________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માન પ્રકાર,
Artertestarter to the testiration testis tertentant totestes totestates the testere testosteretete
આનંદાના આવા વચન સાંભલી પ્રસન્ના ઘણજ હર્ષ પામી. તેના રમણીય મુખચંદ્ર ઉપર સારી ભાવનાના કારણે કુરણાયમાન થઇ ગયા. તે રોમાંચિત શરીરે આનંદાના ચરણોમાં નમી. પછી તેનાથી જૂદી પડી ત્યાંથી ઉપાશ્રય પ્રત્યે ચાલી ત્યાં ગુરૂ મહારાજાની પાસે સર્વદા યથાશક્તિ દીવાલી પર્વની આરાધના કરવાને તેણીએ નિયમ ગ્રહણ કર્યો.
હિતબોધ. હુંસાર શિક્ષા–સજન અને દુર્જન સ્વભાવ );
લેખક મુનિ ગુણરાગી કર્પર વિજય. “સજન મુખ અમૃત લવે, દુર્જન વિષની ખાણ” આ સિદ્ધાંત વાક્ય સૂત્ર રૂપ હોવાથી આદર્શ આરીસાની પેરે દિન પ્રતિ નજર આગળ રાખી રહેવાની જરૂર છે. તે વાક્યામૃતથી સજન અને દુર્જનનું સહજમાં ભાન થાય છે. વાક્ય-નિચળ એવો છે કે સજજન સ્વમુખથી જે વચન વદે છે તે અમૃતની જેવું મિષ્ટ અને હિતકર હોય છે તેથી તે સર્વ માન્ય હોઈ સહજ સર્વને આદરણીય થાય છે. પરંતુ દુર્જનનું વચન આથી તદ્દન વિરૂદ્ધજ હોય છે તેથી તે હલાહલ વિષની જેમ સર્વને પરિહરવા યોગ્ય થાય છે. દુર્જનના વિષમ વચને એવાં તે અત્યંત ખાટા, ખારા, કસાયેલાં, તિખાં ને કડુ હોય છે કે અન્યત્ર (બીજા જ વિષે) વપરાતાં છતાં અન્ય જનોને પણ ચિતરી ચઢે છે. દુર્જનના મુખ રૂપ કામઠાથી છૂટેલાં વિષમ વચન રૂપ બાણે એવા અમેઘ હેય છે કે તે સામાના મર્મને વિધ્યાં વિના રહેતાં જ નથી. ફક્ત ક્ષમા ફલક (ઢાલ) ને સદા આગળ
For Private And Personal Use Only