________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીવાળી પર્વ.
છું. ગૃહની સર્વ સામગ્રી સુધારવી, આભૂષણે ધવરાવવા અને નવીન વની યોજના કરવી. ઈત્યાદિ અનેક કાર્યને ભાર મારે શિર પડે છે. તે સાથે વિવિધ જાતના પકવાને બનાવવાને માટે જુદી જુદી સામગ્રી કરવી પડે છે. આવી આવી દિવાળી પર્વની તૈયારીમાં હું ગુંથાઈ પડી છું, તેથી હમણું તો દેરાસર કે ઉપાશ્રયમાં આવવાને વખત બીલકુલ મળતો નથી. ગુરૂના મુખની વાણી સાંભળવાની ઈચ્છા ઘણી થાય, પણ શું કરું, સાંસારિક કાર્યની વ્યગ્રતામાં હું મેહમગ્ન થઈ આવી શકતી નથી. | આનંદ આશ્ચર્યથી બોલી–બહેન, આ શું બોલે છે ? ઉત્તમ કુલની શ્રાવિકાના મુખમાં આવા વચને શોભતા નથી. તમે સર્વ રીતે સુજ્ઞ છે. શ્રાવક કુલના અલંકાર રૂપ છે. દેવ, ગુરૂ અને ધર્મના આરાધક આમ શ્રાવિકા ધર્મના સંપૂર્ણ અધિકારી છે. તમારા જેવી કુલીન શ્રાવિકા જ્યારે દીવાળી પર્વનું માહાભ્ય, તે પર્વમાં કરવા યોગ્ય કર્તવ્ય અને પર્વને ઉચિત ધમેંકરણી જાણે નહીં તે પછી બીજાની વાત શું કરવી ? પ્રિય બહેન, અપશોષની વાત છે કે, ઘણાં કાળથી પ્રવર્તમાન એવા દીવાળી પર્વથી તમે અજ્ઞાત છે. વહાલી બહેન, તમે મારા નેહી છે, તેથી મારે તમને કહેવું પડે છે, આજકાલની જૈન અબલાઓ પરંપરાએ શ્રાવક કુલની બાલિકા હોય અને વિવાહ પછી પણ શ્રાવક ગૃહસ્થની કુળવધૂ થયેલી હોય તથાપિ અજ્ઞાનતાને લીધે તેઓ પર્વના ખરા કર્તવ્યથી વિમુખ રહે છે.
આનંદાના આવા વચન સાંભળી પ્રસન્ના જરા મનમાં ક્ષોભ પામી ગઈ. પિતે શ્રાવિકા ધર્મથી હજુ અજ્ઞાત છે અને પર્વનું મહા
'
રસ,
For Private And Personal Use Only