________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
આત્માન પ્રકાશ,
निःस्टहीनी वाणी.
ટક. નથી કીર્તિ તણી કદિ આશ મને, નથી દ્રવ્ય તણી અભિલાષ મને, પ્રભુ એકજ આપ તું આજ મને અનધીન અનાશ્રિત માનસને. મમવૃત્તિ કદી નહિં વ્યગ્ર થજે, અભિમાન–કલંકિત ના બનજે, અતિજ્ઞાન તણે સહચારી પણે મુજ જીવન, એ પ્રભુ, શુદ્ધ બને. ૨ નહિં ઊણું કશું મુજ પ્રકૃતિને; કદિ હોય, ન–હેયજ તેહ બને કંઇ આશ સુખે મુજ પૂર્ણ કરે પ્રભુ; શેષ ઉગજ મોહજ છે. ૩ વિધિએ અરય સુખ મૂલ્ય વિના ગણું યુકત, કૃતજ્ઞ હું, મૂલ્યવતાં; શુભ ધ્યાન અને પારિતોષ થકી, બનું સ્વસ્થ અને મતિમંત નકી. ૪ ધનવાન તણાં પ્રિય વૈભવમાં, ભજવું મુજ ભાગ અમર્ષ કવિના;
કશું સુંદર દષ્ટિ જુએ મુજની, (તોતે) ઉપકારી બને મનહર્ષ ભણી. પ તંત્રી.
૧ માનસન્નમન. ૨ વૈભવમાં વૈભવની વચએ. ૩ અમર્ષવિના=વિકાર પામ્યા વિના,
For Private And Personal Use Only