________________
૮૧૬ ]
દર્શન અને ચિંતન. બહિર્લક્ષી અનુકરણને આભારી હોય છે. તેથી જ એવા કેળવણીકારે વાચન, વિચાર અને કલ્પનાથી સમૃદ્ધ હોય તોય આગવી અંદરની જોઈતી સૂઝને અભાવે કાં તે ચાલેલે ચીલે ચાલે છે, અને બહુ તે બીજાનું જોઈ જોઈ કેટલેક ઉપરનો ફેરફાર કરે છે. એવા કેળવણીકારેમાં ધરમૂળથી ફેરફાર કરવાની સૂઝ ભાગ્યે જ હોય છે, અને કઈક હોય તેય તેઓ એક કે બીજે કારણે કેળવણીના ખોખામાં, એની પદ્ધતિમાં અને એના સ્વરૂપમાં મૌલિક ફેરફાર કરવાની હિંમત ભાગ્યે જ દાખવી શકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે મોટા મનાતા કેટલાય કેળવણીકારે ચાલુ પદ્ધતિની ટીકા પોતે જ કરતા હોય છે, અને કેળવણીખાતાના કેટલાય અગ્રણુઓ ચાલુ પદ્ધતિની ત્રુટિઓ વર્ણવે છે, છતાં તેમાંને કાઈ નો માર્ગ શોધતો કે સ્થાપતો નથી અને એ જ આડંબરી, ખર્ચાળ, તેતિંગ તંત્રની ગુલામી ચાલુ રહે છે સાચા કેળવણીકારતું કાઠું જુદું જ હોય છે. તેને જ્યારે અને જે ક્ષણે પિતાના તંત્રમાં ખામી અને એબ દેખાય ત્યારે અને તે જ ક્ષણે એ અકળાઈ ઊઠે છે, અને તેમાંથી કોઈક ને કંઈક નો માર્ગ શોધ્યા વિના એ જંપતો જ નથી. એ કેળવણીકાર કોઈ એક જ ચીલાને કે એક જ પ્રકારના અનુકરણને અવિચારી દાસ રહી શકતા નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે અને વધારે લેકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમ સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા જ કરે છે. આ જે કાઈ કેળવણીકાર હોય તેને સાચા કેળવણીકાર તરીકે ઓળખીએ એ આવશ્યક છે. અને એ જે નવા ચીલાઓ પાડે તે લાંબા વખત લગી બહુ ઉપયોગી પણ રહે છે.
આ સ્થળે વયોવૃદ્ધ અને વિદ્યાવૃદ્ધ પ્રાબ. ક. ઠા. ના “પોતેરમે ? નામના વ્યાખ્યાનસંગ્રહમાંથી થોડીક અતિ મહત્વની પંક્તિઓ ઉતારું છું, જે મારા વક્તવ્યનું સ્પષ્ટ ભાષ્ય બની રહે છે. “પેઢી ઉપર પેઢી, ન જાને રોટલી, જાની ઘરેડોને વળગી રહેવામાં શ્રેયસ્સર્વસ્વ માને-મનાવે છે. જન્મ છે, નવી પેઢીને ઉછેરે છે, નથી ઉછેરતી ને પોતે મરી જાય છે, જમે છે ને મરે છે. પરંતુ એમાં કોઈ કઈ બુદ્ધિપ્રધાન જવા પિતાની બંડખેર વિચારણમાં શ્રદ્ધાએ કુદી પરંપરાપૂત ઘરેડમાંથી નીકળી જાય છે, અવર્ણનીય દાં અને કષ્ટો વેઠતા વેઠત પણ નવી કેડી પાડે છે, અને તેની પાછળ આવતા જનને પગલે પગલે એવી નવી કેડીની પણ પરંપરા બધાય છે, અને મોટી ધરેડ બની રહે છે. બુદ્ધિપ્રધાન બંડખોર આવી અવનવી ધરેડા ઉપજાવતા જાય છે. તેનું નામ જ માનવી કારવાનને પ્રગતિપંથ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org