SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર સંસ્થાઓ શાંતિ સાધી હતી, એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નેંધ તો એમની સાથે જ ગઈ, કારણ કે એમને પિતાના જીવનની યાદી બીજાઓને સોંપવાની કશી પડી જ ન હતી; પણ જેઓએ, અંતર્દષ્ટિ હવા તાં કે ન હોવા છતાં અગર ઓછીવત્તી હોવા છતાં, લેકકાર્યમાં પિતાના પ્રયત્નને ફાળે આપેલું હતું એની નૈધ આપણું સામે વાલિપિમાં લખાયેલી છે–એકવારની માંસભેજી અને મદ્યપાથી જનસમાજમાં જે માંસ અને મધ તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધર્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તે ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસનના ત્યાગને શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માંસને તિરસ્કાર, દારૂની ઘણું અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમ જ બ્રહ્મચર્યનું બહુમાન–આટલું વાતાવરણ લેકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળે છે એની કોઈ ના પાડી શકે નહિ. [અચિં- ભા. ૧, પૃ. ૪૧ર-૪૧૬] [૩] તીર્થસંસ્થા જ્યાં ધાર્મિક આત્માઓને કાંઈ પણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન હોય છતાં જ્યાં કાઈપૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઇમારતની, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કાંઈ વિશેષતા આણી હોય ત્યાં ઘણેભાગે તીર્થ ઊભાં થઈ જાય છે. ગામ અને શહેરો ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠે, બીજાં જળાશો અને નાનામોટા પહાડ એ જ મોટેભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તે નથી જ; સુંદર તીર્થો ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજા જળાશય પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્તાન કે પશ્ચિમ હિંદુસ્તાન, દક્ષિણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249522
Book TitleChar Sansthao
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Jain Sangh
File Size331 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy