________________ શતભક્તિ લાભ આપશો (1) કચ્છ વાગડ સમુદાયના પૂજ્ય પં. મુક્તિવિજયજી મ.સા.એ સ્વહસ્તે લખેલી નોટબુકો જૈન સંઘ સાંતલપુરના જ્ઞાનભંડારમાં સંગ્રહીત છે તેની ઝેરોક્ષ નકલ અમારા જ્ઞાનભંડારમાં પણ ઉપલબ્ધ છે. જેમાં તેઓએ અભ્યાસ કરેલ જુદા જુદા આગમ, પ્રકરણ, ગ્રંથોના શુદ્ધિપત્રક, કઠિન શબ્દોના અર્થ, ઉપયોગી નોંધ ટિપ્પણ વગેરેનો સમાવેશ થાય છે. તેની અનુક્રમણિકા અમારી વેબસાઇટ www.ahoshrut.org ઉપર મુકેલી છે તથા આ નોટબુકોની ઝેરોક્ષ સંશોધન અભ્યાસ માટે અમારી પાસેથી મળી શકશે. (2) પૂજ્ય આ.શ્રીમવિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય આ. શ્રીકલ્યાણબોધિસૂરિજી દ્વારા લેખિત ઉપનિષદ ઉપહાર શ્રેણીના વિવિધ શાસ્ત્રગ્રંથોના હતાદર્શ તેમજ વિવિધ વિષયોના સંદર્ભ લેખો વ્યાખ્યાન ઉપયોગી-લેખો તેમજ સુવાક્યો -રામાયણ કથા (ગુજરાતી) વિગેરે પણ અમારી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને જરૂર મુજબ ઝેરોક્ષ નકલ પણ આપ મંગાવી શકો છો. (3) જુના માસિકો, સોવેનિયરમાં સંશોધનાત્મક તેમજ માહિતી સભર ઘણા બધા લેખો પ્રકાશિત થયેલા છે. તેમાંથી જુદા જુદા વિષયના જ્ઞાની ગુરૂભગવંતો અને પંડિતોના અગત્યના ઘણા બધા લેખો અમોએ વેબસાઇટ ઉપર મુકેલા છે તે લેખોની પ્રિન્ટ નકલ પણ જરૂર મુજબ પૂજ્યોને અભ્યાસ સંશોધન માટે મળી શક્યું. આપ પણ આવા પ્રકાશિત અથવા નૂતન અપ્રકાશિત લેખ મોકલી શકો છો. (4) પુસ્તક મેળો :- શ્રી ઘાટકોપર જે.મૂ. જૈન સંઘ - નવરોજી ક્રોસ લેન ઘાટકોપર દ્વારા આયોજિત પુસ્તક મેળો તા.૨૩-૨૪-૨૫ નવેમ્બરના રોજ રાખવામાં આવેલ છે. જેમાં સંઘના બધા જ પ્રકાશકો જ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરનાર સંસ્થાઓ પોતાના સ્ટોલ નોંધાવી શકે છે.અને તે માટે કોઇ ફી રાખેલ નથી તેમજ રહેવા, જમવાની ભક્તિનો લાભ પણ શ્રી સંઘ તરફથી રાખવામાં આવેલ છે. વધુ વિગત અમારી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. સંપર્ક:- શ્રી હિરેનભાઇ (મો) 09324032550 શ્રી મહેશભાઇ (મો) 09869190282 Email: jain.gyannidhi@gmail.com (5) અનુમોદના :- શ્રુતભવન પૂના દ્વારા સુરિપુરંદર પૂ.હરિભદ્રસૂરિજી મ.સા. તથા મહોપાધ્યાય પૂ. યશોવિજયજી મ.સા. દ્વારા રચિત તેમજ તેઓ દ્વારા બનાવેલ ટીકા ગ્રંથો તેમજ તેમની બધીજ કૃતિઓનું પુનઃ સંશોધન-સંપાદન કરીને ફરીથી મુદ્રિત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેમાં પૂ.રામચંદ્રસૂરિજી સમુદાયના પૂ.પં.વૈરાગ્યરતિવિજયજી મ.સા. તથા પૂ.યશોજિતવિજયજી મ.સા.ના શિષ્યો કાર્ય કરી રહ્યા છે. આવા મહત્વના તરક્ષાના કાર્ય માટે હાર્દિક અનુમોદના કરીએ છીએ. | Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed અહીં શ્રવણા Rs. 1 Ticket પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ વેરચંદજી છેડાવાળા ભવન હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org આ 1 શ્રુતજ્ઞાન- 2