Book Title: Kharo Kelavanikar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ખરા કેળવણીકાર [ ૮૨૧ ત્યાં જ દક્ષિણામૂર્તિની વર્ષના વિકાસ અને આત્મા પણ સાથે જ ગયા. ગાંધીજીએ નઈ તાલીમની નવષ્ટિ કેળવણીકારો સમક્ષ રજૂ કરી. ધણાને શ્રદ્ધાથી, ઘણાને પ્રભાવથી અને ઘણાને અધૂરીપૂરી સમજણથી ગાંધીજીની એ દૃષ્ટિ પ્રત્યે આકર્ષણ જન્મ્યું. પણ સ્પષ્ટ અને મકકમ સમજણપૂર્વક ગાંધીજીની એ દૃષ્ટિને સવેદનમાં ઝીલનાર બહુ વિરલ હતા. નાનાભાઈ તેમાંના એક, અને કદાચ મેાવડી. વળી નાનાભાઈની પાસે દક્ષિણ મૂર્તિની સાધનાનું આંતરિક ડાળ કાંઈ જેવું તેવું ન હતું. તેની સાથે સાથે આ નઈ તાલીમની દૃષ્ટિ ઉમેરાઈ, એટલે તેમણે દક્ષિણામૂર્તિના આત્માની સાથે ગામડા ભણી પ્રયાણ કર્યું; અને પૂજા શરૂ થઈ. આંખલા ગ્રામદક્ષિણામૂર્તિના ૧૨-૧૪ વિસ્તાર જોતાં તેમ જ તેમને મળેલ કાર્ય કર્તાઓના સાથ અને સરકારી તેમ જ બિનસરકારી કેળવણીકારાનું આકર્ષણ જોતાં એમ કહી શકાય કે નઈ તાલીમની દૃષ્ટિએ અત્યારે જ્યાં જ્યાં ખરું કામ થઈ રહ્યું છે તેમાં ગ્રામદક્ષિણામૂર્તિનું સ્થાન અગત્યનું છે. ભાવનગર અને આખલા એ બન્નેમાં સ્થાનભેદ ખરો, પણ કેળવણી અને શિક્ષણનો આત્મા તે એક જ. ઊલટું, ભાવનગર કરતાં સ્ખલામાં એ આત્માએ નઈ તાલીમના સંસ્કારના પુટ મળવાથી લાકકલ્યાણની દૃષ્ટિએ બહુ વિકાસ સાધ્યો છે, એમ મને ચોખ્ખુ લાગે છે. આંબલાના ૧૨-૧૪ વર્ષના એ અનુભવ-પરિપાકના મળે નાનાભાઈને લેકભારતી ગ્રામવિદ્યાપીઠ શરૂ કરવાનું સ્વપ્ન આવ્યું અને તે મૂર્ત પણ થયું. આવું સ્વપ્ન મૂર્ત ત્યારે જ થાય કે જો ધારેલા ગણ્યાગાંઠયા પણ સાથીએ મળે. નાનાભાઈ ને એવા શિષ્યા અને સાથીએ મળ્યા. આની ચાવી શેમાં છે તે પણ આ સ્થળે જાણી લેવું ઘટે. કાઈ પણુ માણસ માત્ર પુસ્તક લખી કે ભાષણો આપી સમથ કાર્યક્ષમ માણસાની પર પરા પેદા નથી કરી શકતા. ગાંધીજીએ આશ્રમે ઊભા કરી કુનેહપૂર્વક ચલાવ્યા ન હોત તે આજે તેમની તપસ્યાને ઝીલનાર જ્વતે છે તેવા વર્ગ પણ હયાતીમાં ન હોત. નાનાભાઈને પણ એ ચાવી પ્રથમથી જ લાધેલી. એમણે દક્ષિણામૂર્તિ સાથેજ છાત્રાલય શરૂ કર્યું અને આશ્રમજીવનના પાયો નાખ્યો. એ જ જીવનમાંથી તેમને કેટલાક સાથીઓ મળી ગયા; અને તે આંબલાની યાત્રાથી સણેસરાની યાત્રા લગી કાયમ છે. આ રીતે નાનાભાઈએ થાડાક પણ સુયોગ્ય ચેતન-ગ્રંથશ્વ નિર્માણ કર્યાં, જે આશ્રમ વનને આભારી છે. કાઈ પણ સંસ્થાએ પ્રાણવાન રહેવું હોય તે સંસ્થાના સ્થાપક અને મુખ્ય જવાબદારે તે સંસ્થાને તેજ અપતા રહે, વિકસાવતા રહે, એવા શિષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10