Book Title: Char Sansthao
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf
Catalog link: https://jainqq.org/explore/249522/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ચાર સંસ્થાઓ [૧] સંધસંસ્થા : ચતુર્વિધ સંઘ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનનો છેદ ઉડાડી મૂક્યો ત્યારે ત્યાગના દષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડવા. મુખ્ય બે વર્ગ : એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતો અનગાર વર્ગ અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષ બને આવે, અને તે સાધુ-સાધ્વી કહેવાય. બીજે વર્ગ પૂર્ણ ત્યાગને ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષ બને આવે, અને તે શ્રાવકશ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘવ્યવસ્થા–અથવા બ્રાહ્મણપથના પ્રાચીન શબ્દને નવેસર ઉપયોગ કરીએ તે ચતુર્વિધ વર્ણ વ્યવસ્થા–શરૂ થઈ સાધુસંધની વ્યવસ્થા સાધુઓ કરે. એના નિયમ એ સંઘમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મુકાયેલા છે. સાધુસંધ ઉપર શ્રાવકસંઘનો અંકુશ નથી એમ કોઈ ન સમજે. પ્રત્યેક નિવિર્વાદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે, પણ ક્યાંય ભૂલ દેખાય અથવા તે મતભેદ હેય અથવા તે સારા કાર્યમાં પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંધે પોતે જાતે જ શ્રાવકસંઘને અંકુશ પિતાની ઇચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંઘનું બંધારણ ઘણી રીતે જુદું હોવા છતાં તે સાધુસંધને અંકુશ સ્વીકારતા જ આવ્યો છે. આ Page #2 -------------------------------------------------------------------------- ________________ w જૈન ધર્મના પ્રાણ રીતે પરસ્પરના સહકારથી એ બન્ને સંઘે એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે. [ અચિં૦ ભા. ૧, પૃ. ૩૭૭-૩૭૮] [૨] સાધુસંસ્થા આજની સાધુસંસ્થા ભગવાન મહાવીરને તે આભારી છે, પણ એ સંસ્થા તે એથીયે જૂની છે. ભગવતી જેવા આગમમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાત આવે છે. તેમાંના કેટલાક ભગવાન પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિરોધી સમજ પજવે છે; કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહતરેહનાં પ્રશ્નો કરે છે, પણ છેવટે એ પાર્શ્વપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં કાં તે સમાઈ જાય છે અને કાં તે તેમને કેટલેક સડેલે ભાગ આપઆપ ખરી જાય છે. અને એકંદર પાછે ભગવાનને સાધુસંધ નવે રૂપે જ ઊભા થાય છેતે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. ડહાપણ ભરેલું બંધારણ તેના રહેણીકરણના, અરસપરસના વહેવારના અને કર્તવ્યના નિયમો ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કઈ ભંગ કરે તે એને શાસન કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં પણ નિયમ ઘડાય છે; નાનામોટા અધિકારીઓ નિભાય છે. એ બધાનાં કામેની મર્યાદા અંકાય છે. સંઘસ્થવિર, ગચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, પ્રવર્તક, ગણુ વગેરેની મર્યાદાઓ, અરસપરસના વ્યવહારો, કામના વિભાગે, એકબીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એકબીજા ગુરુની પાસે જવા-આવવાના, શીખવાના, આહાર વગેરેના નિયમેનું જે વર્ણન છેદમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરના આચાર્યોના ડહાપણ વિશે માન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ, પણ આજ Page #3 -------------------------------------------------------------------------- ________________ ચાર સંસ્થાઓ કોઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણને અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. ભિક્ષણસિંધ અને તેની બૌદ્ધસંધ ઉપર અસર ' આ દેશના ચારે ખૂણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમિયાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર, ભિક્ષુણીઓ હોવાનું કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરો થયો કે કેટલે ઘટાડે થયે તેની ચોક્કસ વિગત આપણી. પાસે નથી, છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ. સુધી તે એ સંસ્થામાં ઘટાડે નહોતે જ થયે, કદાચ વધારે થયે હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાને કાંઈ ભગવાન મહાવીરે જ પહેલા નથી આપ્યું. તેમના પહેલાંય ભિક્ષુણીઓ જેન સાધુસંધમાં હતી અને બીજા પરિવ્રાજક પંથોમાં પણ હતી, છતાં પણ એટલું તો ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંધમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપે અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઇચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન આપવું પડ્યું. આ તેમના પરિવર્તનમાં જૈન સાધુસંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે. સાધુનું દયેય : જીવનશુદ્ધિ - સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે, સાધના કરનાર, તે ધ્યેયને ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધને, તેનાં મળે, તેના વિશે અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પિતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યું છે કે જ્યાં સુધી પોતે પિતાનું જીવન અંતર્મુખ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈનધર્મને પ્રાણ થઈ તપાસી ન લે, લેધી ન લે, પિતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પિતે પિતાના ધ્યેય પરત્વે સ્પષ્ટ ભાન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દેરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્વની બાબતમાં જે કોઈની દેરવણી કરવાની હોય તે પહેલાં-- એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં–પિતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીનો સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને બીજા લેકેથી અલગપણું, કોઈ પણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમો—એ બધું જાયેલું હતું સ્થાનાંતર અને લોકપકાર એ સંસ્થામાં એવા અસાધારણ પુરૂ પાડ્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિર્દષ્ટિ તો હતી છતાં અંતષ્ટિ પણ ચુકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતદૃષ્ટિ નહિવત્ અથવા તદ્દન ગૌણ થઈ હતી અને બહિર્દષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ , છતાં એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જૈનપણને વિસ્તાર તે ગયે અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા, અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલે, ટેકરીઓ અને શહેરની બહારના ભાગમાંથી સાધુગણ લેકવસતિમાં આવતો ગયે. સાધુસંસ્થાઓ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ લોકસંસર્ગજનિત કેટલાક દેશે સ્વીકાર્યા હોય, તે તેની સાથે જ તે સંસ્થાએ લેકમાં કેટલાક પિતાના ખાસ ગુણે પણ દાખલ કર્યો છે, અને તેમ કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યો છે. જે કેટલાક ત્યાગી ખાત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક Page #5 -------------------------------------------------------------------------- ________________ ચાર સંસ્થાઓ શાંતિ સાધી હતી, એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નેંધ તો એમની સાથે જ ગઈ, કારણ કે એમને પિતાના જીવનની યાદી બીજાઓને સોંપવાની કશી પડી જ ન હતી; પણ જેઓએ, અંતર્દષ્ટિ હવા તાં કે ન હોવા છતાં અગર ઓછીવત્તી હોવા છતાં, લેકકાર્યમાં પિતાના પ્રયત્નને ફાળે આપેલું હતું એની નૈધ આપણું સામે વાલિપિમાં લખાયેલી છે–એકવારની માંસભેજી અને મદ્યપાથી જનસમાજમાં જે માંસ અને મધ તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધર્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તે ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસનના ત્યાગને શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માંસને તિરસ્કાર, દારૂની ઘણું અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમ જ બ્રહ્મચર્યનું બહુમાન–આટલું વાતાવરણ લેકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળે છે એની કોઈ ના પાડી શકે નહિ. [અચિં- ભા. ૧, પૃ. ૪૧ર-૪૧૬] [૩] તીર્થસંસ્થા જ્યાં ધાર્મિક આત્માઓને કાંઈ પણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન હોય છતાં જ્યાં કાઈપૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઇમારતની, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કાંઈ વિશેષતા આણી હોય ત્યાં ઘણેભાગે તીર્થ ઊભાં થઈ જાય છે. ગામ અને શહેરો ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠે, બીજાં જળાશો અને નાનામોટા પહાડ એ જ મોટેભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તે નથી જ; સુંદર તીર્થો ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજા જળાશય પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્તાન કે પશ્ચિમ હિંદુસ્તાન, દક્ષિણ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈનધર્મને પ્રાણ જલન હિંદુસ્તાન કે ઉત્તર હિંદુસ્તાન-જ્યાં જાઓ ત્યાં જેનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડની ઉપર જ આવેલાં છે. માત્ર વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંબર સંપ્રદાય સુધ્ધાંની સ્થાન પર ખાસ પસંદગી પહાડોની જ છે. જ્યાં તાંબરોને જરા પણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાક ખાસ દિગંબરોનાં તીર્થો દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષોનું મન કેવાં કેવાં સ્થાનોમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતનાં સ્થાનો પસંદ કરતા. વળી ભક્તવર્ગ છે કે મનુષ્યમાત્ર છે, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાનોના વિકાસ ઉપરથી જાણી શકાય છે. ગમે તેટલું ભેગમય અને ધમાલિયું જીવન ગાળ્યા પછી પણ છેવટે, અથવા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક, માણસ આરામ અને આનંદ માટે કયાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દોડાવે છે એ આપણે તીર્થસ્થાનોની પસંદગી ઉપરથી જાણી શકીએ છીએ. તીર્થોના વિકાસમાં મૂર્તિ પ્રચારને વિકાસ છે અને મૂર્તિ પ્રચારની સાથે જ મૂર્તિ નિર્માણકળા તેમ જ સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણું દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ અને જે મોહકતાઓ છે તે તીર્થ સ્થાને અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભોગસ્થાનોમાં સ્થાપત્ય આવ્યું છે ખરું, પણ તેનું મૂળ ધર્મસ્થાન અને તીર્થસ્થાનમાં જ છે. દેવદ્રવ્યના રક્ષણની સુંદર વ્યવસ્થા જેનેના તીર્થો એ કાંઈ બે-પાંચ કે દશ નથી પણ સેંકડની સંખ્યામાં, અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ, પરંતુ જ્યાં જાઓ ત્યાં ચારેતરફ મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારને પુરાવો છે. જૈન તીર્થોની ખાસ એક સંસ્થા જ છે. ઘરમંદિર અને તદ્દન ખાનગી માલિકીનાં મંદિરોને બાજુએ મૂકીએ તે પણ જેના ઉપર નાનામેટા સંધની માલિકી હેય, દેખરેખ હેય Page #7 -------------------------------------------------------------------------- ________________ ચાર સંસ્થાઓ ૨૪૧ એવાં સંધમાલિકીનાં મંદિરોના નાનામોટા ભંડાર હોય છે. એ ભંડારોમાં નાણુનું ખાસું ભંડોળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં તેની સારસંભાળ રાખ. વામાં અને તે ભરપાઈ ન જાય તે માટે ચાંપતા ઇલાજો લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બીજા કોઈ સંપ્રદાયને દેવદ્રવ્યમાં જેને સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચેખવટ તમે ભાગ્યે જ જશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદેશ સિવાય બીજે ક્યાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કોઈ એને પચાવી ન જાય એ માટે પણ જૈન સંઘે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. જાણવા જેવી બાબતે તીર્થસંસ્થા સાથે મૂર્તિને, મંદિર, ભંડારને અને સંધ નીકળવાને, એ ચાર ભારે મનોરંજક અને મહત્ત્વના ઈતિહાસ છે. લાકડા, ધાતુ અને પથ્થરે મૂર્તિ અને મંદિરમાં કેવી કેવી રીતે, ક્યા કયા જમાનામાં, કેવો કે ભાગ ભજવ્યો, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈભંડારોમાં અવ્યવસ્થા અને ગરબડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારો અને લાખ માણસના સંધે યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામ કરતા–એ બધો દતિહાસ ભારે જાણવા જેવો છે. - ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થો ઊભાં કર્યા છે અને ત્યાં જવાને તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાને આપણે ઉદ્દેશ પણ એ જ છે. [અચિં. માત્ર ૧, પૃ. ૪૦૫-૪૦૮] [૪] જ્ઞાનસંસ્થા-જ્ઞાન ભંડાર જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનને આદર સહજ હેય જ છે, Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણુ ૨૪૨ અને હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા દ્વારા વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સોંપ્રદાયની ગહેંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનુ' તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શેાધ, જે શોધ માટે એમણે તન તાથુ, રાતદિવસ ન ગણ્યાં અને તેમની જે ઊંડી શેાધ જાણવા-સાંભળવા હજારો માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શેાધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પથનું મંડાણુ છે. જ્ઞાન અને તેનાં સાધન ને મહિમા એ નાને શ્રુત અને આગમ નામ ધારણ કર્યું, એમાં ઉમેરા પણ થયા અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ શ્રુત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હસેા વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનને મહિમા વધતા ચાલ્યેા. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૃત કરનાર એના સ્થૂળ સાધનાને પણ મહિમા વધતા ચાલ્યેા. સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક પાનાં જ નહિ, પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણુ, શાહીનેા પણુ જ્ઞાનના જેટલા જ આદર થવા લાગ્યા. એટલું જ નહિ, પણ એ પોથીપાનાનાં બંધને, તેને રાખવા મૂકવા અને ખાંધવાનાં ઉપકરણો પણ બહુ જ સત્કારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલુ પુણ્યકાર્યું, તેટલું જ જ્ઞાનનાં સ્થૂળ ઉપકરણાને આપવા અને લેવામાં પુણ્યકાર્ય મનાવા લાગ્યું. જ્ઞાનભંડારાની સ્થાપના અને તેના વિકાસ એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણના વધતા જતે મહિમા અને ખીજી બાજુ સંપ્રદાયેાની જ્ઞાન વિષેની હરીફાઈ ઓ—આ ખે કારણેને લીધે પહેલાંની એકવારની મેઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મેટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. Page #9 -------------------------------------------------------------------------- ________________ ચાર સંસ્થાઓ ૨૪૩ દરેક ગામ અને શહેરના સંધને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારે પુસ્તકથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકમાં પણ વિવિધ વિષયોનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંધરાતું ગયું. સંધના ભંડારે, સાધુના ભંડાર અને વ્યકિતગત માલિકીના પણ ભંડાર–એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા ! એની સાથે જ મોટો લેખકવર્ગ ઊભે થે, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસી વર્ગ પણ ભારે વળે. છાપવાની કળા અહીં આવી ન હતી ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલે થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનમાં વહેચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. જ્ઞાન તરફની જીવતી જેને ભક્તિને પરિણામે આજે પણ એ ભંડારો એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે તેને અભ્યાસ કરવા માટે વિદ્વાને પણ ઓછા પડે છે. પરદેશના અને આ દેશના કેડીબંધ ધકે અને વિદ્વાનોએ આ ભંડારની પાછળ વર્ષો ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એને પ્રાચીન રક્ષાબંધ જોઈ તેઓ ચકિત થયા છે. બ્રાહ્મણ અને જૈન ભંડારે વચ્ચે ફેર બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારો વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારો વ્યક્તિની માલિકીના હોય છે, જ્યારે જેન ભંડારો બહુધા સંઘની માલિકીના જ હોય છે, અને કવચિત વ્યક્તિની માલિકીના હેાય ત્યાં પણ તેને સદુપયોગ કરવા માટે તે વ્યકિત માલિક છે, અને દુરુપયોગ થતો હોય ત્યાં મોટેભાગે સંઘની જ સતા આવીને ઊભી રહે છે. બ્રાહ્મણે આસો મહિનામાં જ પુસ્તકે Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણુ " સંકડો વર્ષોથી ચીન એમ્બારનાં લોકકવિ , માંથી ચોમાસાને ભેજ ઉડાવવા અને પુસ્તકની સારસંભાળ લેવા ત્રણ દિવસનું સરસ્વતીશયન નામનું પર્વ ઊજવે છે; જ્યારે જેને કાર્તિક શુદી પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકે અને ભંડારોને પૂજે છે, અને એ નિમિત્તે માસામાંથી સંભવ બગાડ ભંડારામાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા, જે એકવાર માત્ર મૌખિક હતી તે, અનેક ફેરફાર પામતી પામતી, અને ઘટાડે વધારે અને અનેક વિવિધતા અનુભવતી અનુભવતી આજે મૂર્તરૂપે આપણી સામે છે. [દઅચિંત્ર ભા. 1, પૃ. 373-375 ] જૈન ભંડારની અસાંપ્રદાયિક દષ્ટિ સેંકડે વર્ષોથી ઠેર ઠેર સ્થાપન થયેલા મોટા મોટા જૈન જ્ઞાનભંડારમાં ફક્ત જૈન શાસ્ત્રોનું કે અધ્યાત્મશાસ્ત્રનું જ સંપ્રહ-સંરક્ષણ નથી થયું, બબ્બે એની ભારત અનેક પ્રકારનાં લૌકિક શાસ્ત્રોનું અસાંપ્રદાયિક દૃષ્ટિએ સંગ્રહ સંરક્ષણ પણ થયું છે. વૈદક, તિષ, મંત્રતંત્ર, સંગીત, સામુદ્રિકશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, કાવ્ય, નાટક, પુરાણ, અલંકાર અને કથાચ તેમ જ બધાં દર્શનેનાં મહત્વનાં શાસ્ત્ર બધાંનું જૈન જ્ઞાનભંડારોમાં કેવળ સંગ્રહ સંરક્ષણ જ નથી થયું, બકે એના અધ્યયન અને અધ્યાપન દ્વારા કેટલાક વિશિષ્ટ વિધાનએ એવી પ્રતિભામૂલક નવી કૃતિઓની રચના કરી કે જે બીજે દુર્લભ છે, અને મૌલિક કહી શકાય એવી છે. જૈન જ્ઞાનભંડારેમાંથી એવા ગ્રંથે પણ ઉપલબ્ધ થયા છે, જે બૌદ્ધ વગેરે અન્ય પરંપરાઓના છે, અને આજે દુનિયાના બીજા કોઈ પણ ભાગમાં મૂળ સ્વરૂપે હજી સુધી ઉપલબ્ધ થયા નથી. [દઔચિં૦ નં૦ 2, 50 518-19]