________________
નમો લોએ સવ્વસાહૂણં
૨૧૧
‘ચસરણપયજ્ઞા’માં સાધુ ભગવંતના શરણ માટે નીચે પ્રમાણે પ્રાર્થના કરવામાં આવી છે :
‘જીવલોકના બંધુ, કુતિરૂપી મહાસમુદ્રને ઓળંગી જના૨, મહાન ભાગ્યશાળી, રત્નત્રયીથી મોક્ષસુખને સાધનારા સાધુ ભગવંતોનું મને શ૨ણ હોજો. કેવળજ્ઞાની, ૫૨માવધિજ્ઞાની, વિપુલમતિજ્ઞાની, શ્રુતધર એવા જે કોઈ આચાર્યો, ઉપાધ્યયો કે સાધુઓ તે સર્વ સાધુઓ છે, તેઓનું મને શરણ હોજો. ચઉદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી, બાર અંગના ધારક, અગિયાર અંગના ધારક, જિનકલ્પી વગેરે સર્વ સાધુ ભગવંતોનું મને શરણ હોજો. વિવિધ પ્રકારની લબ્ધિવાળા અને વૈરવિરોધી રહિત, ઇચ્છાથી રહિત, પ્રશાંતમુખશોભાવાળા, ગુણોથી ભરેલા, ગુણોનું બહુમાન કરનારા, મોહરહિત, ભવ્યજનોના મનને પ્રિય, આત્મામાં રમતા, વિષયકષાયથી રહિત, ઘર-બાર સ્ત્રી વગેરેથી રહિત, હર્ષ-વિષાદ વિનાના, હિંસા વગેરે દોષોથી વિમુપક્ત, કરુણાવંત, વિશાળ બુદ્ધિવાળા, મોક્ષમાર્ગમાં આગળ વધનારા, સુકૃત અને પુણ્યથી ભરેલા, કામવિડંબણા વિનાના, કલેશ વગેરેથી રહિત અને સાધુપણામાં સુસ્થિર એવા સાધુ ભગવંતોનું મને શરણ હોજો.’
‘પંચસૂત્ર'માં ચાર શરણમાં સાધુ ભગવંતના શ૨ણ માટેની પંક્તિઓ કેટલી બધી અર્થગંભીર છે તે જુઓ ! એમાં કહ્યું છે ઃ તહા પસંતગંભીરાસયા, સાવજ્જોગવિરયા, પંચવિહાયારજાણગા, પરોવયારનિરયા, પઉમાઈનિĒસણા, ઝાણઝઝયણસંગયા, વિરુજઝમાણભાવા સાહૂ સરણું. [ તથા (૧) પ્રશાન્ત ગંભીર ચિત્તવાળા, (૨) સાવદ્યોગથી વિરામ પામેલા, (૩) પાંચ પ્રકારના આચારના જાણકાર, (૪) પરોપકાર કરવામાં લીન, (૫) પદ્મ વગેરેની ઉપમાવાળા, (૬) ધ્યાન અને અધ્યયનથી સંગત તથા (૭) વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતોનું મને શરણ હોજો. ]
આવા સાધુ ભગવંતનો મહિમા કેટલો બધો છે એ નીચેનીથોડીક ઘટનાઓ ઉપરથી સમજાશે.
(૧) સાધુતાના બાહ્યવેશનાં દર્શનમાત્રથી ઉદયન મંત્રીને સમાધિ પ્રાપ્ત થઈ હતી, (૨) સાધુનો બાહ્ય વેશ ધારણ કરવામાત્રથી સંપ્રતિ રાજાને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હતું., (૩) સાધુઓનો ઈર્યાસમિતિપૂર્વકનો પાદવિહાર જોઈને તામલી તાપસને સમ્યગ્દર્શન થયું હતું. (૪) સાધુને ગોચરી વહોરતાં જોઈને ઈલાચીકુમારને કેવળજ્ઞાન થયું હતું, (૫) મુનિસુવ્રત સ્વામીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org