SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જિનતત્ત્વ (૯) સમતાં વા સર્વભૂતેષુ ચયિતિ સાધવ: |– સર્વ પ્રાણીઓ પ્રત્યે જે સમતાનું ચિંતન કરે, સમતાનો ભાવ ધારણ કરે તે સાધુ. (૧૦) સામયિતગત વિશુદ્ધ ઉચ્ચામિર્ચીસમનસત્ત્વ હિતાશયામૃતન્ના स्वपरिणाम: एवं साधु धर्मः । સામાયિક વગેરેમાં રહેલી વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થતું, સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વપરિણામ એ સાધુધર્મ છે. (૧૧) સાહાય વા સંચમારિ ધારચન્નતિ સાધવ: | જે સંયમમાં સહાયક બને તે સાધુ. આ બધી વ્યાખ્યાઓ પરથી જોઈ શકાશે કે તેમાં સાધુની સાધના અને તે પણ જ્ઞાનાદિ રત્નત્રયી વડે નિર્વાણ (મોક્ષ) માટેની સાધના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાધુની અન્ય એક મહત્ત્વની લાક્ષણિકતા તે જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરવાની છે. એટલે “સહાય કરે તે સાધુ” એવી વ્યાખ્યા પણ અહીં આપવામાં આવી છે. આવશ્યકનિયુક્તિ માં કહ્યું છે : निव्वाणसाहए जोगे जम्हा साहन्ति साहुणो । समा य सबभूएसु तम्हा ते भावसाहूणो ।। [ નિર્વાણસાધક યોગો (સંયમક્રિયાઓ) વડે જેઓ મોક્ષનું સાધન કરે છે અને સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેઓ એથી “ભાવસાધુ” કહેવાય છે. ] સાધુસંસ્થા ભારતવર્ષમાં અનાદિ કાળથી છે. એટલે સાધુ માટે વખતોવખત જુદા જુદા પર્યાયવાચી શબ્દો પ્રયોજાય એ સ્વાભાવિક છે. જો કે તે પ્રત્યેક શબ્દમાં એની સૂક્ષ્મ અર્થચ્છાયા રહેલી છે, તો પણ તે સહજતાથી એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે. સાધુ માટે આવા કેટલાક શબ્દો છે : મુનિ, શ્રમણ, અણગાર, નિગ્રંથ, સંન્યાસી, ભિક્ષુ, (ભિખુ), યોગી, ઋષિ, દીક્ષિત, મહાત્મા, માહણ, અવધૂત, મહાવ્રતી, સંત, મહારાજ, નિરારંભ, અચલક, જ્ઞાની, તત્ત્વજ્ઞાની, શ્રમાશ્રમણ, મુક્તાત્મા, સંયમ, મહાનુભાગ, તારક, અકિંચન, વાચંયમી વગેરે. આવા એકસોથી અધિક શબ્દ “સાધુ’ માટે પ્રયોજાયેલા જોવા મળે છે. નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચ્ચીસ અને સાધુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249469
Book TitleNamo Loe Savvasahunam
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size488 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy