________________
શ્રુત વારસાનું સંરક્ષણ
પ્રાચીન સમયમાં પરંપરા અને મર્યાદાઓ અને પૂજ્ય ભગવંતોના નવકલ્પી વિહારને લીધે જ્ઞાનભંડારોની સુરક્ષા અને જાળવણી યોગ્ય રીતે થતી હતી, શહેરીકરણ અને હાલના યાંત્રિક યુગના હાઇટેક જમાનામાં ગામડામાં રહેલ આપણા જ્ઞાનભંડારો મૃતપ્રાયઃ અને ક્ષીણ થઇ રહયા છે. અમોએ છેલ્લા ત્રણ વર્ષથી ઘણા બધા હસ્તપ્રત ભંડારોનું અવલોકન જાતે કર્યું છે.ત્યારે હસ્તપ્રત ભંડારમાં રહેલ ગ્રંથોના સૂચીપત્ર અને ત્યાં સંગ્રહિત ગ્રંથોમાં ૫% થી ૧૦% અનુપલબ્ધ ગ્રંથો છે, એટલે કે ટોટલ પ્રત જેટલી લખી હોય તેમાંથી વાસ્તવિક રીતે ઓછી હોય છે. એનાથી એવું તારણ નીકળેલ કે જાળવણી ના અભાવે તે નષ્ટ થયા છે. અથવા તો ગેરવલ્લે ગયા છે. આ રીતે દિવસે દિવસે આપણી પાસે રહેલ હસ્તપ્રત રૂપી શ્રુતવારસો ક્ષીણ થઇ રહ્યો છે તે ગંભીર ચિંતાનો મુદ્દો છે.
આપણા હસ્તપ્રત ભંડારો પૈકી અમુક શાસ્રસંગ્રહો દસ કે તેથી વધુ વર્ષથી સંપૂર્ણ બંધ છે, જે એકપણ વખત ખોલવામાં આવ્યા નથી. તેમાં પણ મુખ્ય કારણ કાં'તો ટ્રસ્ટીઓમાં અને તેના માલિકપણા માટે ઝગડાઓ અથવા તો શ્રુતજ્ઞાન પ્રત્યેની બેદરકારી અને ખાસતો ગામડામાં વસ્તીનો અભાવ અને ભંડારની ચાવીઓ શહેરોમાં રહેલ ટ્રસ્ટીઓ પાસે હોય છે. ટ્રસ્ટીમંડળ અને જ્ઞાનભંડારના ટ્રસ્ટીઓ એવું માનતા હોય છે કે અમારી પાસે ખુબ જ ઉત્તમકક્ષાનો કિંમતી જ્ઞાનનો ખજાનો સંગ્રહિત છે અને લોખંડના દરવાજા કે તીજોરી માં રહેલ આ કિંમતી પ્રતો સુરક્ષિત છે અને તેને ખોલવાથી કદાચ નુકશાન થશે અને ચોરાઇ જવાનો ભય પણ સતાવતો હોય છે. પરંતુ કુદરતી આપત્તિ અને કાળના પ્રભાવ સામે કોઇનું પણ ચાલતું નથી ભેજ-ઉધઇ, ધરતીકંપ કે પાણીના પૂરને કારણે ઘણા બધા જ્ઞાનભંડારો નષ્ટ થઇ ચૂક્યા છે. કે ક્ષીણ થયા છે. જે જે જ્ઞાનભંડારો દસ દસ વર્ષથી બંધ હાલતમાં છે તેમાં ખેરખર હસ્તપ્રતો સચવાયેલી છે કે ઉધઇ-જીવાત કે ભેજ ને લીધે ફક્ત કાગળોનો ભુકો છે તે કોણે જોયો છે ? ખરેખર તો કોઇપણ ભંડાર ગમે તેટલો લોખંડી સુરક્ષાવાળો હોય પરંતુ વર્ષમાં એક વખત તો તેને અચૂક ખોલવો જોઇએ અને બધીજ હસ્તપ્રતોનું યોગ્ય પ્રમાર્જન તેમજ સાફ સફાઇ કરવી જોઇએ. આ માટે આપણા પૂર્વાચાર્યોએ જ્ઞાનપંચમીની આરાધના સાથે પર્વનું આયોજન પણ કરેલ છે. ટ્રસ્ટીઓના કે ગુરુભગવતોના મતભેદો શ્રુતરક્ષા માટે ક્યારે પણ બાધક ન બનવા જોઇએ.
હસ્તપ્રતો દ્રવ્યરૂપે જે તે સંસ્થા કે સંઘની માલિકી છે. પરંતુ તેમાં રહેલ શ્રુત એ પ્રભુ વીરના શાસનની ધરોહર છે. તેની માલિકી તો સુધર્માવામીની પાટ પરંપરાએ આવેલ આપણા સંવિગ્ન ગીતાર્થ આચાર્ય ભગવંતો અને શ્રમણ ભગવંતોની છે, દ્રવ્યરૂપે રહેલ હસ્તપ્રતોમાં રહેલ કિંમતી શ્રુતવારસાને જાળવીને ભાવિ પેઢીને આપવા માટેની શ્રીસંઘની કે સંસ્થાની ફરજ-કર્તવ્ય છે. અને આ શ્રુતવારસો જાળવવા માટે સંઘના મોભીઓ, શ્રેષ્ઠીઓએ, ગીતાર્થ આચાર્ય ભગવંતોના માર્ગદર્શન દ્વારા યોગ્ય કાર્ય કરવું જોઇએ. શ્રીસંઘના ટ્રસ્ટીઓ, મહાજન પરંપરાના શ્રાવકો અને શ્રુતપ્રેમીઓને નમ્ર વિનંતી
કે આપ આ અંગે યોગ્ય વિચાર કરો. આપની જાણમાં પાંચ, દસ કે વધુ વર્ષથી સંપૂર્ણ પણ બંધ હોય તેવા હસ્તપ્રત ભંડારોની નોંધ અમોને મોકલશો. જે અંગે યોગ્ય જાગૃતિ કેળવીને આ ખરેખર શ્રુતવારસો સચવાયેલો છે કે નહીં તેની તપાસ નિષ્પક્ષ રીતે કરીને યોગ્ય જાળવણીની વ્યવસ્થા પૂજ્યોના માર્ગદર્શન દ્વારા કરી શકાય, જો જુના હસ્તપ્રતોનો સંગ્રહ જુના જીર્ણ ક્ષીણ મકાનમાં હોય તો તેની નવા પાકા મકાનમાં ખસેડીને ઉધઇ માનવ સહજ બેદરકારી થી બચાવવા માટે નવા મકાનમાં આ વારસો સ્થળાંતર
અહીં ( શ્રુતજ્ઞાનમ્ - ૨૨
S