SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જિનતત્વ ઓછો હસ્તક્ષેપ કરે છે. એ દૃષ્ટિએ જૈન સાધુઓ પર્યાવરણના મહાન રક્ષક છે. જૈન સાધુ જેવા પર્યાવરણવાદી અન્ય કોઈ જોવા નહીં મળે. જૈન સાધુઓને ગૃહસ્થો જેવી કોઈ જવાબદારી કે વ્યાવસાયિક, વ્યાવહારિક પ્રવૃત્તિ ન હોવાથી સમય ઘણો મળે. પરંતુ એથી તેઓને નવરા બેસી રહેવાનું નથી. તેઓએ પોતાની આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે અને જ્ઞાન-ધ્યાન, તપ-જપ નિયમિત કરવાના રહે છે. સ્વાધ્યાય અને ધ્યાન એ સાધુ જીવનનો પ્રાણ છે. એટલે જ એક જ ઉપાશ્રયમાં ઘણા બધા સાધુઓ હોવા છતાં કોઈ ઘોંઘાટ હોતો નથી. પોતાના સ્થાનમાં પણ તેઓ વગર કારણે ઊઠબેસ કરતા નથી કે જરૂર વગર બોલતા નથી. સાધુઓને એકબીજાની સાથે આદર અને મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય છે. પોતાને ફલાણાની સાથે ફાવતું નથી એવી ફરિયાદ સામાન્ય રીતે સાધુ કોઈ દિવસ કરે નહીં. શ્રી સિદ્ધસેન દિવાકરે એવા સાધુને ઉદ્દેશીને માર્મિક રીતે કહ્યું છે કે, “ભાઈ, અહીં પાંચસાત સાધુઓ સાથે તને નથી ફાવતું, તો સિદ્ધિશિલા ઉપર અનંત સિદ્ધોની સાથે તેને કેવી રીતે ફાવશે ?' જેઓ જૈન ધાર્મિક પરંપરા અને તત્ત્વધારાથી અનભિજ્ઞ-અજાણ છે એવા કેટલાક લોકો ફરિયાદ કરતાં બોલે છે કે જૈન સાધુ-સાધ્વીઓ મફતનું ખાઈને પડ્યા રહે છે, એના કરતાં લોકસેવા કરતાં હોય તો શું ખોટું છે ? ખ્રિસ્તી પાદરીઓ, સાધ્વીઓ સેવાનું કેટલું બધું કામ કરે છે ! પરંતુ આવો વિચાર કેવળ અજ્ઞાનમૂલક છે. વસ્તુતઃ જૈન સાધુ-સાધ્વીઓ સંધ સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક દીક્ષા લે છે તે આત્મકલ્યાણ માટે, મોક્ષની સાધના માટે લે છે, બોજારૂપ છે એવું કશું નથી. એમની પાસેથી જે સમાજને મળે છે તેનું પૂરેપૂરું મૂલ્ય સમાજ ચૂકવી શકે એમ નથી. જે વ્યક્તિ જે ધ્યેયથી પ્રવૃત્તિ કરતી હોય તેની પાસેથી બીજી વસ્તુની અપેક્ષા રાખવી તે અયોગ્ય છે. સમાજસેવા અને આધ્યાત્મિક સાધના એ બંને ભિન્ન વસ્તુ છે. સાધના કરતાં કરતાં અનાયાસે, પ્રકારાન્તરે કે સૂક્ષ્મ રીતે સમાજસેવા થઈ જાય તે જુદી વસ્તુ છે. પરંતુ દીન, હીન, દુ:ખી, રોગી લોકોને અન્નવસ્ત્ર-ઔષધાદિ આપવા નીકળી પડવું, દર્દીઓની સારવાર કરવી ઈત્યાદિ પ્રકારનું સેવાકાર્ય ઈષ્ટ્ર અને ઉત્તમ હોવા છતાં સાધુ-સાધ્વી પાસેથી એની અપેક્ષા રાખી ન શકાય. એટલા માટે તેઓએ દીક્ષા લીધી નથી હોતી. આ વાત કેટલાકને તરત ન સમજાય એવી છે. પરંતુ થોડાક સાધુઓના ગાઢ સંપર્કમાં આવવાથી એ સમજાય એવી છે. ઊંડું ચિંતન માગી લે એવી આ બાબત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249469
Book TitleNamo Loe Savvasahunam
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size488 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy