________________
જૈનધર્મના પ્રાણુ
૨૪૨
અને હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા દ્વારા વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સોંપ્રદાયની ગહેંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનુ' તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શેાધ, જે શોધ માટે એમણે તન તાથુ, રાતદિવસ ન ગણ્યાં અને તેમની જે ઊંડી શેાધ જાણવા-સાંભળવા હજારો માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શેાધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પથનું મંડાણુ છે.
જ્ઞાન અને તેનાં સાધન ને મહિમા
એ નાને શ્રુત અને આગમ નામ ધારણ કર્યું, એમાં ઉમેરા પણ થયા અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ શ્રુત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હસેા વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનને મહિમા વધતા ચાલ્યેા. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૃત કરનાર એના સ્થૂળ સાધનાને પણ મહિમા વધતા ચાલ્યેા. સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક પાનાં જ નહિ, પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણુ, શાહીનેા પણુ જ્ઞાનના જેટલા જ આદર થવા લાગ્યા. એટલું જ નહિ, પણ એ પોથીપાનાનાં બંધને, તેને રાખવા મૂકવા અને ખાંધવાનાં ઉપકરણો પણ બહુ જ સત્કારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલુ પુણ્યકાર્યું, તેટલું જ જ્ઞાનનાં સ્થૂળ ઉપકરણાને આપવા અને લેવામાં પુણ્યકાર્ય મનાવા લાગ્યું.
જ્ઞાનભંડારાની સ્થાપના અને તેના વિકાસ
એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણના વધતા જતે મહિમા અને ખીજી બાજુ સંપ્રદાયેાની જ્ઞાન વિષેની હરીફાઈ ઓ—આ ખે કારણેને લીધે પહેલાંની એકવારની મેઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મેટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org