Book Title: Kharo Kelavanikar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ખરો કેળવણીકાર [ ૨૦] મહાભારતમાં અને બુદ્ધના ઉપદેશમાં સાચા બ્રાહ્મણને લગતી બધપ્રદ ચર્ચા છે. એમાં કુળ, રૂપ, શ્રત, શીલ અને પ્રજ્ઞા એ પાંચ લક્ષણને સાચા બ્રાહ્મણનાં લક્ષણ તરીકે વર્ણવ્યાં છે ખરાં, પણ તેમાં શ્રત, શીલ અને પ્રજ્ઞાનું સ્થાન મુખ્ય છે; પ્રથમનાં બે લક્ષણું ન હોય તોય પાછળનાં લક્ષણે સાચા બ્રાહ્મણને ઓળખવા પૂરતાં છે. શ્રત, શીલ અને પ્રજ્ઞામાં પણ શીલ અને પ્રત્તાનું સ્થાન મુખ્ય છે. પ્રાચીન કાળમાં સાચા બ્રાહ્મણને ઓળખવા માટે જે કટી ઋષિઓએ નક્કી કરેલી તે જ કસોટી વર્તમાન યુગમાં ખરા કેળવણીકારને ઓળખવા માટે કામની છે. બીજી રીતે કહીએ તે એમ કહી શકાય કે સાચે બ્રાહ્મણ અને ખરો કેળવણીકાર એ બે પદે યુગભેદનાં સૂચકમાત્ર છે; બન્નેનું તાત્પર્ય કે હાર્દ તે એક જ છે. કેળવણીનું ક્ષેત્ર વિશાળ છે. એની વિવિધતા પણ નાનીસૂની નથી. તેથી એ ક્ષેત્રમાં કામ કરનાર કે એને વરેલા એવા કેળવણુકારે પણ અનેક અને અનેકવિધ હોવાના જ, યુગભેદે પણ એનું બાહ્ય સ્વરૂપ કાંઈક ને કાંઈક જુદું પડવાનું. એટલે કેળવણીકારેમાં પણ તારતમ્ય હોય જ. તળાવ, ટાંકું અને કુદરતી ફૂટતું ઝરણું એ ત્રણે પાણીનાં સ્થાન ખરાં, પણ તેમાં અંતર છે. તળાવમાં પાણુને જ વધારે હોય તે ખરું, પણ તેને આધાર બહારની આવક ઉપર છે; ટાંકામાં જળસંગ્રહ હોય તે પણ બહારના ભરણ ઉપર અવલંબિત છે; જ્યારે કુદરતી રીતે ફૂટતા અને વહેતા ઝરણાની વાત સાવ જુદી. એ ઝરણું નાનું મેટું કે વેગીલું અગર મંદ હોઈ શકે, પણ તેની ધારા અવિચ્છિન્ન વહેવાની અને તેમાં નવુંનવું પાણી આવ્યે જ જવાનું. માત્ર બહારની આવક ઉપર એને આધાર નથી. એને આધાર પેટાળની શક્તિ ઉપર છે—એવા જ અખંડ ઝરણુને શાસ્ત્રોમાં શિરેદક તરીકે ઓળખાવેલ છે–ચાલુ ભાષામાં જેને આપણે સેર, સરવાણી કે નવાણ કહીએ છીએ. કેળવણીકારેના પણ કાંઈક આવા પ્રકારે છે. કેટલાક કેળવણીકાર સરેવર જેવા હેય, વળી કઈ કઈ ટાંકા જેવા પણ હોય, પરંતુ એમને તાનસંગ્રહ અને કેળવણીગત વિચારે મોટેભાગે વાચનની વિશાળતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10