SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ w જૈન ધર્મના પ્રાણ રીતે પરસ્પરના સહકારથી એ બન્ને સંઘે એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે. [ અચિં૦ ભા. ૧, પૃ. ૩૭૭-૩૭૮] [૨] સાધુસંસ્થા આજની સાધુસંસ્થા ભગવાન મહાવીરને તે આભારી છે, પણ એ સંસ્થા તે એથીયે જૂની છે. ભગવતી જેવા આગમમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાત આવે છે. તેમાંના કેટલાક ભગવાન પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિરોધી સમજ પજવે છે; કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહતરેહનાં પ્રશ્નો કરે છે, પણ છેવટે એ પાર્શ્વપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં કાં તે સમાઈ જાય છે અને કાં તે તેમને કેટલેક સડેલે ભાગ આપઆપ ખરી જાય છે. અને એકંદર પાછે ભગવાનને સાધુસંધ નવે રૂપે જ ઊભા થાય છેતે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. ડહાપણ ભરેલું બંધારણ તેના રહેણીકરણના, અરસપરસના વહેવારના અને કર્તવ્યના નિયમો ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કઈ ભંગ કરે તે એને શાસન કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં પણ નિયમ ઘડાય છે; નાનામોટા અધિકારીઓ નિભાય છે. એ બધાનાં કામેની મર્યાદા અંકાય છે. સંઘસ્થવિર, ગચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, પ્રવર્તક, ગણુ વગેરેની મર્યાદાઓ, અરસપરસના વ્યવહારો, કામના વિભાગે, એકબીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એકબીજા ગુરુની પાસે જવા-આવવાના, શીખવાના, આહાર વગેરેના નિયમેનું જે વર્ણન છેદમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરના આચાર્યોના ડહાપણ વિશે માન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ, પણ આજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249522
Book TitleChar Sansthao
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Jain Sangh
File Size331 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy