SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નમો લોએ સવ્વસાહૂણ ૨૧૩ આવ્યા છે : (૧) પાર્શ્વસ્થ, (૨) અવસત્ર, (૩) કુશીલ, (૪) સંસત અને (૫) યથાછંદ. આવા કુપાત્ર સાધુઓની લાક્ષણિકતાઓ શાસ્ત્રગ્રંથોમાં બતાવવામાં આવી છે. તેમને “અવંદનીય ગણવામાં આવ્યા છે અને તેમને સમુદાયમાંથી બહાર મૂકવાની ભલામણ કરવામાં આવી છે કે જેથી તેઓ બીજા સાધુઓને બગાડે નહીં અને શાસનને વગોવે નહીં. જૈન ધર્મમાં સાધુ-સાધ્વીની દીક્ષા માટે જે કેટલીક વ્યક્તિઓને અયોગ્ય ગણવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) બાળક (આઠ વર્ષથી ઓછી ઉમરનો), (૨) વૃદ્ધ, (૩) નપુંસક, (૪) ક્લબ, (૫) જડ, તોતડો, બેડોળ કાયાવાળો, આળસુ, (૬) વ્યાધિગ્રસ્ત, (૭) ચોર, (૮) રાજાપકારી (રાજાનો દ્રોહ કરનાર, ગુનેગાર), (૯) ઉન્મત્ત (ગાંડો), (૧૦) અદર્શન (આંદળો), (૧૧) દાસ (દાસીથી ઉત્પન્ન થયેલ, દાસીપુત્ર), (૧૨) દુષ્ટ, (૧૩) મૂઢ, (૧૪) ઋણાત (દેવાદાર), (૧૫) સુંગતિ, (શરીર, જાતિ, કર્મ વગેરેથી ભ્રષ્ટ કે દૂષિત), (૧૬) અવબદ્ધ (સંયમ સિવાય અન્ય કોઈ ખોટા આશયથી દીક્ષા લેવાની ઈચ્છા રાખનાર), (૧૭) ભૂતક (કોઈએ ભાડે લીધેલો, કોઈ સાથે કરારથી બંધાયેલો), (૧૮) નિષ્ફટિક (માતા-પિતા કે વડીલોની રજા વગર કાચી ઉંમરે દીક્ષા લેવા આવેલો.) - સાધુની દીક્ષા માટે અયોગ્ય બતાવેલી આવી વ્યક્તિઓની જેમ જ એવી સ્ત્રીઓ પણ સાધ્વી તરીકે દીક્ષા લેવાને અયોગ્ય ઠરે છે. તદુપરાંત ગર્ભવતી કે સ્તનપાન કરાવતી સ્ત્રીને પણ દીક્ષા આપી શકાતી નથી. જૈન સાધુઓ દંતધાવન કે સ્નાન કરતા નથી તો તેમનું મોટું અને શરીર ગંધાય નહીં ? આવો પ્રશ્ન કેટલાયને થાય છે. એનો ઉત્તર એ છે કે જેઓને સાધુ ભગવંતો પાસે વારંવાર જવાનો અનુભવ હશે તેઓ આ વાતની સાક્ષી પૂરશે કે જૈન સાધુઓ સવારના બ્રશ- દંતધાવન કરતા ન હોવા છતાં અને સ્નાન કરતા ન હોવા છતાં તેમનું શરીર ગંધાતું નથી. તેનું મુખ્ય કારણ તેઓનો સંયમ છે. જેઓ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, ઊર્ધ્વરેતા બને છે એમના શરીરમાં ઓજસરૂપે વિશુદ્ધ પરમાણુઓ એવા પ્રસરી રહે છે કે તે ગંધાતા અશુદ્ધ પરમાણુઓને બહાર કાઢી નાખે છે. આથી જૈન સાધુ-સાધ્વીઓનું શરીર ક્યારેય ગંધાતું નથી. જૈન સાધુઓ પોતાના આહાર, વસ્ત્રાદિ માટે ઓછામાં ઓછી વસ્તુઓ વાપરે છે એટલે કે પ્રકૃતિમાં ઓછામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249469
Book TitleNamo Loe Savvasahunam
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size488 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy