રસંસારની નિર્ગુણતા (અસારતા) જાણવાવાળો હોય, (૬) અને એથી વૈરાગ્યવાન હોય, (૭) અલ્પ કષાયવાળો, (૮) અલ્પ નોકષાય (હાસ્યાદિ)વાળો, (૯) કૃતજ્ઞ, (૧૦) વિનયવંત, (૧૧) બહુમાન ધરાવતો હોય, (૧૨) વિશ્વાસઘાત ન કરનારો, (૧૩) શરીરે ખોડખાંપણવાળો ન હોય, (૧૪) શ્રદ્ધાવંત, (૧૫) ધર્મમાં સ્થિર, (૧૬) અને પોતે પોતાની મેળે સદ્દગુરુ પાસે દીક્ષા લેવા આવેલો હોય. જેમ દુનિયામાં વિવિધ વ્યવસાયોમાં અયોગ્ય વ્યક્તિઓ હોય છે, અને વિવિધ ધર્મોમાં અયોગ્ય સાધુ-સંન્યાસીઓ હોય છે તેમ જૈન ધર્મમાં પણ રહેવાના. વ્યાવહારિક ઉપાધિ અને કૌટુંબિક જવાબદારીથી મુક્ત એવા સાધુજીવન તરફ કોઈક પ્રમાદી માણસો ખેંચાય છે અને ગમે તેમ કરીને દીક્ષા લઈ લે છે. આવા ઘૂસી જનાર માણસોને જોઈને જે પેલી લોકોકિત પ્રચલિત થઈ હશે કે - શિરમંડનમેં તીન ગુણ, મિટ જાએ શિર કી ખાજ; ખાને કો લડુ મિલે, ઓર લોક કહે “મહારાજ.” સાચા ભાવથી દીક્ષા લીધા પછી પણ કેટલાક શિથિલાચારી, સ્વચ્છેદી, પતિત થઈ જાય છે. આવા અયોગ્ય સાધુના મુખ્ય પાંચ પ્રકાર બતાવવામાં Page #14 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણ ૨૧૩ આવ્યા છે : (૧) પાર્શ્વસ્થ, (૨) અવસત્ર, (૩) કુશીલ, (૪) સંસત અને (૫) યથાછંદ. આવા કુપાત્ર સાધુઓની લાક્ષણિકતાઓ શાસ્ત્રગ્રંથોમાં બતાવવામાં આવી છે. તેમને “અવંદનીય ગણવામાં આવ્યા છે અને તેમને સમુદાયમાંથી બહાર મૂકવાની ભલામણ કરવામાં આવી છે કે જેથી તેઓ બીજા સાધુઓને બગાડે નહીં અને શાસનને વગોવે નહીં. જૈન ધર્મમાં સાધુ-સાધ્વીની દીક્ષા માટે જે કેટલીક વ્યક્તિઓને અયોગ્ય ગણવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) બાળક (આઠ વર્ષથી ઓછી ઉમરનો), (૨) વૃદ્ધ, (૩) નપુંસક, (૪) ક્લબ, (૫) જડ, તોતડો, બેડોળ કાયાવાળો, આળસુ, (૬) વ્યાધિગ્રસ્ત, (૭) ચોર, (૮) રાજાપકારી (રાજાનો દ્રોહ કરનાર, ગુનેગાર), (૯) ઉન્મત્ત (ગાંડો), (૧૦) અદર્શન (આંદળો), (૧૧) દાસ (દાસીથી ઉત્પન્ન થયેલ, દાસીપુત્ર), (૧૨) દુષ્ટ, (૧૩) મૂઢ, (૧૪) ઋણાત (દેવાદાર), (૧૫) સુંગતિ, (શરીર, જાતિ, કર્મ વગેરેથી ભ્રષ્ટ કે દૂષિત), (૧૬) અવબદ્ધ (સંયમ સિવાય અન્ય કોઈ ખોટા આશયથી દીક્ષા લેવાની ઈચ્છા રાખનાર), (૧૭) ભૂતક (કોઈએ ભાડે લીધેલો, કોઈ સાથે કરારથી બંધાયેલો), (૧૮) નિષ્ફટિક (માતા-પિતા કે વડીલોની રજા વગર કાચી ઉંમરે દીક્ષા લેવા આવેલો.) - સાધુની દીક્ષા માટે અયોગ્ય બતાવેલી આવી વ્યક્તિઓની જેમ જ એવી સ્ત્રીઓ પણ સાધ્વી તરીકે દીક્ષા લેવાને અયોગ્ય ઠરે છે. તદુપરાંત ગર્ભવતી કે સ્તનપાન કરાવતી સ્ત્રીને પણ દીક્ષા આપી શકાતી નથી. જૈન સાધુઓ દંતધાવન કે સ્નાન કરતા નથી તો તેમનું મોટું અને શરીર ગંધાય નહીં ? આવો પ્રશ્ન કેટલાયને થાય છે. એનો ઉત્તર એ છે કે જેઓને સાધુ ભગવંતો પાસે વારંવાર જવાનો અનુભવ હશે તેઓ આ વાતની સાક્ષી પૂરશે કે જૈન સાધુઓ સવારના બ્રશ- દંતધાવન કરતા ન હોવા છતાં અને સ્નાન કરતા ન હોવા છતાં તેમનું શરીર ગંધાતું નથી. તેનું મુખ્ય કારણ તેઓનો સંયમ છે. જેઓ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, ઊર્ધ્વરેતા બને છે એમના શરીરમાં ઓજસરૂપે વિશુદ્ધ પરમાણુઓ એવા પ્રસરી રહે છે કે તે ગંધાતા અશુદ્ધ પરમાણુઓને બહાર કાઢી નાખે છે. આથી જૈન સાધુ-સાધ્વીઓનું શરીર ક્યારેય ગંધાતું નથી. જૈન સાધુઓ પોતાના આહાર, વસ્ત્રાદિ માટે ઓછામાં ઓછી વસ્તુઓ વાપરે છે એટલે કે પ્રકૃતિમાં ઓછામાં Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જિનતત્વ ઓછો હસ્તક્ષેપ કરે છે. એ દૃષ્ટિએ જૈન સાધુઓ પર્યાવરણના મહાન રક્ષક છે. જૈન સાધુ જેવા પર્યાવરણવાદી અન્ય કોઈ જોવા નહીં મળે. જૈન સાધુઓને ગૃહસ્થો જેવી કોઈ જવાબદારી કે વ્યાવસાયિક, વ્યાવહારિક પ્રવૃત્તિ ન હોવાથી સમય ઘણો મળે. પરંતુ એથી તેઓને નવરા બેસી રહેવાનું નથી. તેઓએ પોતાની આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે અને જ્ઞાન-ધ્યાન, તપ-જપ નિયમિત કરવાના રહે છે. સ્વાધ્યાય અને ધ્યાન એ સાધુ જીવનનો પ્રાણ છે. એટલે જ એક જ ઉપાશ્રયમાં ઘણા બધા સાધુઓ હોવા છતાં કોઈ ઘોંઘાટ હોતો નથી. પોતાના સ્થાનમાં પણ તેઓ વગર કારણે ઊઠબેસ કરતા નથી કે જરૂર વગર બોલતા નથી. સાધુઓને એકબીજાની સાથે આદર અને મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય છે. પોતાને ફલાણાની સાથે ફાવતું નથી એવી ફરિયાદ સામાન્ય રીતે સાધુ કોઈ દિવસ કરે નહીં. શ્રી સિદ્ધસેન દિવાકરે એવા સાધુને ઉદ્દેશીને માર્મિક રીતે કહ્યું છે કે, “ભાઈ, અહીં પાંચસાત સાધુઓ સાથે તને નથી ફાવતું, તો સિદ્ધિશિલા ઉપર અનંત સિદ્ધોની સાથે તેને કેવી રીતે ફાવશે ?' જેઓ જૈન ધાર્મિક પરંપરા અને તત્ત્વધારાથી અનભિજ્ઞ-અજાણ છે એવા કેટલાક લોકો ફરિયાદ કરતાં બોલે છે કે જૈન સાધુ-સાધ્વીઓ મફતનું ખાઈને પડ્યા રહે છે, એના કરતાં લોકસેવા કરતાં હોય તો શું ખોટું છે ? ખ્રિસ્તી પાદરીઓ, સાધ્વીઓ સેવાનું કેટલું બધું કામ કરે છે ! પરંતુ આવો વિચાર કેવળ અજ્ઞાનમૂલક છે. વસ્તુતઃ જૈન સાધુ-સાધ્વીઓ સંધ સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક દીક્ષા લે છે તે આત્મકલ્યાણ માટે, મોક્ષની સાધના માટે લે છે, બોજારૂપ છે એવું કશું નથી. એમની પાસેથી જે સમાજને મળે છે તેનું પૂરેપૂરું મૂલ્ય સમાજ ચૂકવી શકે એમ નથી. જે વ્યક્તિ જે ધ્યેયથી પ્રવૃત્તિ કરતી હોય તેની પાસેથી બીજી વસ્તુની અપેક્ષા રાખવી તે અયોગ્ય છે. સમાજસેવા અને આધ્યાત્મિક સાધના એ બંને ભિન્ન વસ્તુ છે. સાધના કરતાં કરતાં અનાયાસે, પ્રકારાન્તરે કે સૂક્ષ્મ રીતે સમાજસેવા થઈ જાય તે જુદી વસ્તુ છે. પરંતુ દીન, હીન, દુ:ખી, રોગી લોકોને અન્નવસ્ત્ર-ઔષધાદિ આપવા નીકળી પડવું, દર્દીઓની સારવાર કરવી ઈત્યાદિ પ્રકારનું સેવાકાર્ય ઈષ્ટ્ર અને ઉત્તમ હોવા છતાં સાધુ-સાધ્વી પાસેથી એની અપેક્ષા રાખી ન શકાય. એટલા માટે તેઓએ દીક્ષા લીધી નથી હોતી. આ વાત કેટલાકને તરત ન સમજાય એવી છે. પરંતુ થોડાક સાધુઓના ગાઢ સંપર્કમાં આવવાથી એ સમજાય એવી છે. ઊંડું ચિંતન માગી લે એવી આ બાબત છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણં ૨૧૫ શ્રી ભદ્રબાહુસ્વામીજીએ સાધુ ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહ્યું છે : साहूणं नमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाओ ।। साहूण नमुक्कारो धन्नाणं भवनयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तिआवारणो होइ ।। साहूणं नमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति ।। जो मरणंमि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ।। साहुण नमुक्कारो सव्वपावप्पणासणो ।। मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ।। [સાધુ ભગવંતને ભાવથી કરાયેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર ધન્ય જીવોના ભવનો ક્ષય કરે છે તથા હૃદયમાં રહેલો તે વિસ્ત્રોતસિકાનું હરણ કરે છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર મહાન અર્થવાળો છે એવું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. અને મરણ વખતે તે બહુ વાર કરાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો પ્રનાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. ] શ્રી જ્ઞાનવિમલસૂરિએ “નવકાર ભાસ'માં કહ્યું છે, અરિહંત ભક્તિ સદા ઉપદેશે, વાયગસૂરિના સહાઈ રે મુનિ વિણ સર્વ ક્રિયા નવિ સૂઝ, તીર્થ સકલ સુખદાઈ રે પંચમ પદ એણી પેરે ધ્યાવતાં પંચમગતિને સાધો રે; સુખકર શાસનના એ નાયક જ્ઞાનવિમલ ગુણ વાધો રે. શાસ્ત્રકાર કહે છે : विनय सुहनियत्ताणं विसुद्ध चारितनियमजुत्ताणं । तच्चगुणसाहगाणं सदा य किच्चुजुयाण नरो ।। [ સાધુઓ વિષયસુખથી નિવર્સેલા હોય છે. વિશુદ્ધ ચારિત્રના નિયમોથી યુક્ત હોય છે. (મૂલ ગુણ અને ઉત્તર ગુણને ધારણ કરવાવાળા હોય છે.) તથા તથ્ય (સત્ય) ગુણોને સાધનારા હોય છે. તથા સદા (મુક્તિમાર્ગમાં) સહાય કરવાના કર્તવ્યમાં ઉદ્યમી હોય છે. તેવા સાધુઓને નમસ્કાર થાઓ ! असहाये सहायत्तं करंति मे संजमं करिन्तरस । एएण कारणेणं नमाणिऽहं सब साहणं ।। Page #17 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ [સાધુઓ અસહાય એવા મને સંયમના પાલનમાં સહાય કરનારા છે એ કારણથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. ૨૧૬ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતામાં સાધુપદના વર્ણનને અંતે ભાવના વ્યક્ત કરી છે : નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હવે, નવિ હુવે દુર્ગતિ વાસ, ભવખય કરતાં રે સમરતાં, લહિએ સુકૃત અભ્યાસ. વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા. નવપદની આરાધનામાં સાધુપદની આરાધના પાંચમા દિવસે આવે છે. એ આરાધનામાં ‘ઊં હ્રીં નમો લોએ સવ્વસાહૂણં' પદની ૨૦ માળા ઉપરાંત સાધુ ભગવંતના ૨૭ ગુણ પ્રમાણે ૨૭ સાથિયા, ૨૭ ખમાસણા, ૨૭ પ્રદક્ષિણા, ૨૭ લોગસ્સનો કાઉસગ્ગ ઈત્યાદિ કરવામાં આવે છે. સાધુપદનો વર્ણ શ્યામ હોવાથી જેઓ એક ધાન્યનું આયંબિલ કરતા હોય તેઓ અડદનું આયંબિલ કરે છે. આ આરાધના વિધિપૂર્વક કરતી વખતે નીચેનો દૂહો બોલાય છે : અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે, નવિ શોચે રે; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે. છઠ્ઠી સદીના મહાન આચાર્ય ભઘવંત શ્રી ઉદ્યોતનસૂરિએ ‘કુવલયમાળા’ નામના પોતાના પ્રાકૃત ભાષામાં લખાયેલા ગ્રંથમાં એક સ્થળે ‘સાધુ ધર્મરિભાવના’ વર્ણવી છે. ગૃહસ્થ જીવનમાં સાચી ધર્મસાધના કરનાર વ્યક્તિ પોતાની પરિભાવના વ્યક્ત કરતાં ત્યાં જે કહે છે તેમાંથી થોડીક પંક્તિઓનો અનુવાદ અહીં ટાંક્યો છે : ‘હું ક્યારે સાધુપણું પામીશ ? ક્યારે રાત્રિએ ધ્યાનમાં હોઈશ ? ક્યારે ચરણકરણાનુયોગનો સ્વાધ્યાય કરીશ ? ક્યારે ઉપશાન્ત મનવાળો થઈને કર્મરૂપી મહાપર્વત ભેદવા માટે વજસમાન એવું પ્રતિક્રમણ કરીશ ? ક્યારે Page #18 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણે 217 ધર્મધ્યાનમાં લાગી જઈશ ? ક્યારે મહાન તપશ્ચર્યાઓ કરીશ? ક્યારે સમભાવવાળો થઈશ ? ક્યારે અંતિમ આરાધના કરી દેહ છોડીશ ?' હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં શ્રાવકનાં માર્ગાનુસારી ગુણલક્ષણો બતાવ્યાં છે. એમાં શ્રાવક માટે એક શબ્દ પ્રયોજ્યો છે - તિધમરનામ | એટલે સાચો શ્રાવક એવો હોવો જોઈએ કે જે યતિધર્મનો અનુરાગી હોય. સાધુને જોતાં જ શ્રાવકને હર્ષ થવો જોઈએ. એને મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ, કે અંતે લેવા જેવું તે આ સાધુપણું છે, ભલે વર્તમાન સંજોગોમાં પોતે ન લઈ શકે. સાધુને વંદન કરતી વખતે પણ મનમાં એવો ભાવ થવો જોઈએ કે “આવું સાધુપણું મને પોતાને ક્યારે મળશે ?" કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં સાધુ થવા માટેની પોતાની ઉત્કટ લાગણી કેટલી હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે : અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહતુ પુરુષને પંથ જો.