________________
કરાવીને પણ મૂળ માલિક એવા શ્રી સંઘ કે સંસ્થાને સોંપી શકાય. અને આ માટે ઉદારતા પૂર્વક દ્રવ્યનો સદ્ઉપયોગ કરવો જોઇએ. આ કાર્યમાં જે તે સંઘના યુવાન કાર્યકરો, યુવક મંડળ, મહિલા મંડળ અને પૂજ્યો ગુરુભગવંતોના માર્ગદર્શનથી ઉત્તમકાર્ય થઇ શકે છે. ફકત ઇચ્છા શક્તિની જરૂર છે.
પૂજ્ય શ્રી ચતુરવિજયજી, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી તથા આગમપ્રજ્ઞ શ્રી જંબુવિજયજીએ ઘણા બધા પ્રાચીન, બંધ રહેલા હસ્તપ્રત ભંડારોનો જીર્ણોદ્ધાર કરીને તેમાં રહેલ ગ્રંથોના સૂચિપત્રો પણ જાતે બનાવ્યા છે. અને જે તે ભંડારમાં કઇ હાલતમાં કેવો હતો તેની વિસ્તૃત જાણકારી સૂચિપત્રની પ્રસ્તાવનામાં લખ્યું છે. તેઓના સૂચિપત્રોની પ્રસ્તાવના અને છપાયેલા લેખો દ્વારા બંધ રહેલ ભંડારોમાં પ્રતોની હાલતની યોગ્ય માહિતી મળે છે. પ્રભુ વીરના શાસનનો શ્રુતવારસો ક્ષીણ થઇ રહ્યો છે ત્યારે ભાવિ પેઢી આપણા આવા વર્તનનને ક્યારેય માફ નહીં કરે, ઇતિહાસ તેની યોગ્ય નોંધ લેશે. સુરિપુરંધર શ્રી હરિભદ્રસૂરિજી રચિત ૧૪૪૪ ગ્રંથો પૈકી ૭૫ ગ્રંથો આજે ઉપલબ્ધ છે. ૧૫૦૦ વર્ષના લાંબા ગાળામાં ખાસ તો મોગલ આક્રમણ, ધાર્મિક ઝનુન ને લીધે ઘણાં બધા અગત્યના ગ્રંથો વિદેશી આક્રમણના લીધે રાજકીય અરાજક્તા ના લીધે નષ્ટ થયા, તે કદાચ ક્ષમ્ય છે પરંતુ ફક્ત ૯૦૦ વર્ષ પહેલા થયેલ આચાર્ય હેમચંદ્રાચાર્ય રચિત સાહિત્ય પૈકી ફક્ત ૧૦ % સાહિત્ય અત્યારે ઉપલબ્ધ છે,તે પણ કદાય ક્ષમ્ય છે પરંતુ ફક્ત ૩૦૦ વર્ષ પહેલા થયેલ ઉપાધ્યાય યશોવિજયજી રચિત ૨૫૦ ગ્રંથો પૈકી ફક્ત ૭૦-૭૫ ગ્રંથો જ અત્યારે ઉપલબ્ધ છે. ત્યારે આપણી હસ્તપ્રતોની શ્રીસંઘ-સંસ્થાઓની જાળળણી પ્રત્યે ઘણાં બધા પ્રશ્નો ઉભા થાય છે. આ ૩૦૦ વર્ષમાં ઘણા બધા ગુરુભગવંતોએ શ્રુતજાળવણીનું કાર્ય કર્યું છે તેની હાર્દિક અનુમોદના કરીએ છીએ. હસ્તપ્રત અને તેની જાળવણીની જવાબદારીઓ શ્રમણ પ્રધાન શ્રીસંઘની છે.
આ બધી જ હસ્તપ્રતોની પ્રથમાદર્શ જ્ઞાની વિદ્વાન ગુરૂભગવંતોએ જ્યાં ચાર્તુમાસ અથવા તો સ્થિરતા કરી હોય તે શ્રીસંઘોમાં સચવાયેલી હોઇ શકે છે. જે તે શ્રીસંઘ જિનશાસન પ્રત્યેની શ્રુતજ્ઞાનની ભક્તિ કરવા માટે પોતાના ત્યાં રહેલ હસ્તપ્રતોની યોગ્ય જાળવણી અને પોતાના હસ્તક રહેલ હસ્તપ્રતોના યાદી બનાવીને રાખવી જોઇએ. જેથી જ્ઞાન ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ પૂજ્યોને હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ પુરી પાડી શકાય અને તે દ્વારા અપ્રગટ રહેલ ગ્રંથો અથવા તો પ્રાયઃ લુપ્ત થયેલ ગ્રંથો પણ મેળવી શકવાની પુરેપુરી શક્યતા છે. ગામડાંઓ પહેલા સમૃદ્ધ હતા ત્યારે ઘણાં બધા ગામમાં જ્ઞાનભંડાર પૂજ્યોની પ્રેરણાથી સર્જન થયેલ છે. તેમાં છાપેલા પુસ્તકો અને પ્રતો સાથે હસ્તપ્રતો પણ ભેગી મુકાયેલી હોય છે. આવા સંઘમાં રહેલ હસ્તપ્રતોની યાદી અલગથી બનાવવી જરૂરી છે. નાના નાના ગામોમાં રહેલ જુના જ્ઞાનભંડારોમાં ૨૫-૫૦-૧૦૦ હસ્તપ્રતો રહેલી હોય તો તેની યાદી જો બનાવવામાં આવે તો ઘણી બધી લુપ્ત થયેલ અપ્રગટ કૃતિઓ મળવાની શક્યતાઓ છે. - નમ્ર વિનંતી:
આપના શ્રીસંઘના જ્ઞાનભંડારમાં પુસ્તકોની સાથે જ જે પણ પાંચ-દસ કે પંચાસ હસ્તપ્રત હોય તેની અલગ તારવણી કરવી જરૂરી છે. તે હસ્તપ્રતોની આપને ત્યાં ચાર્તુમાસ કે શેષકાળમાં પધારેલ સાધુ-સાધ્વીજી ભગવંત કે પાઠશાળાના પંડિત પાસે વિસ્તૃત યાદી બનાવીને તેની ઝેરોક્ષ નકલ અમોને મોકલશો તો સંશોધન-સંપાદનનું કાર્ય કરી રહેલ પૂજ્યોને ખૂબ જ ઉપયોગી બનશે. આ રીતે જ્ઞાનની શ્રુતભક્તિથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષય દ્વારા પરંપરાએ મોક્ષ પદને પામો એ જ અભિલાષા.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૨
હ