Page #1
--------------------------------------------------------------------------
________________
ખરો કેળવણીકાર
[ ૨૦] મહાભારતમાં અને બુદ્ધના ઉપદેશમાં સાચા બ્રાહ્મણને લગતી બધપ્રદ ચર્ચા છે. એમાં કુળ, રૂપ, શ્રત, શીલ અને પ્રજ્ઞા એ પાંચ લક્ષણને સાચા બ્રાહ્મણનાં લક્ષણ તરીકે વર્ણવ્યાં છે ખરાં, પણ તેમાં શ્રત, શીલ અને પ્રજ્ઞાનું સ્થાન મુખ્ય છે; પ્રથમનાં બે લક્ષણું ન હોય તોય પાછળનાં લક્ષણે સાચા બ્રાહ્મણને ઓળખવા પૂરતાં છે. શ્રત, શીલ અને પ્રજ્ઞામાં પણ શીલ અને પ્રત્તાનું સ્થાન મુખ્ય છે. પ્રાચીન કાળમાં સાચા બ્રાહ્મણને ઓળખવા માટે જે કટી ઋષિઓએ નક્કી કરેલી તે જ કસોટી વર્તમાન યુગમાં ખરા કેળવણીકારને ઓળખવા માટે કામની છે. બીજી રીતે કહીએ તે એમ કહી શકાય કે સાચે બ્રાહ્મણ અને ખરો કેળવણીકાર એ બે પદે યુગભેદનાં સૂચકમાત્ર છે; બન્નેનું તાત્પર્ય કે હાર્દ તે એક જ છે.
કેળવણીનું ક્ષેત્ર વિશાળ છે. એની વિવિધતા પણ નાનીસૂની નથી. તેથી એ ક્ષેત્રમાં કામ કરનાર કે એને વરેલા એવા કેળવણુકારે પણ અનેક અને અનેકવિધ હોવાના જ, યુગભેદે પણ એનું બાહ્ય સ્વરૂપ કાંઈક ને કાંઈક જુદું પડવાનું. એટલે કેળવણીકારેમાં પણ તારતમ્ય હોય જ. તળાવ, ટાંકું અને કુદરતી ફૂટતું ઝરણું એ ત્રણે પાણીનાં સ્થાન ખરાં, પણ તેમાં અંતર છે. તળાવમાં પાણુને જ વધારે હોય તે ખરું, પણ તેને આધાર બહારની આવક ઉપર છે; ટાંકામાં જળસંગ્રહ હોય તે પણ બહારના ભરણ ઉપર અવલંબિત છે; જ્યારે કુદરતી રીતે ફૂટતા અને વહેતા ઝરણાની વાત સાવ જુદી. એ ઝરણું નાનું મેટું કે વેગીલું અગર મંદ હોઈ શકે, પણ તેની ધારા અવિચ્છિન્ન વહેવાની અને તેમાં નવુંનવું પાણી આવ્યે જ જવાનું. માત્ર બહારની આવક ઉપર એને આધાર નથી. એને આધાર પેટાળની શક્તિ ઉપર છે—એવા જ અખંડ ઝરણુને શાસ્ત્રોમાં શિરેદક તરીકે ઓળખાવેલ છે–ચાલુ ભાષામાં જેને આપણે સેર, સરવાણી કે નવાણ કહીએ છીએ. કેળવણીકારેના પણ કાંઈક આવા પ્રકારે છે. કેટલાક કેળવણીકાર સરેવર જેવા હેય, વળી કઈ કઈ ટાંકા જેવા પણ હોય, પરંતુ એમને તાનસંગ્રહ અને કેળવણીગત વિચારે મોટેભાગે વાચનની વિશાળતા અને
Page #2
--------------------------------------------------------------------------
________________
૮૧૬ ]
દર્શન અને ચિંતન. બહિર્લક્ષી અનુકરણને આભારી હોય છે. તેથી જ એવા કેળવણીકારે વાચન, વિચાર અને કલ્પનાથી સમૃદ્ધ હોય તોય આગવી અંદરની જોઈતી સૂઝને અભાવે કાં તે ચાલેલે ચીલે ચાલે છે, અને બહુ તે બીજાનું જોઈ જોઈ કેટલેક ઉપરનો ફેરફાર કરે છે. એવા કેળવણીકારેમાં ધરમૂળથી ફેરફાર કરવાની સૂઝ ભાગ્યે જ હોય છે, અને કઈક હોય તેય તેઓ એક કે બીજે કારણે કેળવણીના ખોખામાં, એની પદ્ધતિમાં અને એના સ્વરૂપમાં મૌલિક ફેરફાર કરવાની હિંમત ભાગ્યે જ દાખવી શકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે મોટા મનાતા કેટલાય કેળવણીકારે ચાલુ પદ્ધતિની ટીકા પોતે જ કરતા હોય છે, અને કેળવણીખાતાના કેટલાય અગ્રણુઓ ચાલુ પદ્ધતિની ત્રુટિઓ વર્ણવે છે, છતાં તેમાંને કાઈ નો માર્ગ શોધતો કે સ્થાપતો નથી અને એ જ આડંબરી, ખર્ચાળ, તેતિંગ તંત્રની ગુલામી ચાલુ રહે છે સાચા કેળવણીકારતું કાઠું જુદું જ હોય છે. તેને જ્યારે અને જે ક્ષણે પિતાના તંત્રમાં ખામી અને એબ દેખાય ત્યારે અને તે જ ક્ષણે એ અકળાઈ ઊઠે છે, અને તેમાંથી કોઈક ને કંઈક નો માર્ગ શોધ્યા વિના એ જંપતો જ નથી. એ કેળવણીકાર કોઈ એક જ ચીલાને કે એક જ પ્રકારના અનુકરણને અવિચારી દાસ રહી શકતા નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે અને વધારે લેકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમ સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા જ કરે છે. આ જે કાઈ કેળવણીકાર હોય તેને સાચા કેળવણીકાર તરીકે ઓળખીએ એ આવશ્યક છે. અને એ જે નવા ચીલાઓ પાડે તે લાંબા વખત લગી બહુ ઉપયોગી પણ રહે છે.
આ સ્થળે વયોવૃદ્ધ અને વિદ્યાવૃદ્ધ પ્રાબ. ક. ઠા. ના “પોતેરમે ? નામના વ્યાખ્યાનસંગ્રહમાંથી થોડીક અતિ મહત્વની પંક્તિઓ ઉતારું છું, જે મારા વક્તવ્યનું સ્પષ્ટ ભાષ્ય બની રહે છે. “પેઢી ઉપર પેઢી, ન જાને રોટલી, જાની ઘરેડોને વળગી રહેવામાં શ્રેયસ્સર્વસ્વ માને-મનાવે છે. જન્મ છે, નવી પેઢીને ઉછેરે છે, નથી ઉછેરતી ને પોતે મરી જાય છે, જમે છે ને મરે છે. પરંતુ એમાં કોઈ કઈ બુદ્ધિપ્રધાન જવા પિતાની બંડખેર વિચારણમાં શ્રદ્ધાએ કુદી પરંપરાપૂત ઘરેડમાંથી નીકળી જાય છે, અવર્ણનીય દાં અને કષ્ટો વેઠતા વેઠત પણ નવી કેડી પાડે છે, અને તેની પાછળ આવતા જનને પગલે પગલે એવી નવી કેડીની પણ પરંપરા બધાય છે, અને મોટી ધરેડ બની રહે છે. બુદ્ધિપ્રધાન બંડખોર આવી અવનવી ધરેડા ઉપજાવતા જાય છે. તેનું નામ જ માનવી કારવાનને પ્રગતિપંથ.”
Page #3
--------------------------------------------------------------------------
________________
ખરે કેળવણીકાર
[ ૮૧ જે ઉપરની વિચારસરણીમાં તથ્થાંશ હોય તે ખરા કેળવણીકારની કેટિમાં કેને કેને મૂકવા, વળી એ ગણતરીમાં નાનાભાઈનું કાંઈ સ્થાન ખરું કે નહિ, તેને નિર્ણય કેળવણીકારે અને સ્વતંત્ર વિચારકે પોતે જ કરે.
ઘડતર અને ચણતર'ના મથાળાથી ક્રમે ક્રમે પ્રસિદ્ધ થતી લેખમાળા જોકે તે જ વખતે મેં રસપૂર્વક સાંભળેલી, પણ આ વખતના જ તેના સળંગ શ્રવણે અને તે ઉપર વિચાર કરવાની મળેલી તકે મને અનેક રીતે ઊંડાણથી વિચાર કરતા કરી મૂક્ય, પણ અહીં તે હું બને તેટલું ટૂંકાવીને જ સૂચના પૂરતું લખવા ધારું છું. “ધડતર અને ચણતરનું લખાણ એ અનુભવસિદ્ધ સાચી વાણી છે. તે લેખકમાં આવિર્ભાવ પામેલ શ્રત, શીલ અને પ્રાના વિકાસનું સળંગ અને સુરેખ ચિત્ર રજૂ કરે છે. એમાં આનવંશિક સંસ્કાર કેટલે ભાગ ભજવ્યું છે, કેટલે સ્વપ્રયને, કેટલો સસહવાસે અને કેટલે ધાર્મિકતાએ, એ બધું જોવા મળે છે. જે આ લખાણમાં નાનાભાઈએ પિતૃવંશ અને માતૃવંશનું આવશ્યક રેખાદર્શન કરાવ્યું ન હત; જે જ્ઞાતિજનો, ગેઠિયાઓ અને પ્રથમ પત્ની શિવબાઈ વિશે લખ્યું છે તેટલું ઓછામાં ઓછું પણ ન લખ્યું હોત, તો વાચક નાનાભાઈના “ઘડતર અને ચણતર ની પાયાની અને મહત્ત્વની વાતો જ જાણી ન શકત. એટલું જ નહિ પણ જીવનવિકાસમાં આનુવંશિક સંસ્કાર કેવી રીતે અજ્ઞાતપણે ઊતરી આવે છે તેની ઝાંખી થઈ ન શકત.
એ કુળ અને કુટુંબકથામાં ધ્યાન ખેંચે એવાં કેટલાંક પાત્રો આ રહ્યાં. ભાવનગર મહારાજે વગરમાગ્યે ખેતરપાદરનું દાનપત્ર કરી આપ્યું ત્યારે તેને અસ્વીકાર કરતાં “તમારે મારાં છોકરાંને બ્રાહ્મણ રહેવા દેવા નથી ને ? મારે ખેતર શાં ને પાદર શાં? તમે મને વટલાવવા માગે છે ?” આવા ઉદગારે કાઢનાર ત્રિકમબાપા; ગગા ઓઝાએ દક્ષિણમાં રેશમી કેરન આપેલ ધોતિયું એ જ વેપારીને ત્યાં પાછું વેચી પચીસ રૂપિયા લાવનાર, પણ તરત જ ધોતિય વેચી પૈસા ઉપજાવવાના લોભની ઝાંખી થવાથી તરતમાં પિતાનું મૃત્યુ કળનાર છેટાભટ્ટ; ખાઈમાં બાળકને લઈ ઘાસ કાપવા જતી માતા આદિ મિત્રો-કુમિત્રો તરફના બહિર્મુખપણાથી આર્યનારીને શોભે એવા કાન્તાસંમિત ઉપદેશથી પતિને ગૃહાભિમુખ કરનાર પ્રથમ પત્ની શિવબાઈ અને પછેગામનું ડિલીવાળું પ્રશ્નોરામંડળ ઈત્યાદિ.
અગ્નિ-ઉપાસના નિમિત્તે મળતા સાલિયાણ માટે થતી કુટુંબની તા. તાણી અને સાલિયાણું બંધ પડતાં ઉપાસના પણ બંધ. એ પ્રસંગને ઉશી
પર
Page #4
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન નાનાભાઈએ જે ઉગારો કાઢેલા, તેમ જ કેટલાક ચમત્કાર પ્રસંગે તેમાં ઢગ જણાતાં તેની સામે થવાની જે મક્કમતા દાખવેલી, એ બધું તેમની ભાત ઉપર પ્રકાશ નાખે છે (વાં પ્રકરણ બીજું). એ બધું જેટલું રેચક છે, તેથીય વધારે બેધપ્રદ છે. . નાનાભાઈનાં મહાભારતનાં તેમ જ રામાયણનાં પાત્રો નાનામોટા વાચકવર્ગમાં આદર પામ્યાં છે, તે જાણીતું છે. તેમનું લોકભાગવત અને લેકભારત પણ તેટલાં જ કાદર પામ્યાં છે. આ ફાલનાં બીજે તેમના પહેગામની ડિલીના સહવાસમાંથી વવાયાં છે, અને અંજારિયા માસ્તરે લગાડેલ સંસ્કૃતના શેખથી તેમ જ તેના વિશિષ્ટ અધ્યયનથી તે પાંગર્યા છે. વામમાગી અને ભવ્ય એવા અશ્રુતસ્વામીના સમાધિમરણના દર્શનને લીધે નાની ઉંમરમાં જે ધર્મવલણ બંધાયું તેણે નાનાભાઈના આખા જીવનમાં સક્રિય કામ કર્યું લાગે છે. નાનાભાઈમાં મૃત શરૂ તે એ છે છેક બાલ્યકાળથી, પણ હાઈસ્કૂલના ઉપરના વર્ષોમાં તેની કળા ખીલતી દેખાય છે, તે કરતાં પણ તેને વધારે પ્રકર્ષ તે કોલેજકાળ દરમિયાન સધાય છે. આર્થિક સંકડામણ, કૌટુમ્બિક જવાબદારીઓ અને મુંબઈની મહકતાઃ એ બધાં વચ્ચે જે સાદગી, જે જાતમહેનત અને જે કાળજીથી એમણે અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યની સાધના કરી છે અને તંગીમાં પણ જે ઉચ્ચ કક્ષાનાં સરચિ અને ધવર્ધક નાટકે જોવામાં રસ કેળવ્યું છે, તે એનો પુરા છે. આ તો અભ્યાસકાળના ભૂતોગની વાત થઈ, પણ તેમણે કાર્યકાળ અને અધ્યાપનકાળમાં જે અનેક રીતે શ્રતયેગની સાધના કરી છે તે તેમનાં લખાણોમાં, બેલચાલમાં અને પ્રત્યેક વ્યવહારમાં બારીકીથી જોનારને તરત જણાઈ આવે તેમ છે.
નાનાભાઈનું કાઠું જ શીલથી સહજ રીતે ઘડાયું હોય તેમ લાગે છે. છેક નાની ઉંમરમાં કરેલ ઘડિયાળની ચોરીને વગરસંકેચે કબૂલવી અને કડવું વેણ ન કહેતાં કટોકટી પ્રસંગે જાતે ખમી ખાવું એ શીલધર્મને પામે છે. આર્થિક તંગી વખતે અને કુટુંબી જનોના દબાણ વચ્ચે પણ જ્યારે સાચાં પ્રલોભનેને જતાં કરવાને વારે આવે છે ત્યારે નાનાભાઈ ત્રિકમબાપાના અસંગ્રહવ્રતને જાણે નવું રૂપ ન આપતા હોય તેમ વર્તે છે. ક્તવ્ય પ્રત્યેની મક્કમતા અને આંતરનિરીક્ષણની પ્રધાનતા એ “ઘડતર અને ચણતર ના પપદે નજરે પડે છે. પિતાના અતિશય ગુરુવર્ય શ્રીમન નથુરામશર્માને તેમની ઇચ્છા મુજબ મુખ્ય આસન ન દેવાને પોતાનો સમયોચિત નિર્ધાર
Page #5
--------------------------------------------------------------------------
________________
અરા કેળવણીકાર
[ ૮૧૯
જ્યારે ભક્ત હૃદય નાનાભાઈ એ નભાવ્યો હશે ત્યારે તેમના ચિત્તમાં નભતાને પારો કેટલો ચડયો હશે તે આજે આપણે કેવી રીતે કલ્પી શકીએ ? ફરી લગ્ન કરવાના કૌટુંબિક આગ્રહને વશ થયા પછી જ્યારે નાનાભાઈ પાતાનું આત્મનિરીક્ષણ ખુલ્લા મનથી કરે છે ત્યારે એમ લાગે છે કે તેમને છુપાવવાનું કશું નથી. અને એ એમનું આત્મનિરીક્ષણુ આજે બીજાના આગ્રહને કારણે જ લગ્ન કર્યાની વાત કરનાર અને ખાશ હાંકનાર કેટલાયના આંતરમનનું પ્રતિબિંબ પાડતું હોય તેમ લાગે છે.
નાનાભાઇના પૂર્ણ શ્રુતયાગ અને શીલને પૂરા આર્વિભાવ દક્ષિણામૂર્તિની સ્થાપનાના સમયથી સ્પષ્ટપણે દેખા દે છે. ‘વિદ્યાર્થીને તાલીમ આપવી હોય તે કરતાં પેાતાના વનને તાલીમ આપવા સંસ્થા કાઢી છે એવી પ્રતીતિ મને આજે પણ છે. ' તેમનું આ કથન તેમના આખા જીવનની ચાવીરૂપ છે, એમ તેમને ઓળખનાર કાઈ પણ કહી શકશે. તેમણે એવા મતલબનુ પણ કહ્યું છે કે કુટુંબક કાસ અને બીજી અથડામણીએ મને અહિંસાની ભૂમિકા પૂરી પાડી છે. આ વસ્તુ તેમનું જીવન સમજવા માટે અગત્યની છે. નાનાભાઈ ની પ્રજ્ઞાના કહા, કે પ્રાચીન સાંખ્યભાષા વાપરીને કહીએ તે વિવેકખ્યાતિને કહા, કર્યાં પોતાના પર્મ શ્રદ્ધેય ગુસ્વયંની ખાદ્ય-આંતર ચારિત્રની સ્પષ્ટ પણ વિતત્ર સમાલાચના કરતી વખતે દેખાય છે. શ્રદ્દા અને શ્રદ્દામૂલક ધર્મસંસ્કાર એ જીવનમાં એક મોટી ગ્રંથિ છે, જેને ખુદ્ધ દૃષ્ટિ' કહે છે. નવું સત્ય સૂઝતાં નિર્ભયપણે અને નિખાલસ મને એ ગ્રંથિને ભેદ કરવા કે તેમાં સજ્ઞોધન કરી સમ્યગ્દષ્ટિને વવું એમાં જ સાચી આધ્યાત્મિકતાને પાયા છે, નાનાભાઈમાં એનું બીજ તે હતું જ, પણ જ્યારે ગાંધીજીના સંપર્ક થતાવૈત ષ્ટિના સ્પષ્ટ ઉન્મેષ થયા ત્યારે લાંબાકાળના અનેક મિત્રા સાથે સેવેલાં સ્વપ્ના અને તે ઉપર રચાયેલી ક્રિયાકાંડી પરંપરાએ તેમણે, સાપ કાંચળી જોડે તેમ, છેડી દીધી અને વિવેકપૂત નવી જીવનધર્મની પરંપરા દક્ષિણામૂર્તિમાં શરૂ કરી. અસ્પૃશ્યતાનું અનાદિ ભૂત કે તે વિરોની સવ પવિત અનાદિ વિદ્યા અને જીવનના પ્રત્યેક ખૂણામાંથી ફેંકી દેવા સાથે માત્ર નાનાભાઈનું જ નહિ પણ સાથે સાથે તેમના પિરવાર અને દક્ષિણામૂર્તિ સંસ્થા એ અધાંનું નવસંસ્કરણ શરૂ થાય છે; અને સાથે જ અગ્નિપરીક્ષા પણ. પરંતુ પેાતાના કુટુંબમાં પરાપૂર્વથી ચાલતી અગ્નિદેવની બંધ પડેલી ઉપાસના નાનાભાઈ એ દક્ષિણામૂતિ ના રૂપમાં શરૂ કરેલ અગ્નિાત્ર સ્વીકારી તેમાં સાચા બ્રાહ્મણત્વ સાથે સગત હેાય એવી સત્યામિની ઉપાસનારૂપે મનપણે શર કરી છે, જે ઉત્તરાત્તર વિકસતી આવી છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
૮૨૦]
દર્શન અને ચિંતન અનેક મુરખીએ, સહકાર્યકર્તાઓ સાથે પ્રબળ મતભેદ થયા, પણ તેમણે કોઈ સ્થળે સત્યને આંચ આવવા દીધી છે કે સામાને અન્યાય કર્યો હોય એમ “ઘડતર અને ચણતર” વાંચતાં લાગતું નથી. જ્યાં પણ ખમવા કે સહવા વારો આવ્યો ત્યાં તેઓ જાતે જ ખમી ખાય છે, ન માર્ગ શોધી કાઢે છે, અને બીજા બધાને માર્ગ મોકળો કરી આપે છે. આ વિવેકખ્યાતિને તેમણે સાધેલે નવે વિકાસ. પ્રત્યેક વિચારક કે પ્રત્યેક પ્રવૃત્તિમાં જે જાગતું મન દેખાય છે તે જ તેમને અપ્રમત્ત યોગ છે. આની પ્રતીતિ “ઘડતર અને ચણતરમાં સર્વત્ર મળી રહે છે.
ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલ રાષ્ટ્રિય શિક્ષણસંસ્થાઓમાં, હું જાણું છું ત્યાં લગી, એખરાનું સ્થાન દક્ષિણામૂર્તિનું હતું. એની પ્રતિષ્ઠા, એના વિદ્યાર્થીઓની છાપ વિદ્યાપીઠમાં પણ જુદી જ અનુભવાતી. ભાવનગર દક્ષિણામૂર્તિને વિસ્તાર અને પ્રભાવ માત્ર ગુજરાતમાં જ મર્યાદિત ન હો; એના વિદ્યાર્થીઓ દૂરદૂર લગી પ્રસરેલા, અને તેમાં શીખવા આવવાને લેભ પંજાબ તેમ જ રાજસ્થાનના કેટલાક સ્વતંત્ર શિક્ષણવાંછુઓમાં તે કાળે મેં જોયેલે. આવી ભાવાળી અને સાધનસંપન્ન તેમ જ રાજ્ય સુધ્ધાંમાં આદર પામેલી અને સ્વહસ્તે સ્થાપેલી તથા સ્વપરિશ્રમે ઉછેરેલી સંસ્થાને છેડવાને વિચાર નાનાભાઈને સાધારણ સંજોગોમાં આવી ને જ શકે. જે શિક્ષકે અને સહકારીઓ સાથે એમને કામ કરવાનું હતું તેમના પ્રત્યે નાનાભાઈના દિલમાં કઈ પણ અંગત સ્વાર્થ કે અસયાને સ્થાન હવાનો તો સંભવ જ ન હતો. આમ છતાં તેમણે એ ભાવનગર દક્ષિણામૂર્તિને છોડવું, એ તો હકીકત છે. આ હકીકતનો જે ખુલાસો તે જ નાનાભાઈના આત્માનું ઝળહળતું તેજ મને જણાય છે. એમણે એકવાર પિતાના અતિપ્રિય આનંદાશ્રમની છાયા જેટલી સરળતાથી છેડી તેટલી જ સરળતાથી પિતાને હાથે વાવેલ અને ઉગાડેલ દક્ષિણામૂર્તિના ભાવનગર સ્થિત વડલાને છોડ્યો; અને તે પણ તે સંસ્થામાંથી કશું જ લીધા સિવાય. આ કાંઈ જેવોતે ફેરફાર ન ગણાય. એ ફેરફારના મુખ્ય કારણ લેખે મને તેમનામાં રહેલી નૈતિક શુદ્ધિ, ચારિત્રનિષ્ઠા અને સ્વીકારેલ ધોરણને અંદર તથા બહારથી શુદ્ધિપૂર્વક વળગી રહેવાની ચીવટ, એ લાગે છે. જ્યારે એમણે જોયું હશે કે દક્ષિણામૂર્તિની પેઢી તે જાહોજલાલી ભોગ છે, પણ અંદર અમુક શિથિલતા કે સડે દાખલ થયાં છે, ત્યારે જ તેમને આત્મા કકળી ઉઠયો હશે. ખરી આધ્યાત્મિકતા આવે વખતે જ દેખા દે છે. તેમણે ભાવનગર દક્ષિણામૂર્તિનું કલેવર છોડ્યું, પણ તેને આત્મા તે તેમની પોતાની સાથે જ હતા. ગાંધીજી અમદાવાદથી વર્ધી જઈ બેઠા તો સત્યાગ્રહને
=
Page #7
--------------------------------------------------------------------------
________________
ખરા કેળવણીકાર
[ ૮૨૧
ત્યાં જ દક્ષિણામૂર્તિની વર્ષના વિકાસ અને
આત્મા પણ સાથે જ ગયા. ગાંધીજીએ નઈ તાલીમની નવષ્ટિ કેળવણીકારો સમક્ષ રજૂ કરી. ધણાને શ્રદ્ધાથી, ઘણાને પ્રભાવથી અને ઘણાને અધૂરીપૂરી સમજણથી ગાંધીજીની એ દૃષ્ટિ પ્રત્યે આકર્ષણ જન્મ્યું. પણ સ્પષ્ટ અને મકકમ સમજણપૂર્વક ગાંધીજીની એ દૃષ્ટિને સવેદનમાં ઝીલનાર બહુ વિરલ હતા. નાનાભાઈ તેમાંના એક, અને કદાચ મેાવડી. વળી નાનાભાઈની પાસે દક્ષિણ મૂર્તિની સાધનાનું આંતરિક ડાળ કાંઈ જેવું તેવું ન હતું. તેની સાથે સાથે આ નઈ તાલીમની દૃષ્ટિ ઉમેરાઈ, એટલે તેમણે દક્ષિણામૂર્તિના આત્માની સાથે ગામડા ભણી પ્રયાણ કર્યું; અને પૂજા શરૂ થઈ. આંખલા ગ્રામદક્ષિણામૂર્તિના ૧૨-૧૪ વિસ્તાર જોતાં તેમ જ તેમને મળેલ કાર્ય કર્તાઓના સાથ અને સરકારી તેમ જ બિનસરકારી કેળવણીકારાનું આકર્ષણ જોતાં એમ કહી શકાય કે નઈ તાલીમની દૃષ્ટિએ અત્યારે જ્યાં જ્યાં ખરું કામ થઈ રહ્યું છે તેમાં ગ્રામદક્ષિણામૂર્તિનું સ્થાન અગત્યનું છે. ભાવનગર અને આખલા એ બન્નેમાં સ્થાનભેદ ખરો, પણ કેળવણી અને શિક્ષણનો આત્મા તે એક જ. ઊલટું, ભાવનગર કરતાં સ્ખલામાં એ આત્માએ નઈ તાલીમના સંસ્કારના પુટ મળવાથી લાકકલ્યાણની દૃષ્ટિએ બહુ વિકાસ સાધ્યો છે, એમ મને ચોખ્ખુ લાગે છે. આંબલાના ૧૨-૧૪ વર્ષના એ અનુભવ-પરિપાકના મળે નાનાભાઈને લેકભારતી ગ્રામવિદ્યાપીઠ શરૂ કરવાનું સ્વપ્ન આવ્યું અને તે મૂર્ત પણ થયું. આવું સ્વપ્ન મૂર્ત ત્યારે જ થાય કે જો ધારેલા ગણ્યાગાંઠયા પણ સાથીએ મળે. નાનાભાઈ ને એવા શિષ્યા અને સાથીએ મળ્યા. આની ચાવી શેમાં છે તે પણ આ સ્થળે જાણી લેવું ઘટે.
કાઈ પણુ માણસ માત્ર પુસ્તક લખી કે ભાષણો આપી સમથ કાર્યક્ષમ માણસાની પર પરા પેદા નથી કરી શકતા. ગાંધીજીએ આશ્રમે ઊભા કરી કુનેહપૂર્વક ચલાવ્યા ન હોત તે આજે તેમની તપસ્યાને ઝીલનાર જ્વતે છે તેવા વર્ગ પણ હયાતીમાં ન હોત. નાનાભાઈને પણ એ ચાવી પ્રથમથી જ લાધેલી. એમણે દક્ષિણામૂર્તિ સાથેજ છાત્રાલય શરૂ કર્યું અને આશ્રમજીવનના પાયો નાખ્યો. એ જ જીવનમાંથી તેમને કેટલાક સાથીઓ મળી ગયા; અને તે આંબલાની યાત્રાથી સણેસરાની યાત્રા લગી કાયમ છે. આ રીતે નાનાભાઈએ થાડાક પણ સુયોગ્ય ચેતન-ગ્રંથશ્વ નિર્માણ કર્યાં, જે આશ્રમ
વનને આભારી છે.
કાઈ પણ સંસ્થાએ પ્રાણવાન રહેવું હોય તે સંસ્થાના સ્થાપક અને મુખ્ય જવાબદારે તે સંસ્થાને તેજ અપતા રહે, વિકસાવતા રહે, એવા શિષ્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
૮૨૨ ]
દર્શન અને ચિંતન
નિપજાવવા જ જોઈ એ હું સમજું છું કે નાનાભાઈએ એવી નાની પ દીપમાળા પ્રકટાવી છે.
*
નાનાભાઈ નામમાં નાના છે; આત્મા જુદો જ છે. તેથી જ દક્ષિણા મૂર્તિના મુદ્રાલેખમાંનુ આ પાદ તેમને લાગુ પાડવામાં થાયતા જોઉ છું ! વૃદ્ધા: શિષ્યા મુઠ્યું વા નાનાભાઈ સિત્તેર વટાવ્યા પછી પણ યૌવન ન અનુભવતા હાત તો કદી તેઓ લાભારતી ગ્રામવિદ્યાપીઠું સ્થાપવા અને ચલાવવાના વિચાર જ કરી ન શકત.
.
આ દેશમાં અનેક મઠે અને આશ્રમેા શતાબ્દી થયાં પેટી દરપેઢી ચાલ્યા આવે છે. જ્યારે પ્રજાને કળવણીથી પાપવા ઊભી થયેલી સંસ્થાઓ થોડા જ વખતમાં કાં તેા વેરવિખેર થઈ જાય છે અને કાં તો નિષ્પ્રાણ ખની રહે છે. એનું શું કારણ? એ પણ વિચારવું ટે. મને એમ લાગે છે કે શિક્ષણ અને કેળવણીની સંસ્થાઓને જન્મ આપનાર તેમ જ તેને પોષનાર પોતાની પાછળ સુયોગ્ય શિષ્યપરપરા ઊભી નથી કરી શકતો, અને આવી સંસ્થાના સાતત્ય તેમ જ વિકાસ માટે અનિવાય રીતે જરૂરી એવી ચારિત્રબુદ્ધિની નિષ્ઠા કેળવી નથી શકતો; તેમ જ નવાં નવાં આવસ્યક ખળાને ઝીલવા જેવી આવશ્યક પ્રદાનાં બીજો ઉગાડી નથી શકતા. જો આ વિચાર સાચા હાય તા કેળવણીકારોએ સંસ્થા સ્થાપવા અને ચલાવવા સાથે આ મુદ્દા તરફ પણ ધ્યાન આપવું ઘટે.
નવાં ખળાને વિવેકપૂર્વક ઝીલવા સાથે નાનાભાઈ એ કેટલીક સુંદરતર પ્રાચીન પ્રથા પણ સાચવી રાખેલ મેં અનુભવી છે. એનુ એક ઉદાહરણ આતિથ્યધમ . પચીસથી વધારે વર્ષ થયાં હશે. ભાવનગરમાં છાત્રાલય સમેલન હતું. તેની બધી વ્યવસ્થા, જે છાત્ર-સંચાલિત હતી, તે તા સુંદર હતી જ, પણ અમે કેટલાય મિત્રા રવાના થયા ત્યારે નાનાભાઈ દરેક માટે ટ્રેન ઉપર ભાતું લઈ વળાવવા આવ્યા, એમ તો મે મારા કુટુંબ, ગામ અને સગાંઓમાં ભાતાની પ્રથા જોયેલી, પણ જ્યારે એક સંસ્થાના સંચાલક અને તેમાંય માવડી ભાતું લઈ મહેમાનને વિદાય કરવા આવે ત્યારે નવાઈ જરૂર લાગે. અમે બધાએ કહ્યું, · અહીં આતિથ્ય એકુ થયું છે કે વધારામાં ભાતું?? નાનાભાઈ કહે, ના, રસ્તામાં ખાવું હોય તે ધરની વસ્તુ શાને ન વાપરીએ? અને આ પ્રથા મને સારી પણ લાગે છે.' ઇત્યાદિ. હું તે આ સાંભળી વિચારમાં પડી ગયા. બીજો પ્રસંગ : ગુજરાત વિદ્યાપીઠમાં સમેલન હતું. કુળનાયકપદે નાનાભાઈ અને કુળપતિપદે ખાપુજી. સમેલન વખતે રસોડે
*
Page #9
--------------------------------------------------------------------------
________________
ખરી કેળવણીકાર
[ ૮૦
જમનાર માટે કુપને કાઢેલાં. જમવું હોય તે કુપન ખરીદી લે. ધણા મહેમાને બહારગામના અને કેટલાક દૂર શહેરમાંથી આવેલા. તે પણ કુપન ખરીદે. ભરીસભામાં નાનાભાઈ એ ધ્રૂજતે કહે કહ્યાનુ આજે પણ મને સ્મરણુ છેઃ એમણે કહ્યું, હું આ કુપનપ્રથાથી ધ્રૂજી જાઉં છું. 'એમને ગુજરાતી અગર સૌરાટ્રી આતિથ્યપ્રિય આત્મા કાંઈ જુદું જ
·
વિચારે.
.
વ્યક્તિગત, સંસ્થાગત કે સમાજગત અન્યાય સામે ઊકળી ઊડી તેના વિરોધ કરવાની તેમની મક્કમતા જેવી તેવી નથી. થોડાક દાખલા આપું : ગયા ડિસેમ્બરમાં હું સણાસરા આવેલે. ગામ વચ્ચે અમે ઊભા હતા ત્યાં એક જણ નાનાભાઈ પાસે કાંઈક દાદ મેળવવા કે લાગવગ લગાડાવવા આવ્યો. તેણે સાંઢીડા મહાદેવની જગ્યા ત્યાંથી ન ફેરવાય અને નવું અધાતું તળાવ તે જગ્યાને આવરી ન લે એવી લેાકેાની અને ગ્રામજનાની વતી માગણી કરી; જોકે સરકારે તા મહાદેવનું નવું મંદિર અને એની પ્રતિષ્ઠા એ બધુ કરાવી દેવાનું નક્કી કરેલું. પેલી વ્યક્તિની વાત સાંભળી નાનાભાઈ તાડૂકયા : હું લોકેાના હિતની દૃષ્ટિએ મને જે યોગ્ય લાગશે તે કહીશ. તમારા મહાદેવને તમે જાણેા. મારે એ સાથે અને તમારી સાથે કશી લેવાદેવા નથી. ’–ઇત્યાદિ. નાનાભાઈ જેવા ધાર્મિક માણસ એમ કહે કે તમારા મહાદેવને તમે જાણા, તા મારા જેવાને નવાઈ તો થાય જ, પણ મેં જ્યારે સત્ય ના જાણી ત્યારે નાનાભાઈના પુણ્યપ્રાપ પ્રત્યે આંદર જન્મ્યા. વાત એ હતી કે જે માણસ દાદ મેળવવા આવેલ તે પોતે જ મંદિરના મહંત હતા, મહાદેવને નામે પોતાના મૂળ અડ્ડો જમાવી રાખવાની વૃત્તિવાળે એને લેાક કે ગ્રામહિતની પડી જ નથી, માત્ર લેાકાને નામે ચલાવ્યે રાખવુ એટલું જ, ભાવનગરમાં દક્ષિણામૂર્તિ હતું, ત્યારને બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે. એક તરુણ શિક્ષકને નૈતિક અને ચારિત્રીય નખળાઈ ને કારણે છૂટા કર્યો, પણ કેટલાક શિક્ષકાએ તેના વિદાયમાનમાં મેળાવડા કરવાનું વિચાર્યું. નાનાભાઈ તે જાણ થઈ, તેમણે તરત જ સહુકા કર્તાને જણાવી દીધું કે આવે! કાઈ મેળાવડા સંસ્થા તરફથી યોજાય એ અણુધાતું છે. તે એવું થશે તેા હું રાજીનામું આપીશ. એમની આ મક્કમતાથી શિક્ષકાનું વલણ બદલાયું અને તેમને કાંઈક સાન આવી. તેથીય વધારે આશ્રય અને સમ્માન ઉપજાવે એવી મક્કમતાને દાખલો હમણાં જ છેલ્લા ‘ સંસ્કૃતિ” અંકમાં પ્રસિદ્ધ થયા છે. તે આ રહ્યોઃ નાનાભાઈ કાળે એક નાનકડા મહેતાજી; અને કદાચ ત્રીશે પણ પહેાંચેલા નહિ. કાઈ લાગવગ નહિ, સપત્તિ નહિ કે ીજો કાઈ માભેા નહિ. આ
Page #10
--------------------------------------------------------------------------
________________ દર્શન અને ચિંતન દશામાં પણ તેમણે મહારાજા ભાવસિંહજીના અન્યાયી પગલા સામે મકકમ પગલું ભર્યું. જે કાળે રાજાઓ આપખુદ તે કાળે તેવા જ એક રાજવીના રાજ્યમાં વસનાર સાધારણ દરજાને મહેતાછ રાજ્યના શિરછત્ર જેવા રાજાને ચખેચોખ્ખું એમ સંભળાવે કે તમે જે રીતે મારી પાળેલી ત્રણ પગી કૂતરી મેળવવા જોહુકમી કરે છે તેને હું વશ થનાર નથી, ત્યારે સમજાય છે કે ખરું બ્રહ્માણતેજ એ શું. છેવટે શાણું મહારાજાને પિતાની ભૂલ સમજાઈ અને એ નાનકડા મહેતાજી પ્રત્યે તેઓ આમન્યાથી વર્યા. ધર્મ અને ન્યાયના પક્ષપાતની મક્કમતા એ જ જીવનમાં અનેકમુખી તેજકિરણે પ્રકટાવે છે. એકાદ વધારે રોમાંચક દાખલે વાંચનારને પ્રેરણા આપે તે હાઈ ટાંકું છું. કાઠિયાવાડમાં ધાડપાડુ ખૂની ગેમલે હમણાં જ થઈ ગયે. એણે આંબલા ગામના પટેલની તુમાખીની ખબર લેવા આંબલા ગામ ભાંગવાનું નક્કી કર્યું. લેકેને જાણ થઈ સમી સાંજે પિતાના સાથીઓ સાથે ભરી બંદૂકોથી સજ્જ થઈ તે આંબલા ગામ ઉપર ત્રાટકવા નીકળ્યો. જાણ થવાથી નાનાભાઈ તેમના સાથી મૂળશંકર સાથે માત્ર પિતિયું પહેરી હાથમાં લાકડી લઈ સંસ્થાને દરવાજે ઊભા રહ્યા. પાસે રરતા ઉપરથી પસાર થતા પેલા ગેમલાને પડકાર્યો. એણે પણ સામે પડકાર કર્યો, “કે?’ જવાબ મળ્યો, “નાનાભાઈ.” પેલે કહે, “નાનાભાઈ, તમે નાસી જાઓ. તમારી સંસ્થામાં નથી આવતું. હું તે આંબલાના પટેલની શેખી મટાડવા જઉં છું.' નાનાભાઈએ ઠંડે કલેજે પણું મકકમતાથી કહ્યું કે એ ન બને. પહેલાં તું મને ઠાર કર, પછી જ આગળ વધી શકાશે. છેવટે ગેમલે ગો. એમને ઘેર તે જ વખતે ગયો. મોડે સુધી બેઠે. અ. સૌ. અજવાળીબેનના હાથે જમે અને છેવટે વચન આપીને ગયા કે આંબલા આદિ ચાર ગામમાં હું કદી ધાડ નહિ પાડું. આ કાંઈ જેવીતેવી સાધના છે? આવું તે ઘણું ઘણું કહી અને લખી શકાય, પણ મર્યાદા છે. “ઘડતર અને ચણતર”નાં ૧૬ર પાનાં અત્યારે સામે છે. ભારે તેટલા ઉપરથી જ જલદીને કારણે અત્યારે સમાપન કરવું જોઈએ. છેવટે હું એટલું જ કહીશ કે “ઘડતર અને ચણતરનું પુસ્તક દરેક કક્ષાના અધિકારી વાચકને ભારે પ્રેરણાદાયી બને તેવું છે. જે ધ્યાનથી સમજપૂર્વક વાંચશે એના જીવનમાં સમજણ અને ઉત્સાહની નવી લહેર પ્રકથા વિના નહિ રહે. એની ભાષા નાનાભાઈની આગવી છે. એમાં કાઠિયાવાડી, ખાસ કરી ગોહિલવાડી, તળપદી ભાષાને રણકે છે. લખાણું એવું ધારાબ અને પારદર્શક છે કે વાંચતાવેંત લેખકનું વક્તવ્ય સીધેસીધું સ્પર્શ કરે છે અને ગાંધીજીની આત્મકથા યાદ આપે છે. જે * શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મક્યા “ઘડતર અને ચણતર નું પુરવચન.