SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર સંસ્થાઓ કોઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણને અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. ભિક્ષણસિંધ અને તેની બૌદ્ધસંધ ઉપર અસર ' આ દેશના ચારે ખૂણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમિયાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર, ભિક્ષુણીઓ હોવાનું કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરો થયો કે કેટલે ઘટાડે થયે તેની ચોક્કસ વિગત આપણી. પાસે નથી, છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ. સુધી તે એ સંસ્થામાં ઘટાડે નહોતે જ થયે, કદાચ વધારે થયે હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાને કાંઈ ભગવાન મહાવીરે જ પહેલા નથી આપ્યું. તેમના પહેલાંય ભિક્ષુણીઓ જેન સાધુસંધમાં હતી અને બીજા પરિવ્રાજક પંથોમાં પણ હતી, છતાં પણ એટલું તો ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંધમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપે અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઇચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન આપવું પડ્યું. આ તેમના પરિવર્તનમાં જૈન સાધુસંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે. સાધુનું દયેય : જીવનશુદ્ધિ - સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે, સાધના કરનાર, તે ધ્યેયને ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધને, તેનાં મળે, તેના વિશે અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પિતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યું છે કે જ્યાં સુધી પોતે પિતાનું જીવન અંતર્મુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249522
Book TitleChar Sansthao
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Jain Sangh
File Size331 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy