________________ દર્શન અને ચિંતન દશામાં પણ તેમણે મહારાજા ભાવસિંહજીના અન્યાયી પગલા સામે મકકમ પગલું ભર્યું. જે કાળે રાજાઓ આપખુદ તે કાળે તેવા જ એક રાજવીના રાજ્યમાં વસનાર સાધારણ દરજાને મહેતાછ રાજ્યના શિરછત્ર જેવા રાજાને ચખેચોખ્ખું એમ સંભળાવે કે તમે જે રીતે મારી પાળેલી ત્રણ પગી કૂતરી મેળવવા જોહુકમી કરે છે તેને હું વશ થનાર નથી, ત્યારે સમજાય છે કે ખરું બ્રહ્માણતેજ એ શું. છેવટે શાણું મહારાજાને પિતાની ભૂલ સમજાઈ અને એ નાનકડા મહેતાજી પ્રત્યે તેઓ આમન્યાથી વર્યા. ધર્મ અને ન્યાયના પક્ષપાતની મક્કમતા એ જ જીવનમાં અનેકમુખી તેજકિરણે પ્રકટાવે છે. એકાદ વધારે રોમાંચક દાખલે વાંચનારને પ્રેરણા આપે તે હાઈ ટાંકું છું. કાઠિયાવાડમાં ધાડપાડુ ખૂની ગેમલે હમણાં જ થઈ ગયે. એણે આંબલા ગામના પટેલની તુમાખીની ખબર લેવા આંબલા ગામ ભાંગવાનું નક્કી કર્યું. લેકેને જાણ થઈ સમી સાંજે પિતાના સાથીઓ સાથે ભરી બંદૂકોથી સજ્જ થઈ તે આંબલા ગામ ઉપર ત્રાટકવા નીકળ્યો. જાણ થવાથી નાનાભાઈ તેમના સાથી મૂળશંકર સાથે માત્ર પિતિયું પહેરી હાથમાં લાકડી લઈ સંસ્થાને દરવાજે ઊભા રહ્યા. પાસે રરતા ઉપરથી પસાર થતા પેલા ગેમલાને પડકાર્યો. એણે પણ સામે પડકાર કર્યો, “કે?’ જવાબ મળ્યો, “નાનાભાઈ.” પેલે કહે, “નાનાભાઈ, તમે નાસી જાઓ. તમારી સંસ્થામાં નથી આવતું. હું તે આંબલાના પટેલની શેખી મટાડવા જઉં છું.' નાનાભાઈએ ઠંડે કલેજે પણું મકકમતાથી કહ્યું કે એ ન બને. પહેલાં તું મને ઠાર કર, પછી જ આગળ વધી શકાશે. છેવટે ગેમલે ગો. એમને ઘેર તે જ વખતે ગયો. મોડે સુધી બેઠે. અ. સૌ. અજવાળીબેનના હાથે જમે અને છેવટે વચન આપીને ગયા કે આંબલા આદિ ચાર ગામમાં હું કદી ધાડ નહિ પાડું. આ કાંઈ જેવીતેવી સાધના છે? આવું તે ઘણું ઘણું કહી અને લખી શકાય, પણ મર્યાદા છે. “ઘડતર અને ચણતર”નાં ૧૬ર પાનાં અત્યારે સામે છે. ભારે તેટલા ઉપરથી જ જલદીને કારણે અત્યારે સમાપન કરવું જોઈએ. છેવટે હું એટલું જ કહીશ કે “ઘડતર અને ચણતરનું પુસ્તક દરેક કક્ષાના અધિકારી વાચકને ભારે પ્રેરણાદાયી બને તેવું છે. જે ધ્યાનથી સમજપૂર્વક વાંચશે એના જીવનમાં સમજણ અને ઉત્સાહની નવી લહેર પ્રકથા વિના નહિ રહે. એની ભાષા નાનાભાઈની આગવી છે. એમાં કાઠિયાવાડી, ખાસ કરી ગોહિલવાડી, તળપદી ભાષાને રણકે છે. લખાણું એવું ધારાબ અને પારદર્શક છે કે વાંચતાવેંત લેખકનું વક્તવ્ય સીધેસીધું સ્પર્શ કરે છે અને ગાંધીજીની આત્મકથા યાદ આપે છે. જે * શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મક્યા “ઘડતર અને ચણતર નું પુરવચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org