Book Title: Kharo Kelavanikar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૮૨૦] દર્શન અને ચિંતન અનેક મુરખીએ, સહકાર્યકર્તાઓ સાથે પ્રબળ મતભેદ થયા, પણ તેમણે કોઈ સ્થળે સત્યને આંચ આવવા દીધી છે કે સામાને અન્યાય કર્યો હોય એમ “ઘડતર અને ચણતર” વાંચતાં લાગતું નથી. જ્યાં પણ ખમવા કે સહવા વારો આવ્યો ત્યાં તેઓ જાતે જ ખમી ખાય છે, ન માર્ગ શોધી કાઢે છે, અને બીજા બધાને માર્ગ મોકળો કરી આપે છે. આ વિવેકખ્યાતિને તેમણે સાધેલે નવે વિકાસ. પ્રત્યેક વિચારક કે પ્રત્યેક પ્રવૃત્તિમાં જે જાગતું મન દેખાય છે તે જ તેમને અપ્રમત્ત યોગ છે. આની પ્રતીતિ “ઘડતર અને ચણતરમાં સર્વત્ર મળી રહે છે. ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલ રાષ્ટ્રિય શિક્ષણસંસ્થાઓમાં, હું જાણું છું ત્યાં લગી, એખરાનું સ્થાન દક્ષિણામૂર્તિનું હતું. એની પ્રતિષ્ઠા, એના વિદ્યાર્થીઓની છાપ વિદ્યાપીઠમાં પણ જુદી જ અનુભવાતી. ભાવનગર દક્ષિણામૂર્તિને વિસ્તાર અને પ્રભાવ માત્ર ગુજરાતમાં જ મર્યાદિત ન હો; એના વિદ્યાર્થીઓ દૂરદૂર લગી પ્રસરેલા, અને તેમાં શીખવા આવવાને લેભ પંજાબ તેમ જ રાજસ્થાનના કેટલાક સ્વતંત્ર શિક્ષણવાંછુઓમાં તે કાળે મેં જોયેલે. આવી ભાવાળી અને સાધનસંપન્ન તેમ જ રાજ્ય સુધ્ધાંમાં આદર પામેલી અને સ્વહસ્તે સ્થાપેલી તથા સ્વપરિશ્રમે ઉછેરેલી સંસ્થાને છેડવાને વિચાર નાનાભાઈને સાધારણ સંજોગોમાં આવી ને જ શકે. જે શિક્ષકે અને સહકારીઓ સાથે એમને કામ કરવાનું હતું તેમના પ્રત્યે નાનાભાઈના દિલમાં કઈ પણ અંગત સ્વાર્થ કે અસયાને સ્થાન હવાનો તો સંભવ જ ન હતો. આમ છતાં તેમણે એ ભાવનગર દક્ષિણામૂર્તિને છોડવું, એ તો હકીકત છે. આ હકીકતનો જે ખુલાસો તે જ નાનાભાઈના આત્માનું ઝળહળતું તેજ મને જણાય છે. એમણે એકવાર પિતાના અતિપ્રિય આનંદાશ્રમની છાયા જેટલી સરળતાથી છેડી તેટલી જ સરળતાથી પિતાને હાથે વાવેલ અને ઉગાડેલ દક્ષિણામૂર્તિના ભાવનગર સ્થિત વડલાને છોડ્યો; અને તે પણ તે સંસ્થામાંથી કશું જ લીધા સિવાય. આ કાંઈ જેવોતે ફેરફાર ન ગણાય. એ ફેરફારના મુખ્ય કારણ લેખે મને તેમનામાં રહેલી નૈતિક શુદ્ધિ, ચારિત્રનિષ્ઠા અને સ્વીકારેલ ધોરણને અંદર તથા બહારથી શુદ્ધિપૂર્વક વળગી રહેવાની ચીવટ, એ લાગે છે. જ્યારે એમણે જોયું હશે કે દક્ષિણામૂર્તિની પેઢી તે જાહોજલાલી ભોગ છે, પણ અંદર અમુક શિથિલતા કે સડે દાખલ થયાં છે, ત્યારે જ તેમને આત્મા કકળી ઉઠયો હશે. ખરી આધ્યાત્મિકતા આવે વખતે જ દેખા દે છે. તેમણે ભાવનગર દક્ષિણામૂર્તિનું કલેવર છોડ્યું, પણ તેને આત્મા તે તેમની પોતાની સાથે જ હતા. ગાંધીજી અમદાવાદથી વર્ધી જઈ બેઠા તો સત્યાગ્રહને = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10