________________
- I શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાશ્વનાથાય નમઃ ||
પુરતક
થી
અહો ! શવજ્ઞાા.
સંકલન શાહ બાબુલાલ સરેમલ
Glsigini
સં-૨૦૯, શ્રાવણ વદ - ૫
જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંયમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જિનાજ્ઞાસમારાધક પંડિતવર્યશ્રી/ શ્રુતભક્ત શ્રાવક આદિને પ્રણામ.
ચૌમાસ એટલે આનંદની મોસમ. સાધકો માટે સાધના ના દિવસો. ખેડતો માટે ખેતી અને પાકના દિવસો, વ્યાપક જન સમાજ તેમજ પશુ પંખીઓ માટે ઠંડક પામવાના દિવસો એટલે ચોમાસુ આરાધક જીવો આ દિવસોમાં વિશિષ્ટ આરાધના, સ્વાધ્યાય કરીને ભવનો થાક ઉતારતા જઇ આનંદમાં મગ્ન બનશે. વિહાર-શ્રમે શ્રમિત મુનિ ભગવંતો સ્થિરતાની ઋતુમાં શાસ્ત્ર સ્વાધ્યાયમાં પરોવાઇને શેષકાળમાં પસાર થયેલા સમયમાં પડેલી ઘટને ભરપાઇ કરવાનો ઉધમ કરશે.
પરંતુ અત્યારના ચાર્તુમાસમાં ગુરૂભગવંતો પોતાની તમામ શક્તિ અને ક્ષમતાનો ઉપયોગ શ્રાવકોને ધર્મ કરાવવાના પ્રયોજનોમાં કરતા હોય છે. જેના લીધે ચોમાસુ વ્યાખ્યાન અને પ્રતિક્રમણ તેમજ તપ-જ૫ પુરતો મર્યાદિત થયેલ છે. તે સમય વિવિધ તપ-જપઅનુષ્ઠાનો-ફંડફાળા અને વહીવટમાં જ વ્યતીત થાય છે. ફળ સ્વરૂપે શ્રાવક યોગ્ય કાર્યોમાં રવાધ્યાય સમર્થ સંયમીઓનો શક્તિ વ્યય જોઇને દુઃખ થાય છે. પરંતુ શ્રાવકોને અભ્યાસ પ્રત્યે રૂચિ કેળવાય, જ્ઞાનમાં, ધ્યાનમાં પ્રવૃત બનીને ઉત્તરોત્તર આત્માનો વિકાસ થાય તેવા આયોજનો બહુ જ ઓછા થતા હોય છે. ખરેખર ચોમાસાના વિવિધ તપ-જપ-અનુષ્ઠાનોમાં સ્વાધ્યાયનું સ્થાન દર્શન વિરલ હોય છે. પ્રભુ મહાવીરે ખૂબ તપસ્યા કરી હતી. પરંતુ તે તપસ્યા જ્ઞાનની પ્રાપ્તિ માટે અથવા તો તેના પ્રાકટ્ય માટે. તપ તેઓના માટે સાધન હતું અને જ્ઞાન સાધ્ય હતું. અત્યારે તપ અમારૂં સાધ્ય બનેલ છે. પરંતુ જ્ઞાન યાની સ્વાધ્યાયનું સ્થાન
ક્યાં છે તે ખબર નથી.? તપની સાથે સ્વાધ્યાય જોડાઇ જાય તે ઉચિત છે અને જરૂરી પણ છે. ખરેખર તો ચાતુમાસમાં એક જ જગ્યાએ સ્થિરતા હોવાને લીધે સંશોધક-જ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરતા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને પોતાના અભ્યાસ અને શાસ્ત્રોના સંશોધન માટે ખૂબ જ સરસ સમય મળી રહે છે તેના લીધે જોઇતા ગ્રંથો ખાસ કરીને સંદર્ભ ગ્રંથો તેમજ શબ્દકોશો જે એક સાથે ૧૦-૨૦-૩૦ ગ્રંથોની જરૂર પડતી હોય છે. તેનો ઉપયોગ આસાન બની જાય છે. અને વધુ સારૂ ચિંતન-મનન કરીને શાસ્ત્રીય ગ્રંથોના સંશોધન-સંપાદન દ્વારા ખૂબ જ ઉત્તમ પ્રકારનો જ્ઞાન યજ્ઞ થઇ શકે છે.
શ્રાવક વર્ગ પણ આ સમયનો ઉપયોગ કરીને સૂત્રો યાદ કરવા, સૂત્રોના અર્થ સમજવા, શાસ્ત્રોના પદાર્થ જાણીને યાદ કરવા અથવા મૌન સ્વીકારીને પોતાના આત્માનું રસ્વરૂપ ચિંતન-મનન કરી શકે છે. સ્વાધ્યાયમાં થોડું યાદ કરવું પડે છે, થોડુ યાદ રાખવું પડે છે, અને મનને એકાગ્ર તલિન બનાવવું પડે છે, જે શારીરિક દોડધામ કરતા વધુ કઠીન હોય છે. પરંતુ તેના દ્વારા આત્મિક આનંદની અનુભૂતિ થાય છે. અને પરંપરાએ મોક્ષપથ પર પ્રયાણ આસાન બને છે. આત્માર્થી જીવો આ બધા પ્રત્યે સાવધ હોય છે તેમનું લક્ષ્ય શેષકાળ દરમ્યાન વિહાર અને વિવિધ અનુષ્ઠાનોમાં જે સ્વાધ્યાય સીદાયો હોય છે તેને ભરપાઇ કરવામાં વ્યસ્ત થઇ જાય છે. ચોમાસાની સ્થિરતા એ વાવણી અને લાવણીની બંનેની મોસમરૂપ બની રહે છે. " સોહં સર્વ સાધનામ " જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ
અહો તડજ્ઞાનમ - ૨૨
લી