Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531027/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આત્માનંદ પ્રકાશ દોહરે. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્વ વિકાશ; આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ પુસ્તક ૩ જું. વિક્રમ સંવત ૧૬૧– આધીન, અક ૩ જે. પ્રભુ સ્તુતિ. स्रग्धरा. જે વારિક્ષીર જેવો પ્રકૃતિ પુરૂષનો સ્લિષ્ટ સમ્બન્ધ ત્રાડે, રમ્યા રામા સમી જે લલિત પદવતી, શબ્દનો અર્થ જોડે, ઈન્દ્રાદિ દેવ કેરી સરસી સમ સભાને ગજવે સદા જે, વાણી, હંસી સમાના, જિનતણી, દહજો ક્ષુદ્રપક્ષદ્રમો તે. તંત્રી. ૧ (જિનેશ્વર ભગવાનની, જે (વાણી) પ્રકૃતિ પુરૂષને ( કર્મ અને જીવન ) ક્ષીરનીર જેવો સ્લિટ સમ્બન્ધ તોડી નાખે છે; વળી જે મનહર સ્ત્રીની પેઠેઃ લલિત ( સુંદર ) પદ-ચરણ વાળી છે અને યથાર્થ શબ્દોએ કરી યક્ત છે, તથા ઇન્દ્રાદિની સરસી (તળાવડી) સમાન સભાને ગજાવી મૂકે છે તે પંભુની) હસી સમાન વાણી શુદ્ધ પક્ષ ( મતમતાંતર ) રૂપી વૃક્ષોનું દહન કરે. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦. આત્માન પ્રકાશ, निःस्टहीनी वाणी. ટક. નથી કીર્તિ તણી કદિ આશ મને, નથી દ્રવ્ય તણી અભિલાષ મને, પ્રભુ એકજ આપ તું આજ મને અનધીન અનાશ્રિત માનસને. મમવૃત્તિ કદી નહિં વ્યગ્ર થજે, અભિમાન–કલંકિત ના બનજે, અતિજ્ઞાન તણે સહચારી પણે મુજ જીવન, એ પ્રભુ, શુદ્ધ બને. ૨ નહિં ઊણું કશું મુજ પ્રકૃતિને; કદિ હોય, ન–હેયજ તેહ બને કંઇ આશ સુખે મુજ પૂર્ણ કરે પ્રભુ; શેષ ઉગજ મોહજ છે. ૩ વિધિએ અરય સુખ મૂલ્ય વિના ગણું યુકત, કૃતજ્ઞ હું, મૂલ્યવતાં; શુભ ધ્યાન અને પારિતોષ થકી, બનું સ્વસ્થ અને મતિમંત નકી. ૪ ધનવાન તણાં પ્રિય વૈભવમાં, ભજવું મુજ ભાગ અમર્ષ કવિના; કશું સુંદર દષ્ટિ જુએ મુજની, (તોતે) ઉપકારી બને મનહર્ષ ભણી. પ તંત્રી. ૧ માનસન્નમન. ૨ વૈભવમાં વૈભવની વચએ. ૩ અમર્ષવિના=વિકાર પામ્યા વિના, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભ્યાસને હતું પર अभ्यासनौ ઐહિક અભ્યદયની આકાંક્ષા એ સાધારણ રીતે સર્વત્ર અભ્યા સનું સબળ પ્રયજન છે; અને આપણા દેશમાં તે તે મુખ્યત્વે કરીને છે. કેટલેક અંશે આ હેતુ સર્વથા યથાયોગ્ય છે. એ પણ સત્ય છે કે શિક્ષિત વર્ગ અશિક્ષિત કરતાં વધાદે સુખકર આજીવિકા ચલાવી શકે છે, અને વળી જે તેઓ વિશેષ ગુણ સંપન્ન હોય છે તે, જે મહાન અધિકારને માટે અશિક્ષિત વર્ગ તદ્દન અગ્ય માલુમ પડે છે, તે અધિકાર તેઓ ઘણું જ પ્રશસ્ય રીતે બજાવી આપે છે. પણ અભ્યાસને માટે આ કરતાં બીજા ઉચ્ચતર ઉદેશ છે. તે લક્ષ બહાર જવા ન જોઈએ. એક વિદ્વાન પુરૂષના કહેવા પ્રમાણે સર્વને માટે એક સાધારણ પ્રતિબોધ આપી શકાય, તે એ રીતે કે વિધા સંપાદન કરવાના વાસ્તવિક હેતુ શા છે તે તમારે વિચારવું જોઈએ; વળી તમે ફકત પિતાના મનને આનન્દ પમાડવાને અર્થે, અથવા વિવાદ વિગ્રહાદિને અર્થ, અથવા અન્ય વ્યકિત પર પિતાની અધ્યક્ષતા સાબીત કરવાને અર્થે, અથવા તે આથક લાભ કે સત્તા કે એવા બીજા કોઈ જધન્ય હેતુઓને માટે એ વિદ્યા પ્રાપ્તિને પ્રયાસ કરતા નથી, પણ તે ( વિધા) તમારા જીવનના લાભ અને ઉપયુતતાને અર્થેજ મેળવવા માગો છો એમ દર્શાવી આપવું જોઈએ, અને પરોપકારવૃત્તિ-સર્વ ભૂતોને વિષે અનુકંપા-માંજ એની પૂર્ણતા, એની પરાકાષ્ટા આવી રહે છે, એમ સાબીત કરી આપવું જોઈએ. એક બીજા સાક્ષર ગ્રંથકારના શબ્દોમાં કહીએ તે વિદ્યા પ્રાપ્ત કરવાને હતું પરંભા ની પૂર્ણ ઓળખાણ પડે, અને એ ઓળખાણદ્વારા એમનું (૧૨મામ)નું અનુકરણ કરાય.એમના સમાન થવા યત્ન ક For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E + : પર ઓમાન પ્રકાશ strates to testostesteritietetintestino entant stratatatatatatata tertentu dan bertentante રાય-એજ છે. એના વિધાના) સર્વ કેઈ ગ્રાહકે પિત પિતાના અધિકારની રૂએ પિતાના શીરપર આવી પડતી સર્વ ફરજોનું ન્યાયપૂવિક અનુપાલન કરે, પોતાના આશ્રિતોના હિતમાં વૃદ્ધિ કરે અને પ્રાંતે એ -એ સર્વ શિરોમણું ઉતરાજ માવાન–ને માર્ગ પોતે નીહાળી–અવલોકી પરલેકની યાત્રા કરવા નીકળી પડતાં પૂર્વે પિતાનું નામ-ઠામ આ લેકમાં અમર કરી જાય–એજ વિદ્યાગ્રહણનું પરમ લક્ષ્ય છે. જેને અશેષ કે સંપૂર્ણ શિક્ષણ કહે છે એમાં તે શારીરિક-માનસિક અને આધ્યાત્મિક એ ત્રણે શિક્ષણને સમાવેશ થાય છે. શારીરિક અને નૈતિક શિક્ષણ ઉપર તે બીલકુલ લક્ષ ન અપાતાં, એની એક જાતની અવગણના થાય છે, ત્યારે વળી બુદ્ધિ-ચાતુર્યના વિષય પરત્વે અખંડ અને એકાગ્ર ચિત્ત અખલિતપણે અપાતું જોવામાં આવે છે. આ એક મહેટી ભૂલ છે, અને તેનાં પરિણામ ઘણાં શોચનીય છે. નીતિના અને આધ્યાત્મિક પાઠોનું વિવેચન પ્રસંગને લઈને જુદું કરીશું અને તેની સાથે તેના આધારભૂત શારીરિક શિક્ષણ વિષે પણ બે બેલ કહેવાના છે તેનું યોગ્ય નિરૂપણ કરીશું. હમણાં અહીંતે વિદ્યા પ્રાપ્તિના શા હેતુઓ છે--શિક્ષણની શી જરૂર છે તે તપાસીએ. ૧ સાધારણ અભ્યાસકે શિક્ષણ.-આ વિભાગમાં વાંચન, લેખન અને ગણિત એ ત્રણ વિષને સમાવેશ થાય છે. અખ્ખલિત પણે અને સ્પષ્ટ રીતે વાંચવું, સ્વચ્છ અક્ષરે ઝડપથી લખવું અને બેલકુલ ભૂલ કર્યા વિના સત્વર હીસાબ ગણી આપવા–એ, અધ્યયેન અને વ્યવહારની ખાસ જરૂરીઆતની વસ્તુઓ છે. આ ત્રણમાંની For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભ્યાસને હેતુ, - ૫૪ એક પણ વસ્તુને અભાવ માણસને વિષમ અવસ્થામાં આણુ મુકે છે પણ જો એણે એ ત્રણ વસ્તુમાં પૂર્ણ પ્રવીણતા પ્રાપ્ત કરી હોય છે, તે પછી તેને તેની પોતાની બીજી ખામીઓ અવકાશને વખતે દૂર કરવાનું બની શકે છે. નિશાળે કે એથી ઉચ્ચતર ગણાતી કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ જન સમાજમાં પોતે ભળીને ભાગ લઈ શકે તેવી રીતે તેમણે દેશ વિદેશના સમાચાર જાણવા જોઈએ અને તે તેઓ એપાની–ન્યુસન પેપર દ્વારા જાણે છે. પણ જે અશિક્ષિત વર્ગ છે તેમની વાતે નિરતર બાળકોના ખેલ જેવી અર્થ વિનાની હેય છે અને એમને આનનદ એ તે જાણે તદ્દન પશુવૃત્તિજ હેયની એ છે; પણ જે પિતે બહુજ્ઞ કે બહુશ્રુત હોય છે તેને આનન્દનાં અતિ ઘણાં સાધન છેઃ દુનીઆના સર્વ ભાગોપર બનતા નવનવા અગત્યના બના–તીવ્ર બુદ્ધિએ કરેલી અભિનવ શોધે, વિદ્વાન અને સાક્ષર જનોની કૃતિઓ, લેખો–એ સર્વ એના અતિ હિતકર લાભ છે. ૨ માનસિક શિક્ષણ—આપણે શારીરિક મહારાજયમાં જાણે જૂદા જૂદા સભાસદે ( Sauncillors ) હોય તેમ ભિન્નભિન્ન અંગે-અવધે છે; એ સર્વ યથાયોગ્ય ઉદ્યમ કે વ્યાપાર વડે પ્રબળદ્રઢ કરી શકાય છે. હાથ, પગ, છાતી, સ્નાયુ વગેરેને બલિષ્ટ કરવા જૂદી જૂદી કસરત છે. ત્યારે આપણા મનને પણ શરીરને ગણી વ્યા તેવા જૂદા જૂદા અધિકારવાળા ( વિચારણ, સ્મરણ શક્તિ વિગેરે) અવયવો છે, તો તેમને પણ શા માટે એમના જેમ પિષીને વિકવર ન કરવા ? એઓને પણ તેમની સમાનજ વિકાસ થે જોઈએ. કેળવણી એ શબ્દજ “કેળવવાનું કહે છે, તે મનને પણ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ આમાનંદ પ્રકાશ, etortester tertentu tertenties tertenties tentetstestest startertentes tertentantes en el destinat contain ભિન્ન ભિન્ન વિષયથી કેળવવું જોઈએ, કે જેથી તે અતિ સાવધ અતિચંચળ અને અતિ બળવાન થાય. વળી તે સત્વર દૂરદશી, એક દમ ગ્રહણ શક્તિ–તીમતિવાળું, સદસદ્ધિક સમજનારું, રહેલું દઢતાથી પાલન કરનારૂં, વિસ્મૃતને શીધ્ર સ્મૃતિપથમાં લાવનારૂં, યથાશ્રત નિવેદન કરનારું, તુલના શક્તિમાં ચતુર, યેજના શક્તિ માં પ્રવીણ, ઉપાયને વિષે તત્પર અને એ સર્વે ઊપરાંત વ્યવસ્થિત, સમતેલ અવિધી અને કાર્ય સાધક બને એવું થવું જોઈએ. આ બધું માનસિક શિક્ષણથી જ બને છે. માનસિક શિક્ષણના આવાઆવા ફાયદા છે. - શિક્ષણના સમ્બ ધમાં એના જે બે હેતુઓ ઉપર ગણાવ્યા તેનો સંક્ષેપથી ફક્ત બે શબ્દમાં જ સમાવેશ થઈ જાય. (૧) અધ્યા પન અથવા ઉપદેશ કે બેધ. (૨) સંકરણ કે સંસ્કાર અથવા કેળવણી. આ બેઉને વારંવાર લેકે એકજ અર્થમાં વાપરે છે, પણ એમાં મોટે તફાવત છે. “અધ્યાપન' એટલે અભ્યાસ કરાવે, શીખવવું. સંકરણ એટલે ઉચતિ અનુષ્ઠાન વડે માનસિક શક્તિને પ્રબળ કરવા રૂપ સંસ્કાર આપવા. અભ્યાસથી અમુક હદ સુધીનું જ્ઞાન અને કંઈક કંઈક બુદ્ધિ કૌશલ્ય પ્રાપ્ત થાય છે, પણ કેળવણી કે સંસ્કારથી આતર શક્તિઓ એવી રીતે કેળવાય છે કે તેથી જ્ઞ ન સંપાદન થવા ઉપરાંત બુદ્ધિ પણ વ્યવહારચિત થાય છે. અભ્યાસથી આપણે કંઈક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, સંસ્કાર કે કેળણીથી આપણે એ ભણતરના યથાયોગ્ય ઉપગ કરતાં શીખીએ છીએ ભણતર છે તે આપણા જીવનની અમુક અમુક રિથતિને પહોંચી વળવાને આપણને સાધને પુરાં પાડે છે, અને કોઈ અમુક વ્યવહાવ્યાપારને અર્થે આપણને ગ્યતા બક્ષે છે, ત્યારે કેળવણી આપ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવાળી પર્વ ૫ kter tertentuan tetszetestere treatestar tertenties teritüntetett testretes tente tratare testeretes se ણને સર્વ પ્રકારના વ્યવહાર અને સર્વ જાતની સ્થીતિને બંધ બેસતા આવે તેવા સર્વ માન્ય નિયમો અપે છે. કેળવણી અને શિક્ષણ ઉભય એકજ પદ્ધતિના અવયવ હેઈ સમવાય સંબંધથી જોડાયેલા છે, પણ શિક્ષણ એ કેળવણીની માત્ર એક શાખાગૌણ શાખા છે. - ભિન્ન ભિન્ન મનુષ્યનાં શરીર જેમ વિવિધ પ્રકારનાં હોય છે તેમ મન પણ અનેક જાતના હોય છે. કેટલાએક સ્વભાવતઃ નિર્બળ બાંધાના હોય છે તેમને જે વિવેક પૂર્વક શિક્ષણ આપવામાં આવે તે તેઓ નિઃસંશય બળવત્તર થાય છે કે એક એવી જગ્યતાવાળા મજબુત બાંધાવાળાને તે એ ન પહોંચી શકે તે પણ ઉત્તમ પ્રકારની યોજનાવાળી કેળવણી સર્વ વ્યકિતને સર્વથા અને સત્ર લાભદાયક થઈ પડે છે. તંત્રી, દીવાળી પર્વ. માલિની. ભવિક તમ' વિદાર, જ્ઞાનદીપે પ્રકાશે, પરહરી ભવ આધિ, વ્યાધિને જે વિકાશે વિનય ધરી નમે છે, જેને દેવ સર્વે, જિનવર સુખ આપે તેહ દિવાળી પર્વે. (આનંદા ને પ્રસન્નાનો સંવાદ.) ગગનમણિ સૂર્ય પોતાના કિરણોથી નભોમંડળને અલંકૃત કરી રહ્યા હતા. પ્રભાત વાયુ રવિવિકાશી કમલની સુગંધ ચારે ૧ અજ્ઞાન રૂ૫ અંધકાર. ૨ દૂર કરીને. ૩ મનની પીડા, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પર www.kobatirth.org م આત્માનંદ પ્રકાશ તરફ પ્રસારતા હતા. તેવા મનહર સમયે આનંદા શ્રીજિનપૂ કરી, ઉત્તમ ભાવનાથી પ્રભુના રતનતું મધુર ગાન કરી, અને સ્રીવેદની કનિષ્ટ કર્યું પ્રકૃતિને નિર્બલતા આવી ચૈત્યદ્વાર આગલ ઉભી રહી હતી. તે સમયે પ્રસન્ન મુખ વાળી પ્રસન્ના પણ પ્રભુના દર્શન કરીને બહાર આવતી હતી તે આનંદાની દ્રષ્ટિએ પડી, ઉપકારી આનદાને મળવાથી પ્રસન્નાનું હ્રદય અતિશય પ્રસન્ન થયુ. તે વિનયથી ખેાલીદ્વૈત આનંદા, પ્રત્યેક દ્વિવસે તમારા સહવાસ મને ધર્મ વૃદ્ધિતું કારણુ થઇ પડે છે. પર્યુષણ પર્વનું માહાત્મ્ય અને તે પર્વમાં કરવા ચાગ્ય કર્ત્તવ્ય તમારી પાસેથી જાણવાથી મને ઘણા લાભ થયા છે. જ્યારથી તમે ગુરૂના વ્યાખ્યાને સાંભલવા મને સૂચના કરી છે, ત્યારથી હું એકાગ્ર ચિત્તે તેમ કરવાને પ્રવ ત્તુછુ. પ્રિયમ્હેન, મને વ્યાખ્યાન સાંભળવામાં ધણેા રસ આવેછે. કાઇ કાઇ વાર તેા શરીર ઉપર રામદ્ગમ પણ થઇ આવે છે. આના સાનંદા થઈ માલી-હેન પ્રસન્ના, તમારૂ ધાર્મિક અને સ ંસ્કારવાળુ હૃદય જોઈનેજ મને કહેવાની હેશ થાય છે. તમારા ભવિક આત્મા ઉંચી ગતિના અધિકારી છે, એમ મને ખાત્રી થાય છે. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે, જે ભવિક જીવ હાય તેજ ધર્મ દેશનાના અધિકારી છે. ભવિક પ્રાણીને ધર્મ કથા પ્રીતિ ઉત્ત્પન્ન કરે છે. ભવિકતુ જીવન ઉત્તમ ગતિ સંપાદન કરવા સ ંપૂર્ણ રીતે ચેાગ્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિયજ્જૈન પ્રસન્ના, આજે તને ઘણે દિવસે જોવામાં આવ્યાં તેનુ શું કારણ છે ? જો કહી શકાય તેવુ' હાય તા કહેા. પ્રસન્ના આનંદ પૂર્વક બેલી-ઉપકારી હેન, આજકાલ દિવાળીના તહેવારો નજીક આવતા જાય છે, તેથી અનેક જાતના ગૃહ કાર્યમાં હું ગુથાઈ રહ્યું For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવાળી પર્વ. છું. ગૃહની સર્વ સામગ્રી સુધારવી, આભૂષણે ધવરાવવા અને નવીન વની યોજના કરવી. ઈત્યાદિ અનેક કાર્યને ભાર મારે શિર પડે છે. તે સાથે વિવિધ જાતના પકવાને બનાવવાને માટે જુદી જુદી સામગ્રી કરવી પડે છે. આવી આવી દિવાળી પર્વની તૈયારીમાં હું ગુંથાઈ પડી છું, તેથી હમણું તો દેરાસર કે ઉપાશ્રયમાં આવવાને વખત બીલકુલ મળતો નથી. ગુરૂના મુખની વાણી સાંભળવાની ઈચ્છા ઘણી થાય, પણ શું કરું, સાંસારિક કાર્યની વ્યગ્રતામાં હું મેહમગ્ન થઈ આવી શકતી નથી. | આનંદ આશ્ચર્યથી બોલી–બહેન, આ શું બોલે છે ? ઉત્તમ કુલની શ્રાવિકાના મુખમાં આવા વચને શોભતા નથી. તમે સર્વ રીતે સુજ્ઞ છે. શ્રાવક કુલના અલંકાર રૂપ છે. દેવ, ગુરૂ અને ધર્મના આરાધક આમ શ્રાવિકા ધર્મના સંપૂર્ણ અધિકારી છે. તમારા જેવી કુલીન શ્રાવિકા જ્યારે દીવાળી પર્વનું માહાભ્ય, તે પર્વમાં કરવા યોગ્ય કર્તવ્ય અને પર્વને ઉચિત ધમેંકરણી જાણે નહીં તે પછી બીજાની વાત શું કરવી ? પ્રિય બહેન, અપશોષની વાત છે કે, ઘણાં કાળથી પ્રવર્તમાન એવા દીવાળી પર્વથી તમે અજ્ઞાત છે. વહાલી બહેન, તમે મારા નેહી છે, તેથી મારે તમને કહેવું પડે છે, આજકાલની જૈન અબલાઓ પરંપરાએ શ્રાવક કુલની બાલિકા હોય અને વિવાહ પછી પણ શ્રાવક ગૃહસ્થની કુળવધૂ થયેલી હોય તથાપિ અજ્ઞાનતાને લીધે તેઓ પર્વના ખરા કર્તવ્યથી વિમુખ રહે છે. આનંદાના આવા વચન સાંભળી પ્રસન્ના જરા મનમાં ક્ષોભ પામી ગઈ. પિતે શ્રાવિકા ધર્મથી હજુ અજ્ઞાત છે અને પર્વનું મહા ' રસ, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પટ www.kobatirth.org માત્માન પ્રકાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir testestet 忠忠 રમ્ય જાણતી નથી, એવું જાણી તેણી નિસ્તેજ વદને બેાલી-ઉપકારી હેન, કૃપા કરી આ અજ્ઞાન શ્રાવિકાના ઉડ્ડાર કરે. દીવાળી પર્વ શું છે? તે ક્યારથી શરૂં થયું? તેમાં શ્રાવકની ધર્મકરણી દેવી જોઇએ ? ઇત્યાદિ જે આપણા જૈન શાસ્ત્રમાં લખેલુ હોય તે મને સંક્ષેપમાં સમજાવેા. આનદા સ્મિત હાસ્ય કરી ખાલી-પ્રિયમ્હેન, તમારી ધામક જીજ્ઞાસા જોઇ મને હર્ષ થાયછે. દીવાળીપર્વ વિષે જે જે જાણવાનુ છે, તે એક ચિત્તે સાંભલો - આ ઢીવાળીપર્વ વિષે ઉજ્જયિની નગરીના સ’પ્રતિ રાજ એ સુહસ્તિસૂરિને પ્રશ્ન કર્યા હતા. એ મહાસમર્થ સરિરાજે પોતના પૂભવના શિષ્ય સ પ્રતિરાજાની આગલ આ મહાપર્વની સવિતર કથા કહેલી છે, જે આપણા શાસ્ત્રમાં પ્રખ્યાતછે. પ્રિયમ્હેન, એ કથા તમને વિસ્તારથી કાઈ પ્રસંગે જણાવીશ પણ જે જાણવા ચે.ગ્ય છે, તે સક્ષેપમાં કહું છું. જે તમે એટલુ તે જાણેાકેા કે, ચાવીશ તીર્થંકરામાં છેલ્લા તીર્થકર શ્રીમહાવીરસ્વામી પરમ કૃપાળુ ભગવંતનું શાસન અત્યારે ભારતવર્ષ ઉપર પ્રવતૅમાન છે. એ ભગવંતના જન્મ ભરતક્ષેત્રમાં આવેલા ક્ષત્રિયકુંડ ગામમાં સિદ્ધાર્થ રાજાને ઘેર થયેલો છે. For Private And Personal Use Only જ્યારે વીર પ્રભુની ઝ્રયાવીશ વર્ષની વય થઇ, ત્યારે તેમને માતપિતાના વિયેાગ થયા. માતા પિતાના મૃત્યુ પછી પ્રભુગ્રહવાસ ત્યાગ કરવા તત્પર થયા પણ તેમના જયેષ્ટ યુ નદિવર્ધનના મધુ આગ્રહથી તે બે વર્ષે વધારે ગૃહાવાસમાં રહ્યા હતા. ત્યાર પછી માગશર માસની કૃષ્ણ દશમીએ શ્રીવીરપ્રભુએ દીક્ષા લીધી હતી. દીક્ષા મહાસત્વમાં જ્યારે વીર પ્રભુ ચદ્રપ્રભા પાલખીમાં સી Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવાળી પર્વ. પ બાહર નીકલ્યા, તે વખતનું વર્ણન અલૈકિક હતું. તે વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે પછી ધર્મવીર વીરભગવંતે સાડાબાર વર્ષનું ઉગતપ કરી ભારતવર્ષની પ્રજાને આશ્ચર્ય પમાડી દીધી હતી. શૂલપાણિયક્ષ અને સંગમ દેવના ઉપસર્ગે સહન કરી તે મહાનુભાવે જૈન શાસનની મહત્તા આર્ય પ્રજાને દર્શાવી આપી હતી. અનુક્રમે ઘાતી કર્મનો ક્ષય થતાં વિશાખ માસની શુકલદશમીએ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. - પ્રિય ભગિની, એ મહોપકારી પ્રભુએ જે આહંતશાસનને ઉપકાર કર્યો છે, તે વર્ણવી શકાય તેવો નથી. ઈંદ્રભૂતિ વિગેરે અગીયાર ગણધરે થાપી શાસનની ઉન્નતિ દર્શાવી હતી. તે મહાશયના પરિવારમાં નવગચ્છ, ચૌદ હજાર સાધુઓ, છત્રીસ હજાર સાધ્વીઓ, એક લાખને ઓગણસાઠ હજાર શ્રાવકે અને ત્રણ લાખને અઢાર હજાર, શ્રાવિકાઓ થઈ છે, જેથી પરંપરાથી આપણે શ્રાવક કહેવાઈએ છીએ. હોલીબહેન, એ મહાશય તીર્થપતિ સતતવિહારી હતા. તેઓએ જુદે જુદે સ્થલે ચાતુર્માસ્ય કરી ભારતવર્ષની આર્ય પ્રજા ઉપર મેટો ઉપકાર કરેલ છે. જયારે છેલ્લુ ચાતુર્માસ્ય પાવાપુરીમાં હરિતપાલ રાજાની સાનિધ્યે કર્યું હતું, ત્યાં પોતાનું અલ્પ આયુષ્ય જાણું પ્રભુએ કહિતને માટે સોળ પહોર સુધી ધર્મદેશના આપી હતી. આ વખતે પુણ્યપાલ નામે એક રાજા ત્યાં આવી ચડયો, તેણે પોતે જોયેલા આઠ ચમત્કારી સ્વમનો વૃત્તાંત પ્રભુને નિવેદન કર્યો, જે ઉપરથી જ્ઞાની ભગવતે જૈનશાસનની ભવિષ્ય સ્થિતિ સૂચવી હતી. પ્રિયહેન, એ પ્રભુના ભવિષ્ય વચન આ પાંચમા આરામાં યથાર્થ થતાં જાય છે, For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનઃ પ્રકાશ testestestest testestestel intertestatate પ્રસંશા——ઉપકારી વ્હેન, તે આઠ સ્વપ્ના સ’ક્ષેપમાં કૃપા કરી જણાવશે. આનદા—હૈન પ્રસન્ના, જિજ્ઞાસા હોય તેા ધ્યાન દઇ સાંભલા પહેલા સ્વમમાં જીણે હસ્તિશાલામાં હસ્તીનુ દર્શન થયું હતું. બીજે સ્વપ્ન ચપલ વાનર જોયા હતા. ત્રીજે સ્વપ્ન કાંટાવાલુ ક્ષીર વૃક્ષ જોયુ હતુ. સાથે સ્વપ્ન ભરેલા સરોવરને છેડી અલ્પ જલમાં સ્નાન કરતા કાકપક્ષી જોયા હતા. પાંચમે સિહુના શબને દેખી દૂર રહેતા જાનવરને જોયા હતા. છઠે ઉકરડા ઉપર ઉગતા કમલને અવલોક્યુ હતુ. સાતમે ઉખર ક્ષેત્રમાં ખીજ વાવેલું જોવામાં આવ્યુ, અને આઠમે સ્વપ્ને સુવર્ણના કુ ંભને મલિન ખને ભગ્ન થયેલા જોયા હતા. પ્રિયમ્હેન, એ આઠ સ્વમના ભાવાર્થ દયાળુ પ્રભુએ વિસ્તારથી કહી સભલાન્યા હતા. જે તમને પ્રસ ંગે વિસ્તારથી કહી સ ંભલાવીશ. સક્ષેપમાં એટલુ કહેવાતુ કે, તે આઠ સ્વમના અનુભવ ઉપરથી આ પાંચમા આરાની ભવિષ્ય સ્થિતિનુ ખ્યાન પ્રભુએ યથાર્થ રીતે કહી સંભલાવ્યુ‘ છે, અને તે પ્રમાણે હાલમાં પ્રવર્ત્તન પણ થતું આવે છે. પ્રથમના એ સ્વમ ઉપરથી એ મહાશય વીરપરમાત્માએ જૈન સુનિઆની ભવિષ્યની સ્થિતિ વિષે સૂચવેલું છે. જીર્ણ હસ્તિથાલા સમાન અતિ દુઃખદાયક ગૃહસ્થાવાસમાં પીડા પામનારા પામર લોકો તેમાંથી નીકળી દીક્ષા લેવા ઉત્સુક થશે નહીં. કઢિ ઉત્સુક થઈ તેમાંથી ખાહેર નીકલશે તેા પાછા તે તેમાંજ પડવાને તૈયાર થશે. મહાવત રૂપ નવીનશાલામાંથી ભ્રષ્ટ થઇ તે ગૃહસ્થાવાસની જીર્ણ શાલામાં પાછા દાખલ થશે અને વાનરોની જેમ ચપલતા ધરનારા શિથિલ પરિણામી બકુલ કુશીલ યતીએ થશે. ત્રીજું અને ચાથુ સ્વમ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દીવાળી પર્વ. Acharya Shri Kailassagarsuri Gyanmandir r જૈન મુનિની તેમજ શ્રાવકાની ભવિષ્ય સ્થિતિને લાગુ પડતુ છે. પાખડીઓ–મિથ્યાત્વીએાના ધામઁક આડ ંબરમાં માહ પામનારા શ્રલંકાને તે યથાર્થ લાગુ પડે છે. તે શિવાયના સ્વપ્ને પણ યતિ અને ગૃહસ્થાના વિપરીત આચારને સૂચવનારા છે. પ્રિયમ્હેન, તમે ઢીલાળીપર્વના ખરા હેતુ સમજીને ચેષ્ય પ્રવૃત્તિ કરતા નથી, તે અનુચિત છે, જ્યારે તમારા જેવી કુલીન શ્રાવિકા અજ્ઞાનરૂ પી માહમાં મગ્ન થઈ આ પર્વનું મહાત્મ્ય સમજે નહીં તેા પછી શ્રાવિકાભાસ શ્રાવિકાઆની તા શી વાત કરવી ? એ ભવિષ્ય સૂચક સ્વમના પ્રભાવનું પ્રથમ કારણ તમેજ થાએ છે. પાંચમા આરાના પ્રવતૅનનુ પ્રથમ ઉદાહરણ તમારા જેવી શુદ્ધ શ્રાવિકા થાય, એ કેવા ખેદની વાત તમારે હૃદયથી વિચાર કરવા જોઇએ કે, “હુ જૈનથ્થુ, હું ત્રીરાસનની પ્રભાવક શ્રાવિકા છુ, વર્ષનાં પ્રત્યેક પર્વ મારે જૈન શાસ્ર પ્રમાણે આરાધ્ય છે. ' શુદ્ધ ભાવથી આવે વિચાર કરી તમારે પ્રશ્નતેંવુ જોઇએ. કઢિ અજ્ઞાત હૈ। તે કાઇ ગુરૂ મહારાજના મુખથી દે સુબુદ્ધ શ્રાવકના મુખથી તમારે પર્વની હકીકત જાણવી જોઈએ. પ્રિય સ્હેન, દીવાળીના તહેવારની ઉત્પત્તિનું મૂળ કારણ શ્રી વીરપરમાત્માના નિર્વાણાત્સવ છે. ' ' For Private And Personal Use Only પ્રસન્ના નંદાનાં ચરણમાં નમી પડી અને અલિ જોડી ખેલી—ઉપકારી વ્હેન, આજ દિન સુધી હું દીવાળી પર્વને જૈન પર્વ તરીકે જરાપણ જાણતી ન હતી. હું અજ્ઞાન રૂપી મહાસાગરમાં મગ્ન છું. પણ શ્રી વીરપ્રભુએ પુણ્યપાલ રાજાના આઠ સ્વમનું વર્ણન કરી પછી શું કહ્યું તે કૃપા કરીને કહે.. આનંદા બેલી—જિજ્ઞાસુ હેન, તેવમતુ નિષ્ય વૃત્તાંત Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાનંદ પ્રકાશ હs & &&& &star કહેતાં તેની અંદર પૃથ્વીપુરનગરના પૂર્ણ રાજા અને સુબુદ્ધિ નામે તેના મંત્રીનું એક ચમત્કારી દ્રષ્ટાંત કહી સંભળાવ્યું, જેમાં ઘેલા થઈ ગયેલા લેકની ઘણી ગમ્મત દર્શાવી છે. તે પછી પ્રભુએ ભવિ. ધ્યમાં થનારા જૈન આચાર્યો અને જૈન રાજાઓની વર્ષ સંખ્યા પ્રમાણે ભવિષ્ય રથતિ કહી સંભળાવી હતી. જેમાં આપણા શાસનની રિથતિ વિષે ઘણું સારું અજવાળું પાડેલું છે. પ્રસન્નાએ શંકા કરી પુછયુ, બહેન, જો તે પ્રમાણે પાંચ આસમાં પ્રવર્તન ચાલશે તો પછી આપણા ધર્મને ઉછેદ થઈ જશે. તે પછી ભારતવર્ષ ઉપર જૈન એવું નામ પણ નહીં રહે. કહે બહેન, તેનું શું ? આનંદા–પ્રિય બહેન, એવું માનશે નહીં. આહંત ધર્મ શાશ્વતે. છે. શ્રી વીર પ્રભુએ તે પ્રસંગે જણાવ્યું છે કે, વિક્રમ સંવતના છે હજારને ત્રીશ વર્ષ પછી જૈન ધર્મની પાછી ઉન્નતિ થશે. જૈન મુનિ એની પૂજા પ્રભાવનાને ઉઘાત થશે. પાખંડી લિંગીઓને પ્રતાપ - હઠી જાશે. મિથ્યાત્વનું મહાબલ નિર્બલ થઈ જશે. શાસનની અવનતિને કરનારે. ભમરાહ ઉતરવાથી જરા આરાધન કરવા વડે દેવતાઓ પ્રગટ થશે. જૈન વિદ્યા, મંત્ર, તંત્ર અને યંત્રના પ્રભાવ પ્રદીપ્ત થશે. પ્રિય બહેન તે વિષે નિઃશંક રહેજે. વલી. શ્રી વિરપ્રભુએ પિતાને મુખ્ય ગણધર ગતમ મહાશયને પોતાની પછવાડે દુર્ગતિ અને સદ્ગતિ પ્રાપ્ત કરનારા આચાર્ય તથા સૂરિની પણ બરાબર સંખ્યા સૂચવેલી છે, જે હું તમને બીજે પ્રસંગે જણાવીશ. | જિજ્ઞાસુ ભગિની, દીવાલી પર્વના વ્યાખ્યાનમાં પાંચમા આરાની, રિથતિનું બીજું જે ખ્યાન આપેલું છે, તે સાંભળતા ત્રાસ છુટે તેવું For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવાળી પર્વ. છે. આપણી સ્ત્રી જાત કેવી અધમ દશા ભેગાવશે અને લોકે કેવી નિર્બલ અધમ અને અકૃત્ય કરનારા થશે તે પણ સાંભળતાં કંપાયમાન થાય તેવું છે. પ્રિયબહેન, શ્રી વીરપ્રભુએ ઉત્સાર્પણ અને અવસાપણી મળી વીશ કેડીકેડી સાગરોપમનું કાલચક્ર એવા અનંત કાલચક્ર આ ભરતક્ષેત્રમાં થયેલા છે અને થશે—એમ દર્શાવી, શ્રોતાઓને ચકિત કરી દીધા હતા. એ કૃપાલુ મહાશય જયારે કાલચક્રનું વર્ણન કરતા હતા, તેવામાં એ મહાશયના જાણવામાં આવ્યું કે, હવે આ શરીરના આયુષ્ય કર્મનો અંત અલ્પ સમયમાંજ થવાના છે. આ ખબર જ હું મારા અનન્ય ભકત ગૌતમને કહીશ તે તેને ધર્મરામ ને લઈ મનમાં ક્ષોભ થશે. એ પરમ ગુરૂભકતના હૃદયમાં મારા વિયેગનો આધાત થશે–આવું ચિંતવી મહાનુભાવ ભગવતે પોતાના પ્રિય ગણધર ગામને બોલાવી નીચે પ્રમાણે કહ્યું. ( ભદ્ર ગૌતમ, તમારા જેવા પ્રબુદ્ધ મુનિને કરવા ગ્ય એક ખરેખરા ઊપકારનું કાર્ય છે. તમે પરમ ગુરૂભક્ત છે, મારી આજ્ઞા પ્રમાણે દઢતાથી વ તેનારા તમે એકજ મહાનુભાવ શિષ્ય છે અહિં નજીક એક ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહે છે. તેને જીવ ભવિ છે. જો કોઈ તેને પ્રતિબોધ આપે છે તેનું સત્વર કલ્યાણ થાય તેમ છે. તે ભદ્રપ્રકૃતિ વિપ્ર તમારા જેવા પ્રબુદ્ધ મુનિના પ્રતિબંધને ચોગ્ય છે. શ્રીવીર પ્રભુના આવા વચન સાંભળી ગૌતમ ખુશી થયા. પોતાના પ્રભાવિક ગુરૂની આજ્ઞા માન્ય કરી તત્કાળ ત્યાં ગયા અને તે ભદ્રિકાત્મા દેવશર્મા બ્રાહ્મણને તેમણે પ્રતિબંધ આવે. વહાલી બેન, ગૌતમ સ્વામી ગયા પછી શ્રીવીર ભગવંત મેહે For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માના પ્રકાશ તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આધીન માસની અમાવાસ્યાને દિવસે પર્યકાસન કરી બેઠા. તે સમયે ચંદ્ર નામે સંવત્સર, પ્રીતિવદ્ધને નામે માસ, નંદિવર્દન નામે પક્ષ, ઉપશમ નામે દિવસ, દેવાનંદા નામે રાત્રિ, સવયંસિદ્ધ નામે મુહૂર્ત, અને નાગ નામે કરણ આવેલ હતા. રાત્રિના પાછલા ભાગે ચાર ઘડી રાત્રિ અવશેષ રહેતા પ્રભુના નિર્વાણને સમય આવ્યે. પ્રિયબહેન, તે પવિત્ર દિવસ તેજ આ ભારતવર્ષની દીપિન્સવીને દિવસ છે. પ્રભુના નિર્વાણ કલ્યાણથી અલંકૃત એ મહાપર્વ વિશ્વને માન્ય થયેલું છે. તે પર્વને પવિત્ર જૈને એ કેમ પ્રસાર કરવો જોઇએતે વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. કાળે કરીને વિવિધ મિથ્યાત્વમાં આક્રાંત થયેલી ભારતવર્ષની પ્રજા તેને જુદા જુદા પ્રકારે ઉજવે છે, તથાપિ તેમના ઉદ્દેશ શિવાય બધી ક્રિયાઓનું તે અનુકરણ કરે છે. પ્રિયબહેન પ્રસન્ના, જગન્યૂજ્ય અને જગદગુરૂ શ્રી વીરપ્રભુએ નિવાર્ણ સમયની પહેલાં ઇંદ્રની સાનિધ્ય પાપફળવિપાકના પંચાવન અધ્યચન પુછયા વિના કહેલા તે અપૃષ્ઠવ્યાકરણના નામથી ઓખા છે. મરૂદેવા માતાનું પ્રધાન નામે અધ્યયન પ્રરૂપતાં તેમને કાળ ધર્મ નજીક આવે એટલે અંતર્મુહૂર્તનું શૈલેશીકરણ કરી, ત્રણગ રૂંધી પ્રધાન અધ્યયન ભાવતાં શુકલ ધ્યાનને એથે પાયે પાંચ હd અક્ષરની સ્થિતિ વાળું ચદમું અગી ગુણ સ્થાન પ્રાપ્ત કરી એ કૃપાળુ ભગવંત આ ભારતવર્ષને છોડી નેક્ષરૂપ મહેલમાં પધાર્યા હતા. તે અમાવાસ્યાને દિવસ કે જે દીપત્સવીના પર્વરૂપ હતા, તે દિવસે અઢાર કોશલના અધિપતિ પ્રભુને વાંદવા આવ્યા તે પિસહ, ઉપવાસ કરી રહ્યા હતા. તેઓએ ભગવંતનું નિર્વાણ સાંભળી વિચાર્યું For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવાળી પર્વ traste testere tre tester foretretention to return the treatest test testostertrete tratatututres કે ભાવ ઉઘાત તો ચાલ્યો ગયો માટે આપણે હવે દીપકનો દ્રવ્ય ઉદ્યાત કરી આત્માને આશ્વાસન આપવું. આવું વિચારી અનેક સ્થળે દીપકની શ્રેણીઓ પ્રજવલિત કરી દીધી. ભગવંતને નિર્વાણ મહોત્સવ - કરવા માટે આકાશ માર્ગે ગમનાગમન કરતાં દેવ દેવીઓના - તિથી તે ઉધોતમાં વધારો થયે. દેવતાઓ “કેat એમ ધ્વનિ કરવા લાગ્યા, તે સાંભલી અને જોઈ ભારતવર્ષના લકાએ દીવાના મેરઇયા કરવાનું પ્રવર્તાવ્યું જે અદ્યાપિ તકોમાં પ્રવ છે તેમ વળી વિધને ઉપદ્રવ કરનારા ભમરોહના ફળને થાત કરવા પણ તે મેરઈયાની પ્રવૃત્તિ છે. પ્રસન્ના-ઉપકારી બહેન, શ્રી વીર ભગવંતે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ આપવા મોકલેલા શ્રી ગૌતમ મુનિનું શું થયું તે કૃપા કરી કહે. આનંદા–હાલી બેન, દેવતાઓના મુખથી પ્રભુના નિવાંણની વાર્તા સાંભલી ગુરૂભક્ત ગૌતમને ચિંતા થઈ પડી. તે મહાભાએ વિચાર્યું કે, કૃપાળુ ભગવતે મને અંત સમયે કેમ દૂર કર્યો હશે ? પ્રભુ વીતરાગ છે, તે ખરેખર મારી ઉપર વીતરાગ થયા. એ સિદ્ધાર્થનો પુત્ર મારી ઉપર પ્રેમ કેમ રાખે ? આ જગતમાં કોઈ કેઈનું નથી. અરે ચેતન, તું મેહદશા ધરીશ નહીં તારી જે દશા છે, તેનું સ્મરણ કર. આ પ્રમાણે ભાવના ભાવતા ગૌતમ સ્વામી નિર્મોહ થઈ ગયા. ઘાતી કર્મના પટલ દૂર થઈ જવાથી તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. - પ્રિય બહેન, તે કેવલજ્ઞાનને દિવસ પણ તેજ હતો. બીજે પ્રતિપદાને દિવસે ઇ આવી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનને મહેસવ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખાખાન પ્રકાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir stestestetesterton testestest testetest bet કી, તેની છાયા ભારતવર્ષની પ્રજામાં પ્રવત્તી, તેથી તે પ્રતિપદાના દિવસ પણ મહા પર્વ તરીકે અદ્યાપિ પૂજાય છે. અહિં ચતુર કવિષે! અનેક જાતની ઉત્પ્રેક્ષા કરે છે. શ્રી ગાતમસ્વામીએ પરાભવ કરે મેહરૂપ ચાર તે દિવસે લેાકાના ઘરમાં પેસવા લાગ્યા, તેને ખાઉંર કાઢવાને સ્રીએ સુપડુ ફૂટતી હૈાય તેમ લાગે છે—તે પ્રવૃત્તિ અધા પે ભારત પ્રજામાં દેખાય છે, પ્રિયમ્હેન, શ્રી વીરપ્રભુના જ્યેષ્ટબધુ ન દિવ ૢને પ્રભુના નિવાગ્રંથી શાકાકુલ થઈ પ્રતિપદાને દિવસે ઉપવાસ કર્યેા હતા, તેને કારકિ શુદ્ર ખીજને દિવસે તેમની ખેત સુદર્શનાએ પેાતાને ઘેર બેલાવી પ્રકારના આહાર જમાડી પ્રતિબેાધ આપી શાક રહિત કર્યા હતા, તે દિવસથી લેાકેામાં ભાઇબીજનુ પર્વ પ્રવર્ત્તલુ છે. પ્રિયમ્હેન, હવે સમજ્યાં હોા કે દીવાલી પર્વે એ ખરેખરૂ જન પર્વછે. જો કે લોક રૂઢીથી તે સર્વ કામેાના પર્વ દિવસ થઈ પડચાછે માટે તમારા જેવી કુલીન શ્રાવિકાએએ તે પર્વનું મહાત્મ્ય સમજીવિચારી કાલી ચાદશની રાત્રે ઉતાર મૂકવા આદિની મહા મિથ્યાત્ય દાખવનારી પ્રવૃત્તિથી દૂરજ રહેવું. મ્હેન, આ પર્વ આપણી શ્રાવક વર્ગને માન્ય છે, તેમાં આપણું ખરૂ કતૅબ્ય શું છે તે તમે એકામચિત્ત શ્રવણુ કરશે. ચતુર્દશી અને ઢીપોત્સવની અમાવાસ્યા એ બેઉ દિવસ બને તા ઊપવાસ કરી પ્રભુની આ પ્રકારી પૂજા કરવી જોઇએ. તેનાં પચાર હજાર પુષ્પાથી જ્ઞાનની આરાધના કરવાની છે. આ મહા પર્વને દિવસે ચાવીશ જિતના પંટ્ટની આગલ પ્રત્યેક જિનને ઉદ્દેશી પચાસ હજાર અક્ષત ગણતાં બાર લાખ અક્ષત એકત્ર થાય તે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવાળી પર્વ Interested to the tanto tem testetistes et entretete te testen tartott tone tester toe beste ઉપર દીપક મુકી આપણા પરમ પૂજય શ્રી ગૌતમસ્વામીનું આરાધન કરવું જોઈએ, તેમને સુવર્ણના કમલ ઉપર સ્થાપી તેમનું ધ્યાન કરવું જોઈએ. વળી નંદીશ્વર તપ આરંભવાને પણ તે પવિત્ર દિવસ છે. નંદીશ્વર પટ્ટની પૂજા કરી ઉપવાસ કરવામાં આવે છે, એમ પ્રત્યેક દીપોત્સવીએ કરતાં સાત વર્ષ સુધી કરી તે દિવસે તે મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકનું ઉજમણું કરવામાં આવે છે તે નંદીશ્વર દ્વીપ કે જે બાવન જિનનો સ્થાન રૂપ છે, તે પટ્ટ આગલા સાક્ષાત. હવણ કરી નૈવેદ્ય ધરવામાં આવે છે. તેમાં પકવાન, મીઠાઈ નારંગી, નંબર, બીજોરા, સોપારી, શ્રીફલ, શેલડી અને કદલીલ તે પ્રત્યેક બાવન બાવન લઈ અપેણ કરવાં તથા બાવન જાતિનાં પુષ્પ અને વસ્ત્રાભરણ સમર્પિત કરવાં. આ નંદીશ્વર તપ કહેવાય છે. તે આ દીવાલી પર્વમાં ન બને તે બીજા દિવસોમાં પણ થાય છે.. - પ્રિયાબેન, આ મહાપર્વની આરાધના ઉપર પ્રમાણે કરવી જોઈએ. થશભા, નવીન વસ્ત્રાભરણ અને ઉત્તમ ભોગ્ય પદાર્થોનું સેવન કરવાનો તેમજ પરસ્પર કુશલતા પુછવાને જે પ્રવાહ. જગતમાં ચાલેં છે, તે ઉપર ઉજજયિની નગરીના ધર્મ રાજના પ્રધાન નમુચિની રસિક કથા છે, તે હું તમને કોઈ પ્રસંગે વિસ્તારથી કહીશ. પ્રિય, હેન, તમે હવેથી કોઈ જાતની મિથ્યા પ્રવૃત્તિ કરશો નહીં, મન, વચન અને કાયાથી શુદ્ધ થઈ આ ઉત્તમ પર્વની આરાધના કરજે. જેના સર્વોત્તમ શાસન ની શીતલ છાયા નીચે રહી આપણે આપણા આત્માને સગતિ આપી શકીએ છીએ તેવા પરોપકારી શ્રી વીર ભગવંતને આ નિર્વાણ દિવસ છે. ભારતવર્ષની જત પ્રજા તેના પવિત્ર શાસનની સર્વદ આભારી છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માન પ્રકાર, Artertestarter to the testiration testis tertentant totestes totestates the testere testosteretete આનંદાના આવા વચન સાંભલી પ્રસન્ના ઘણજ હર્ષ પામી. તેના રમણીય મુખચંદ્ર ઉપર સારી ભાવનાના કારણે કુરણાયમાન થઇ ગયા. તે રોમાંચિત શરીરે આનંદાના ચરણોમાં નમી. પછી તેનાથી જૂદી પડી ત્યાંથી ઉપાશ્રય પ્રત્યે ચાલી ત્યાં ગુરૂ મહારાજાની પાસે સર્વદા યથાશક્તિ દીવાલી પર્વની આરાધના કરવાને તેણીએ નિયમ ગ્રહણ કર્યો. હિતબોધ. હુંસાર શિક્ષા–સજન અને દુર્જન સ્વભાવ ); લેખક મુનિ ગુણરાગી કર્પર વિજય. “સજન મુખ અમૃત લવે, દુર્જન વિષની ખાણ” આ સિદ્ધાંત વાક્ય સૂત્ર રૂપ હોવાથી આદર્શ આરીસાની પેરે દિન પ્રતિ નજર આગળ રાખી રહેવાની જરૂર છે. તે વાક્યામૃતથી સજન અને દુર્જનનું સહજમાં ભાન થાય છે. વાક્ય-નિચળ એવો છે કે સજજન સ્વમુખથી જે વચન વદે છે તે અમૃતની જેવું મિષ્ટ અને હિતકર હોય છે તેથી તે સર્વ માન્ય હોઈ સહજ સર્વને આદરણીય થાય છે. પરંતુ દુર્જનનું વચન આથી તદ્દન વિરૂદ્ધજ હોય છે તેથી તે હલાહલ વિષની જેમ સર્વને પરિહરવા યોગ્ય થાય છે. દુર્જનના વિષમ વચને એવાં તે અત્યંત ખાટા, ખારા, કસાયેલાં, તિખાં ને કડુ હોય છે કે અન્યત્ર (બીજા જ વિષે) વપરાતાં છતાં અન્ય જનોને પણ ચિતરી ચઢે છે. દુર્જનના મુખ રૂપ કામઠાથી છૂટેલાં વિષમ વચન રૂપ બાણે એવા અમેઘ હેય છે કે તે સામાના મર્મને વિધ્યાં વિના રહેતાં જ નથી. ફક્ત ક્ષમા ફલક (ઢાલ) ને સદા આગળ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતબોધ. antes de frete beste restore testedetsetestosteste toate testeretten time to turn into the stretto ધરી રાખનાર સજજન પુરૂષ પરજ તે અસર કરી શકતાં નથી. માટે દુર્જનને દૂરથી જ દેઢ ગાઉને નમસ્કાર કરવો એગ્ય છે. દુર્જન ગમે તે વિદ્યાવાળો હોય તે પણ તે મણિધર–સર્ષની પેરે દૂરથીજ પરિહરવા ગ્ય છે. લગાર પણ વિશ્વાસ કરવા એગ્ય નથી જ. દુર્જન કદાપિ પણ સાચા ભાવથી સજજનોની સ્તુતિ કરી શકતા નથી. જાણે મોઢે સીલ માર્યું જ હોય તેમ તે મુખથી સજજનોના છતા ગુણોની. પણ પ્રશંસા કરવા જરાપણ સમર્થ થતો નથી. છતાં આશ્ચર્ય છે કેતે સંત પુરૂષો પર પણ અછતા આળ તો ચઢાવેજ છે, અવર્ણવાદ બલવા લગાર પણ ડર લાગતો નથી. પિશુન્ય (ચાડી ખાવાનું) તે તેને વ્યસન જ હોય છે. “મુખે મિઠ અને દિલમાં જૂઠો એ વાતને સિદ્ધ કરી આપવા પૂરે ચતુર હોય છે છતાં આશ્ચર્ય છે કે દુની-- આમાં એક તૃણખલા કરતાં પણ કિંમતમાં તુચ્છ ગણાય છે. આવાં આવાં દૂધમાં પૂરા જોવા જેવાં અનેક અપલક્ષણથી તે જગતના ફિટકારને વેગ્ય છે. છતાં તે સજજનને તો આશીર્વાદ રૂપ છે કેમકે તેવા જળ જેવા સ્વાભાવવાળા દુર્જન વડે સજજને પિતાના સજજન સ્વભાવને નિરંતર સુધારતા રહે છે, બગડવા દેતા જ નથી. પરંતુ અસંખ્ય દોષથી દૂષિત દુર્જને તીવ્ર સંક્લેશથી અશુભ કર્મને નિકાચિત બંધ કરી બાપડા દુરંત સંસારમાં રડવડે છે. ત્યાં તેમને કોઈ પણ ત્રાણ, શરણ કે આધાર નથી. આમ સમજી, કંઈક વિચારી, પરભવને ડર ધરી તેવી દુષ્ટ દુર્જનતાથી તદ્દન દૂર જ રહેવું અને શુભ અભ્યાસના બળે સજજનતા ધરતાં શિવું. અનેકાનેક સગુણોથી સંયુક્ત સજજનોને પ્રેમાળ રવભાવ કઈક અલૌકિક જ હોય છે. તેઓ સ્વમમાં પણ પરના દૂષણે બેલતા નથી. પિતામાં ગમે તેવા For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1190 www.kobatirth.org આત્માનંદ પ્રકારા Acharya Shri Kailassagarsuri Gyanmandir ' સદ્ગુણેા છતાં ગર્વ ધરતા નથી એટલું જ નહિ પણ પરમાં પરમાણુ જેવડા અલ્પ ગુણને મોટા મેરૂ જેવડા જખ્ખર લેખી પ્રમાદ ધારે છે. પેાતાના પવિત્ર મન વચન અને કાયાવડે કાટિ ગમે ઉપગારની વૃષ્ટિ કરી ત્રિભુવનને પ્રસન્ન કરે છે, છતાં પણ જેએ સદા આત્મ લઘુતા ભાવે છે, તેવા સત્પુરૂષાવડેજ આ પૃથ્વી રત્ન ગભૉ ' જેવા સાર્થક નામને ધારે છે. અરે! આવા સત્પુરૂષને જેમ જેમ આપત્તિ પડે છે તેમ તેમ તેઓ કાંચન (સુવર્ણ ) ના સ્વભાવને ધારે છે. અત ત્રિવિધ તાપ ચાગે કલુષતાને નહિ ધારતાં નિમૅળતાને પામે છે અથવા છેદન ભેદનાદિક યા તાડન તર્જનાર્દિક વિડંબના ચેાગે પણ વિકાર નહિ પામતાં સરસ સેલડીની પેરે સામાને સરસ શાંત–રસ અર્પે છે. તેમજ ગમે તેવી યાતના પીડા પગાડયા છતાં શ્રેષ્ટ સર્જના શીતળ ચંદનનુ જ અનુકરણ કરેછે. જેમ ચદન, પોતાના પીલનાર, છેતાર કે ધસનારને પણ સરસ સુગંધ તથા શીતલતા આપે છે.તેમ પેાતાની વિડંબના કરનાર પાપી પાતરા ઉપર પણ પરાપકાર કરવા સજ્જના ખનતાં સુધી ચકતા નથી. તેવા અધમાના પણ ઉદ્ઘાર કરવા તે અભિષે છે. એવા અધમેાદ્વારક સજ્રના સદા જયવંત ઢા ! વિનીત શિષ્યે એકદા ગુરૂ મહારાજ પ્રતિ અતિ નમ્રતાથી પ્રશ્ન પૂછ્યું કે હે પ્રભુ ! આ જગતમાં ચંદ્રમાના શીતળ કિરણાના સમુદાય જેવા પરમ શાંતિ--શીતળતાને અર્પવા સમર્થ કાણુ છે? ગુરૂ મહારાજાએ તત્કાળ પ્રસન્નતા પૂર્વક પુછેલા પ્રશ્નના ઉત્તર આપ્યા કે હે વત્સ ! સર્જન પુરૂષાજ તેવા છે. વળી શાસ્રમાં પણ કહ્યું છે કે~~~ दग्धं दग्धं पुनरपि पुनः कांचनं कांतवर्ण छिनं छिन्नं पुनरपि पुनः स्वादु चैवैकम् For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, && &&&&&&&& &&& && &&& && घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदनं चारुगंधं न प्राणांते प्रकृतिविकृतिर्जायते चोत्तमानाम् ॥ ભાવાર્થ એ છે કે–જેમ જેમ સેનાને તાવવામાં આવે તેમ તેમ તેને વાન વધતો જ જાય. જેમ જેમ શેલડીને છેદતા જાય તેમ તેમ તે વધારે સ્વાદિષ્ટ લાગે. જેમ જેમ સુખડને ઘસતા જાય તેમ તેમ તે મનોહર સુગંધ આપતી જ જાય તેમ ઉત્તમ (સજજન) પુરૂષોની પ્રાણાતે પણ ઉત્તમ પ્રકૃતિ બદલાય જ નહિ. આવી સજજનતા આદર્યો વિના કદાપિ પણ શ્રેય થવાનું નથી માટે દરેક શ્રેયાથી જનોએ એ અવશ્યાવશ્ય આદરવા યોગ્ય છે. સજજને સર્વ સાથે મૈત્રી રાખી શકે છે, જે કે સર્વ સુખનું મૂળ છે. સજજને સર્વ સદ્ગુણીમાંથી સહજે ગુણ ગ્રહણ કરી શકે છે, જે કે અનંત ગુણ પ્રાપ્તિનું મુખ્ય સાધન-વશીકરણ છે. સજજનો સદા કરૂણાદ્ર હોય છે, જેથી તેઓ સહજ પરોપકાર (પરમાર્થ સાધી શકે છે. અર્થાત્ યથાશક્તિ દુખી જનનાં દુઃખ દૂર કરવા તન મન અને ધનનો ભોગ આપી શકે છે. તેમજ તેવા પાપી નિહૂર પ્રાણીઓ ઉપર પણ કેશ નહિ ધરતાં ખરી ઉદાસીનતા પણ આવા સજજનજ ધારી શકે છે. આવી રીતે ટુંકાણમાં સજજન અને દુર્જનનો સ્વભાવ સમજી આત્માથી ભાઈઓ અને બહેનોએ પિતે સાક્ષાત્ સજજનતા આદરી અન્ય ભાઈઓ અને હેનોને દષ્ટાંત રૂપ થવા વિનંતિ છે તે સફળ થાઓ ! અને પરમ પવિત્ર જૈન શાસનની શોભામાં પ્રતિદિન વૃદ્ધિ થાઓ! તથાસ્તુ ! વર્તમાન સમાચાર. મુંબઈની યુનીવર્સીટી અને જનધર્મના પુસ્તકો થોડા વખત પહેલાં મહારાષ્ટ્રની જૈનસભાએ એક એવી મતલબની અરજી મુંબઇની યુનીવર્સીટીના રજીસ્ટ્રાર ઉપર મોકલી આપી છે કે-એ યુનીવર્સીટીની નીચે ચાલતી તમામ કલેજે માં For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મામાનંદ પ્રકાશ, stesterete tratamente testostesterte tatater tiste testaturetesti testestertentretieteetate અત્યારે સંસ્કૃત ભાષાના અભ્યાસીઓના ધોરણમાં જે પુસ્તકે મુકરર કરવામાં આવે છે તે બહુધા બ્રાહ્મણ ધર્મના અનુયાયી પંડિતોના રચેલા છે; છેક મેટીક્યુલેરાનની પરીક્ષાથી માંડીને એમ, એ. ની ઉચ્ચ ડીગ્રી સંપાદન કરવા ઇચ્છતા યુવાનને નાટક, કાવ્ય કોષ, ન્યાયના ગ્રંથે, અલંકારના પુસ્તકે અને છેવટ ફિલસીના તત્વો પણ એ વિદ્વાનોના પ્રરૂપેલા શીખવવામાં આવે છે; એને બલે હવેથી જેન આચાર્યના રચેલા એવાજ ન્યાયાદિના ગ્રંથ પણ શિક્ષણ ક્રમમાં ઉમેરવા. જેન આચાર્યોએ તેતે વિષય ઉપર જેજે પુસ્તકો રચ્યાં છે, વ્યાખ્યાને આપ્યાં છે તે કઈ રીતે બ્રાહ્મણ ઘર્મના પડિતોથી ઉતરતાં નથી બલકે ઘણું ઘણું વિષયોમાં તે જૈન આચાયાના રચેલા ગ્રંથ શ્રેષ્ઠ માલુમ પ્રયાછે. દાખલા તરીકે શ્રીમદ્ હેમચં. દ્રાચાર્યના લખેલા ગ્રંથો પૈકી ઘણા વિદ્વત્તાથી પૂર્ણ અને કે પણ મતવાળાઓને અવિરોધી ડેઈન સર્વ માન્ય જણાયાછે તો મુંબઇની યુનીવર્સીટીએ એવા આ ઉત્તમ ગ્રંથોના અભ્યાસને લાભ સંસ્કૃતના જિજ્ઞાસુઓને શામાટે ન આપવો એનું કંઈ વાસ્તવિક કારણ જણાતું નથી. વળી મદ્રાસની યુનીવસટીએ સુદ્ધાં આ જણાવ્યા તેવાં સંગીન કારણે વિચારી જૈન ધર્મના પુસ્તકો પોતાની કોલેજોના શિક્ષણકમમાં દાખલ કર્યો છે. " ઈત્યાદિ ઇત્યાદિ સંજોગોને ધ્યાનમાં લઈ આ અમારી અરજી પર સંપૂર્ણ લક્ષ આપી એને સેનેટના મંડળીમાં પસાર કરાવી જિનવર્ગને આભારી કરો. ) - મહારાષ્ટ્રની જૈન સભાને આ સ્તુતા પ્રયાસ સાંભળી અમે આપણે બી.એ., એલ. એલ. મી., વગેરે ડીગ્રી ધરાવનારા ગ્રેજ્યુએટેનું જે વગવાળું મંડળ કેન્ફરન્સના હેતુઓ પાર પાડવાને સહાતભૂત થવા માટે મી. ઠઠ્ઠા જેવા સાક્ષર નરરતના અધ્ય. ક્ષપણ નીચે ઉભું થયું છે તે મંડળને સવિનય ભલામણ કરીએ છીએ કે એમણે પણ આ બાબતમાં સમૃત થઈ પૂરતા પ્રયાસ કરવા જરૂરી છે, For Private And Personal Use Only