Page #1
--------------------------------------------------------------------------
________________
- I શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાશ્વનાથાય નમઃ ||
પુરતક
થી
અહો ! શવજ્ઞાા.
સંકલન શાહ બાબુલાલ સરેમલ
Glsigini
સં-૨૦૯, શ્રાવણ વદ - ૫
જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંયમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જિનાજ્ઞાસમારાધક પંડિતવર્યશ્રી/ શ્રુતભક્ત શ્રાવક આદિને પ્રણામ.
ચૌમાસ એટલે આનંદની મોસમ. સાધકો માટે સાધના ના દિવસો. ખેડતો માટે ખેતી અને પાકના દિવસો, વ્યાપક જન સમાજ તેમજ પશુ પંખીઓ માટે ઠંડક પામવાના દિવસો એટલે ચોમાસુ આરાધક જીવો આ દિવસોમાં વિશિષ્ટ આરાધના, સ્વાધ્યાય કરીને ભવનો થાક ઉતારતા જઇ આનંદમાં મગ્ન બનશે. વિહાર-શ્રમે શ્રમિત મુનિ ભગવંતો સ્થિરતાની ઋતુમાં શાસ્ત્ર સ્વાધ્યાયમાં પરોવાઇને શેષકાળમાં પસાર થયેલા સમયમાં પડેલી ઘટને ભરપાઇ કરવાનો ઉધમ કરશે.
પરંતુ અત્યારના ચાર્તુમાસમાં ગુરૂભગવંતો પોતાની તમામ શક્તિ અને ક્ષમતાનો ઉપયોગ શ્રાવકોને ધર્મ કરાવવાના પ્રયોજનોમાં કરતા હોય છે. જેના લીધે ચોમાસુ વ્યાખ્યાન અને પ્રતિક્રમણ તેમજ તપ-જ૫ પુરતો મર્યાદિત થયેલ છે. તે સમય વિવિધ તપ-જપઅનુષ્ઠાનો-ફંડફાળા અને વહીવટમાં જ વ્યતીત થાય છે. ફળ સ્વરૂપે શ્રાવક યોગ્ય કાર્યોમાં રવાધ્યાય સમર્થ સંયમીઓનો શક્તિ વ્યય જોઇને દુઃખ થાય છે. પરંતુ શ્રાવકોને અભ્યાસ પ્રત્યે રૂચિ કેળવાય, જ્ઞાનમાં, ધ્યાનમાં પ્રવૃત બનીને ઉત્તરોત્તર આત્માનો વિકાસ થાય તેવા આયોજનો બહુ જ ઓછા થતા હોય છે. ખરેખર ચોમાસાના વિવિધ તપ-જપ-અનુષ્ઠાનોમાં સ્વાધ્યાયનું સ્થાન દર્શન વિરલ હોય છે. પ્રભુ મહાવીરે ખૂબ તપસ્યા કરી હતી. પરંતુ તે તપસ્યા જ્ઞાનની પ્રાપ્તિ માટે અથવા તો તેના પ્રાકટ્ય માટે. તપ તેઓના માટે સાધન હતું અને જ્ઞાન સાધ્ય હતું. અત્યારે તપ અમારૂં સાધ્ય બનેલ છે. પરંતુ જ્ઞાન યાની સ્વાધ્યાયનું સ્થાન
ક્યાં છે તે ખબર નથી.? તપની સાથે સ્વાધ્યાય જોડાઇ જાય તે ઉચિત છે અને જરૂરી પણ છે. ખરેખર તો ચાતુમાસમાં એક જ જગ્યાએ સ્થિરતા હોવાને લીધે સંશોધક-જ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરતા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને પોતાના અભ્યાસ અને શાસ્ત્રોના સંશોધન માટે ખૂબ જ સરસ સમય મળી રહે છે તેના લીધે જોઇતા ગ્રંથો ખાસ કરીને સંદર્ભ ગ્રંથો તેમજ શબ્દકોશો જે એક સાથે ૧૦-૨૦-૩૦ ગ્રંથોની જરૂર પડતી હોય છે. તેનો ઉપયોગ આસાન બની જાય છે. અને વધુ સારૂ ચિંતન-મનન કરીને શાસ્ત્રીય ગ્રંથોના સંશોધન-સંપાદન દ્વારા ખૂબ જ ઉત્તમ પ્રકારનો જ્ઞાન યજ્ઞ થઇ શકે છે.
શ્રાવક વર્ગ પણ આ સમયનો ઉપયોગ કરીને સૂત્રો યાદ કરવા, સૂત્રોના અર્થ સમજવા, શાસ્ત્રોના પદાર્થ જાણીને યાદ કરવા અથવા મૌન સ્વીકારીને પોતાના આત્માનું રસ્વરૂપ ચિંતન-મનન કરી શકે છે. સ્વાધ્યાયમાં થોડું યાદ કરવું પડે છે, થોડુ યાદ રાખવું પડે છે, અને મનને એકાગ્ર તલિન બનાવવું પડે છે, જે શારીરિક દોડધામ કરતા વધુ કઠીન હોય છે. પરંતુ તેના દ્વારા આત્મિક આનંદની અનુભૂતિ થાય છે. અને પરંપરાએ મોક્ષપથ પર પ્રયાણ આસાન બને છે. આત્માર્થી જીવો આ બધા પ્રત્યે સાવધ હોય છે તેમનું લક્ષ્ય શેષકાળ દરમ્યાન વિહાર અને વિવિધ અનુષ્ઠાનોમાં જે સ્વાધ્યાય સીદાયો હોય છે તેને ભરપાઇ કરવામાં વ્યસ્ત થઇ જાય છે. ચોમાસાની સ્થિરતા એ વાવણી અને લાવણીની બંનેની મોસમરૂપ બની રહે છે. " સોહં સર્વ સાધનામ " જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ
અહો તડજ્ઞાનમ - ૨૨
લી
Page #2
--------------------------------------------------------------------------
________________
સંવત ૨૦૬૮-૨૦૬૯ દરમ્યાન નૂતન પ્રકાશિત ગ્રંથો
પુસ્તકનું નામ દ્વાત્રિંશદ્દ્વાત્રિંશિકા-ભાગ-૨
૧
ર દશવૈકાલિક સૂત્ર (સુમતિસાધુ ટીકા)
3
કથાકોષ-૨
ક્રમ
४
પિંડ નિયુક્તિ(વીરગણિ વિવૃત્તિ)
અતિપાપકા ફલ નરક
સમાધિનો અમૃતકુંભ
k
F
to
८
6 પર્યુષણપર્વ કલ્પપ્રભા તથા કલ્પલતા ટીકા
१०
શ્રુતસાગર (પૂ.જંબૂવિજયજી અંજલિ)
૧૧
સુમતિસંભવ કાવ્ય
૧૨
ચંદ્રપ્રભ ચરિત્ર ભા-૧,૨
૧૩
१४
૧૫
95
૧૨મ
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
२४
૨૫
૨૬
૨૦
૨૮
૨૯
30
૩૧
૩૨
33
દ્વાશ્રયમહાકાવ્ય
સંવેગરંગશાળા
કુમારપાળ રાજાના રાસનું રહસ્ય
આગમસરિતા
કંઠો લાગે મીઠડો
શંખેશ્વર તીર્થ અતીત થી આજ
રત્નનિધિ
પદાર્થ પ્રકાશ-૫ (ભાાત્રમ્)
પર્યુષણ પર્વ અષ્ટાલિકા સાહિત્ય સંગ્રહ (પ્રત) પં.ધર્મતિલકવિજયજી
આત્માને હિત શિક્ષા ૧ થી ૫
પં.ધર્મતિલકવિજયજી પૂ.નિર્મોહસુંદરવિજયજી
આ પૂર્ણચંદ્રસૂરિજી
આ હેમચંદ્રસૂરિજી
આ. હેમચંદ્રસૂરિજી
વેદના-સંવેદના
સંગ્રહણી સૂત્ર
મારી ત્રણ પ્રાર્થના
પમરાટ
જીવન લક્ષ્ય
શાંતસુધારસ
સુવાગતમ્
મહાસતી દેવસિકા
કર્તા-સંપાદક
આ.અભયશેખરસૂરિજી આ અભયચંદ્રસૂરિજી પૂ.કુપાબિંદુ વિજયજી
અનાથી મુનિ તથા નરસિંહ
રૂપસેન અને સુનંદ
કલ્યાણમિત્ર મદનરેખા અને નમિ રાજર્ષિ
ચૈત્યવંદન ભાષ્ય પ્રશ્નોત્તરી
પ્રિય સ્વાધ્યાયમાળા
ભાષા
સં./ગુજ. દિવ્ય દર્શન ટ્રસ્ટ સં. દિવ્ય દર્શન 1 ટ્રસ્ટ
આ જયસુંદરસૂરિજી શિષ્ય
સં./ગુજ. દિવ્ય દર્શન ટ્રસ્ટ સં. દિવ્ય દર્શન ટ્રસ્ટ હિ./અં. દિવ્ય દર્શન ટ્રસ્ટ
આ.રાજેન્દ્રસૂરિજી
આ.રાજેન્દ્રસૂરિજી આ.મુક્તિચંદ્રસૂરિજી
હિ./અં. સુસંસ્કારનિધિ ટ્રસ્ટ સં./ગુજ.|
આ ભદ્રંકરસૂરિજી ગુજ. આ. ભદ્રંકરસૂરિ સ્મારક ટ્રસ્ટ પૂ.ત્રૈલોક્યમંડનવિજયજી સં. જૈન ગ્રંથ પ્રકાશક સમિતિ પં.મહાબોધિવિજયજી
ગુજ.
જિનકૃપા ચેરી. ટ્રસ્ટ
સં.
કુસુમ અમૃત ટ્રસ્ટ
ગણિ હિતવર્ધનવિજયજી ગણિ હિતવર્ધનવિજયજી
સં./ગુજ. કુસુમ અમૃત ટ્રસ્ટ
ગણિ હિતવર્ધનવિજયજી | ગુજ. કુસુમ અમૃત ટ્રસ્ટ આ,નરચંદ્રસૂરિજી
આ.હેમચંદ્રસૂરિજી
આ.હેમચંદ્રસૂરિજી પં.મેઘદર્શનવિજયજી
પં.જિતરક્ષિતવિજયજી
પૂ. સંયમકીર્તિવિજયજી
આ ભદ્રગુપ્તસૂરિજી આ.રત્નસુંદરસૂરિજી
આ.ભુવનભાનુસૂરિજી
આ.ભુવનભાનુસૂરિજી
આ.ભુવનભાનુસૂરિજી
આ.ભુવનભાનુસૂરિજી
સા.વિજ્ઞાંજનાશ્રીજી સા.પ્રિયશિશુ પરિવાર
પ્રકાશક
ગુજ. વિ.માનતુંગસૂરિ,ગ્રંથમાળા
સં. વિ.માનતુંગસૂરિ ગ્રંથમાળા
ગુજ. વિ.માનતુંગસૂરિ ગ્રંથમાળા ગુજ. મહેન્દ્રભાઇ કે.દોશી
ગુજ. પંચપ્રસ્થાન પુણ્યસ્મૃતિ ગુજ.અંબાલાલ રતનચંદ
ગુજ. અંબાલાલ રતનચંદ
ગુજ.અંબાલાલ રતનચંદ
અં અંબાલાલ રતનચંદ
ગુજ.જ્ઞાન દીપક વિધાલય ગુજ. આ.પ્રેમસૂરિજી સંસ્કૃત પાઠશાળા ગુજ. સમ્યગ્ જ્ઞાનપ્રસારક સમિતિ
હિ. આકૈલાશસાગરસૂરિજી જ્ઞાનમંદિર
ગુજ. રત્નત્રયી ટ્રસ્ટ
ગુજ: દિવ્ય દર્શન ટ્રસ્ટ
ગુજ.દિવ્ય દર્શન ટ્રસ્ટ
ગુજ.દિવ્ય દર્શન ટ્રસ્ટ
ગુજ. દિવ્ય દર્શન ટ્રસ્ટ
હિ. જિનકાંતિ સૂરિ સ્મારક ટ્રસ્ટ
ગુજ.. જ્યોત્સનાબેન પી.ધોળકીયા
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૨
૨
Page #3
--------------------------------------------------------------------------
________________
કત
3
13
સંવત ૨૦૬૮-૨૦૦૯ દરમ્યાન નૂતન પ્રકાશિત ગ્રંથો પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
દ્વારા ટકાઉ કિંમતી કાગળ પર પ્રકાશિત ગ્રંથો ક્રમ ગ્રંથનું નામ
ટીકાકાર શ્રી સૂત્રકૃતાંગ દીપિકા ભા-૧, ૨ શ્રી સુધમસ્વિામિ
શ્રી સાધુરંગગણિ શ્રી વગૃિલિકા
શ્રી પૂવ(ચાર્ય
આ. કલ્યાણબોધિસૂરિજી શ્રી હારિભદ્રાવશ્યક વૃતિ ટિપ્પણક
મલધારિ હેમચંદ્રસૂરિજી શ્રી સૂત્રકૃતાંગસૂત્ર ભા-૧-૨ શ્રી સુધમસ્વિામિ શ્રી શીલંકાચાર્ય
શ્રી આવશ્યકસૂત્ર ભા-૧-૨-૩ શ્રી સુધમસ્વિામિ પૂ.મલયગિરિ મ.સા. ૧૦, ૧૧ શ્રી ભવભાવના ભા-૧-૨
શ્રી મલધારિ હેમચંદ્રસૂરિ | શ્રી પરિણામમાળા
શ્રી સુદ્ધિષગણિ શ્રી પંચવસ્તુક
આ. હરિભદ્રસૂરિ
સ્વપજ્ઞ ૧૪, ૧૫| શ્રી ઉપદેશપદ ભા-૧-૨
આ.હરિભદ્રસૂરિ
આ.મુનિચંદ્રસૂરિ શ્રી શાંતસુધારસ
શ્રી ઉપા. વિનયનિજયજી ગણિ| પૂ.ગંભીરવિજયજી શ્રી અધ્યાત્મસાર
મહો. યશોવિજયજી પૂ.ગંભીરવિજયજી શ્રી અધ્યાત્મદ્રુમ
| આ. મુનિસુંદરસૂરિ પૂ.ઉપા. ધનવિજયજી
પૂ.ઉપા. રત્નચંદ્રવિજયજી ૧૯ | શ્રી સપ્તતિકા ભાષ્ય
આ. અભયદેવસૂરિ
પૂ.મેરુતુંગાચાર્ય | શ્રી ચન્દ્રકેવલી ચરિત્ર.
પૂ.શ્રી સિદ્ધર્ષિગણિ ૨૧, ૨૨ શ્રી પંચસંગ્રહ ભા-૬-
શ્રી ચંદ્રમહર્ષિ
સ્વોપજ્ઞ-આ. મલયગિરિજી શ્રી મહાવીર ચરિયમ
આ.નેમિચંદ્રસૂરિ શ્રી સિદ્ધપ્રાકૃત
શ્રી પૂવચાર્ય ૨૫ | શ્રી વિંશતિ વિંશિકા
આ.હરિભદ્રસૂરિ | શ્રી ગુરુગુણષત્રિશતષત્રિશિકા | | આ.રનશેખરસૂરિ
શ્રી બન્ધહેતૃદયત્રિભગીપ્રકરણ શ્રીપાલ નગર જૈન ચેં.મૂ. સંઘ દ્વારા ટકાઉ કિંમતી કાગળ પર પ્રકાશિત ગ્રંથો ક્રમ ગ્રંથનું નામ ન
ટીકાકાર ૧,૨ શ્રી આચારાગસૂત્રમ્ ૧,૨ શ્રી સુધમાંરવામી શ્રી શીલંકાચાર્ય શ્રી સૂત્રકૃતાગસૂત્રમ્ ૧, ૨
શ્રી સુધમસ્વિામી શ્રી શીલંકાચાર્ય શ્રી સ્થાનાંગસૂત્રમ્ ૧,૨ શ્રી સુધમસ્વિામી શ્રી અભયદેવસૂરિજી
શ્રી સમવાયાંગસૂત્રમ્ | શ્રી સુધમસ્વિામી શ્રી અભયદેવસૂરિજી ૮ થી ૧૦ | | શ્રી ભગવતીસૂત્રમ ૧, ૨,૩ શ્રી સુધમવામી શ્રી અભયદેવસૂરિજી ૧૧ થી ૧૪| શ્રી આવશ્યકસૂત્રમ્ ૧, ૨,૩,૪ શ્રી સુધમસ્વિામી શ્રી હરિભદ્રસૂરિજી ૧૫ શ્રી દશવૈકાલિકસૂત્રમ
શ્રી સ્વયંભવસૂરિજી શ્રી હરિભદ્રસૂરિજી ૧૬ શ્રી અનુયોગદ્વારસૂત્રમ્
શ્રી સ્થવિર ભગવંત શ્રી મલધારિહેમચંદ્રસૂરિજી અહો ! સંતજ્ઞાનમ - ર |
કa
૩,૪
Page #4
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી પુત્રોને વંદના
(નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.)
પ્રાચીન ગ્રુતોદ્ધારક પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય
આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી દ્વારા નવસર્જન થયેલ વિશિષ્ટ ગ્રંથો (૧) વૈરાગ્યકાલત્તા :- પૂ.મહો.યશોવિજયજી કૃત સમાધિસુધા પર
નવનિર્મિત સંસ્કૃત વૃતિ -સુધોપનિષદ્' (૨) શ્રતમહાપૂજનમ્ :- દ્વાદશાંગી સહિત ૮૪ આગમ+ ૧૦૮ પ્રાચીન શાસ્ત્રોનું
વિધિ સહિત નવનિર્મિત પૂજન (૩) અધ્યાત્મદર્શના :- અધ્યાત્મના અલૌકિક આકાશ જેવી વૈદિક કૃતિ મહોપનિષદ્
ના વિશિષ્ટ અંશો પર નવનિર્મિત સંસ્કૃત વૃતિ (૪) તરંગલોલાસમાસ :- પૂ. શ્રી પાદલિપ્તસૂરિજી ની (લુપ્ત) કૃતિ
' તરંગવતીનો નવનિર્મિત સરળ સંસ્કૃત સંક્ષેપ (૫) પ્રવચનપ્રસુપનિષદ્ - અષ્ટ પ્રવચન માતા વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ (૬) સ્તોત્ર રત્નાકોષ - પૂ.આ. શ્રી મુનિસુંદરસૂરિ કૃત બે વિશિષ્ટ સ્તોત્રનો
નવનિર્મિત ગુજેરાનુવાદ - સ્તવના (૯) આશાતનોપનિષદ્ :- ૩૩ આશાતના વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ (૮) યોગોપનિષદ્ :- ૩૨ યોગ સંગ્રહ વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ (૯) તત્વ પ્રેમ :- પૂ.હરિભદ્રસૂરિજી કૃત યોગબિંદુ પર નવનિર્મિત સંસ્કૃત
| શ્લોક વાર્તિકમ્ (૧૦) અનુભૂતિગીતા :- આનંદધનની - આત્માનુભૂતિ - કળશ કાવ્ય (૧૧) ઉપા. શ્રી યશોવિજયજી કૃત જ્ઞાનસાર અંતર્ગત અષ્ટકો પર નવનિર્મિત સંસ્કૃત
શ્લોક વાર્તિક (૧૨) ત્યાગષ્ટક :- ત્યાગોપનિષદુ (૧૩) મનાષ્ટક :- નિમનોપનિષદ્ (૧૪) ક્રિયાષ્ટક :- ક્રિયોપનિષદ્ (૧૫) તૃયષ્ટક - તણુપનિષદ્ (૧૬) પૂણષ્ટિક - સંપૂણપનિષદ્ (૧૦) શ્રીચંદ્રવેશ્ચક પ્રકીર્ણક :- (ચંદાવિજઝય-આગમસૂત્ર) પર નવનિર્મિત ટીકા ચાન્દ્રી ઉપરોક્ત ગ્રંથોન પ્રથમહસ્તાદર્શ www.ahoshrut.org ઉપર અહો ! શ્રુતમ્ પરિપત્રમ્ -નમ્નવનિર્મિત કૃતિનHવિભાગમાં ઉપલક્ષ્મછે.
પં. શ્રી યશોવિજયજી મ.સા. - પ્રેરક : પૂ. આ. શ્રી જયસુંદરસૂરિજીની પ્રેરણાથી (૧) શ્રી સૂયગડાંગ સૂત્ર - શ્રી શીલંકાચાર્ય ટીકા - સંશોધન-સંપાદન (૨) શ્રી આચારાં સૂગ - દ્વિતીચડ્યુતસ્કંઘ ટીકા • સંશોધન-સંપાદન
પૂ. શ્રી રાજરત્નવિજયજી મ. સા. (પૂ. બાપજી મ. સા.સમુદાય) (૧) શ્રી મહાવીર ચરિયમ - સંશોધન-સંપાદન-અનુવાદ સહિત
અહીં ! શ્રુતજ્ઞાન- ૨૨ }
Page #5
--------------------------------------------------------------------------
________________
લુપ્ત થયેલ ગ્રંથો
ક્રમ
સુરિ પુરંદર પૂજ્ય આ. હરિભદ્રસૂરિજી અને મહોપાધ્યાય પૂ.યશોવિજયજી મ.સા. એ તેઓના અન્ય ગ્રંથોમાં ઉલ્લેખ કરેલ પરંતુ અત્યારે અલભ્ય અને પ્રાયઃ લુપ્ત થયેલ પૈકી થોડા ગ્રંથોની વિગત અમોએ અહો! શ્રુતજ્ઞાનમ અંક-૬, શ્રાવણ સુદ-૫ સં-૨૦% ના અંકમાં આપી હતી. તે શૃંખલાને આગળ વધારતાં અન્ય પૂજ્ય પૂવચાર્યો દ્વારા રચિત અને બીજા ગ્રંથોમાં જેની રચનાનો ઉલ્લેખ છે એવા થોડાક ગ્રંથોની વિગત આપેલ છે. આવા બીજા પણ ઘણા બધા ગ્રંથો લુપ્ત થયેલ છે જેની વિગત આગામી અંકમાં પ્રકાશિત કરશું અને ખાસ તો આ ગ્રંથો પૈકી કોઇપણ હસ્તપ્રત ક્યાંય પણ જ્ઞાનભંડારમાં સંગ્રહાયેલી હોય તો તે અંગે ખાસ ધ્યાન દોરશો જેથી તે અપ્રગટ કૃતિપ્રકાશમાન થાય. કૃતિનું નામ કત / ટીકાકાર
ઉલ્લેખ થયેલ ગ્રંથનું નામ જ્યોતિષકરંડક ટીકા | પૂ. પાદલિપ્તસૂરિજી
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ હરિવંશચરિત્ર પૂ. વિમલસૂરિજી
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નયચક પૂ. મલવાદિ
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ માનમુદ્રા ભંજન નાટક | પૂ. દેવચંદ્રગણિ
જૈિન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રબન્ધ શતક પૂ. રામચંદ્રસૂરિજી
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નૈષધ કાલ વૃતિ પૂ. મુનિચંદ્રસૂરિજી
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શ્રાવક પ્રજ્ઞપ્તિ પૂ. ઉમારવાતિજી
ગણધરસાર્ધ શતક બૃહદવૃતિ આચાર વલ્લભ પૂ. ઉમરવાતિજી
પ્રવચન પરીક્ષા પ્રતિષ્ઠાફા પૂ. ઉમાસ્વાતિજી
સકલચંદ્ર કૃત પ્રતિષ્ઠા કલ્પ સંસારદાવાનલ વૃત્તિ પૂ. હરિચંદ્રગણિ
પ્રશ્નોત્તર પધ્ધતિ વિધિકરણ શતક પૂ. શાંતિસૂરિજી
૨૫ પ્રશ્નોત્તર ગ્રંથ વાદાનુંશાસન પૂ. હેમચંદ્રસૂરિજી
સતસંધાન કાવ્ય કુશલ શતસઇ પૂ. કુશલચંદ્રજી
હિન્દી જૈન સાહિત્ય ઇતિહાસ અલંકાર પ્રબોધ પૂ. અમરચંદ્રસૂરિજી
કાવ્ય કલ્પલત્તા કૃતિ ઠાણાંગ વૃત્તિ પૂ. જિનરાજસૂરિજી
જિન રાજ સૂરિ રાસ આત્માનું શાસન પૂ. જિનેશ્વરસૂરિજી
જૈન સાહિત્ય સંશોધક-વર્ષ૧, અંક૧o સૂર્યપ્રજ્ઞપ્તિ નિર્યુક્તિ પૂ. ભદ્રબાહુરવામિ
આવશ્યક નિર્યુક્તિ ઋષિભાષિત નિર્યુક્તિ. પૂ. ભદ્રબાહુસ્વામિ
આવશ્યક નિર્યુકિત લોકાનુયોગ. પૂ. કાલિકાચાર્ય
પંચ ભાણ યોનિ પ્રાભૃત (ગ્રં-૮૦૦) જીવોuપતિ જણાવનાર શાસ્ત્ર સિધ્ધ પ્રાભૃત
પાદલપ, અંજન વિગેરેની ક્રિયાઓ નિમિત્ત પ્રાભૃત દેશાન્તરિત અને કાલાન્તરિત ભવિષ્ય
લેખ: આપણા પ્રાભૂતો તરંગવતી પૂ. પાદલિપ્તસૂરિજી
લેખક કલ્યાણવિજયજી મલયવતી બૃહદ કથા
પ્રકાશન - જૈન યુગ વર્ષ-૧ ગોવિંદ નિર્યુક્તિ ન્યાય ગ્રંથ સિદ્ધિવિનિશ્ચય
ન્યાય ગ્રંથ અહો ! શ્રુતજ્ઞાનમ - હર
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રુત વારસાનું સંરક્ષણ
પ્રાચીન સમયમાં પરંપરા અને મર્યાદાઓ અને પૂજ્ય ભગવંતોના નવકલ્પી વિહારને લીધે જ્ઞાનભંડારોની સુરક્ષા અને જાળવણી યોગ્ય રીતે થતી હતી, શહેરીકરણ અને હાલના યાંત્રિક યુગના હાઇટેક જમાનામાં ગામડામાં રહેલ આપણા જ્ઞાનભંડારો મૃતપ્રાયઃ અને ક્ષીણ થઇ રહયા છે. અમોએ છેલ્લા ત્રણ વર્ષથી ઘણા બધા હસ્તપ્રત ભંડારોનું અવલોકન જાતે કર્યું છે.ત્યારે હસ્તપ્રત ભંડારમાં રહેલ ગ્રંથોના સૂચીપત્ર અને ત્યાં સંગ્રહિત ગ્રંથોમાં ૫% થી ૧૦% અનુપલબ્ધ ગ્રંથો છે, એટલે કે ટોટલ પ્રત જેટલી લખી હોય તેમાંથી વાસ્તવિક રીતે ઓછી હોય છે. એનાથી એવું તારણ નીકળેલ કે જાળવણી ના અભાવે તે નષ્ટ થયા છે. અથવા તો ગેરવલ્લે ગયા છે. આ રીતે દિવસે દિવસે આપણી પાસે રહેલ હસ્તપ્રત રૂપી શ્રુતવારસો ક્ષીણ થઇ રહ્યો છે તે ગંભીર ચિંતાનો મુદ્દો છે.
આપણા હસ્તપ્રત ભંડારો પૈકી અમુક શાસ્રસંગ્રહો દસ કે તેથી વધુ વર્ષથી સંપૂર્ણ બંધ છે, જે એકપણ વખત ખોલવામાં આવ્યા નથી. તેમાં પણ મુખ્ય કારણ કાં'તો ટ્રસ્ટીઓમાં અને તેના માલિકપણા માટે ઝગડાઓ અથવા તો શ્રુતજ્ઞાન પ્રત્યેની બેદરકારી અને ખાસતો ગામડામાં વસ્તીનો અભાવ અને ભંડારની ચાવીઓ શહેરોમાં રહેલ ટ્રસ્ટીઓ પાસે હોય છે. ટ્રસ્ટીમંડળ અને જ્ઞાનભંડારના ટ્રસ્ટીઓ એવું માનતા હોય છે કે અમારી પાસે ખુબ જ ઉત્તમકક્ષાનો કિંમતી જ્ઞાનનો ખજાનો સંગ્રહિત છે અને લોખંડના દરવાજા કે તીજોરી માં રહેલ આ કિંમતી પ્રતો સુરક્ષિત છે અને તેને ખોલવાથી કદાચ નુકશાન થશે અને ચોરાઇ જવાનો ભય પણ સતાવતો હોય છે. પરંતુ કુદરતી આપત્તિ અને કાળના પ્રભાવ સામે કોઇનું પણ ચાલતું નથી ભેજ-ઉધઇ, ધરતીકંપ કે પાણીના પૂરને કારણે ઘણા બધા જ્ઞાનભંડારો નષ્ટ થઇ ચૂક્યા છે. કે ક્ષીણ થયા છે. જે જે જ્ઞાનભંડારો દસ દસ વર્ષથી બંધ હાલતમાં છે તેમાં ખેરખર હસ્તપ્રતો સચવાયેલી છે કે ઉધઇ-જીવાત કે ભેજ ને લીધે ફક્ત કાગળોનો ભુકો છે તે કોણે જોયો છે ? ખરેખર તો કોઇપણ ભંડાર ગમે તેટલો લોખંડી સુરક્ષાવાળો હોય પરંતુ વર્ષમાં એક વખત તો તેને અચૂક ખોલવો જોઇએ અને બધીજ હસ્તપ્રતોનું યોગ્ય પ્રમાર્જન તેમજ સાફ સફાઇ કરવી જોઇએ. આ માટે આપણા પૂર્વાચાર્યોએ જ્ઞાનપંચમીની આરાધના સાથે પર્વનું આયોજન પણ કરેલ છે. ટ્રસ્ટીઓના કે ગુરુભગવતોના મતભેદો શ્રુતરક્ષા માટે ક્યારે પણ બાધક ન બનવા જોઇએ.
હસ્તપ્રતો દ્રવ્યરૂપે જે તે સંસ્થા કે સંઘની માલિકી છે. પરંતુ તેમાં રહેલ શ્રુત એ પ્રભુ વીરના શાસનની ધરોહર છે. તેની માલિકી તો સુધર્માવામીની પાટ પરંપરાએ આવેલ આપણા સંવિગ્ન ગીતાર્થ આચાર્ય ભગવંતો અને શ્રમણ ભગવંતોની છે, દ્રવ્યરૂપે રહેલ હસ્તપ્રતોમાં રહેલ કિંમતી શ્રુતવારસાને જાળવીને ભાવિ પેઢીને આપવા માટેની શ્રીસંઘની કે સંસ્થાની ફરજ-કર્તવ્ય છે. અને આ શ્રુતવારસો જાળવવા માટે સંઘના મોભીઓ, શ્રેષ્ઠીઓએ, ગીતાર્થ આચાર્ય ભગવંતોના માર્ગદર્શન દ્વારા યોગ્ય કાર્ય કરવું જોઇએ. શ્રીસંઘના ટ્રસ્ટીઓ, મહાજન પરંપરાના શ્રાવકો અને શ્રુતપ્રેમીઓને નમ્ર વિનંતી
કે આપ આ અંગે યોગ્ય વિચાર કરો. આપની જાણમાં પાંચ, દસ કે વધુ વર્ષથી સંપૂર્ણ પણ બંધ હોય તેવા હસ્તપ્રત ભંડારોની નોંધ અમોને મોકલશો. જે અંગે યોગ્ય જાગૃતિ કેળવીને આ ખરેખર શ્રુતવારસો સચવાયેલો છે કે નહીં તેની તપાસ નિષ્પક્ષ રીતે કરીને યોગ્ય જાળવણીની વ્યવસ્થા પૂજ્યોના માર્ગદર્શન દ્વારા કરી શકાય, જો જુના હસ્તપ્રતોનો સંગ્રહ જુના જીર્ણ ક્ષીણ મકાનમાં હોય તો તેની નવા પાકા મકાનમાં ખસેડીને ઉધઇ માનવ સહજ બેદરકારી થી બચાવવા માટે નવા મકાનમાં આ વારસો સ્થળાંતર
અહીં ( શ્રુતજ્ઞાનમ્ - ૨૨
S
Page #7
--------------------------------------------------------------------------
________________
કરાવીને પણ મૂળ માલિક એવા શ્રી સંઘ કે સંસ્થાને સોંપી શકાય. અને આ માટે ઉદારતા પૂર્વક દ્રવ્યનો સદ્ઉપયોગ કરવો જોઇએ. આ કાર્યમાં જે તે સંઘના યુવાન કાર્યકરો, યુવક મંડળ, મહિલા મંડળ અને પૂજ્યો ગુરુભગવંતોના માર્ગદર્શનથી ઉત્તમકાર્ય થઇ શકે છે. ફકત ઇચ્છા શક્તિની જરૂર છે.
પૂજ્ય શ્રી ચતુરવિજયજી, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી તથા આગમપ્રજ્ઞ શ્રી જંબુવિજયજીએ ઘણા બધા પ્રાચીન, બંધ રહેલા હસ્તપ્રત ભંડારોનો જીર્ણોદ્ધાર કરીને તેમાં રહેલ ગ્રંથોના સૂચિપત્રો પણ જાતે બનાવ્યા છે. અને જે તે ભંડારમાં કઇ હાલતમાં કેવો હતો તેની વિસ્તૃત જાણકારી સૂચિપત્રની પ્રસ્તાવનામાં લખ્યું છે. તેઓના સૂચિપત્રોની પ્રસ્તાવના અને છપાયેલા લેખો દ્વારા બંધ રહેલ ભંડારોમાં પ્રતોની હાલતની યોગ્ય માહિતી મળે છે. પ્રભુ વીરના શાસનનો શ્રુતવારસો ક્ષીણ થઇ રહ્યો છે ત્યારે ભાવિ પેઢી આપણા આવા વર્તનનને ક્યારેય માફ નહીં કરે, ઇતિહાસ તેની યોગ્ય નોંધ લેશે. સુરિપુરંધર શ્રી હરિભદ્રસૂરિજી રચિત ૧૪૪૪ ગ્રંથો પૈકી ૭૫ ગ્રંથો આજે ઉપલબ્ધ છે. ૧૫૦૦ વર્ષના લાંબા ગાળામાં ખાસ તો મોગલ આક્રમણ, ધાર્મિક ઝનુન ને લીધે ઘણાં બધા અગત્યના ગ્રંથો વિદેશી આક્રમણના લીધે રાજકીય અરાજક્તા ના લીધે નષ્ટ થયા, તે કદાચ ક્ષમ્ય છે પરંતુ ફક્ત ૯૦૦ વર્ષ પહેલા થયેલ આચાર્ય હેમચંદ્રાચાર્ય રચિત સાહિત્ય પૈકી ફક્ત ૧૦ % સાહિત્ય અત્યારે ઉપલબ્ધ છે,તે પણ કદાય ક્ષમ્ય છે પરંતુ ફક્ત ૩૦૦ વર્ષ પહેલા થયેલ ઉપાધ્યાય યશોવિજયજી રચિત ૨૫૦ ગ્રંથો પૈકી ફક્ત ૭૦-૭૫ ગ્રંથો જ અત્યારે ઉપલબ્ધ છે. ત્યારે આપણી હસ્તપ્રતોની શ્રીસંઘ-સંસ્થાઓની જાળળણી પ્રત્યે ઘણાં બધા પ્રશ્નો ઉભા થાય છે. આ ૩૦૦ વર્ષમાં ઘણા બધા ગુરુભગવંતોએ શ્રુતજાળવણીનું કાર્ય કર્યું છે તેની હાર્દિક અનુમોદના કરીએ છીએ. હસ્તપ્રત અને તેની જાળવણીની જવાબદારીઓ શ્રમણ પ્રધાન શ્રીસંઘની છે.
આ બધી જ હસ્તપ્રતોની પ્રથમાદર્શ જ્ઞાની વિદ્વાન ગુરૂભગવંતોએ જ્યાં ચાર્તુમાસ અથવા તો સ્થિરતા કરી હોય તે શ્રીસંઘોમાં સચવાયેલી હોઇ શકે છે. જે તે શ્રીસંઘ જિનશાસન પ્રત્યેની શ્રુતજ્ઞાનની ભક્તિ કરવા માટે પોતાના ત્યાં રહેલ હસ્તપ્રતોની યોગ્ય જાળવણી અને પોતાના હસ્તક રહેલ હસ્તપ્રતોના યાદી બનાવીને રાખવી જોઇએ. જેથી જ્ઞાન ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ પૂજ્યોને હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ પુરી પાડી શકાય અને તે દ્વારા અપ્રગટ રહેલ ગ્રંથો અથવા તો પ્રાયઃ લુપ્ત થયેલ ગ્રંથો પણ મેળવી શકવાની પુરેપુરી શક્યતા છે. ગામડાંઓ પહેલા સમૃદ્ધ હતા ત્યારે ઘણાં બધા ગામમાં જ્ઞાનભંડાર પૂજ્યોની પ્રેરણાથી સર્જન થયેલ છે. તેમાં છાપેલા પુસ્તકો અને પ્રતો સાથે હસ્તપ્રતો પણ ભેગી મુકાયેલી હોય છે. આવા સંઘમાં રહેલ હસ્તપ્રતોની યાદી અલગથી બનાવવી જરૂરી છે. નાના નાના ગામોમાં રહેલ જુના જ્ઞાનભંડારોમાં ૨૫-૫૦-૧૦૦ હસ્તપ્રતો રહેલી હોય તો તેની યાદી જો બનાવવામાં આવે તો ઘણી બધી લુપ્ત થયેલ અપ્રગટ કૃતિઓ મળવાની શક્યતાઓ છે. - નમ્ર વિનંતી:
આપના શ્રીસંઘના જ્ઞાનભંડારમાં પુસ્તકોની સાથે જ જે પણ પાંચ-દસ કે પંચાસ હસ્તપ્રત હોય તેની અલગ તારવણી કરવી જરૂરી છે. તે હસ્તપ્રતોની આપને ત્યાં ચાર્તુમાસ કે શેષકાળમાં પધારેલ સાધુ-સાધ્વીજી ભગવંત કે પાઠશાળાના પંડિત પાસે વિસ્તૃત યાદી બનાવીને તેની ઝેરોક્ષ નકલ અમોને મોકલશો તો સંશોધન-સંપાદનનું કાર્ય કરી રહેલ પૂજ્યોને ખૂબ જ ઉપયોગી બનશે. આ રીતે જ્ઞાનની શ્રુતભક્તિથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષય દ્વારા પરંપરાએ મોક્ષ પદને પામો એ જ અભિલાષા.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૨
હ
Page #8
--------------------------------------------------------------------------
________________ શતભક્તિ લાભ આપશો (1) કચ્છ વાગડ સમુદાયના પૂજ્ય પં. મુક્તિવિજયજી મ.સા.એ સ્વહસ્તે લખેલી નોટબુકો જૈન સંઘ સાંતલપુરના જ્ઞાનભંડારમાં સંગ્રહીત છે તેની ઝેરોક્ષ નકલ અમારા જ્ઞાનભંડારમાં પણ ઉપલબ્ધ છે. જેમાં તેઓએ અભ્યાસ કરેલ જુદા જુદા આગમ, પ્રકરણ, ગ્રંથોના શુદ્ધિપત્રક, કઠિન શબ્દોના અર્થ, ઉપયોગી નોંધ ટિપ્પણ વગેરેનો સમાવેશ થાય છે. તેની અનુક્રમણિકા અમારી વેબસાઇટ www.ahoshrut.org ઉપર મુકેલી છે તથા આ નોટબુકોની ઝેરોક્ષ સંશોધન અભ્યાસ માટે અમારી પાસેથી મળી શકશે. (2) પૂજ્ય આ.શ્રીમવિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય આ. શ્રીકલ્યાણબોધિસૂરિજી દ્વારા લેખિત ઉપનિષદ ઉપહાર શ્રેણીના વિવિધ શાસ્ત્રગ્રંથોના હતાદર્શ તેમજ વિવિધ વિષયોના સંદર્ભ લેખો વ્યાખ્યાન ઉપયોગી-લેખો તેમજ સુવાક્યો -રામાયણ કથા (ગુજરાતી) વિગેરે પણ અમારી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને જરૂર મુજબ ઝેરોક્ષ નકલ પણ આપ મંગાવી શકો છો. (3) જુના માસિકો, સોવેનિયરમાં સંશોધનાત્મક તેમજ માહિતી સભર ઘણા બધા લેખો પ્રકાશિત થયેલા છે. તેમાંથી જુદા જુદા વિષયના જ્ઞાની ગુરૂભગવંતો અને પંડિતોના અગત્યના ઘણા બધા લેખો અમોએ વેબસાઇટ ઉપર મુકેલા છે તે લેખોની પ્રિન્ટ નકલ પણ જરૂર મુજબ પૂજ્યોને અભ્યાસ સંશોધન માટે મળી શક્યું. આપ પણ આવા પ્રકાશિત અથવા નૂતન અપ્રકાશિત લેખ મોકલી શકો છો. (4) પુસ્તક મેળો :- શ્રી ઘાટકોપર જે.મૂ. જૈન સંઘ - નવરોજી ક્રોસ લેન ઘાટકોપર દ્વારા આયોજિત પુસ્તક મેળો તા.૨૩-૨૪-૨૫ નવેમ્બરના રોજ રાખવામાં આવેલ છે. જેમાં સંઘના બધા જ પ્રકાશકો જ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરનાર સંસ્થાઓ પોતાના સ્ટોલ નોંધાવી શકે છે.અને તે માટે કોઇ ફી રાખેલ નથી તેમજ રહેવા, જમવાની ભક્તિનો લાભ પણ શ્રી સંઘ તરફથી રાખવામાં આવેલ છે. વધુ વિગત અમારી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. સંપર્ક:- શ્રી હિરેનભાઇ (મો) 09324032550 શ્રી મહેશભાઇ (મો) 09869190282 Email: jain.gyannidhi@gmail.com (5) અનુમોદના :- શ્રુતભવન પૂના દ્વારા સુરિપુરંદર પૂ.હરિભદ્રસૂરિજી મ.સા. તથા મહોપાધ્યાય પૂ. યશોવિજયજી મ.સા. દ્વારા રચિત તેમજ તેઓ દ્વારા બનાવેલ ટીકા ગ્રંથો તેમજ તેમની બધીજ કૃતિઓનું પુનઃ સંશોધન-સંપાદન કરીને ફરીથી મુદ્રિત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેમાં પૂ.રામચંદ્રસૂરિજી સમુદાયના પૂ.પં.વૈરાગ્યરતિવિજયજી મ.સા. તથા પૂ.યશોજિતવિજયજી મ.સા.ના શિષ્યો કાર્ય કરી રહ્યા છે. આવા મહત્વના તરક્ષાના કાર્ય માટે હાર્દિક અનુમોદના કરીએ છીએ. | Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed અહીં શ્રવણા Rs. 1 Ticket પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ વેરચંદજી છેડાવાળા ભવન હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org આ 1 શ્રુતજ્ઞાન- 2