________________
ખરે કેળવણીકાર
[ ૮૧ જે ઉપરની વિચારસરણીમાં તથ્થાંશ હોય તે ખરા કેળવણીકારની કેટિમાં કેને કેને મૂકવા, વળી એ ગણતરીમાં નાનાભાઈનું કાંઈ સ્થાન ખરું કે નહિ, તેને નિર્ણય કેળવણીકારે અને સ્વતંત્ર વિચારકે પોતે જ કરે.
ઘડતર અને ચણતર'ના મથાળાથી ક્રમે ક્રમે પ્રસિદ્ધ થતી લેખમાળા જોકે તે જ વખતે મેં રસપૂર્વક સાંભળેલી, પણ આ વખતના જ તેના સળંગ શ્રવણે અને તે ઉપર વિચાર કરવાની મળેલી તકે મને અનેક રીતે ઊંડાણથી વિચાર કરતા કરી મૂક્ય, પણ અહીં તે હું બને તેટલું ટૂંકાવીને જ સૂચના પૂરતું લખવા ધારું છું. “ધડતર અને ચણતરનું લખાણ એ અનુભવસિદ્ધ સાચી વાણી છે. તે લેખકમાં આવિર્ભાવ પામેલ શ્રત, શીલ અને પ્રાના વિકાસનું સળંગ અને સુરેખ ચિત્ર રજૂ કરે છે. એમાં આનવંશિક સંસ્કાર કેટલે ભાગ ભજવ્યું છે, કેટલે સ્વપ્રયને, કેટલો સસહવાસે અને કેટલે ધાર્મિકતાએ, એ બધું જોવા મળે છે. જે આ લખાણમાં નાનાભાઈએ પિતૃવંશ અને માતૃવંશનું આવશ્યક રેખાદર્શન કરાવ્યું ન હત; જે જ્ઞાતિજનો, ગેઠિયાઓ અને પ્રથમ પત્ની શિવબાઈ વિશે લખ્યું છે તેટલું ઓછામાં ઓછું પણ ન લખ્યું હોત, તો વાચક નાનાભાઈના “ઘડતર અને ચણતર ની પાયાની અને મહત્ત્વની વાતો જ જાણી ન શકત. એટલું જ નહિ પણ જીવનવિકાસમાં આનુવંશિક સંસ્કાર કેવી રીતે અજ્ઞાતપણે ઊતરી આવે છે તેની ઝાંખી થઈ ન શકત.
એ કુળ અને કુટુંબકથામાં ધ્યાન ખેંચે એવાં કેટલાંક પાત્રો આ રહ્યાં. ભાવનગર મહારાજે વગરમાગ્યે ખેતરપાદરનું દાનપત્ર કરી આપ્યું ત્યારે તેને અસ્વીકાર કરતાં “તમારે મારાં છોકરાંને બ્રાહ્મણ રહેવા દેવા નથી ને ? મારે ખેતર શાં ને પાદર શાં? તમે મને વટલાવવા માગે છે ?” આવા ઉદગારે કાઢનાર ત્રિકમબાપા; ગગા ઓઝાએ દક્ષિણમાં રેશમી કેરન આપેલ ધોતિયું એ જ વેપારીને ત્યાં પાછું વેચી પચીસ રૂપિયા લાવનાર, પણ તરત જ ધોતિય વેચી પૈસા ઉપજાવવાના લોભની ઝાંખી થવાથી તરતમાં પિતાનું મૃત્યુ કળનાર છેટાભટ્ટ; ખાઈમાં બાળકને લઈ ઘાસ કાપવા જતી માતા આદિ મિત્રો-કુમિત્રો તરફના બહિર્મુખપણાથી આર્યનારીને શોભે એવા કાન્તાસંમિત ઉપદેશથી પતિને ગૃહાભિમુખ કરનાર પ્રથમ પત્ની શિવબાઈ અને પછેગામનું ડિલીવાળું પ્રશ્નોરામંડળ ઈત્યાદિ.
અગ્નિ-ઉપાસના નિમિત્તે મળતા સાલિયાણ માટે થતી કુટુંબની તા. તાણી અને સાલિયાણું બંધ પડતાં ઉપાસના પણ બંધ. એ પ્રસંગને ઉશી
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org