________________
નમો લોએ સવ્વસાહૂણં
સાધુ ભગવંતોનાં લક્ષણો દર્શાવતાં નવકારમંત્રના એક બાલાવબોધમાં કહ્યું છે : જે સાધુ ૪૨ દોષ વિશુદ્ધ આહાર લીએ, સમસ્ત ઈન્દ્રિય દમે, સંસારે ન રમે, બાવીસ પરીષહ સહે, નવ કલ્પે વિહરતા રહે, જે સાધુ સંસાર થકી ઉપરાંઠા ચાલે, ભવ્ય જીવને મુક્તિસુખ હેલા માત્રમાં આપે, જે મુનીશ્વર તણા સત્તાવીસ ગુણ ધરે, એવા શાન્ત, દાન્ત, કાન્ત, વૈરાગ્યના સમુદ્ર, સાહસિક શિરોમણિ, ગુણવંતમાંહી અગ્રેસર, સજ્જન, સદા પ્રસન્ન, જીવલોકના બંધવ, કુતિરૂપી સમુદ્રના શોષણહાર, કેવળધરા, ઋજુમતિ, વિપુલમતિ આદિ ૨૮ લબ્ધિના ધારનાર, મોહ, માયા, લોભ, સ્નેહના પ્રતિબંધ ખંડિયા...'
બીજા એક બાલાવબોધમાં કહ્યું છે :
‘સર્વ લોકમાંહિ જે છે સાધુ તે સાધુ... સમ્યગજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ ચારિત્ર એ રત્નત્રય સાધઈ, પાંચ મહાવ્રત ધરઈ, છઠ્ઠું રાત્રિભોજન વ૨જઈ, સાત ભય ટાલઈ, આઠ મદ વરજઈ, નવકલ્પી વિહાર કરઈ, દસ ભેદ સંયમધર્મ આદરઈ, બારે ભેદે તપ તપઈ, સત્તરહ આશ્રવદ્વાર રુંધઈ, અઠ્ઠારસ સહસ સીલાંગરથ ધરઈ, બાવીસ પરીષહ સહઈ, તેત્રીસ આશાતના ટાલઈ, બઈતાલીસ દોર્ષાવશુદ્ધ મધુકરી વૃતિઈ આહાર વ્યેઈ, પંચ દોષરહિત મંડલી ભુંજઈ, જે સમ-શત્રુ-મિત્ર સમ-લેટુ-કંચણ, પંચસમિયા, તિગુત્તા, અમમા, અકિંચણા, અમચ્છરા, જીઇંદિયા, જીયકસાયા, નિમ્મલ બંભર્ચ૨વાસા, સજઝાયઝાણ-જુગ્ગા, દુક્કર તવચરણરયા, અરસાહારા, વિરસાહારા, અંતાહારા, પંતાહારા, અરસજીવી, વિરસજીવી, અંતઃજીવી, પંતજીવી, તુચ્છાહારા, સુધાહારા, સુક્કા, ભુક્કા, નિમ્મેસા, નિસ્સોણિયા, કિસિઅંગા, નિરાગસરણા, કુખ્ખિસંબલા, ખજ્ઞાતકુલે ભિક્ષા વત્તિણો મુણિણો હવંતિ. ઈસ્યા છે સર્વજ્ઞપુત્ર સાધુ સંસારભય થકી ઉભગા, દયાતણા પ્રતિપાલક, ભગવતી અહિંસા સર્વ ભૂતને ક્ષેમકરી, મહાપુરુષસેવી, કાયરકાતર જીવ પરહરી, તેહના પ્રતિપાલક, અનાથ જીવના નાથ, અપીહર જીવના પીહર, અશરણ જીવના શરણ, સર્વજ્ઞપુત્ર, નિ:કિંચણ, નિરહંકારી, નિ:પરિગ્રહી, નિરારંભી, શાંત, દાંત, રત્નત્રય સાધક, અઢાઈ દ્વીપ માંહે જીકે છે સાધુ તે સવિ સાધુ પ્રત્યે માહો નમસ્કાર, પંચાંગ પ્રણામ, ત્રિફાલ વંદના સદા સર્વદા થાઓ.
આવા સાધુપદનો મહિમા ગાતાં કહેવાયું છે કે
न च राजभयं न च चोरभयं इहलोकसुखं परलोकहितं । नरदेवनतं चरकीर्तिकरं श्रमणत्वमिदं रमणीयतरम् ।।
Jain Education International
૨૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org