Book Title: Kharo Kelavanikar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૮૨૨ ] દર્શન અને ચિંતન નિપજાવવા જ જોઈ એ હું સમજું છું કે નાનાભાઈએ એવી નાની પ દીપમાળા પ્રકટાવી છે. * નાનાભાઈ નામમાં નાના છે; આત્મા જુદો જ છે. તેથી જ દક્ષિણા મૂર્તિના મુદ્રાલેખમાંનુ આ પાદ તેમને લાગુ પાડવામાં થાયતા જોઉ છું ! વૃદ્ધા: શિષ્યા મુઠ્યું વા નાનાભાઈ સિત્તેર વટાવ્યા પછી પણ યૌવન ન અનુભવતા હાત તો કદી તેઓ લાભારતી ગ્રામવિદ્યાપીઠું સ્થાપવા અને ચલાવવાના વિચાર જ કરી ન શકત. . આ દેશમાં અનેક મઠે અને આશ્રમેા શતાબ્દી થયાં પેટી દરપેઢી ચાલ્યા આવે છે. જ્યારે પ્રજાને કળવણીથી પાપવા ઊભી થયેલી સંસ્થાઓ થોડા જ વખતમાં કાં તેા વેરવિખેર થઈ જાય છે અને કાં તો નિષ્પ્રાણ ખની રહે છે. એનું શું કારણ? એ પણ વિચારવું ટે. મને એમ લાગે છે કે શિક્ષણ અને કેળવણીની સંસ્થાઓને જન્મ આપનાર તેમ જ તેને પોષનાર પોતાની પાછળ સુયોગ્ય શિષ્યપરપરા ઊભી નથી કરી શકતો, અને આવી સંસ્થાના સાતત્ય તેમ જ વિકાસ માટે અનિવાય રીતે જરૂરી એવી ચારિત્રબુદ્ધિની નિષ્ઠા કેળવી નથી શકતો; તેમ જ નવાં નવાં આવસ્યક ખળાને ઝીલવા જેવી આવશ્યક પ્રદાનાં બીજો ઉગાડી નથી શકતા. જો આ વિચાર સાચા હાય તા કેળવણીકારોએ સંસ્થા સ્થાપવા અને ચલાવવા સાથે આ મુદ્દા તરફ પણ ધ્યાન આપવું ઘટે. નવાં ખળાને વિવેકપૂર્વક ઝીલવા સાથે નાનાભાઈ એ કેટલીક સુંદરતર પ્રાચીન પ્રથા પણ સાચવી રાખેલ મેં અનુભવી છે. એનુ એક ઉદાહરણ આતિથ્યધમ . પચીસથી વધારે વર્ષ થયાં હશે. ભાવનગરમાં છાત્રાલય સમેલન હતું. તેની બધી વ્યવસ્થા, જે છાત્ર-સંચાલિત હતી, તે તા સુંદર હતી જ, પણ અમે કેટલાય મિત્રા રવાના થયા ત્યારે નાનાભાઈ દરેક માટે ટ્રેન ઉપર ભાતું લઈ વળાવવા આવ્યા, એમ તો મે મારા કુટુંબ, ગામ અને સગાંઓમાં ભાતાની પ્રથા જોયેલી, પણ જ્યારે એક સંસ્થાના સંચાલક અને તેમાંય માવડી ભાતું લઈ મહેમાનને વિદાય કરવા આવે ત્યારે નવાઈ જરૂર લાગે. અમે બધાએ કહ્યું, · અહીં આતિથ્ય એકુ થયું છે કે વધારામાં ભાતું?? નાનાભાઈ કહે, ના, રસ્તામાં ખાવું હોય તે ધરની વસ્તુ શાને ન વાપરીએ? અને આ પ્રથા મને સારી પણ લાગે છે.' ઇત્યાદિ. હું તે આ સાંભળી વિચારમાં પડી ગયા. બીજો પ્રસંગ : ગુજરાત વિદ્યાપીઠમાં સમેલન હતું. કુળનાયકપદે નાનાભાઈ અને કુળપતિપદે ખાપુજી. સમેલન વખતે રસોડે * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10