SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ખરી કેળવણીકાર [ ૮૦ જમનાર માટે કુપને કાઢેલાં. જમવું હોય તે કુપન ખરીદી લે. ધણા મહેમાને બહારગામના અને કેટલાક દૂર શહેરમાંથી આવેલા. તે પણ કુપન ખરીદે. ભરીસભામાં નાનાભાઈ એ ધ્રૂજતે કહે કહ્યાનુ આજે પણ મને સ્મરણુ છેઃ એમણે કહ્યું, હું આ કુપનપ્રથાથી ધ્રૂજી જાઉં છું. 'એમને ગુજરાતી અગર સૌરાટ્રી આતિથ્યપ્રિય આત્મા કાંઈ જુદું જ · વિચારે. . વ્યક્તિગત, સંસ્થાગત કે સમાજગત અન્યાય સામે ઊકળી ઊડી તેના વિરોધ કરવાની તેમની મક્કમતા જેવી તેવી નથી. થોડાક દાખલા આપું : ગયા ડિસેમ્બરમાં હું સણાસરા આવેલે. ગામ વચ્ચે અમે ઊભા હતા ત્યાં એક જણ નાનાભાઈ પાસે કાંઈક દાદ મેળવવા કે લાગવગ લગાડાવવા આવ્યો. તેણે સાંઢીડા મહાદેવની જગ્યા ત્યાંથી ન ફેરવાય અને નવું અધાતું તળાવ તે જગ્યાને આવરી ન લે એવી લેાકેાની અને ગ્રામજનાની વતી માગણી કરી; જોકે સરકારે તા મહાદેવનું નવું મંદિર અને એની પ્રતિષ્ઠા એ બધુ કરાવી દેવાનું નક્કી કરેલું. પેલી વ્યક્તિની વાત સાંભળી નાનાભાઈ તાડૂકયા : હું લોકેાના હિતની દૃષ્ટિએ મને જે યોગ્ય લાગશે તે કહીશ. તમારા મહાદેવને તમે જાણેા. મારે એ સાથે અને તમારી સાથે કશી લેવાદેવા નથી. ’–ઇત્યાદિ. નાનાભાઈ જેવા ધાર્મિક માણસ એમ કહે કે તમારા મહાદેવને તમે જાણા, તા મારા જેવાને નવાઈ તો થાય જ, પણ મેં જ્યારે સત્ય ના જાણી ત્યારે નાનાભાઈના પુણ્યપ્રાપ પ્રત્યે આંદર જન્મ્યા. વાત એ હતી કે જે માણસ દાદ મેળવવા આવેલ તે પોતે જ મંદિરના મહંત હતા, મહાદેવને નામે પોતાના મૂળ અડ્ડો જમાવી રાખવાની વૃત્તિવાળે એને લેાક કે ગ્રામહિતની પડી જ નથી, માત્ર લેાકાને નામે ચલાવ્યે રાખવુ એટલું જ, ભાવનગરમાં દક્ષિણામૂર્તિ હતું, ત્યારને બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે. એક તરુણ શિક્ષકને નૈતિક અને ચારિત્રીય નખળાઈ ને કારણે છૂટા કર્યો, પણ કેટલાક શિક્ષકાએ તેના વિદાયમાનમાં મેળાવડા કરવાનું વિચાર્યું. નાનાભાઈ તે જાણ થઈ, તેમણે તરત જ સહુકા કર્તાને જણાવી દીધું કે આવે! કાઈ મેળાવડા સંસ્થા તરફથી યોજાય એ અણુધાતું છે. તે એવું થશે તેા હું રાજીનામું આપીશ. એમની આ મક્કમતાથી શિક્ષકાનું વલણ બદલાયું અને તેમને કાંઈક સાન આવી. તેથીય વધારે આશ્રય અને સમ્માન ઉપજાવે એવી મક્કમતાને દાખલો હમણાં જ છેલ્લા ‘ સંસ્કૃતિ” અંકમાં પ્રસિદ્ધ થયા છે. તે આ રહ્યોઃ નાનાભાઈ કાળે એક નાનકડા મહેતાજી; અને કદાચ ત્રીશે પણ પહેાંચેલા નહિ. કાઈ લાગવગ નહિ, સપત્તિ નહિ કે ીજો કાઈ માભેા નહિ. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249243
Book TitleKharo Kelavanikar
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size199 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy