Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉપ્પનેઈવ ગિમેઈવા
વા
શ્રી ઉપાંગ સૂત્ર
ગુરુપ્રાણ આગમ બત્રીસી
આશીર્વાદ દાતા ઃ તપસ્વી ગુરુદેવ પૂજય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
| સ્વ. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
નntપુર } { (Priી જ
इमण चव जुन्साहि किंतजुझणबसमा उद्यारिटंखलु दुल्लहं
आचारा अ-५उ.३ હ માણીઆ પળ આમાના સાથે યુદ્ધર બર્મ યુદ્ધ કરવા મતલબ
કુષ્ટ આ સ્મા ના સમાન , યોગેમ બીજી વસ્તુ કુલભભ.
in y{[u/s 2 w
જા જા જા (
onક મા કાકી
અપ્રાસ્તાગાન સાથે યુદ્ઘ વ્યા6vcની
no
જવાબ>FT કોઈ | નિકુલ પીસ કહેશો ? ઇમથે તેનામાં 1971શને એક '
- 9વનના નુકસાર જોક્સ જાધો , ધનંજય નાગરિક્ષિત नाणं संजमसार संजम सारे च निवाणं ।
નાવીના H-3.૨ સમસ્તલોડૅ (સંસાર)નો સાર ( સમછે સદ્ધર્મનો સાર જ્ઞાન છે રનના સાર સંયમ -સાવ છે સંયમ ચારિત્ર )નો સારે નવા (મો) છે
વરને ત્રસદ જ નારા પ મ ન જાવા મળી જ છે! ના બિલ ફી સાથે પાપ ( નો રૂકન : ધ બે વિકેટ પછી નળબા વીકનાં 7
હા જા જ કરી ને
S
C(@Rારાવલv>(t મા ઉરાલર આશ્વાસનાર ઉનાળ તારલાયા (
કુરૂનાબા વે ઇજા ના ચરણ I }14 નાનોબાજી
નથiટરી , 02691 મન ને કવિ ક દુઝનth a |ીલા પIBAU૪ કળો તેજ તો છે,
HE 71 kinકોરજી નથી કે
ની વાત ગામને ર૫ સુરતા નાણાં 7 થી કાળ કે ફી ચૂત મા બાપના વન તે હઠ 9ઇ જાને ના
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક - પ્રાણ - તિ ગુરુભ્યો નમઃ
શ્રી ગર પ્રાણ આગમ બત્રીસી શ્રી પ્રાણલાલજી મ. સા. ની ચીર સ્મૃતિ તથા
સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ.
સ્થવિર થિત ઉપાંગ
તપસમ્રાટ ગુરુદવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રચાણ દશાબ્દીવર્ષ ઉપલક્ષ
શ્રી ઉપાંગ સૂત્ર શ્રી નિયાલિકા સૂત્ર
ગોંડલ ગચ્છ જયવંત હો
કલ્પાવર્તાયકા, પુષ્પિકા, પુષ્પલિકા, વૃષ્ણિદશા
(મૂળપાઠ, ભાષાર્થ, વિવેચન, પરિશિષ્ટ) • પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા. : સંપ્રેરક :
વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. - પ્રકાશન પ્રેરક :
ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. શુભાશિષ : મંગલમૂર્તિ પૂજ્યવરા પૂ. શ્રી મુકતાબાઈ મ.
• પરામર્શ પ્રયોજિકા : ઉત્સાહધરા
શ્રી ઉષાબાઈ મ.
: અનુવાદિકા : પૂ. શ્રી કિરણબાઈ મ.
: પ્રકાશક :
શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
• પ્રધાન સંપાદિકા અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મ.
- સહ સંપાદિકા :
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ.
તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
PARASDHAM
પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ :
ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ. ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯
પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર
પ્રથમ આવૃત્તિ પ્રત પ્રકાશન તારીખ
: ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રત ઃ ૧૦૦૮ : આસોવદ અમાસ – વીર નિર્વાણ કલ્યાણક તથા તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
શ્રી પરાગભાઈ શાહ શ્રી સુમતિભાઈ શાહ •
૧. મુંબઈ – પાસધામ વલ્લભબાગ લેન,
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી શૈલેષભાઈ દેસાઈ - શ્રી બર્જીશભાઈ દેસાઈ
શ્રી ગિરીશભાઈ શાહ
શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન :
www.parasdham.org * www.jainaagam.org
ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
૩. રાજકોટ –
શેઠ ઉપાશ્રય
પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ,
કાલાવડ રોડ,રાજકોટ - ૩૬૦૦૦૫
ફોન - ૯૮૨૪૦૪૩૭૬૯
2. U. S. A. -
Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439 (U.S.A) 001- 408-373-3564 ૪. વડોદરા –
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૯૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
.
સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ " શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ સ્વીકારો મમ દાદા ગુર, ઉપાંગ સૂત્ર અનુવાદલું નજરાણું. Guસમ્રાટ આશિષે કૃતજ્ઞભાવે, ઘરું લવ કરકમલમાં આ ભેટશું. ઓ શ્રદ્ધાતિલકમંડળ !અવિરત વાવો
અમ પરકૃપાપ્રસાદળું ઝરણું. યાવિત્ વંતિવાર રહેશે,
આ શતાબ્દીનું સંભારણું. સૌરાષ્ટ્રની ઘન્યવતી áશ પર જયાં
નિત્ય સાગર ઘુઘવી રહ્યો છે, તેવા વેરાવળના આંગણે જેઓનો જન્મ થયો,
ત્યાં જ વૈરાગ્યની પ્રાપ્તિ થઈ,
બડભાગી બગસરાની ભૂમિ ઉપર સંયમના સાજ સજી અગારમાંથી અણગાર બન્યા,
સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે વિચારી વીરવાણીતું પાછા જૈન જૈોતર સમાજ
કરાવનાર પરગુણ ઉદ્યોતક, એડવાના ઉદ્ઘોષક, છોટસરિતાવાહક એવા પરમ શ્રદ્ધેય પૂ. દાદા રતા કરકમલમાં
જન્મ શતાબ્દી પ્રસંગે ઉપાંગ સૂત્રના અgવાદનું જરાણું
શ્રદ્ધા ભકિતસભર ધ્યે સમર્પણ કરું છું. - પૂ. મુક્ત - લીલમ - ઉષા ગુરુણીના સુશિષ્યા
સાધ્વી કિરણ
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
ત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી કિશોરભાઇ નંદલાલ શાહ.
“વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે” ગરીબ, દુઃખીના બેલી કિશોરભાઇ સાચા અર્થમાં વૈષ્ણવ છે. દશાશ્રીમાળી વૈષ્ણવ કુળમાં જન્મેલાં કિશારભાઇ, ભગવાનમાં શ્રદ્ધા રાખનાર આસ્તિક માનવ છે.
હાર્ડ વર્ક, જાત મહેનત અને પ્રબળ પુરુષાર્થથી મિનરલ પાવડરના ધંધાથી શરૂ કરેલી ધંધાકીય કારકિર્દી એવરેસ્ટ બિલ્ડરર્સ તરીકે તેઓએ પ્રસિદ્ધિની ટોચને હાંસલ કરી છે. તેઓ મૃદુભાષી અને બોલેલું કાર્ય પાર કરનાર છે.
તેઓ શ્રી નાઘેર સમાજના ટ્રસ્ટી છે. વૈષ્ણવ સંપ્રદાય સાઈ બાબા (ર્શડી) ના અનુયાયી છે. શ્રી જગજીવન બાપુ સેવાશ્રમ - શીમરના પરમ ભક્ત છે. જાયન્ટ ગ્રુપ ઓફ ઘાટકોપર સેન્ટ્રલના પાયાના પથ્થરરૂપ પ્રેસીડેન્ટ છે. પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. ના જ્ઞાનમય, પ્રકાશમય સાંનિધ્યે તેઓએ અધ્યાત્મની ઝાંકી અનુભવી છે. તેમના સમર્પિત ભક્ત બનીને રહ્યા છે.
તેમના ધર્મપત્ની શ્રી સર્યુબેન પણ ગુરુદેવ પ્રતિ અનન્ય શ્રદ્ધા ધરાવે છે. તેઓ સોશ્યલ વર્કર છે અને જાયન્ટ ગ્રુપ ઓફ ઘાટકોપરના પ્રેસીડેન્ટ છે. સુપુત્ર વિરલ અને નયનેશ પણ ગુરુદેવને સમર્પિત છે. સુપુત્રી ગ્રીષ્મા તેની મેરેજ લાઇફમાં સુખી છે અને બંને કુટુંબને ઉજ્જવળ કરી રહી છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ના ૩૯ માં જન્મદિને, કોઇપણ કાર્ય માટેની પૂ. ગુરુદેવની પ્રેરણા કે આજ્ઞા શ્રેષ્ઠતાનું સર્જન કરશે તેવા ભાવને, ગુરુ ચરણે સમર્પિત કરતાં તેઓ આગમ પ્રકાશનના મૃતધાર બન્યા છે. તે માટે તેઓ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે.
ગપ્રાણ પ્રકાશન
PARASDHAM
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
પૃષ્ટ
વિષય
કૃષ્ટ
11.
પૂ.શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પુનઃ પ્રકાશનના બે બોલ પૂર્વ પ્રકાશનના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય (શાસ્ત્ર પ્રારંભ. (વર્ગ-૧: નિરયાવલિકા વર્ગ-૧, અધ્ય-૧ઃ કાલકુમાર અધ્યયન સાર રાજગૃહનગર,ઉધાનાદિ કાલકુમાર કાલકુમારનું રથમુશળ સંગ્રામમાં ગમન કાલીરાણીની ચિંતા ભગવાનની દેશના;કાલીરાણીની જિજ્ઞાસા કાલકુમારની ગતિ કોણિકનું ચલણાની કુક્ષિમાં આગમન ચેલણાનો દોહદ અને આર્તધ્યાન અભયકુમાર દ્વારા દોહદપૂર્તિ ગર્ભ પ્રતિ ચેલણા દેવીનો વિચાર રાજા શ્રેણિકની બાળક પર અનુકંપા રાજકુમારની વેદના અને નામકરણ રાજ્ય લોભે કોણિકનો કુવિચારો કાલકુમારાદિ ભાઈઓ દ્વારા સ્વીકૃતિ કોણિકનું પરિવર્તન શ્રેણિકનો મતિભ્રમ અને આત્મહત્યા વેહલ્લકુમારની ક્રીડા
પદ્માવતિ રાણીની હઠથી હાર હાથીની માંગ વેહલ્લકુમારનું મનોમંથન, વૈશાલીગમન દૂતનું વૈશાલી ગમન દૂત સત્કારઃ ચેડારાજાનો ઉત્તર રોષયુક્ત દૂતનું ગમન અને યુદ્ધ ઘોષણા ચેડારાજાની ગણરાજાઓ સાથે મંત્રણા ચેડારાજા અને કોણિકનું યુદ્ધ કાલકુમારનું મૃત્યુ, નરકગમન કાલકુમારનું ભવિષ્ય વર્ગ–૧, અધ્ય–૨થી ૧૦ સુકાલકુમારાદિ (વર્ગ-ર : કલ્પવતસિકા) વર્ગ–૨, અધ્ય.-૧: પાકુમાર અધ્યયન સાર પદ્માવતીનું સ્વપ્નદર્શન, પાકુમારનો જન્મ,દીક્ષા પા અણગારની તપ–સંયમસાધના પદ અણગારનું ભાવી વર્ગ–૨, અધ્ય. ૨ થી ૧૦ મહાપદ્રકુમારાદિ (વર્ગ-૩ : પુષ્યિકા વર્ગ–૩, અધ્ય.-૧ઃ ચંદ્રદેવ અધ્યયન સાર ચંદ્રદેવનું રાજગૃહમાં આગમન ચંદ્રનો પૂર્વ ભવ અંગતિ ગાથાપતિ અંગતિ અણગારનો ચંદ્ર દેવ રૂપે જન્મ ચંદ્ર દેવનું ભવિષ્ય વર્ગ–૩, અધ્ય.-૨ઃ સૂર્યદેવ અધ્યયન સારા સૂર્યદેવનું સમવસરણમાં આગમન વર્ગ–૩, અધ્ય.-૩ઃ શુકદેવ અધ્યયન સાર મહાશુક્રદેવનું પ્રભુદર્શને આગમન
૧૦ ૧૨
૨૧
૩૦
૩૪
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
શુક્રમહાહનો પૂર્વભવ સૌમિલ બ્રાહ્મણ સોમિલ બ્રાહ્મણ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર દષ્ટિ પરિવર્તન મિથ્યાત્વની પ્રાપ્તિ સૌમિલની દિશાપ્રાક્ષિક સાધના સોમિલનું મહાપ્રયાણ માટે પ્રસ્થાન દેવ દ્વારા સૌમિલને પ્રતિબંધ સૌમિલ દ્વારા પુનઃ શ્રાવકધર્મ ગ્રહણ સૌમિલની શુક મહાસામાં ઉત્પત્તિ શુક્ર મહાગ્રહનું ભવિષ્ય
વર્ગ-૩, અધ્ય.-૪ ઃ બહુપુત્રિકા દેવી
અધ્યયન સાર
બહુપુત્રિકાદેવી પરિચય બહુપુત્રિકાદેવી-પૂર્વભવ સુભદ્રા સુભદ્રાને સંતાન પ્રાપ્તિની ઝંખના
સુભદ્રાનું શ્રાવક વ્રત ગ્રહણ સુભદ્રાનો દીક્ષાનો સંકલ્પ સુભદ્રાની દીક્ષા વિધિ
સુભદ્રાઆર્યાનો બાળકોમાં અનુરાગ સુભદ્રા આર્યાનો ગચ્છત્યાગ સુભદ્રાઆણંની સંલેખના, દેવગતિ બહુપુત્રિકા દેવીનો ભાવી ભવઃ સોમા સોમાનું રાષ્ટ્રકૂટ સાથે પાણિગ્રહણ બહુ સંતાનથી પીડિત સોમા
સુરતા આÜનું આગમન સોમાનું પરિવર્તનઃ ધર્મભાવ
સોમાની પ્રવ્રજ્યા
સોમા આર્પાની દેવગતિ, મુક્તિ વર્ગ- ૩, અ..-૫ઃ પૂર્ણભદ્રદેવ
અધ્યયન સાર
પૂર્ણભદ્રદેવનું નાટયપ્રદર્શન
પૂર્ણભદ્રદેવનો પૂર્વભવ-પૂર્ણભદ્ર ગાથાપતિ
પૂર્ણભન્ન અાગારની સાધના પૂર્ણભરનું ભવિષ્ય
વર્ગ-૩, અધ્ય. ૬ થી ૧૦
પૃષ્ટ
એક જ
૮૯
૯૧
; છુ છુ ૩ o o ૪
૧૦૦
૧૦૩
૧૦૬
૧૦૯
૧૧૦
૧૧૨
૧૧૪
૧૧૫
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦
૧૨૧
૧૨૨
૧૨૫
૧૨
૧૨૭
૧૨૯
૧૩૦
૧૩૦
૧૩૧
10
વિષય
મણિભદ્ર દેવના પૂર્વ-પશ્ચાદ્ ભવ (વર્ગ- ૪ : પુષ્પચૂલિકા
અધ્યયન સાર
વર્ગ-૪, અધ્ય.-૧: શ્રી દેવી
શ્રીદેવીનું દર્શનાર્થે આગમન શ્રીદેવીનો પૂર્વભવ ભૂતા ભૂતાનું પ્રવ્રજ્યા ગ્રહણ
ભૂના સાધ્વીની સંયમમા બકુશતા
ભૂતા સાધ્વીનું મૃત્યુ અને ભવિષ્ય વર્ગ–૪, અધ્ય.—૨ થી ૧૦ ડ્રી દેવી આદિ
(વર્ગ-૫ : વૃષ્ણિદશા
અધ્યયન સાર
વર્ગ-૫, અધ્ય.-૧ઃનિષકુમાર
અધ્યયન પ્રારંભ
અરિહંત અરિષ્ટનેમિનું આગમન
નિષકુમારનું દર્શનાર્થ ગમન
નિષકુમારનો પૂર્વભવ–વીરાંગદકુમાર
સિદ્ધર્વાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ
વીરાંગદની પાંચમા દેવલોકની ઉત્પત્તિ વીરાંગદદેવનો નિષધકુમારરૂપે જન્મ નિષધકુમારની દીક્ષા, આરાધના
નિષધકુમાર અણગારની મુક્તિ કોષ અગિયાર અધ્યયન પરિશિષ્ટ-1
સૂત્રગત કથાનાયકોનું વિવરણ પરિશિષ્ટ-૨
આગમમાં વર્ણિત વિશેષ નામ
પરિશિષ્ટ હ
વિવચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
પરિશિષ્ટ-૪
બૌદ્ધસાહિત્યમાં વૈશાલીનાશનો પ્રસંગ
પૃષ્ઠ
૧૩૨
૧૩૫
૧૩૭
૧૩૭
૧૩૯
૧૪૧
૧૪૨
૧૪૪
૧૪૬
૧૪૭
૧૫૦
૧૫૨
૧૫૩
૧૫૪
૧૫૪
૧૫૫
૧૫૭
૧૫૯
૧૬૦
૧૬૨
૧૬૪
૧૬
૧૭
Page #17
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો ': વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
ન
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
12
.
Page #19
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.
જીવન દર્શન
શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ
વેરાવળ. પિતા
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ
વિસા ઓસવાળ. જન્મદિન
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની
ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર.
તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ
બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા
ગોંડલ ગચ્છ. સંયમદાતા
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય,
વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ
અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા.
ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧
Page #20
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
14
Page #21
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
|
15T
Page #22
--------------------------------------------------------------------------
________________
మ్మిరి.
મૌનયોગ
પુણ્ય પ્રભાવ
વિહાર ક્ષેત્ર
જ્ઞાન અનુમોદન
દીક્ષા પ્રદાનસંખ્યા
આચરિત સૂત્રો
જીવંત ગુણો
અનશન પ્રત્યાખ્યાન
અંતિમ ચાતુર્માસ
મહાપ્રયાણ
અંતિમ દર્શન તથા પાલખી
અંતિમક્રિયા સ્થાન
တာ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨ નવેમ્બરથી આજીવન મૌન આરાધના.
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને ભાવની વૃદ્ધિ થઈ છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ
.
શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦ વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી.
૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા.
જતું કરવું, ગમ ખાવો, વાદ–વિવાદ કે દલીલ ન કરવા, જે થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કે નિંદા ન કરવી.
વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા, સમાધાન વૃત્તિ, જ્ઞાનચિ.
ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને ૫૯ દિવસની અનશન આરાધના કરાવી.
રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭)
રાજકોટ, તા. ૮–૨–૧૯૯૮ મહા સુદ ૧૧૫ િ
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે.
રવિવાર
શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. 'તપસમ્રાટ તીર્થધામ', રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે,
રાજકોટ.
16
Page #23
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #24
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરુદેવની દીર્ઘદષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ ‘પારસધામ’ ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દર્શનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહયોગ આપીને અમારું કાર્ય વેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહયોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન -
-
PARASDHAM
વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
18
Page #25
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #26
--------------------------------------------------------------------------
________________
10
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા., તથા આગમ દિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વશ્રુત આરાધક પૂ. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાં નિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્પ્યુટરાઈઝડ્ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાં ય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – ટ્રસ્ટી મંડળ
શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
20
શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #27
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. ઉપાંગ શાસ્ત્રની તત્વભૂમિ –
નિરયાવલિકાદિ પાંચ શાસ્ત્રો રૂપે પ્રસિદ્ધ પાંચ વર્ગાત્મક આ ઉપાંગસૂત્ર વાંચતા મનમાં આફ્લાદક ભાવ તો જન્મ જ છે, સાથે સાથે ધર્મકથાનો પણ બોધ થાય છે. તે સમયની ધર્મકથાઓ કહેવાની શૈલી પણ મન પર અંકિત થાય તેવી હોય છે. શાસ્ત્રકારે સ્વયં મહાવીર ભગવાનના શ્રીમુખથી ગૌતમ સ્વામીના પ્રશ્નોના ઉત્તર રૂપે બધી કથાઓનો ભાવ પ્રવાહિત કરેલો છે. ગૌતમ સ્વામી ભગવાનની સામે જાણે કે એક નાનું બાળક હોય એ રીતે કુતૂહલ-જિજ્ઞાસા ભાવે, ચૌદ પૂર્વના ધારક ગણધર ભગવાન સાદા પ્રશ્નો કરે ત્યારે મનમાં પ્રતિભાવ જન્મે છે અને ભગવાનનો તથા ગણધરનો આપસી સંવાદ કેવો મધુરો લાગે છે, તે અધ્યયન કરનારને જરૂર અનુભવ થાય છે.
- આ શાસ્ત્ર વિષે ઘણું લખી શકાય તથા કહી શકાય તેવું છે. પ્રથમ નિરયાવલિકા વર્ગના ઐતિહાસિક યુદ્ધનો સંપુટ રૂંવાડા ઊભા કરી શકે તેવો હૃદયવિદારક ભાવવાહી છે. અત્યાર સુધી પૂરા ભારતમાં મહાભારતના યુદ્ધને જ લોકો મહાયુદ્ધ તરીકે જાણે છે પરંતુ વૈશાલી અને ચંપાપુરીના આ મહાયુદ્ધને જાણે પડળ ચડી ગયા હોય, તેમ શાસ્ત્રના પાનાઓમાં દબાયેલું જ છોડી દેવામાં આવ્યું છે. સાક્ષાત્ વૈશાલીના યુદ્ધનું વિશદ વર્ણન શાસ્ત્રના પાનાઓમાં ભરેલું છે. નવ લિચ્છવી અને નવ મલ્લવી એ અઢાર રાજાઓના ગણતંત્ર અને તેના નેતા તરીકે વૈશાલીના મહારાજા ચેડા નેતૃત્વ લઈને રણમોરચે આવ્યા. વિપક્ષમાં રાજગૃહીની સેનાઓથી સુસજિત, થયેલ મૂળ રાજગૃહનો રાજા કૃણિક, જેણે પાછળથી ચંપાપુરીને રાજધાની બનાવી, ત્યાંનો રાજા બન્યો હતો, એક વિશાળ સેનાને સંગઠિત-એકત્રિત કરી, પોતાના સગા ભાઈઓને તથા ઓરમાન ભાઈઓને લડાઈનું સૂત્ર સુપરત કરી, બહુ જ વિશાળ સાગર જેવી સેના લઈને આવ્યો અને અંતે વૈશાલી ઉપર આક્રમણ કરી, વૈશાલીનો વિનાશ કર્યો. એ આખું રોમાંચક વર્ણન નિરયાવલિકા નામના પ્રથમ વર્ગનું પ્રથમ અધ્યયન પૂરું પાડે છે.
આપણે અહીં શાસ્ત્રની મૂળ વાતને યથાતથ્ય નમુના રૂપે રજુ કરશું. તમને
(
21
Page #28
--------------------------------------------------------------------------
________________
ભાવે મહાવીરે ઋત્તિ વિ પર્વ વીતી અહીંથી શાસ્ત્રની લગભગ દશ, પંક્તિઓનો ક્રમશઃ ગુજરાતી અનુવાદ કરશું, જેથી યુદ્ધની ઘટના પ્રત્યક્ષ થાય.
'હે કાલીદેવી ! તારો પુત્ર કાલકુમાર ત્રણ હજાર હાથીઓની સેનાથી સજ્જ થયેલો, કૂણિક રાજાની સાથે રથમુશલ નામના સંગ્રામમાં સંગ્રામ કરતો, શત્રુદલના વિરોને આહત, મથિત અને ઘાત કરતો, તેઓની સંકેત સૂચક ધજાઓને ભૂમિસાત કરતો, દિશાઓને અંધકારમય કરતો, પોતાના રથથી ચેડા રાજાના રથની સામે આવ્યો. ત્યાર બાદ તે વૈશાલી નરેશ મહારાજા ચેડાએ કાલ કુમારને પોતાની સામે આવતો જોયો, જોઈને એકદમ ક્રોધથી ભભૂકી ઉઠ્યા, પગની એડીથી માથાની ચોટી સુધી રુષ્ટ થયેલા ચેડા રાજા કંપાયમાન થઈ ગયા. તેઓ ક્રોધથી આંખો પટપટાવવા લાગ્યા અને હુંકારો કરી પોતાના ધનુષ્યને ગ્રહણ કર્યું અને તીરને પણ નિશાન ઉપર ઠીક કર્યું, ચોક્કસ કેન્દ્રબિંદુ ઉપર નજર સ્થિર કરી, ધનુષ્યને તીર ચડાવી, કાન સુધી ખેંચ્યું, ને સડસડાટ કરતું કાલકુમાર ઉપર તીર છોડ્યું. એક જ નિશાને કાલકુમારને આહત કરી, રક્તરંજિત કરી, જમીનદોસ્ત કરી, જીવનથી મુક્ત કરી તેની જીવનલીલા સમાપ્ત કરી દીધી.' આ પ્રમાણે યુદ્ધ વર્ણન કરી ભગવાને કાલીરાણીને કહ્યું- હે કાલીરાણી ! કાલકુમાર યુદ્ધમાં મરી ગયો છે, માટે હવે ફરીથી તું તારા પુત્રને જીવિત જોઈ શકીશ નહીં.
આ વર્ણનથી પાઠક સમજી શકે છે કે યુદ્ધનું કેટલું બીભત્સ કડીબદ્ધ વર્ણન છે. મોરચે આવેલા રાજાઓ કેટલું યુદ્ધ કૌશલ્ય બતાવે છે. જેનધર્મનું પાલન કરતા હોવા છતાં ચેડા રાજા યુદ્ધને મોરચે પોતાના કર્તવ્યથી ટ્યુત થયા નથી. ભગવદ્ ગીતામાં અર્જુન યુદ્ધને મોરચે કાયરતાની વાત કરે છે અથવા ધર્મ-અધર્મની વાત કરી પાપથી બચવા માંગે છે ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન તેમને કર્તવ્યનું ભાન કરાવે છે. યુદ્ધનો પણ એક નિરાળો ધર્મ છે.
| નિરયાવલિકાની જેમ બાકીના ચાર વર્ગ (૧) પૂર્વાસિ (૨) પુષ્ય (૩) પુષ્પવૃત્તિથી (૪) વદિશા છે. કથાનું મુખ્ય આધાર ક્ષેત્ર 'રાજગૃહી' તથા 'દ્વારિકા' છે. આમેય રાજગૃહી અને દ્વારિકાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અપાણી છે. એક પછી એક લગાતાર અધ્યયનો દ્વારિકા તથા રાજગૃહી સાથે જોડાયેલા છે. સાથે સાથે કેટલીક વિલક્ષણ કથાઓ પણ જોડવામાં આવી છે. આ બધી કથાઓના આધારે જૈનશાસ્ત્રોનો એક મુખ્ય સિદ્ધાંત અથવા દીર્ધદષ્ટિ, દષ્ટિગોચર થાય છે. સાધારણતયા
35 22,
Page #29
--------------------------------------------------------------------------
________________
જીવને પતિત માની તેની દુર્ગતિ થઈ, ત્યાં સુધીનો ઉલ્લેખ જગતનાં સામાન્ય ગ્રંથોમાં જોવામાં આવે છે. જ્યારે જૈનશાસ્ત્રની કથાઓમાં આવા પતિત જીવોને નરકના દુઃખો ભોગવ્યા પછી પુનઃ તેનામાં ધર્મનો અભ્યદય થાય છે અને તે જન્મ મૃત્યુના ચક્રમાં ઘણા ગોથા ખાધા પછી પણ આખરે મોક્ષગામી બને, ત્યાં સુધીનું વર્ણન મળે છે.
આ શાસ્ત્રમાં આચારહીન થયેલી સાધ્વીઓના ચરિત્રનું હુબહુ વર્ણન છે. તેમની ઉપભોગ પ્રત્યેની દબાયેલી મહેચ્છાઓ સાધુજીવન સ્વીકાર્યા પછી પુનઃ પ્રગટ થઈ છે અને તેઓ ગુણીનો કે પોતાના સમુદાયનો ત્યાગ કરી સ્વચ્છેદ વિહારી બની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. પોતાની તપસ્યા સંબંધી નિષ્ઠા અને ત્યાગ માર્ગને ન છોડવાથી દેવગતિને પામી અને ત્યાં પણ પોતાની અતૃપ્ત ઈચ્છાઓ પૂર્ણ કરી પુનઃ માનવજીવનમાં આવી ધર્મનું અવલંબન લઈ ત્યાગના પ્રભાવે મોક્ષગતિને પામે છે. આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે વિકતિ અને વિભાવોની લડાઈમાં ઘણી વખત જીવ પરાજય પામે છે પરંતુ તે આત્મા સર્વથા નિંદનીય નથી, વિભાવો નિંદનીય છે કે જેના પ્રભાવે જીવ દુઃખ પામે છે. પરંતુ "જીવ તો જીવ જ છે"વિભાવોથી મુક્ત થતાં તે પોતાના દિવ્ય સ્વરૂપને પુનઃ પ્રગટ કરે છે.
જૈન ધર્મમાં જીવની આ દીર્ઘકાલીન યાત્રાનું વર્ણન કરી, તત્ત્વદષ્ટિ અપનાવી, ઉપદેશ આપવાની શૈલી મૂળભૂત છે. જૈન તીર્થકરો કે જેને મહર્ષિઓ અથવા જૈન શાસ્ત્રો સમગ્ર માનવજીવન કે સમગ્ર જીવરાશિ પ્રત્યે બહુ જ ઉદાર અને ઉત્તમ દષ્ટિ ધરાવે છે. તે જીવના કલ્યાણની સાંગોપાંગ આશાનો ક્યારે ય પરિત્યાગ કરતા નથી, કિંતુ તેઓ દ્વારા એક અદ્ભુત કલ્યાણની આશાનું કેન્દ્રબિંદુ સ્થાપિત કરી જીવનું તમામ ચરિત્ર તે કલ્યાણમયી કેન્દ્રબિંદુ તરફ ઢળે, એ રીતે કથાચરિત્રોનું સદાય લક્ષ રાખવામાં આવ્યું છે. સાતમી નરકમાં સબડતો જીવ પણ છેવટે સર્વાર્થસિદ્ધવિમાનનાં ચરમ સખોનો ઉપભોગ કરી, સુખાતીત દશા–મોક્ષને પ્રાપ્ત કરે છે. જૈનધર્મની દ્રવ્ય દષ્ટિ એટલી સચોટ છે કે ખંડ ખંડ થતી સુખ દુઃખાત્મક પર્યાય દષ્ટિને પરિહરી તે શાશ્વત દ્રવ્યમાં જ શુદ્ધ ઉપયોગની સ્થાપના કરે છે.
આ સૂત્રના બહુપુત્રિકા અધ્યયનમાં ઉપરનું વિવેચન સાંગોપાંગ જોવા મળે છે. સાથે સાથે સંસ્કારોની પ્રબળતા અને અતૃપ્ત ભાવનાઓનું પ્રતિક્રિયાત્મક રૂપ તે અધ્યયનમાં દેવભવ રૂપે પણ જોઈ શકાય છે. બીજા પણ કેટલાક અધ્યયનો છે જેમાં વર્ણિત સાધકો સંપૂર્ણ નિર્દોષભાવે સાધના કરી સદ્ગતિ પામ્યા છે.
C 23 ON :
Page #30
--------------------------------------------------------------------------
________________
- ટૂંકમાં અમારે એ જ કહેવાનું છે કે આ શાસ્ત્ર વર્ણનોનું ચિંતન મનન કરતાં જૈન સમાજે ખૂબ જ ઉદાર દષ્ટિકોણ કેળવવો જોઈએ. શાસ્ત્રોમાં કદમ કદમ ઉપર ઉદાર દષ્ટિકોણનું જ દર્શન થાય છે. છતાં પણ વર્તમાનમાં કેટલાક "કટ્ટરપંથીઓ" પોતે જૈનધર્મના કે જૈન ઉપાસનાના મોટા ઠેકેદાર હોય તેવી રીતે કટ્ટરતાનું પ્રદર્શન કરી એકબીજા સંપ્રદાયો માટે કે સાધકો માટે હલકા શબ્દોનો પ્રયોગ કરી, હલકા દષ્ટિકોણનું પ્રસારણ કરી, વસ્તુતઃ તેઓ જૈન શાસ્ત્રને તથા જૈન સંસ્કૃતિને જ હાનિ પહોંચાડે છે. શાસ્ત્રોની મૂળ વાતો તો ગ્રંથકાર તથા સંપાદક મંડળ સ્વયં વિવેચન સાથે પ્રગટ કરશે એટલે અહીં સામાન્ય અભિપ્રાય માત્ર પ્રગટ કર્યો છે.
આગમમનીષી પૂ.ત્રિલોકમુનિ મ.સા. અને અમારા ગોંડલ ગચ્છના મુક્તમણી જેવા મહાસતીજીઓએ જે અથાગ પ્રયાસ શરૂ કર્યો છે અને મૂળ શાસ્ત્રોની સ્પર્શના કરી, ગુજરાતી ભાષામાં ભાવાત્મક અનુવાદ કરી, જૈન સમાજને જે લાભ આપવાની શરૂઆત કરી છે, તેનું વર્ણન અવર્ણનીય છે. સંત સતીજીઓના આ પ્રયાસ અને પરિશ્રમ સામે નતમસ્તક થઈ જવાય છે. શ્રુત સાધના, એ સાધુ જીવનનો મુખ્ય સ્તંભ છે. જેનું નિર્માણ આ કઠિનકાલમાં શરૂ થયું છે તે વસ્તુતઃ બેજોડ કાર્ય છે.
સાધુ-સાધ્વીજીઓ ! આજના યુગમાં આપ સહુએ સંગઠિત થઈ, રાજકોટ જેવા જૈનકેન્દ્રથી અને રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘનો આલંબન લઈ, તેના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠના કુશલ સંરક્ષણમાં સંપૂર્ણ સમાજને નિર્મળ સ્નાન કરાવી શકે તેવી શ્રુતગંગા પ્રવાહિત કરી છે. તેથી અમને ખૂબ જ આનંદ થાય છે. આ શાસ્ત્રોમાં ગોંડલ- ગચ્છનું સંચિત પડેલું શ્રુત જવાહિર ઝળકવા માંડ્યું છે. બધા શાસ્ત્રો પ્રગટ થયા પછી આગામી કાળમાં આ કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ ગણાશે. ઈતિહાસનાં પૃષ્ઠો પર તેનું મૂલ્યાંકન અંકિત થશે ત્યારે આપની તપસ્યા અને આ શ્રુત સાધના લાખો લાખ જીવોના કલ્યાણનું નિમિત્ત બનશે.
અંતે આ આગમશ્રેણીનું પ્રકાશન વિસ્તાર પામતું રહે અને સૌના ઉત્તમ ક્ષયોપશમનું પ્રતિબિંબ આગમ સરોવરમાં ઝળકતું રહે તથા આ પ્રકાશન સર્વવિશ્વવ્યાપી બની રહે તેવી અંતરની ઊર્મિ સાથે આનંદ મંગલમ્..
જયંત મુનિ પેટરબાર
Page #31
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. બોધિ બીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, "મુક્ત લીલમ" તણા તારક થયા, ગુરુપ્રાણ, "ઉજમ ફૂલ અંબા" ગુરુણીવર્યાને, વંદન કરું ભાવ ભર્યા. સંપાદન કાર્ય કરવામાં કૃપા વરસાવી, શ્રુતજ્ઞાન બળ પૂરજો, ભાવ પ્રાણ પ્રકાશ કરવામાં, મમ અંતરયામી સદા બની રહેજો.
સ્વાનુભૂતિ કરવાના જિજ્ઞાસુ વાચક ગણ !
જ્ઞાયકના જ્ઞાનેશ્વરી; પરમદષ્ટિના પારમેશ્વરી; ભેદ જ્ઞાનના અજોડ દાનેશ્વરી; અનંત જ્ઞાની, અનંત દર્શની એવા શ્રી વીતરાગ પરમાત્માની દિવ્ય દેશનાના ઝીલનારા, શ્રુત જ્ઞાનના પારગામી એવા શ્રી ગણધર રચિત પરમાગમ દ્વાદશાંગીની પુષ્ટિ કરતું; સ્થવિર ભગવંતોએ પામર જીવોને પરમાર્થ માર્ગમાં લઈ જવા માટે રચેલું; શ્રી ઉપાંગ સૂત્ર–નિરયાવલિકાદિ પંચક વર્ગ સંપુટનો ગુજરાતી અનુવાદ દેવ, ગુરુ ધર્મ પસાથે, પંચ પરમેષ્ઠિના મંગલ સ્મરણના નિર્મળ શ્રદ્ધા બળે અને શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના ર૦૦મા અવતરણ અભિષેક અવસરે ગુરુ ગુણી દેવોના કૃપા બળે, ગોંડલ ગચ્છ શિરોમણી જયંત ગુસ્વર્યના પ્રેરક અનુગ્રહ બળે, તેમની જ નેશ્રા અનુજ્ઞા બળે, આપ સમક્ષ પ્રગટ કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ.
પ્રસ્તુત ઉપાંગસૂત્ર સંપુટમાં ધર્મકથાનુયોગની ખુબુ મઘમઘે છે. તદાકાલે સાક્ષાત્ ચોવીસમાં ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી પાસે ભક્તિ કરવા દેવો તથા દેવીઓ આવે છે. પ્રભુના દર્શન કરીને, પોતાની ઋદ્ધિનું દર્શન કરાવી રવાના થાય છે. ત્યારે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે. ભગવન્! એ કોણ હતા? અને એમનો મોક્ષ કયારે થશે? છકાય જીવોના રક્ષક અણગાર, શીધ્ર સ્વ–પરના બંધન તૂટે અને મોક્ષ મળે તેવી ભાવનાથી ભરેલ, ભક્તિ સભર હૃદયવાળા, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનના ધારક, ઈન્દ્રભૂતિ અણગાર ગણધર ગૌતમ સ્વામી નાભિના અવાજથી આવો પ્રશ્ન પૂછે છે ત્યારે...
તેના જવાબમાં કર્મની વિચિત્રતા ભરેલું, મોહ સામ્રાજ્યના સમ્રાટ રાગકેસરી રાજાના કેદી થયેલા, દ્વેષ યુવરાજના હાથથી બંધાયેલા, બાવન આત્મામાંથી કેટલાક આત્માઓનું રોમાંચક કથાનક ભગવાન સ્વયં શ્રીમુખેથી કહે છે. તો કેટલાક આત્માઓનું
—
Page #32
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યપૂર્વક ગ્રહણ કરેલ સંયમી જીવન પણ કહે છે. તે ધર્મકથાઓ આ ઉપાંગ સંપુટમાં સ્થવિર ભગવંતોએ ભરેલ છે.
આ ઉપાંગ શાસ્ત્રના પાંચ વર્ગ છે. પ્રથમ વર્ગ નિરયાવલિકા, બીજો વર્ગ કલ્પાવંતસિકા, ત્રીજો વર્ગ પુષ્પિકા, ચોથો વર્ગ પુષ્પચૂલિકા, પાંચમો વર્ગ વૃષ્ણિ દશા.
પહેલો વર્ગ નિરયાવલિકા હોવાથી આ ઉપાંગ સૂત્રનું નામ નિરયાવલિકા રૂપે પ્રચલિત થયું છે. તે નિરયાવલિકા પદ બે શબ્દથી બને છે. નિરય+આવલિકા. નિરયનો અર્થ છે નરક, આવલિકાનો અર્થ છે પંક્તિ પૂર્ણ અર્થ થાય છે– નરકમાં જનારા જીવોનું પંક્તિબદ્ધ વર્ણન. જીવો પાપ કેમ બાંધે છે? મનુષ્યભવ હારી જઈને અધોલોકમાં દસ પ્રકારની વેદના ભોગવવા માટે જીવોને નારકી કેમ થવું પડે છે? તેની વાત શાસ્ત્રકાર પ્રથમ કરે છે. પ્રથમ, દ્વિતીય વર્ગ ઃ નિરયાવલિકા, કલ્પવતસિકા :
તે પહેલા વર્ગનાં દસ અધ્યયનોનું આપણે ઊંડાણપૂર્વક અવલોકન કરતાં નિરીક્ષણ કરશં. આ જીવ, અનાદિકાળથી મિથ્યાત્વ. અવત. પ્રમાદ, કષાય અને યોગથી અનુજ
ત થઈ; કર્મધારી હોવાથી જડ નથી છતાં એ જડ જેવો બની ગયો છે. રાગ કેસરી રાજાના રાજ્યમાં રહેવાથી તેના બંધનમાં બંધનગ્રસ્ત હોવાથી, તેનો જ મહાવરો હોવાથી તેવા સંસ્કારથી વાસિત થઈ ગયો છે. તે છે તો આત્મા, પરમ પરિણામિક ભાવથી ભરેલો, પરંતુ તેણે ભાવ ચેતનાનો વિકાસ ન કરતાં કર્મચેતનાનો વિકાસ કર્યો છે, તે પણ શુદ્ધ પારિણામિક ભાવની એક અશુદ્ધ-વૈભાવિક અવસ્થા છે. જીવ દ્રવ્ય નિત્ય હોવા છતાં પર્યાયે અનિત્ય છે. તે પણ બે રીતે વિભાજિત થાય છે– શુભ અને અશુભ. શુભ કર્મના સંયોગથી સારી વૃત્તિના પરિણામ હોય ત્યારે શુભ નિમિત્તનો સંયોગ પ્રાપ્ત થતાં શુભકર્મ બંધાય છે અને અશુભ કર્મના ઉદયથી નરસી વૃતિના પરિણામે હોય ત્યારે અશુભ સંયોગનું નિમિત્ત મળતા અશુભ કર્મ બંધાય છે. તે કર્મબંધની સ્થિતિ પરિપક્વ થતાં, તેનાં ફળો ઉદિત થાય છે. તેમાંથી કર્મ પ્રમાણે જીવના અધ્યવસાય આંદોલિત થાય છે. તે જીવની સામે જેવા નિમિત્તથી જેવું જીવાજીવની સાથે બાંધેલું કર્મ હોય તેવું હાજર થાય છે. તેના આશ્રયે રહીને, જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જઈને નવા કર્મ ઉપાર્જન કરે છે. વૃત્તિ પાપમય હોય ત્યારે તેનું પોષણ કરનાર વ્યક્તિ કે વસ્તુ ઉપસ્થિત થઈ જાય છે. તેની સહાયથી આ ભવમાં, પરભવમાં કે ભવોભવમાં જીવ જૂના કર્મ સાથે નવા કર્મનો બંધ પાડે છે. આ છે જીવની અનાદિકાળની દયનીય સ્થિતિ. તે
Page #33
--------------------------------------------------------------------------
________________
સ્થિતિનો પૂર્ણ ચિતાર આ અધ્યયનમાં જોવા મળે છે.
રાજા શ્રેણિક અનાથી મુનિવરના સમાગમે બોધ પામ્યા હતા. ત્યાર પછી તેને ભગવાન મહાવીર સ્વામી મળ્યા તેમના સમાગમે અવિહડ શ્રદ્ધા બળે, તીર્થકર નામકર્મ બાંધવાના વીસ બોલની યથાયોગ્ય આરાધના કરતાં તેણે તીર્થકર નામકર્મ બાંધ્યું. તે પહેલાં ક્યારેક એક તાપસને પારણાનું આમંત્રણ આપી અને ભૂલી ગયા હતા; બે થી ત્રણ વાર આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. તાપસનો અભિગ્રહ ફળ્યો નહોતો તેથી તે ક્રોધે ભરાણો અને સંથારો લઈ તેમાં રાજા શ્રેણિક પ્રત્યે નિયાણ કરી મૃત્યુ પામ્યો. તે નિયાણાના પ્રભાવે તે ચેલણાની કુક્ષીએ કોણિક બની અવતાર પામી ગયો. નિદાન કરીને આવ્યો હતો તેથી તેની કલુષિત લોભવૃત્તિ પ્રગટ થઈ, પૂર્ણ આત્મા લોભ કષાયમાં ઘેરાણો.
વૃત્તિનું કોકડૂ આકાશ જેવડું લાંબુ અને પૃથ્વી જેવડું પહોળું હોય છે. અશુદ્ધ પારિણામિક ભાવમાં તે નાનું થઈને બેઠું છે. તે કોકડું ઉખળે છે ત્યારે સાગરના તોફાનની જેમ મોજા ઉછાળે છે, અનેકની ઉથલ પાથલ કરી નાખે છે. કોણિકે પેંતરો રચ્યો. નાના ભાઈઓને પાસે બોલાવી તેઓને લાલચમાં લપટાવ્યા. લલચાવેલા ભાઈઓને આ બધું ગમી ગયું.
પિતાજી કાળ પામી જાય તો જલદી ગાદી મળે તેવી દુષ્ટ વૃત્તિનો ચેતનના આંગણે સુકાલ થયો. પિતાજી વૃદ્ધ થયા છે, મૃત્યુ પામતા નથી તો હવે મહાકાળ બની તેનું છિદ્ર જોયા કરું તેવી મલિન-કાળી કૃષ્ણ લેશ્યાથી લેપાયો. અતિ સુકૃષ્ણ વર્ણના પુદ્ગલો ગ્રહણ કરીને મહાકૃષ્ણ લેશ્યાવાળો બની ગયો, તેનું હીર–નીર વીરકૃષ્ણ લેશ્યામય બની આર્તધ્યાનની ધુણી ધગાવતો કોણિકનો આતમ રામકૃષ્ણ લેશ્યા સહિત રૌદ્ર- ધ્યાનમાં લીન બની પિત મરતા નથી તો તેમને કેદમાં પૂરવા, ગાદી ઉપરથી હટાવવા મહાકૃષ્ણ લેશ્યામય બુરખો ઓઢીને પરાક્રમ કરું, તેવી મલીન ક્રૂર ભાવનાથી ઉપરોક્ત દસે ય ભાઈઓનો સાથ સાધી કાર્ય કરવા તત્પર બન્યો. આ રીતનો પાપમય સહિયારો સાથ મળતાં કાર્ય સિદ્ધ કર્યું. રાજા શ્રેણિકને નાનકડી ભૂલના પરિણામે પાછલી ઉંમરે કેદમાં પૂરાઈ, મૃત્યુ પામી, કાપોત લેશ્યાના ભાવમાં પહેલી નરકે જવું પડ્યું. આ છે ગહન ગતિ કર્મની.
રાજ્યગાદી ઉપર રાજા કોણિક આવ્યા અને રાજ્યના અગિયાર ભાગ પાડી ભાઈઓ રહેવા લાગ્યા પરંતુ લોભવૃત્તિનું મોજું વિશેષ ઉછળ્યું. ઉછળતાં ઉછળતાં વાવાઝોડું સર્જાયું. તેમાં પણ પદ્માવતી રાણીની ઈર્ષાએ વડવાનળ સળગાવ્યો. નાના
Page #34
--------------------------------------------------------------------------
________________
સ્થિતિનો પૂર્ણ ચિતાર આ અધ્યયનમાં જોવા મળે છે.
રાજા શ્રેણિક અનાથી મુનિવરના સમાગમે બોધ પામ્યા હતા. ત્યાર પછી તેને ભગવાન મહાવીર સ્વામી મળ્યા તેમના સમાગમે અવિહડ શ્રદ્ધા બળે, તીર્થકર નામકર્મ બાંધવાના વીસ બોલની યથાયોગ્ય આરાધના કરતાં તેણે તીર્થકર નામકર્મ બાંધ્યું. તે પહેલાં ક્યારેક એક તાપસને પારણાનું આમંત્રણ આપી અને ભૂલી ગયા હતા; બે થી ત્રણ વાર આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. તાપસનો અભિગ્રહ ફળ્યો નહોતો તેથી તે ક્રોધે ભરાણો અને સંથારો લઈ તેમાં રાજા શ્રેણિક પ્રત્યે નિયાણ કરી મૃત્યુ પામ્યો. તે નિયાણાના પ્રભાવે તે ચેલણાની કુક્ષીએ કોણિક બની અવતાર પામી ગયો. નિદાન કરીને આવ્યો હતો તેથી તેની કલુષિત લોભવૃત્તિ પ્રગટ થઈ, પૂર્ણ આત્મા લોભ કષાયમાં ઘેરાણો.
વૃત્તિનું કોકડૂ આકાશ જેવડું લાંબુ અને પૃથ્વી જેવડું પહોળું હોય છે. અશુદ્ધ પારિણામિક ભાવમાં તે નાનું થઈને બેઠું છે. તે કોકડું ઉખળે છે ત્યારે સાગરના તોફાનની જેમ મોજા ઉછાળે છે, અનેકની ઉથલ પાથલ કરી નાખે છે. કોણિકે પેંતરો રચ્યો. નાના ભાઈઓને પાસે બોલાવી તેઓને લાલચમાં લપટાવ્યા. લલચાવેલા ભાઈઓને આ બધું ગમી ગયું.
પિતાજી કાળ પામી જાય તો જલદી ગાદી મળે તેવી દુષ્ટ વૃત્તિનો ચેતનના આંગણે સુકાલ થયો. પિતાજી વૃદ્ધ થયા છે, મૃત્યુ પામતા નથી તો હવે મહાકાળ બની તેનું છિદ્ર જોયા કરું તેવી મલિન-કાળી કૃષ્ણ લેશ્યાથી લેપાયો. અતિ સુકૃષ્ણ વર્ણના પુદ્ગલો ગ્રહણ કરીને મહાકૃષ્ણ લેશ્યાવાળો બની ગયો, તેનું હીર–નીર વીરકૃષ્ણ લેશ્યામય બની આર્તધ્યાનની ધુણી ધગાવતો કોણિકનો આતમ રામકૃષ્ણ લેશ્યા સહિત રૌદ્ર- ધ્યાનમાં લીન બની પિત મરતા નથી તો તેમને કેદમાં પૂરવા, ગાદી ઉપરથી હટાવવા મહાકૃષ્ણ લેશ્યામય બુરખો ઓઢીને પરાક્રમ કરું, તેવી મલીન ક્રૂર ભાવનાથી ઉપરોક્ત દસે ય ભાઈઓનો સાથ સાધી કાર્ય કરવા તત્પર બન્યો. આ રીતનો પાપમય સહિયારો સાથ મળતાં કાર્ય સિદ્ધ કર્યું. રાજા શ્રેણિકને નાનકડી ભૂલના પરિણામે પાછલી ઉંમરે કેદમાં પૂરાઈ, મૃત્યુ પામી, કાપોત લેશ્યાના ભાવમાં પહેલી નરકે જવું પડ્યું. આ છે ગહન ગતિ કર્મની.
રાજ્યગાદી ઉપર રાજા કોણિક આવ્યા અને રાજ્યના અગિયાર ભાગ પાડી ભાઈઓ રહેવા લાગ્યા પરંતુ લોભવૃત્તિનું મોજું વિશેષ ઉછળ્યું. ઉછળતાં ઉછળતાં વાવાઝોડું સર્જાયું. તેમાં પણ પદ્માવતી રાણીની ઈર્ષાએ વડવાનળ સળગાવ્યો. નાના
28
Page #35
--------------------------------------------------------------------------
________________
પામી ગયા. તેનું વિશદ વર્ણન આ બીજા વર્ગના દસ અધ્યયનમાં છે. આ વર્ગમાંથી હિત શિક્ષા એ જ પ્રાપ્ત થાય છે કે શ્રેણિક રાજાના પૌત્ર દુર્દશાવાળી ઘટનાના ઘટક નહીં બનતાં માતાપિતાની આજ્ઞા લઈ ભગવાન મહાવીર પાસે જઈ ધર્મધ્યાનની આહલેક જગાડી દીધી, તેથી તરી ગયા. તેઓ સુખમાં સુખ ભોગવતાં દેવલોકનો ભવ પૂર્ણ કરી, મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષ પામશે. ત્રીજો વર્ગ : પુષ્પિકા :
પ્રસ્તુત સૂત્રમાં ત્રીજો વર્ગ છે 'પુષ્પિકા'. તેના પણ દસ અધ્યયન છે. પુષ્પ માત્ર એક જ ન હોય, અલગ અલગ છોડના અલગ અલગ પુષ્પ હોય છે. તેમ આ વર્ગના દસે દસ અધ્યયનના નાયક જુદા-જુદા સ્થળે સાધના સાધી, સંયમ વિરાધી કોઈ ચંદ્ર કે સૂર્ય કે શુક્ર વગેરે બને છે. આ વર્ગના અધ્યયનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે સાધના શ્રાવકોની હોય અથવા સાધુ-સાધ્વીની હોય પણ તેના વિચારોનો પલટો કેમ થાય છે; કયારેક ઉલટા વિચાર કરનાર દેશ વિરતિ શ્રાવક સમકિત ભ્રષ્ટ બની, સંત સમાગમ નહીં મળવાથી સત્સંગ ભૂલી, કુસંગમાં રંગાઈ, ફળ-ફૂલ-કંદ ખાનાર તાપસ બની જાય છે. તેને પણ દેવ આવી, દુ:પ્રવ્રજ્યા કહી, વારંવાર સંબોધન કરી પાછા સુપ્રવ્રજિત કરે છે. આ છે ખૂબી પ્રભુ પારસનાથ દેવાધિદેવના શાસનની. બલિહારી હો જૈન શાસનની. દેવો પણ પ્રભુના શાસનની રક્ષા કરે છે અને ભૂલા પડેલા ઉન્માર્ગે જતાં શ્રાવક–સાધુ ભગવંતોને પ્રેરણા આપી પાછા સંયમ સ્થાનમાં સ્થિર કરે છે. ત્રીજા વર્ગના ત્રીજા અધ્યયનનું આ વર્ણન વિચારણીય, ચિંતનીય, મનનીય છે. ખુદ પાર્શ્વનાથ ભગવાનની સમીપે સોમિલ બ્રાહ્મણે છળપૂર્વક પ્રશ્ન કર્યા પરંતુ જવાબ કેવળ જ્ઞાનીના સચોટ સાચા મળ્યા, તેથી બોધ પામી દેશવિરતિ શ્રમણોપાસક બની ગયા. તેઓ અવસરે પડિવાઈ થયા, દેવે સ્થિર કર્યા અને જ્યોતિષી દેવમાં શુક્ર નામના દેવ થયા.
આ વર્ગના ચોથા અધ્યયનમાં એક અતૃપ્ત વાસનાથી વાસિત આત્માનું વર્ણન છે. તે માતૃત્વના યોગે બાળકોની ક્રીડા વગેરેમાં સાધક દશા ગુમાવી, સ્વાધ્યાય છોડી, સંયમ વિરાધી, બહુપુત્રિકા દેવી થઈ, મનુષ્યાણીમાં આવીને કેવી વિચિત્ર દશા પામે છે; તે હુબહુ ચરિત્રને ચરિતાર્થ કરનાર નાનકડું અધ્યયન દાદ માંગી લે છે. વામનમાં વિરાટતા સમાયેલી છે. અહીં આ રીતે દસેકસ અધ્યયનનો વિસ્તાર વાંચી વિચારી, બોધ પ્રાપ્ત કરી, જીવનને અર્વ ધૂનથી અંગે અંગમાં, હાડે હાડની મજ્જામાં વાસિત કરીએ તો 'ચંદ્ર' સમી શીતલતા 'સૂર્ય' સમી તપની તેજસ્વિતા પ્રગટ થાય અને પોતાના
Page #36
--------------------------------------------------------------------------
________________
"શુક' અર્થાત્ વીર્યનો પ્રયોગ બહુપુત્રિકા'રૂપ મોહ સંતતિ હાસ્ય, ક્રીડા કુતૂહલ ઉત્પન્ન કરનાર નોકષાય મોહનીય નાશ કરવામાં જો થાય તો પૂર્ણ શુદ્ધ, સહજ સુખવાળો હું આત્મા છું તેવું ભાન સહજમાં થાય. તે ભાન દ્વારા'મણિ તુલ્ય ભદ્ર પરિણામે મળેલા માનવભવની સાર્થકતા સાધવા ધર્મમાં 'દત્ત' ચિત્તવાળો થાય, તેમજ શિવ ગતિને વરવા વૈર્ય કેળવી સમ્યમ્ બળ પુરુષાર્થ ઉપાડી અનાદૂત' કાળજાને આદૂત કોમળ દયામય બનાવી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે જ અનંત ગુણોની પુષ્પિકા ચેતનના આંગણામાં પાંગરી જાય.
ઉપરોક્ત દસે દસ અધ્યયનના નામ વાક્યમાં વણી લીધા છે; તે જુદા જુદા સ્થળના દેવ-દેવી છે. તે બધા પ્રભુ પાર્શ્વનાથના શાસનકાળમાં થયેલા છે. તેમની પૂર્વભવની કથા ભગવાન મહાવીરે વર્ણવી છે. તે કથા સાંભળી ગૌતમે પ્રશ્ન કર્યો છે કે પ્રભુ! તેઓનો મોક્ષ કયારે થશે? તેના જવાબમાં પ્રભુએ કહ્યું છે– મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યભવ પામી, સંયમ આરાધના દ્વારા કર્મક્ષય કરી મોક્ષપ્રાપ્ત કરશે. ચોથો વર્ગ : પુષ્પચૂલિકા :
આ વર્ગના દસ અધ્યયનો છે. તે દસ અધ્યયનના જીવોએ મનુષ્ય જન્મમાં સ્ત્રી વેદ પ્રાપ્ત કર્યો છે. સુકોમળ અંગવાળી કાયાની માયા કેવી હોય છે. માયા માત્ર રાગમાંથી જન્મ ધારણ કરે છે. રાગ સંપૂર્ણ સંસારનું બીયારણ છે. રાગમાં જ ‘ષની આગ ભારેલી છે. રાગની રાખ જરાક દૂર થાય કે દ્વેષની આગ પ્રગટ થાય છે. આ રીતે સંસાર વૃદ્ધિ પામતાં, નવા દેહ ધારણ કરતા હોવાથી તેના અધ્યાસ (લક્ષ્ય)વધતાં જીવ શરીર સૌંદર્યમાં જ સર્વ સુખ માને છે. તેવું કાયાની માયાનું વર્ણન આ અધ્યયનમાં જોવા મળશે. જેને શરીર બાલુશી નામથી નવાજવામાં આવેલ છે. પ્રભુ મહાવીરના દર્શન કરવા દસ દેવીઓ આવે છે. ત્યારે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે અને પ્રભુ તેના પ્રત્યુતરમાં એમ કહે છે કે હે ગૌતમ! દસ દેવીઓએ પૂર્વભવમાં પુરુષાદાનીય પ્રભુ પાર્શ્વનાથના શ્રી મુખે દીક્ષા ધારણ કરેલી અને પુષ્પચૂલિકા પ્રમુખ આર્યાજીના હાથમાં શિક્ષિત થયેલી તે દસ બા.. સુશિષ્યા હતી.
દેવાધિદેવ જેવા જેને નાથ મળ્યા, ઉચ્ચ કોટિનું ચારિત્ર મળ્યું, છત્ર છાયા આપે તેવા પૂષ્પગુલ્લાનું શરણ ચરણ પ્રાપ્ત થયું. અગિયાર અંગશાસ્ત્રના પાઠી થયાં. ઉપવાસ છઠ અઠ્ઠમ વગેરે તપ ઘણા કર્યા તેમ છતાં એક કાયાની માયાએ ભાન ભૂલાવ્યું. તે શરીરની સફાઈ કરવા લાગી, હાથ-પગ મુખ ધોવું, ગુહ્ય સ્થાનો સાફ કરવા, જે જગ્યા
30
Page #37
--------------------------------------------------------------------------
________________
પર બેસે ત્યાં પાણી છાંટવું વગેરેની ક્રિયા, તેની ગુપ્તિ ધારણ કરવામાં બાધક બની ગઈ. ગુણીની હિત શિક્ષા તેના હૈયામાં ન વસી. તેથી એકલી રહેવા લાગી. સ્વછંદી બનતાં પાપની આલોચના ન કરતાં, ચારિત્ર વિરાધક બનવાના કારણે તે સર્વે પહેલા દેવલોકમાં એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ બની ગઈ છે. ગૌતમસ્વામીએ પુનઃ પ્રશ્ન કર્યોપ્રભુ ! તેમનો મોક્ષ થશે? હા, ગૌતમ! મનુષ્ય ભવ પામીને તે મોક્ષમાં અવશ્ય જશે.
આ અધ્યયનનો મર્મ એ જ છે કે શરીર બાકુશી નહીં બનતા મળેલી દીક્ષાને દિવ્ય બનાવવા ત્યાગ વૈરાગ્યપૂર્વક જીવન વિતાવવા અને કેવળજ્ઞાનરૂપ શ્રી પામવા ડ્રી (લજ્જા)મય નેત્ર બનાવી, ધી(બુદ્ધિ)ને સ્થિર કરી, કીર્તિની કામના કર્યા વિના બુદ્ધિને સ્વ સ્વરૂપમાં જોડી, મનને લક્ષમીની લાલચથી મુક્ત રાખી, ઈલા સમાન ક્ષમા સહિષ્ણુતા કેળવી, બે સુરા શબ્દ રસ અને ગંધ ઉપર વિજય મેળવી દૈવિક ભાવથી આત્માને ભાવિત કરતાં સંયમને સાર્થક સુસફલ બનાવવો જોઈએ.
પહેલાંના બે વર્ગનાં કથા નાયકોના વાહક પ્રભુ મહાવીર છે તો પછીના બે વર્ગનાં કથા નાયકોના વાહક પ્રભુ પાર્શ્વનાથ છે. આ રીતે ચાર વર્ગ પૂરા થતાં વ્યુત્ક્રમથી પ્રાપ્ત બાવીસમાં તીર્થકર અરહંત અરિષ્ટનેમિના શાસન દીક્ષિત તેઓના જ વૃષ્ણિકુળ ના મુક્તાત્માઓના વર્ણનનો પ્રારંભ પાંચમા વર્ગમાં થાય છે. વર્ગ પાંચમો : વૃષ્ણિદશા :
આ પાંચમો વર્ગ વૃષ્ણિદશા નામનો છે. તેમાં સર્વજીવો પ્રતિ વાત્સલ્યની ગંગા વરસાવતું, યથાર્થ આરાધભાવથી વાસિત થતું, બાર અધ્યયનમય વર્ણન છે.
તે અધ્યયનોમાં ચારિત્ર નાયકના વાહક, શાસક, શાસનપતિ યદુકુલભૂષણ અરિષ્ટનેમી બાવીસમાં તીર્થંકર પરમાત્મા છે. તેમને પ્રશ્ન પૂછનાર મુનિપુંગવ ગણધર ભગવંત શ્રી વરદત્ત મુનિરાજ છે.
ભગવાન નેમનાથના દર્શન કરવા આવનાર પુણ્યશાળી આત્માઓ જ્યારે દેશવિરતિપણું ધારણ કરે છે ત્યારે તેમને માટે પ્રશ્ન થયા છે. પ્રભુએ તેના જવાબમાં પૂર્વભવની કથા સંભળાવી છે; કયા કારણે જીવ ક્યાં જાય તે વાત સમજાવી સમસ્યાનું સમાધાન કર્યું છે. ધાર્મિક, માર્મિક વાતો આ અધ્યયનમાં દર્શાવવામાં આવી છે. તે બાર આત્માને વાક્યમાં ઉપસાવી સંક્ષિપ્તસાર કહીશ. વધુ વિસ્તારનું આ આગમમાંથી વાચકવર્ગે વાંચન કરી લેવું. આ બધા આત્માઓ હળુકર્મી પુણ્યશાળી પુરુષો છે, જેથી તેઓએ સંસારવર્ધક ક્રિયાઓનો નિષધ કરી, કષાયરૂપ માનીને મારી, સુખા વહ
Page #38
--------------------------------------------------------------------------
________________
તથા વીર મુખે વહેતી જિનવાણીના માર્ગમાં પ્રગતા' થઈ જ્ઞાનની યુક્તિ મેળવીને, દસવિધ યતિ ધર્મના દશરથ માં બેસી, અસ્થિર મનરૂપ ઘોડાને યમ નિયમની લગામ દ્વારા દરથમાં જોડી, સંયમ યાત્રાનું પર્ણ પાલન કર્યું. કષાયો સામે તંદ્ર ખેલવા મહાવ્રતરૂપ મહાધન્વા બની કેસરીયા કર્યા. પાંચ ઈન્દ્રિયના વિષયને જીતવા, આહાર સંજ્ઞાને નાથવા સપ્ત પિડેષણારૂપ સપ્ત ધન્વા બની આસક્તિને વીંધી નાખી. પ્રમાદને પતિત કરવા દસ સમાચારીના દશ ધન્વા બની આઠમદ, નિદ્રા અને વિકથાની કંચકીને ભેદી નાખી. જ્યારે મોહરાજાએ હુમલો કર્યો ત્યારે શતધન્વા બની ભવોભવના અશુભ કર્મના સુભટોને જમીન દોસ્ત કર્યા, અણારંભી શુભ પુણ્યના પુંજને એકઠા કરી, કાળના અવસરે સંલેખનાપૂર્વક કાળધર્મ પામી, જેના સર્વ અર્થ સિદ્ધ એવા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી, દીક્ષા ગ્રહણ કરી, પરમ શુદ્ધ પારિણામિક ભાવ જાગૃત કરી, અપ્રમત દશા પ્રાપ્ત કરી, ક્ષપક શ્રેણિ માંડી, ધૈર્યનું ધનુષ્ય ધારણ કરી, મોહરાજાના રાજ્યમાં પ્રલયકાળ સર્જી સંપૂર્ણ સંસારના જન્મ મરણની જંજાળને ટાળી નાંખશે.
આ પાંચ વર્ગાત્મક ઉપાંગ સૂત્રમાં પહેલાં નરકનું વર્ણન, ત્યાર પછી દેવલોકનું વર્ણન, ત્યાર પછી જ્યોતિષી દેવોનું વર્ણન, ત્યારપછી પ્રથમ વૈમાનિક દેવલોકમાં દેવીઓને ઉત્પન્ન થવાનું વર્ણન અને અંતે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન કર્યું છે. આ રીતે કર્મના ભારથી ભરેલો જીવ અધોગતિવાળો હોય તેથી અધોલોકથી લઈને ઉર્ધ્વલોક સુધીનું વર્ણન કરતાં સૂત્રકારે પાપની પંક્તિ પ્રથમ દર્શાવી ત્યાર પછી પુણ્યની પંક્તિ દર્શાવી છે.
પ્રસ્તુત સૂત્ર વાંચનમાં બહુ અલ્પ છે. પરંતુ તેમાં સાંયોગિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક સમસ્યાને હલ કરવાનું સામર્થ્ય ભરચક ભર્યું છે. આ સૂત્ર વિવિધ આશ્વાસન આપવાની તાકાત ધરાવે છે. તેમજ આ શાસ્ત્ર શારીરિક બીમારીને તથા જન્મ, મરણ રૂપને આત્મ દુઃખોને નાશ કરવાનું ઔષધ અને આત્મશુદ્ધિ રૂપ સંજીવની જડીબુટ્ટી છે. આત્મબંધુ! આ શાસ્ત્રનું જે પ્રમાણે તમે મનન કરશો અને ઉપયોગ કરશો તે પ્રમાણે ઉપયોગી બનશે. અસ્તુ શુભ ભવતુ. આભાર : સાધુવાદ : ધન્યવાદ :
પ્રસ્તુત આગમના અનુવાદિકા છે અમારા પ્રશિષ્યા દઢ મનોબળી દીર્ઘ અને ઉગ્ર તપસ્વિની શ્રમણી વિદ્યાપીઠની વિદ્યાર્થિની વિદુષી કિરણબાઈ મ. જેમણે અનુવાદ
Page #39
--------------------------------------------------------------------------
________________
Th( 5.
સ્વાધ્યાય કરવાનો જે પુરુષાર્થ ઉપાડ્યો તે ઘણો ઘણો પ્રશંસનીય છે. હું તેઓની કદર કરું છું, ધન્યવાદ આપી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું અને શુભ કામના કરતાં કહું છું કે તમે આગમનું ઊંડું અવલોકન કરી, અરિહંત બની જવા નિબંધ સંયમ યાત્રાનું નિર્વહન કરતા રહો, એ જ ભાવના.
આ આગમને સુશોભિત બનાવનાર, આગમના પાઠ પ્રમાણે વાસ્તવિક અર્થ કરી સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર સમયજ્ઞ આગમમનીષી પૂ.ત્રિલોકમુનિવર્યને શતકોટિ વંદના.
સહ સંપાદિકા ડૉ. વિદુષી સાધ્વી આરતી શ્રી એવં વિદુષી સાધ્વી સબોધિકાશ્રીને અનેકશઃ ધન્યવાદ. અમારા આ આગમ અવગાહન કરાવનાર સહયોગી દરેક સાધ્વીવૃંદને સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઈ, ધીરૂભાઈ વગેરેને ધન્યવાદ. પ્રકાશન સમિતિના માનદ સભ્ય શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલા ભામાશા શ્રીયુત ૨મણિકભાઈ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢસંકલ્પી તપસ્વિની વિજયાબેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદ ભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક
સ્થા. જૈન સંઘના યુવા પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા તેમના સહયોગી રામાનુજભાઈ, જીગ્નેશભાઈ, નીતાબેન અને સાબીરભાઈ અને આગમના દાનદાતાઓ વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશક, સંપાદકોને આભારસહ અનેકશઃ સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે તૂટી રહી જવા પામી હોય, જિનવાણી વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધેત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃ ક્ષમાપના. મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પ. પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ. ના સુશિષ્યા – આર્યા
લીલમ.
Page #40
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
અનાદિકાળના અનંતાનંત જીવોના પરિભ્રમણમાં અનંતકાળે અનંતાનંત જીવોમાંથી કોઇ એકાદ જીવને જિનવાણી શ્રવણનો યોગ મળે છે. તેવા અનંત જીવોમાંથી કોઇ એકાદ જીવને જિનવાણી શ્રવણ પછી તેની શ્રધ્ધા પ્રગટ થાય છે. જિનવાણીનું શ્રવણ કર્યા પછી તે ભાવોને સમજીને આગમ સંપાદનના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવા મળે તે ખરેખર અમારા માટે પરમ સૌભાગ્ય છે... આ એક સોનેરી તક છે. ગુરુકૃપાએ આ તક અમોને સાંપડી અને અમે અત્યંત પ્રસન્નભાવે શ્રધ્ધાપૂર્વક તકને વધાવી તે દિશામાં ગતિશીલ બન્યા.
ક્રમશઃ એક પછી એક આગમનું સંપાદન કરતાં શ્રી નિરયાવલિકા સૂત્રનું સંપાદન કરવાનો સુઅવસર આવ્યો. કથાનુયોગ પ્રધાન શ્રી નિરયાવલિકા સૂત્ર નામથી પ્રસિધ્ધ આ આગમમાં પાંચ ઉપાંગ સૂત્રોનો સમાવેશ થાય છે.
શાસ્ત્રપાઠ અનુસાર આ શાસ્ત્રનું નામ “ઉપાંગસુત્ર’ છે અને નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુપિકા, પુષ્પગુલિકા અને વૃષ્ણિદશા, આ પાંચ તેના વર્ગ છે. સમhvi મવિથ મહાવીરે... ૩ પંર વ7| પJUત્તા, તંગદી... બિરયાવિત્તિયાગો...
સમય વ્યતીત થતાં આ પાંચ વર્ગ ભિન્ન ભિન્ન પાંચ આગમ રૂપે પ્રસિધ્ધ થઇ ગયા છે. બાર ઉપાંગ સૂત્રોની ગણનામાં આ પાંચે વર્ગની પાંચ આગમ રૂપે ગણના થઇ છે. સંપાદન દરમ્યાન પ્રશ્ન થયો કે આ શાસ્ત્રને આપણે કયુ નામ આપવું? સંપાદક મંડળે સાથે મળીને વિચારણા કરીને નિર્ણય કર્યો કે શાસ્ત્રના પાઠ અનુસાર મૂળભૂત ‘ઉપાંગ સૂત્ર' નામ જળવાઇ રહેવું જોઇએ તેથી શાસ્ત્રની ઉપર ‘ઉપાંગ સૂત્ર' લખીને તેની નીચે પરંપરાથી પ્રચલિત “શ્રી નિરયાવલિકા સૂત્ર' લખ્યું છે. આ રીતે શાસ્ત્રોની મૌલિકતા અને પરંપરાનો સમન્વય કર્યો છે.
પ્રથમ વર્ગ – શ્રી નિરયાવલિકા સૂત્રમાં માતા ચેલણાના દોહદનું વર્ણન છે તેમાં ૩યરવત્નિમદિ – ઉદરાવલિમાંસ અર્થાત્ “પેટના અંદરના આંતરડા' શબ્દનો પ્રયોગ છે.
|
O -
{ (
Page #41
--------------------------------------------------------------------------
________________
પરંતુ અર્ધમાગધી કોષમાં આ શબ્દનો અર્થ “કલેજાનું માંસ કર્યો છે. ટીકાકારે આ શબ્દનો અર્થ કર્યો નથી. પરંપરામાં આ અર્થ જ પ્રચલિત છે. તેમ જ ચલણારાણીને રાજા શ્રેણિકના કલેજાનું માંસ ખાવાનો દોહદ થયો હતો તથા પ્રકારની કથા પ્રચલિત છે તેથી અમે પણ પ્રચલિત અર્થને સ્વીકાર્યો છે.
કલ્પવતંસિકા આદિ ચારે વર્ગમાં ક્રમશઃ દશ, દશ, દશ, બાર અધ્યયન છે. દરેક અધ્યયનોમાં એક-એક વ્યક્તિના પૂર્વ-પશ્ચાદ્ભવ સહિત ત્રણ-ત્રણ ભવનું વર્ણન છે. અમે પાઠકોની સરળતા માટે દરેક અધ્યયનોની કથા પ્રારંભમાં આપી છે.
પરિશિષ્ટમાં પાંચ વર્ગની સંપૂર્ણ વિગત કોષ્ટક રૂપે આપી છે જેનાથી વાચકો સંપૂર્ણ શાસ્ત્રને સરળતાથી સ્મૃતિપટ પર અંકિત કરી શકે છે.
પ્રથમ વર્ગ શ્રી નિરયાવલિકામાં પાઠકોને કથાનું સાતત્ય જળવાઇ રહે અને રસવૃધ્ધિ થાય, તે માટે શ્રેણિકરાજાને પ્રાપ્ત થયેલા દિવ્ય હારની ઘટના અન્ય ગ્રંથોના આધારે પ્રગટ કરી છે. રાજા કોણિક અને ચેડારાજાના હૃદયદ્રાવક યુધ્ધના વર્ણન પાછળ શાસ્ત્રકારનો આશય શું છે ? તે અધ્યયનના અંતે ઉપસંહાર રૂપે પ્રસ્તુત કર્યું છે. કથાના માધ્યમથી શાસ્ત્રકારે સંસારનું સ્વરૂપ, ભૌતિક પદાર્થોનું આકર્ષણ અને તેના દારૂણ પરિણામોની સાથે કર્મસિધ્ધાંતને સ્પષ્ટ કર્યો છે.
પુપિકા વર્ગમાં અંગતિકુમારની મૃત્યુ પછીની ગતિના વર્ણન પ્રસંગે શાસ્ત્રકારે વિરદિય સામvો શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રાસંગિક રીતે વિવેચનમાં સંયમ વિરાધના એટલે શું ? તે વિષયને સ્પષ્ટ કર્યો છે. આ રીતે વિવેચનમાં પ્રસંગોનુસાર કથાનકોથી સંબંધિત તાવિક વિષયોને પણ સમજાવ્યા છે.
કથાનકોના માધ્યમથી વૈરાગ્ય તરફ ગતિ કરાવે તેવું શ્રી નિરયાવલિકા સૂત્ર સાધકોને અંતર્મુખ બનાવી વૈરાગ્યને દઢતમ બનાવે છે.
શાસ્ત્ર સંપાદનના નિમિત્તથી માત્ર શાસ્ત્રવાંચન જ નહીં પરંતુ શાસ્ત્રના ભાવોની અનુપ્રેક્ષા કરવાનો સુયોગ પ્રાપ્ત કરી અમે ધન્યાતિધન્ય બની ગયા છીએ.
તેના માટે અનંત ઉપકારી પૂ. ગુરુવર્યોના ઉપકારનો સ્વીકાર કરી તેઓશ્રીના પાવન ચરણોમાં સાદર વંદન કરી વિરામ પામીએ છીએ.
35
Page #42
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સંપાદનમાં જિનાજ્ઞાથી ઓછી, અધિક, વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
સદાૠણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદા ઋણી માત-નાત લલિતાબેન-પોપટભાઈ!
કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
શરણ ગ્રાં પૂ. મુક્ત - લીલમ ગુણીથી ! ખોળ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગર્-ધર્મની મળે એવી ક્ષા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શરણું રહ્યું પૂ. મુક્ત - લીલમ - વીર ગુણીશ્રી ! ખોળ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા યુન સુબોધે કરું કમાયોનું શમન.
36
Page #43
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી કિરણબાઈ મ.
જૈન સાહિત્યનો પ્રાચીનતમ વિભાગ આગમ છે. આ + ગમ = આપ્ત પુરુષો—તીર્થંકરો દ્વારા આપેલું ગમ = જ્ઞાન આગમ કહેવાય છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરી, સર્વજ્ઞ સર્વદર્શી થયા પછી પ્રવચન દ્વારા જીવ અજીવ આદિનું સ્વરૂપ પ્રગટ કરતાં કર્મબંધ, બંધહેતુ, મોક્ષ અને મોક્ષના હેતુનું રહસ્ય ઉદ્ઘાટિત કર્યું.
ભગવાન મહાવીર સ્વામીના પાવન પ્રવચનો અર્થાગમ કહેવાય અને ગણધરો દ્વારા કરેલી સૂત્રરચના સુત્તાગમ કહેવાય છે.
આ આગમસાહિત્ય આચાર્યો માટે નિધિ સમાન છે તેથી તેનું નામ ગણિપિટક રાખવામાં આવ્યું. તેના મૌલિક વિભાગ બાર છે, જેને દ્વાદશાંગી કહેવાય છે.
આગમ વિભાજનમાં પ્રસ્તુત આગમ ઃ
પ્રાચીનકાળથી આગમોનું વિભાજન અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યના રૂપે છે. અંગસાહિત્યની રચના ગણધરોએ કરી છે અને અંગ બાહ્ય સાહિત્યના રચયિતા સ્થવિર ભગવંતો છે. ત્યાર પછી કાલાંતરે એટલે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સેંકડો વર્ષો પછી અંગબાહ્ય આગમોના ઉપાંગ, મૂલ અને છેદ કે ચૂલિકાશાસ્ત્ર એવા નામો પ્રચલિત થયા અને ત્યાર પછી આ ઉપાંગ આદિની સંખ્યાઓ નિશ્ચિત્ત થવા લાગી. જોકે તેની સંખ્યાનો કોઈ મૌલિક આધાર નથી. છતાં સ્થાનકવાસી પરંપરામાં ૧૨ ઉપાંગ, ૪ મૂલ અને ૪ છેદ શાસ્ત્રોની માન્યતા પ્રચલિત છે. પ્રસ્તુત આગમની ગણના ઉપાંગ વિભાગમાં થાય
છે.
ઉપાંગ સૂત્ર : નામબોધ :
નિરયાવલિકા નામથી પ્રસિદ્ધ આ શાસ્ત્રનું આગમિક નામ ઉપાંગ સૂત્ર છે. તે
37
Page #44
--------------------------------------------------------------------------
________________
કે પહેલાં ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. જ્ઞાતાધર્મકથામાં મેઘકુમારની માતા શ્રેણિકની (૨૪મી) રાણી ધારિણી હતી તેવો ઉલ્લેખ છે. દશાશ્રુતસ્કન્ધમાં (૨પમી) મહારાણી ચેલણાનું વર્ણન છે. તે અત્યંત રૂપવાન હતી. તેના દિવ્ય રૂપને જોઈને ભગવાન મહાવીર સ્વામીના સાધ્વીજીઓ સ્તબ્ધ થઈ ગયા અને નિદાન કરવા માટે તત્પર થઈ ગયા. નિશીથચૂર્ણિમાં શ્રેણિકની એક રાણીનું નામ અફતગંધા પણ મળે છે પરંતુ આ નામ બહુપ્રસિદ્ધ નથી. બૌદ્ધ સાહિત્યમાં વિનયપિટક નામના ગ્રંથમાં રાજા શ્રેણિકની પાંચસો રાણીઓનો ઉલ્લેખ છે. શ્રેણિકના પુત્ર – આગમમાં શ્રેણિકરાજાના છત્રીસ પુત્રોનો ઉલ્લેખ મળે છે. તે છત્રીસ નામ આ પ્રમાણે છે– (૧) જાલી (ર) માલી (૩) ઉવયાલી (૪) પુરિષણ (૫) વારિસેણ (૬) દીહદંત (૭) લષ્ટદંત (૮) વેહલ્લ (૯) વેહાયસ (૧૦) અભયકુમાર (૧૧) દીઘુસેન (૧૨) મહાસેન (૧૩) લષ્ટદંત (૧૪) ગૂઢદંત (૧૫) શુદ્ધદંત (૧૬) હલ્લા (૧૭) દુમ (૧૮) દુમસેન (૧૯) મહાદુમસેન (૨૦) સીહ (૨૧) સિંહસેન (૨૨) મહાસિંહસેન (૨૩) પુણ્યસેન (૨૪) કાલકુમાર (૫) સુકાલકુમાર (૨૬) મહાકાલકુમાર (૨૭) કૃષ્ણકુમાર (૨૮) સુકૃષ્ણકુમાર (૨૯) મહાકૃષ્ણકુમાર (૩૦) વીરકૃષ્ણકુમાર (૩૧) રામકૃષ્ણકુમાર (૩૨) પિતૃસેનકૃષ્ણકુમાર (૩૩) મહાસેનકૃષ્ણકુમાર (૩૪) મેઘકુમાર (૩૫) નંદીસણ (૩૬) કોણિક.
તેમાંથી અનુત્તરોપપાતિક સૂત્રાનુસાર જાલી આદિ ૨૩ રાજકુમારો દીક્ષા લઈ સંયમધર્મની આરાધના કરી અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. જ્ઞાતાસૂત્ર અનુસાર મેઘકુમાર પણ શ્રમણધર્મ સ્વીકારી અંતે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. નંદીસૂત્રની ટીકા અનુસાર નંદીષેણ પણ સંયમી બની સાધનાના પંથે આગળ વધ્યા. આ પ્રમાણે ૨૫ રાજકુમારોએ દીક્ષા લીધી. શેષ અગિયાર(કોણિક અને કાલકુમાર આદિ ૧૦) રાજકુમારો સંયમ ગ્રહણ કર્યા વિના મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થયા. દ્વિતીય વર્ગઃ કલ્પાવતસિકા :
કલ્પ શબ્દનો પ્રયોગ સૌધર્મથી અશ્રુત સુધીના બાર દેવલોક માટે પ્રયુક્ત થયો છે. દેવલોકમાં ઉત્પન્ન થનારા જીવોનું જેમાં વર્ણન છે તે વર્ગ કલ્પાવતંસિકા છે. દેવલોક તે પુણ્ય ભોગવવાનું સ્થાન છે.વ્રત-નિયમ ધારણ કરનાર, શુભ ભાવથી પુણ્યના કાર્ય કરનાર દેવગતિ પામે છે. આ વર્ગમાં વર્ણિત (૧) પદ્મ (૨) મહાપદ્મ (૩) ભદ્ર
38
Page #45
--------------------------------------------------------------------------
________________
આ સૂત્રના મૂળપાઠથી સ્પષ્ટ છે. ઉપાંગ નામનું આ સૂત્ર એક શ્રુતસ્કંધ રૂપ છે. નિરયાવલિકા આદિ પાંચ તેના વર્ગ છે. પાંચ વર્ગોના નામ આ પ્રમાણે છે– (૧) નિરયાવલિકા (૨) કલ્પાવતંસિકા (૩) પુષ્પિકા (૪) પુષ્પચૂલિકા અને (૫) વૃષ્ણિદશા. પાંચ વર્ગના બાવન અધ્યયન છે. સંપૂર્ણ સૂત્રનું પરિમાણ ૧૧૦૯ શ્લોક પ્રમાણ માનવામાં આવ્યું છે.
પ્રથમવર્ગ નિરયાવલિકા :
આ વર્ગ–વિભાગમાં નરકમાં જનારા જીવોનું(શ્રેણિક પુત્રનું) ક્રમશઃ વર્ણન છે. તેથી તેનું સાર્થક નામ નિરયાવલિકા છે. આ વર્ગમાં દસ અધ્યયન છે.
સમ્રાટ શ્રેણિક એક અધ્યયન :– પ્રાચીન મગધના ઈતિહાસને જાણવા માટે આ વર્ગ ઘણો જ ઉપયોગી છે. તેમાં સમ્રાટ શ્રેણિકના રાજ્યકાલનું વર્ણન કરેલું છે. સમ્રાટ શ્રેણિકનું જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં અનુક્રમે શ્રેણિક ભિંભિસાર અને શ્રેણિક બિંબિસાર નામ મળે છે. જૈન દૃષ્ટિએ શ્રેણીઓની સ્થાપના કરવાના કારણે તેનું નામ શ્રેણિક પડ્યું. બૌદ્ધ દષ્ટિએ તેના પિતાએ તેને અઢાર શ્રેણીઓનો માલિક બનાવ્યો હતો તેથી તે શ્રેણિક નામથી પ્રસિદ્ધ થયા. જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં શ્રેણીઓની સંખ્યા અઢાર જ છે. શ્રેણીઓના નામમાં પણ પરસ્પર ઘણી જ સમાનતા છે. જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં નવનારુ અને નવકારુ તે અઢાર શ્રેણીઓના ભેદોનું વિસ્તૃત વર્ણન છે. પરંતુ બૌદ્ધ સાહિત્યમાં શ્રેણીઓના નામ આ પ્રમાણે વ્યવસ્થિત રૂપે મળતાં નથી. 'મહાવસ્તુ'માં શ્રેણીઓના ત્રીસ નામ મળે છે. તેમાંથી ઘણા નામો તો જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલ નામોની સમાન છે. કેટલાયે વિદ્વજ્જનોનું મંતવ્ય છે કે રાજા શ્રેણિકની પાસે ઘણી મોટી સેના હતી અને તે સેનિય ગોત્રના હતા, તેથી તેનું નામ શ્રેણિક પડ્યું.
રાજા શ્રેણિકની મહારાણીઓ :- આગમ વર્ણન અનુસાર શ્રેણિક રાજાને પચ્ચીસ રાણીઓ હતી, તેના નામ આ પ્રમાણે છે– (૧) નંદા (૨) નંદમતી (૩) નંદોત્તરા (૪) નંદશ્રેણિકા (પ) મરુતા (૬) સુમરુતા (૭) મહામરુતા (૮) મરુદેવા (૯) ભદ્રા (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા (૧૨) સુમના (૧૩) ભૂતદત્તા (૧૪) કાલી (૧૫) સુકાલી (૧૬) મહાકાલી (૧૭) કૃષ્ણા (૧૮) સુકૃષ્ણા (૧૯) મહાકૃષ્ણા (૨૦) વીરકૃષ્ણા (૨૧) રામકૃષ્ણા (૨૨) પિતૃસેનકૃષ્ણા (૨૩) મહાસેનકૃષ્ણા. આ રાણીઓએ સમ્રાટ શ્રેણિકના મૃત્યુ પછી
39
Page #46
--------------------------------------------------------------------------
________________
નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવ સૂરીએ દીર્ઘદશા શાસ્ત્ર અજ્ઞાત છે, તે પ્રમાણે કથન કર્યું છે, તેમ છતાં દીર્ઘદશાના અધ્યયનો સંબંધી કેટલીક સંભાવનાઓ પ્રગટ કરી છે. નંદીસૂત્રની આગમ સૂચિમાં તે શાસ્ત્રનો ઉલ્લેખ નથી.દીર્ઘદશામાં આવેલા પાંચ અધ્યયનોનું નામ સામ્ય આ શાસ્ત્રની સાથે છે. યથા– ચંદ્ર, સૂર્ય, શુક્ર અને શ્રીદેવી બહુપુત્રી મંદરા.
આચાર્ય અભયદેવસૂરિએ સ્થાનાંગવૃત્તિમાં નિરયાવલિકાના નામ સામ્યવાળા આ પાંચ અને બીજા બે અધ્યયનોનું સંક્ષિપ્ત વિવરણ કર્યું છે અને શેષ ત્રણ અધ્યયનોને અપ્રતીત કહ્યા છે. આચાર્ય અભયદેવસૂરિના સ્થાનાંગ સૂત્રના વિવેચન અને પ્રસ્તુત આગમના કથાનકોમાં ઘણી સામ્યતા છે. ચોથો વર્ગઃ પુષ્પચૂલા – આ વર્ગના પણ દશ અધ્યનન છે. આ દશ અધ્યયનોના નામ આ પ્રમાણે છે. (૧) શ્રીદેવી (૨) હ્રીદેવી (૩) ધૃતિદેવી (૪) કીર્તિદેવી (૫) બુદ્ધિદેવી (૬) લક્ષ્મીદેવી (૭) ઈલાદેવી (૮) સુરાદેવી (૯) રસદેવી (૧૦) ગંધદેવી. આ દશે દેવીઓ પૂર્વભવમાં પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં પુષ્પચૂલા સાધ્વીજી પાસે પ્રવ્રજિત થઈ હતી. તેથી આ વર્ગનું નામ પુષ્પચૂલા છે. સંયમનું પાલન કરતાં દેહાધ્યાસ જાગૃત થયો અને તે શરીર શુશ્રુષામાં લીન બની, શરીર બાકુશિકા થઈ, વિરાધકપણે કાલધર્મ પામી દેવીરૂપે ઉત્પન્ન થઈ છે.
ઐતિહાસિક દષ્ટિએ આ વર્ણન અત્યધિક મહત્ત્વનું છે. વર્તમાન યુગમાં પણ સાધ્વીજીઓના ઈતિહાસ જાણવા–મેળવવા કઠિન છે. ત્યારે આ વર્ગમાં પાર્શ્વનાથ ભગવાનના યુગની સાધ્વીજીઓનું વર્ણન છે. શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી આદિ લોકમાં જે વિશિષ્ટ શક્તિઓ પ્રસિદ્ધ છે તેની અધિષ્ઠાત્રી દેવીઓનું અસ્તિત્વ હોય છે. પાંચમો વર્ગઃ વૃષ્ણિદશા – નંદી ચૂર્ણિ અનુસાર પ્રસ્તુત વર્ગનું નામ અંધકવૃષ્ણિદશા હતું. આજે આ વૃષ્ણિદશા નામથી પ્રસિદ્ધ છે. તેમાં વૃષ્ણિવંશીય બાર રાજકુમારોનું વર્ણન, બાર અધ્યયનોમાં છે. તે અધ્યયનોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે– (૧) નિષકુમાર (૨) માતલીકુમાર (૩) વહકુમાર (૪) વકુમાર (૫) પ્રગતિકુમાર (૬)
જ્યોતિકુમાર (૭) દશરથકુમાર (૮) દેઢરથકુમાર (૯) મહાધનુકુમાર (૧૦) સપ્તધનુકુમાર (૧૧) દશધનુકુમાર (૧૨) શતધનુકુમાર. આ સર્વે પુણ્યાત્માઓ અરહંત અરિષ્ટનેમિ પાસે સંયમ ગ્રહણ કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. પ્રસ્તુતમાં
40
)
Page #47
--------------------------------------------------------------------------
________________
(૪) સુભદ્ર (૫) પદ્મભદ્ર (૬) પાસેન (૭) પદ્મગુલ્મ (૮) નલિનીગુલ્મ (૯) આણંદ (૧૦) નંદન આદિ દસે ય દેવગતિ પામ્યા હતા.
નિરયાવલિકા વર્ગમાં જે શ્રેણિક રાજાના પુત્ર કાલકુમાર, સુકલકુમાર વગેરે દશ રાજપુત્રોનું વર્ણન છે, તેના જ દશ પુત્રોનું વર્ણન કલ્પાવતંસિકા વર્ગના દશ અધ્યયનમાં છે. દશે રાજકુમાર(શ્રેણિકના પૌત્ર) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળીને શ્રમણ બન્યા, અંગ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો, ઉગ્રતાની સાધના કરી અને અંતે પંડિતમરણ પ્રાપ્ત કરીને વૈમાનિક જાતની દેવગતિને પામ્યા. આ પ્રમાણે બીજા વર્ગમાં વ્રતાચરણથી જીવનશુદ્ધિની પ્રક્રિયા પર પ્રકાશ પાથર્યો છે. જ્યાં પિતા કષાયને વશ થઈને નરકમાં ગયા, ત્યાં તેના જ પુત્ર સુકૃત્યો કરીને દેવલોકમાં ગયા. ઉત્થાન અને પતન મનુષ્યના સ્વયંના કર્મો પર આધાર રાખે છે. મનુષ્ય સાધનાથી ભગવાન બની શકે છે, તે જ રીતે વિરાધનાથી નરકના દુઃખ પણ ભોગવી શકે છે. ત્રીજો વર્ગ : પુષ્પિકા -
ઉપાંગ સૂત્રનો તૃતીય વર્ગ પુષ્પિકા છે. આ વર્ગમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર, બહુપુત્રિક, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ અને અનાદત આ દસ અધ્યયન છે.
પ્રથમ બે અધ્યયનમાં ક્રમશઃ ચંદ્રદેવ અને સૂર્યદેવના પૂર્વભવનું નિરૂપણ છે. ત્રીજા અધ્યયનમાં શુક્ર મહાગ્રહના પૂર્વભવનું વર્ણન છે.
ચોથા અધ્યયનમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ–પશ્ચાદ્ભવની વિટંબણાઓથી ભરેલી વિચિત્ર કથા છે. આ કથામાં સાંસારિક મોહ-મમતા કેવા પ્રકારની હોય તેનું સ્પષ્ટ ચિત્ર આલેખ્યું છે. કથાના માધ્યમથી પુનર્જન્મ અને કર્મ ફળના સિદ્ધાંતને પણ પ્રતિપાદિત કર્યા છે. શેષ છ અધ્યયનોમાં પૂર્ણભદ્રાદિનું પૂર્વભવ સહિત વર્ણન છે. સ્થાનાંગમાં વર્ણિત દીર્ઘ દશાશાસ્ત્રના અધ્યયનો સાથે આ વર્ષની તુલના :સ્થાનાંગસત્રના ૧૦મા સ્થાનમાં દીર્ઘદશા નામક શાસ્ત્રના દશ અધ્યયન કહ્યાં છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) શુક્ર (૪) શ્રીદેવી (૫) પ્રભાવતી (૬) દ્વીપ દ્વિીપસમુદ્રોત્પત્તિ (૭) બહુપુત્રી મંદરા (૮) સ્થવિર સંભૂતિવિજય (૯) સ્થવિર પક્ષ્મ (૧૦) ઉચ્છવાસ- નિઃશ્વાસ.
41
Page #48
--------------------------------------------------------------------------
________________
મહારાજ દ્વારા સંસ્કૃત વ્યાખ્યા તેમજ તેના હિન્દી અને ગુજરાતી અનુવાદ.
(૭) શ્રમણ સંઘીય યુવાચાર્ય શ્રી મધુકરમુનિજીના કુશળ નેતૃત્વમાં આગમ પ્રકાશન સમિતિ બાવર દ્વારા ૩ર આગમો વિવેચન સાથે પ્રકાશિત થયા, તેમાં પણ આ સૂત્રના હિન્દી અનુવાદનું વિવેચન સાથે પ્રકાશન થયું. (૮) ઈ.સ. ૧૯૭૭માં આચાર્ય તુલસી દ્વારા સંપાદિત, વિશ્વભારતી લાડગૂંથી પ્રકાશિત ટિપ્પણ સહિત સંશોધિત મૂલપાઠ. (૯) ઈ. સ. ૧૯૯૦માં આગમ મનીષી પૂ.ત્રિલોકમુનિ દ્વારા સંપાદિત, આગમ નવનીત પ્રકાશન સમિતિ, સિરોહીથી પ્રકાશિત સંક્ષિપ્ત સારાંશ .
આ જ કડીમાં ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા મૂળ, ભાવાર્થ, વિવેચન સહિત પ્રસ્તુત ઉપાંગ સૂત્રને પ્રકાશિત કરતાં અમો ધન્યતા અનુભવીએ છીએ. પ્રસ્તુત સંસ્કરણ : ત્રણસ્વીકાર :
પૂર્વના પ્રકાશનોને આધારભૂત માનીને પ્રસ્તુત સંસ્કરણ તૈયાર કર્યું છે. મૂળ પાઠ, સરળ ભાવાર્થ, આવશ્યક વિવેચનથી આગમને સરળ અને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અંતે પરિશિષ્ટમાં સંપૂર્ણ આગમને આવરી લેતા ચાર્ટ બનાવ્યા છે, જે વાંચકો માટે અત્યંત ઉપયોગી છે.
સંયમી જીવનમાં સ્વાધ્યાયની પ્રધાનતા હોય છે. જ્ઞાનના આભૂષણથી સંયમના સ્વાંગ સવિશેષ શોભી ઊઠે છે. આ સૂત્ર અમારી વૈરાગ્ય અવસ્થામાં જ દીક્ષાદાતા તપસમ્રાટ પૂ. ગુરુદેવે તેમજ ગુણીમૈયા પૂ. મુક્તલીલમ–ઉષાબાઈ મ. એ અમને સમજાવેલ હતું. તે સૂત્રને જીવનમાં વણવાનો પુરુષાર્થ અમારો ચાલુ હતો; સંયમી જીવનમાં સ્વાધ્યાયની સરગમ નિશદિન મધુરા સૂરે વહાવતી હતી તે સૂરને વધારે સુમધુર બનાવવાનો સુવર્ણ અવસર મને પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયો અને તે સુવર્ણક્ષણ એટલે દાદા ગુરુની જન્મ શતાબ્દીનો સુઅવસર...
જન્મશતાબ્દીને આગમ બત્રીસીનો ગુજરાતી અનુવાદ કરીને ઉજવીએ, જેનું વાંચન કરીને ગુજરાતી સમાજ પણ જ્ઞાનથી સભર બને અને ભાવી પેઢી આ શોર્ટ એન્ડ
0
42
Page #49
--------------------------------------------------------------------------
________________
નિષધકુમારનું પૂર્વભવ સાથે વિસ્તૃત વર્ણન છે. શેષ અગિયાર કુમારોના માત્ર નામ જ મળે છે.
ઉપરોક્ત પાંચ વર્ષાત્મક આ એક સૂત્ર છે પરંતુ કાલક્રમે આ એક જ સૂત્ર પાંચ સૂત્રના રૂપમાં ગણાવા લાગ્યું. તેમ છતાં આ સૂત્રને આજ સુધી વિભાજિત કર્યા વિના એકી સાથે એક શ્રુતસ્કંધ રૂપે જ રાખેલ છે. તેથી તેની મૌલિક એકસૂત્રતા આજે પણ સુરક્ષિત છે.
વ્યાખ્યા સાહિત્ય :
પ્રસ્તુત સૂત્ર કથાપ્રધાન હોવાના કારણે તેના પર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ લખાઈ નથી. શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃતભાષામાં આ સૂત્ર પર સંક્ષિપ્ત અને શબ્દાર્થ સ્પર્શી વૃત્તિ લખી છે. શ્રી ચંદ્રસૂરિનું જ બીજું નામ પાર્શ્વદેવગણિ હતું. તે શીલભદ્રસૂરિના શિષ્ય હતા. વૃત્તિનું ગ્રંથમાન ૬૦૦ શ્લોક પ્રમાણ છે.
બીજી સંસ્કૃત ટીકાનું નિર્માણ સ્થાનકવાસી જૈન પરંપરાના આચાર્ય ઘાસીલાલજી મહારાજે કર્યું હતું. તેની ટીકા સરળ અને સુબોધ છે. તે ટીકામાં કોણિકરાજાના પૂર્વભવનું પણ વર્ણન છે. બીજા પણ ઘણા પ્રસંગો છે.
વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રના પ્રકાશિત સાહિત્ય આ પ્રમાણે છે– (૧) સન. ૧૯૨૨માં આગમોદય સમિતિ સુરત દ્વારા ચંદ્રસૂરિષ્કૃત વૃત્તિ. (૨) સન. ૧૮૮૫માં બનારસથી ચંદ્રસૂરિષ્કૃત વૃત્તિ અને ગુજરાતી વિવેચન. (૩) વિ.સં. ૧૯૯૦માં જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર દ્વારા મૂળ અને ટીકા તેમજ તેના ગુજરાતી અર્થ.
(૪) સન. ૧૯૩૪માં ગુર્જરગ્રંથ કાર્યાલય અમદાવાદથી ભાવાનુવાદ.
(૫) વીર સં. ૨૪૪૫માં હૈદરાબાદથી આચાર્ય અમોલખ ઋષિજી દ્વારા હિન્દી અનુવાદ.
(૬) સન. ૧૯૬૦માં શાસ્ત્રોદ્ધારક સમિતિ રાજકોટથી આચાર્ય ઘાસીલાલજી
43
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્વીટ વિવેચનનો લાભ લઈ જૈનદર્શનના હાર્દને સમજે, તેવી અંતઃસ્કૂરણા મમ ગુરુણીમૈયા પૂ. ઉષાબાઈ મ. ને થઈ. તે ભાવનાને પૂ. ગુસ્વર્યોએ સાકાર સ્વરૂપ આપ્યું. મહતું પુણ્ય યોગે મને શ્રી નિરયાવલિકા સૂત્રનો અનુવાદ કરવાની આજ્ઞા થઈ. ગુર્વાજ્ઞાને સહર્ષ શિરોધાર્ય કરીને કાર્યનો પ્રારંભ કર્યો. શ્રુત અવગાહન કરતાં મને ખરેખર અનેરો આનંદ પ્રાપ્ત થયો છે.
આ અનુવાદમાં પૂર્વ પ્રકાશિત આગમોનો આધાર લીધો છે. તેના રચયિતા પૂર્વાચાર્યોને ભાવવંદન કરીને તેઓનો આભાર વ્યક્ત કરું છું.
સહુ પ્રથમ મમ સફળતાના સુકાની અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવને સ્મૃતિ પટ પર લાવી ભાવવંદન કરું છું.
અપ્રમત યોગી, નિષ્કામ શ્રુતસેવક એવા પૂ. ત્રિલોકમુનિ. મ. ને કેમ ભૂલાય? જેઓશ્રીએ ખંતથી અને પ્રેમથી પોતાના શાસ્ત્રજ્ઞાનનો અમોને લાભ આપી, આ અનુવાદનું શુદ્ધિકરણ કરી આપેલ છે. તેમની આ શ્રુતસેવાની પ્રતિપળ અનુમોદના કરું છું..
પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રેરણાસ્ત્રોત વહાવતા એવા પૂ. જયંત–ગિરિ–જનક–જગહસુ-ગજ-નમ્ર મુનિ મ. સા. તેમજ અમારા સહુના શિરછત્ર પૂજ્યવરા પૂ. શ્રી મુક્તાબાઈ મ.; આ સહુને ભાવવંદન કરું છું.
મારા જ્ઞાનદાત્રી પરમ ઉપકારી એવા વડીલ ગુણીમૈયા પૂ. સાહેબજીની શ્રુતચિ તો અવર્ણનીય છે. જેઓશ્રીએ સદા બાહ્ય જગતથી વિમુખ રહીને, પોતાની સાધનાના અમૂલ્ય સમયનું યોગદાન આપી, સતત પરિશ્રમ ઉઠાવીને, અનુવાદનું અક્ષરશઃ અવલોકન કરીને, લેખનને સરસ ઓપ આપ્યો છે, તેઓશ્રીના ચરણકમલમાં શત્ શત્ વંદન..
મારા સંયમી જીવનના શિલ્પકાર એવા અનંત ઉપકારી ગુણીમૈયા વિદુષી પૂ. ઉષાબાઈ મ. નો ઉપકાર માનવાની શક્તિ મારામાં નથી છતાં પણ તેઓએ મને અનુવાદ કરવાની પ્રેરણા આપી, યોગ્ય માર્ગદર્શન આપ્યું તેઓની હું ખૂબ જ ઋણી છું.
સહસંપાદિકા ડો. શ્રી આરતીબાઈ મ.(પી.એચ.ડી.) અને વિદુષી સાધ્વીશ્રી સુબોધિકાબાઈ મ. એ અનુવાદને સરળ બનાવેલ છે. તેમના પુરુષાર્થને ધન્યવાદ.
44
Page #51
--------------------------------------------------------------------------
________________
સંયમી જીવનના સહયોગી મારા ગુર્બનો તેમજ નાના સતીજીઓને પણ આ તકે યાદ કરું છું. જેઓએ આ કાર્યમાં મને સુંદર સહકાર આપ્યો છે.
ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ ઉત્સાહથી આ કાર્યને આગળ વધાર્યું છે. શ્રી મુકુંદભાઈ, શ્રી ધીરુભાઈએ પૂર્ણતયા સહકાર આપ્યો છે. ભાઈશ્રી નેહલભાઈએ પ્રિન્ટિગ કાર્ય કર્યું છે. તે બદલ સહુનો આ સમયે આભાર વ્યક્ત કરું છું.
અનુવાદમાં છદ્મસ્થાવસ્થાને કારણે, પ્રમત્તયોગે જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય, કોઈ પણ ક્ષતિ રહેલ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્......
મુમુક્ષુ ભવ્યાત્માઓ આ શ્રુતસાગરમાં ડૂબકી મારીને જ્ઞાન મોતી સહજ ભાવે મેળવી આત્માનંદ અનુભવે એ જ મંગલ ભાવના.....
પૂ. મુક્ત-લીલમ ગુરુણીના પ્રશિષ્યા અને વિદૂષી પૂ. ઉષાબાઈ સ્વામીના શિષ્યાસાધ્વી કિરણ
45
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
46
Page #53
--------------------------------------------------------------------------
________________
श्री पांग सूत्र श्री श्री पांगसूत्र
भूत्र श्री उपांग सूत्रोण भी उपांग सत्र श्री धांस यी यांग सूत्र श्री यांग सूत्रांग सांग सूत्र श्री यांग सूत्र
श्री पांग
व श्री Gधांग सूत्र श्री Gधांग सूत्र श्री Gधांग सूत्र श्री राधांग सूत्र श्री Gधांग सूत्र सूत्र श्री उधांग सूत्रांग श्री पांग सूत्र श्री पांग
ઉપાંગ
श्री यांग सूत्र
મૂત્ર
ટHટી :
૨ રચિત 6
श्री यांग सूत्र श्री यांग सूत्र श्री उपांग की
વિર )
પાંગસુત્ર શ્રી ભાગ સ
નિરયાવલિકા શ્રી ઉપરા મુત્ર શ્રી ઉપાંગ સૂ શ્રી ઉગ કલ્પાવતંસિકા, પુષ્પિકા,
પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા
મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ
ની કિટ
અનુવાદિક છે કિરણ
આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #54
--------------------------------------------------------------------------
Page #55
--------------------------------------------------------------------------
________________
[ ૬૦]
શ્રી નિયાવલિકા સત્ર
બીજે વર્ગ | કાવતસિકા
જ
જ
જ
પરિચય :
આ વર્ગમાંદસ અધ્યયન છે. જેમાં દસે જીવોના કલ્પપપન્ન દેવલોકમાં ઉત્પન્ન થવાનું પ્રતિપાદન છે. તેથી આ વર્ગનું ગુણસંપન્ન નામ કલ્પાવતસિકા છે.
પ્રથમ અધ્યયન : પદકુમાર :- પ્રાચીન કાળમાં ચંપા નામની નગરી હતી. ત્યાં કૂણિક રાજા રાજ્ય કરતા હતા. તેની અપરમાતા કાલી નામની રાણી હતી. તેને કાલકુમાર નામનો પુત્ર અને પદ્માવતી નામની પુત્રવધૂ હતી. એક વખત પદ્માવતીએ રાત્રિના સમયે સિંહનું સ્વપ્ન જોયું. તેના ફલસ્વરૂપે તેને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, તેનું નામ પદ્મકુમાર રાખ્યું. સમય વ્યતીત થતાં, પદ્મકુમારે યુવાવસ્થાને પ્રાપ્ત કરી, ત્યારે આઠ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયાં.
એક વખત ચંપાનગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પાકુમાર પણ વંદન કરવા માટે ગયા; ધર્મદેશના સાંભળી; વૈરાગ્યમય વાણીથી માનવજીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો; ક્ષણિક ભોગ સુખોનું દારુણ પરિણામ અને મનુષ્ય ભવનું મહત્વ સમજાયું; વૈરાગ્ય ભાવ જાગૃત થયો. તેમણે ભગવાન સમક્ષ પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી; પારિવારિકજનોની આજ્ઞા લઈ અને દીક્ષિત થયા. સંયમ લઈને પદ્મમુનિએ અગિયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું, તેમજ અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા શરીર અને કર્મને કૃશ કર્યા. પાંચ વર્ષ સુધી સંયમ પર્યાયનું પાલન કરી, એક માસનો સંથારો કરી, કાળધર્મ પામી તેઓ પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
ત્યાં બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીમહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે. અધ્યયન - ૨ થી ૧૦:- પ્રથમ અધ્યયનમાં વર્ણિત કાલકુમાર આદિ દસે ભાઈઓના દશ પુત્રો અર્થાત્ શ્રેણિક રાજાના પૌત્રો અને રાજા કોણિકના ભત્રીજાઓનું કથાનક ક્રમશઃ આ એક એક અધ્યયનમાં છે. આ સર્વે આત્માઓએ ક્રમશઃ (૧) પાંચ (૨) પાંચ (૩) ચાર (૪) ચાર (૫) ચાર (૬) ત્રણ (૭) ત્રણ (૮) ત્રણ (૯) બે (૧૦) બે વર્ષ સંયમ પાળી, એક મહિનાનો સંથારો કર્યો. નવમા આનત અને અગિયારમાં આરણ તે બે દેવલોક સિવાય દશે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી બારમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા.
Page #56
--------------------------------------------------------------------------
________________
કહપાવતસિકા વર્ગ
.
|
१
'બીજે વર્ગ : કલ્પાવર્તાસિકા
- પ્રથમ અધ્યયન : પન્નકુમાર
मध्ययन प्रारंभ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं पढमस्स वग्गस्स णिरयावलियाणं अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते ! वग्गस्स कप्पवडिंसियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पण्णत्ता?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं दोच्चस्स वग्गस्स कप्पवडिंसियाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा- पउमे, महापउमे, भद्दे, सुभद्दे, पउमभद्दे, पउमसेणे, पउमगुम्मे, णलिणिगुम्मे, आणंदे, णंदणे । ભાવાર્થ :- હે ભગવન્! જો મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉપાંગ સૂત્રનાનિરયાવલિકા નામના પ્રથમ વર્ગનો આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે બીજા વર્ગ કલ્પાવંતસિકાના કેટલા અધ્યયન કહ્યાં છે?
હે જંબુ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કલ્પાવર્તાસિકાનાં દશ અધ્યયન કહ્યાં छ,ते ॥ प्रभारी छ– (१) ५५ (२) महाभ (3) भद्र (४) सुभद्र (५) ५५ भद्र (6) ५भसेन (७) ५भगुम (८) नलिनी गुम (C) मानह (१०) नंहन. | २ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कप्पवडिसियाणं दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स कप्पवडिसियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? ભાવાર્થ - હે ભગવન્! જો નિર્વાણ પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ કલ્પાવર્તાસિકાના દશ અધ્યયન કહ્યાં છે, તો હે ભગવન્! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાને કલ્પાવતંસિકાના પ્રથમ અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? | ३ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चम्पा णामं णयरी होत्था । पुण्णभद्दे चेइए । कूणिए राया। पउमावई देवी । तत्थ णं चंपाए णयरीए सेणियस्स
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
रणो भज्जा कूणियस्स रण्णो चुल्लमाउया काली णामं देवी होत्था वण्णओ । तीसे णं कालीए देवीए पुत्ते काले णामं कुमारे होत्था वण्णओ । तस्स णं कालस्स कुमारस्स पउमावई णामं देवी होत्था, सूमाल पाणिपाया जाव विहरइ ।
કર
ભાવાર્થ :- હે જંબૂ ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી. તેના ઈશાનખૂણામાં પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. ત્યાં કોણિક નામનો રાજા હતો. તેને પદ્માવતી નામની પટ્ટરાણી હતી. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની કોણિક રાજાની વિમાતા કાલી નામની રાણી હતી. રાજા, રાણી આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે કાલીદેવીને કાલકુમાર નામનો સુકુમાલ અંગોપાંગવાળો પુત્ર હતો. તેને પદ્માવતી દેવી નામની પત્ની હતી. જે સુકોમળ હાથ-પગ આદિ આંગોપાંગથી યુક્ત હતી યાવત્ સુખપૂર્વક રહેતી હતી.
વિવેચન :
પ્રથમ વર્ગમાં કાલી રાણી આદિના પુત્ર કાલકુમાર આદિનું વર્ણન છે અને આ વર્ગમાં તે કાલકુમાર આદિ દશ ભાઈઓના દસ પુત્રોનું વર્ણન છે અર્થાત્ કાલકુમાર આદિ પ્રત્યેકના એક—એક પુત્રનું વર્ણન છે. આ દશે પુત્રોના નામ પોતાની માતાના નામના આધારે છે. જેમ કે કાલકુમાર અને તેની પત્ની પદ્માવતીનો પુત્ર 'પદ્મકુમાર' છે. તેમજ ક્રમશઃ મહાપદ્મકુમાર વગેરે દશ નામ જાણવા. આ દશે કુમાર શ્રેણિક રાજા અને કાલી આદિ રાણીના પૌત્ર છે.
પ્રભુ મહાવી૨ના ઉપદેશે સંસારથી વિરક્ત થઈ પદ્મકુમાર આદિ દશે ભાઈઓ દીક્ષિત થયા હતા. તે દશે ભાઈઓ સંયમ આરાધના કરી દેવલોકે ગયા. આ બીજા વર્ગના દશ અધ્યયનોમાં તેઓનું વર્ણન છે. પદ્માવતીનું સ્વપ્નદર્શન :
૪ तए णं सा पउमावई देवी अण्णया कयाइ तंसि तारिसगंसि वासघरंसि अब्भितरओ सचित्तकम्मे जाव सीहं सुमिणे पासित्ताणं पडिबुद्धा । एवं जम्मणं जहा महाबलस्स जाव णामधेज्जं - जम्हा णं अम्हं इमे दारए कालस्स कुमारस्स पुत्ते पउमावईए देवीए अत्तए, तं होउ णं अम्हं इमस्स दारगस्स णामघेज्जं पउमेपउमे । सेसं जहा महाबलस्स । अट्ठट्ठओ दाओ जाव उप्पि पासायवरगए विहरइ । सामी समोसरिए । परिसा णिग्गया । कूणिए णिग्गए । पउमे वि जहा महाबले णिग्गए तहेव । अम्मापिइ आपुच्छणा जाव पव्वइए; अणगारे जाए- इरियासमिए जाव गुत्तबंभयारी ।
ભાવાર્થ :- એક વાર તે પદ્માવતી દેવી પોતાના અતિ ઉત્તમ મનોહર ચિત્રોથી ચિત્રિત દિવાલ– વાળા વાસગૃહમાં સૂતી હતી. તેણીએ સ્વપ્નમાં સિંહને જોયો, જોઈને જાગૃત થઈ. સ્વપ્નફળ, પુત્રજન્મ અને
Page #58
--------------------------------------------------------------------------
________________
કહપાવતાંસિકા વર્ગ-૨: અધ્ય.-૧
૩
|
જન્મોત્સવ આદિ સર્વ વૃત્તાંત મહાબલકુમારની જેમ જાણવું. વાવ તેનું નામકરણ કરવામાં આવ્યું કેઅમારો આ બાળક કાલકુમારનો પુત્ર તથા પદ્માવતી દેવીનો આત્મજ છે, તેથી અમારા આ બાળકનું નામ પા રહેશે. શેષ સર્વ વર્ણન મહાબલની જેમ જાણવું. યૌવનવયે આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. આઠ-આઠ વસ્તુઓ દહેજમાં આપવામાં આવી યાવતું તે પદ્રકુમાર મહેલની મેડી પર સુખપૂર્વક રહેવા લાગ્યા.
એકદા ભગવાન મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. પરિષદ ધર્મ શ્રવણ માટે નીકળી. કોણિક પણ વંદનાર્થે ગયા. મહાબલ કુમારની જેમ પદ્મકુમાર પણ દર્શન–વંદનાર્થે નીકળ્યા; ઉપદેશ શ્રવણ કરતાં તેને વૈરાગ્ય ભાવ જાગૃત થયો. મહાબલ કુમારની જેમ માતા-પિતાની આજ્ઞા લઈ તેણે દીક્ષા લીધી. ઈર્યા સમિતિવંત યાવત ગુપ્ત બ્રહ્મચારી અણગાર થઈ ગયા.
વિવેચન :
આ એક જ સૂત્રમાં પદકુમારનું ગર્ભમાં અવતરણ, નામકરણ, પાણિગ્રહણ વગેરે દીક્ષા લેવા પર્યતનું વર્ણન અત્યંત સંક્ષિપ્તમાં સમાવિષ્ટ છે.
મહાવસ:- ભગવતી સૂત્ર શતક ૧૧માં મહાબલ કુમારનું વિસ્તૃત વર્ણન છે. આ સૂત્રમાં પદ્મકુમારનું સંક્ષિપ્ત વર્ણન છે. તેથી સ્વપ્ન દર્શન, સ્વપ્ન પાઠકોનું આગમન, ગર્ભ ધારણ, સંરક્ષણ, જન્મ, સુર્ય-ચંદ્ર દર્શન, નામકરણ વગેરે અનેક પ્રસંગોના વર્ણન મહાબલ કુમારની સમાન જાણવા. અન્ય શાસ્ત્રોમાં પણ આવા વર્ણનો માટે વિશેષ કરીને મહાબલ કુમારના વર્ણનનો અતિદેશ (સૂચન) કરવામાં આવે છે.
પદ્મ અણગારની તપ-સંયમ સાધના :| ५ तए णं से पउमे अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अङ्गाई अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थछट्ठम जाव विचित्तेहिं तवो कम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ ।। ભાવાર્થ :- ત્યાર પછી તે પદ્મ અણગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ કર્યો અને ઘણાં ઉપવાસ, છઠ-અટ્ટમ આદિ વિવિધ પ્રકારની તપ સાધનાથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. | ६ तए णं से पउमे अणगारे तेणं ओरालेणं जहा मेहो तहेव धम्मजागरिया, चिंता । एवं जहेव मेहो तहेव समणं भगवं महावीरं आपुच्छित्ता विउले पव्वए નાવ પાડો- વIST ભાવાર્થ :- ત્યાર પછી તે પદ અણગાર મેઘકુમારની જેમ તે ઉદાર, ઉત્તમ, મહાપ્રભાવશાળી તપ
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
આરાધનાથી શુષ્ક–રૂક્ષ થઈ ગયા તેમજ ધર્મ જાગરણ કરતાં તેને સંલેખના—સંથારાના ભાવ થયા. મેઘકુમારની જેમ શ્રમણ ભગવાનને પૂછીને, વિપુલગિર પર જઈને યાવત્ પાદપોપગમન સંથારો અંગીકાર કર્યો.
૬૪
७ एवं से पउमे अणगारे तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई ए क्कारस अङ्गाइं अहिज्जित्ता, बहुपडिपुण्णाई पंच वासाई सामण्णपरियागं पाउणित्ता, मासियाए संलेहणाए अप्पाणं झोसेत्ता, सट्ठि भत्ताइं अणसणाए छेदित्ता आणुपुव्वी कालगए । थेरा ओइण्णा ।
ભાવાર્થ :- આ રીતે તે પદ્મ અણગાર તથારૂપ સ્થવિરો પાસેથી સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કરી, પૂર્ણ પાંચ વર્ષની શ્રમણ પર્યાયનું પાલન કરી, એક માસની સંલેખના દ્વારા શરીર તથા કષાયોને કૃશ કરી, સાઠ ભક્તોનું છેદન કરી, અનુક્રમે કાલધર્મ પામ્યા. તેને કાલગત જાણી, સ્થવિરો ભગવાન પાસે આવી ગયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પદ્મ અણગારની સાધનાનું સંક્ષિપ્ત વર્ણન છે. પદ્મ અણગારે પાંચ વર્ષની અલ્પ દીક્ષા પર્યાયમાં અગિયાર અંગનું અધ્યયન, ઉપવાસથી લઈને માસખમણ સુધીની વિવિધ તપસ્યાઓ અને અંતે એક માસની સંલેખના કરી.
આ સૂત્રના વર્ણન અનુસાર જેના પિતા અને પિતામહ–દાદા નરકગામી થયા હોય તોપણ તેના પૌત્ર ઉત્કૃષ્ટ કોટિની તપ–સંયમની સાધના અને જ્ઞાનની આરાધના કરીને, સદ્ગતિને પ્રાપ્ત કરી શકે છે. વ્યક્તિની સાધના સ્વતંત્ર છે. તેના કર્મો વ્યક્તિગત છે. તેથી ગમે તે વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં આત્મોત્થાન કરી શકે છે.
વિચિત્ર તપ :– આશ્ચર્યજનક અથવા અદ્ભુત તપ. લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, મહાસિંહ નિષ્ક્રીડિત તપ, ભિક્ષુ પ્રતિમા આદિ અભિગ્રહ વગેરે જે તપસ્યાઓનું વર્ણન વાંચતાં અને સાંભળતાં આશ્ચર્ય અને રોમાંચ થાય તે તપ વિચિત્ર કહેવાય છે.
પદ્મ અણગારનું ભાવી :
८ भगवं गोयमे पुच्छइ, सामी कहेइ जाव सट्ठि भत्ताइं अणसणाए छेइत्ता आलोइयपडिक्कंते उड्डुं चंदिम सूर गहगण णक्खत्त तारारूवाणं सोहम्मे कप्पे देवत्ताए उववण्णे । दो सागराई ठिई ।
ભાવાર્થ :– ગૌતમ સ્વામીએ ભગવાનને પદ્મમુનિના ભવિષ્યના વિષયમાં પ્રશ્ન કર્યો. ભગવાને કહ્યું–
Page #60
--------------------------------------------------------------------------
________________
કલ્પાવતસિકા વર્ગ-૨: અધ્ય.-૧ |
૫ |
થાવત તે પદ્મ અણગાર અનશન દ્વારા સાઠ ભક્ત ભોજનને છોડી, આલોચના-પ્રતિક્રમણ કરી, ચંદ્ર, સુર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા આદિ જ્યોતિષ્ક વિમાનોની ઉપર સૌધર્મ કલ્પમાં બે સાગરોપમની સ્થિતિએ દેવ રૂપે ઉત્પન્ન થયા. | ९ से णं भंते ! पउमे देवे ताओ देवलोगाओ आउक्खएणं पुच्छा ? गोयमा ! महाविदेह वासे जहा दढपइण्णो जाव अंतं काहिइ ।। ભાવાર્થ - હે ભગવન્! તે પદ્મદેવ આયુ(ભવ અને સ્થિતિ)ક્ષય થતાં તે દેવલોકથી ચ્યવીને ક્યાં ઉત્પન્ન થશે?
ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દઢ પ્રતિજ્ઞની જેમ યાવત્ જન્મ-મરણનો અંત કરશે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પદ્મકુમારનો મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ, દીક્ષા અને મોક્ષ પ્રાપ્તિનું સંક્ષિપ્ત વર્ણન છે.
તે વર્ણન માટે સૂત્રકારે ગહ ફઇ પાઠ આપ્યો છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં અંબડ પરિવ્રાજકના આગામી ભવનું વર્ણન છે. અંબાનો જીવ કાલધર્મ પામી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરશે. ત્યાં તેનું નામ દેઢ પ્રતિજ્ઞ રાખશે. ત્યાં તેના જીવનનું મોક્ષ પ્રાપ્તિ પર્યતનું વર્ણન મૂળપાઠમાં છે. તે પ્રમાણે અહીં સમજવું. અર્થાત્ પદ્મકુમાર પણ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી, મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે. અન્ય અનેક આગમમાં 'હા વદ પફ' પાઠનો સંકેત છે.
અધ્યયન ઉપસંહાર :| १० तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कप्पवडिसियाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । -त्ति बेमि । ભાવાર્થ :- આ પ્રમાણે હે જંબુ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવતંસિકા વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
તે વર્ગ-ર અધ્ય-૧ સંપૂર્ણ છે
Page #61
--------------------------------------------------------------------------
________________
s
શ્રી નિરયાવલિકા સૂત્ર
વર્ગ-ર અધ્ય. ર થી ૧૦ મહાપદ્માદિકુમારો
મહાપદ્મકુમાર :
१ जइ णं भंते समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कप्पवडिंसियाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते, दोच्चस्स णं भंते ! अज्झयणस्स के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ:- હે ભંતે ! જો મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાને કલ્પાવતસિકાના પ્રથમ અધ્યયનના પૂર્વોક્ત ભાવ કહ્યા છે, તો હે ભગવન્ ! તેઓએ બીજા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે ?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था । पुण्णभद्दे चेइए । कूणिए राया । पउमावई देवी । तत्थ णं चंपाए णयरीए सेणियस्स रण्णो भज्जा कूणियस्स रण्णो चुल्लमाउया सुकाली णामं देवी होत्था । तीसे णं सुकालीए पुत्ते सुकाले णामं कुमारे होत्था वण्णओ । तस् णं सुकालस्स कुमारस्स महापउमा णामं देवी होत्था वण्णओ ।
ભાવાર્થ : - હે જંબૂ ! તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. ત્યાં કોણિક રાજા રાજ્ય કરતા હતા. તેને પદ્માવતી રાણી હતી. તે જ ચંપા નગરીમાં શ્રેણિક રાજાની રાણી કોણિક રાજાની વિમાતા સુકાલી નામની રાણી હતી. તે સુકાલીનો પુત્ર સુકાલ નામનો રાજકુમાર હતો. તેને મહાપદ્મા નામની પત્ની હતી. તે સુકુમાર આદિવિશેષણ યુક્ત હતી. [નગરી, ઉદ્યાન, રાજા, રાજકુમાર, રાણી વગેરેનું વિસ્તૃત વર્ણન પૂર્વવત્ જાણવું]
३ | तए णं सा महापउमा देवी अण्णया कयाइ तंसि तारिसगंसि वासघरंसि एवं तहेव, महापउमे णामं दारए जाव सिज्झिहिइ । णवरं ईसाणे कप्पे उववाओ। उक्कोसट्ठिईओ ।
ભાવાર્થ :- તે મહાપદ્મા દેવીએ કોઈ એક રાત્રિએ અતિ ઉત્તમ વાસગૃહમાં સુખદ શય્યા પર સૂતાં સ્વપ્ન જોયું વગેરે પૂર્વવત્ વર્ણન કરવું જોઈએ. બાળકનો જન્મ થયો. તેનું નામ મહાપદ્મ રાખ્યું યાવત્ તે
Page #62
--------------------------------------------------------------------------
________________
' કપાવતસિકા વર્ગ–૨: અધ્ય.-૨ થી ૧૦
[ ૬૭]
દીક્ષા લઈ મહાવિદેહક્ષેત્રમાંથી સિદ્ધ થશે. વિશેષ એ છે કે મહાપદ્મ મુનિ કાલધર્મ પામી ઈશાન કલ્પમાં ઉત્પન્ન થયા. ત્યાં તેની સાધિક બે સાગરોપમની સ્થિતિ જાણવી. | ४ एवं सेसा वि अट्ठ अज्झयणा णेयव्वा पढम सरिसा । मायाओ सरिस णामाओ । कालाईणं दसण्हं पुत्ताणं आणुपुव्वीए
दोण्हं च पंच, चत्तारि तिण्हं, तिण्हं च होंति तिण्णे व ।
दोण्हं च दोण्णि वासा, सेणिय णत्तूण परियाओ ॥ १ ॥
उववाओ आणुपुव्वीए- पढमो सोहम्मे, बीओ ईसाणे, तइओ सणंकुमारे, चउत्थो माहिंदे, पंचमो बंभलोए, छट्ठो लंतए, सत्तमो महासुक्के, अट्ठमो सहस्सारे, णवमो पाणए, दसमो अच्चुए । सव्वत्थ उक्कोसट्ठिई भाणियव्वा । महाविदेहे सिज्झिहिंति । ભાવાર્થ :- આ પ્રમાણે શેષ આઠ અધ્યયનો જાણવા. માતાઓના નામ પુત્રના નામની સમાન છે, જેમ કે- ભદ્ર કુમારની માતા ભદ્રા, સુભદ્રકુમારની માતા સુભદ્રા વગેરે. કાલકુમાર આદિ દશે કુમારોના પધ વગેરે દશે પુત્રોની દીક્ષા પર્યાય અનુક્રમે આ પ્રમાણે હતી
ગાથાર્થ (૧-૨) પદ્ધ અને મહાપા અણગારની પાંચ-પાંચ વર્ષની; (૩–૫) ભદ્ર, સુભદ્ર અને પદ્મભદ્રની ચાર–ચાર વર્ષ;(–૮) પદ્યસેન, પદ્મગુલ્મ અને નલિની ગુલ્મની ત્રણ-ત્રણ વર્ષની;(૯૧૦) આનંદ અને નંદનની દીક્ષા પર્યાય બે-બે વર્ષની હતી.
તેઓનો દેવલોકમાં ઉપપાત(જન્મ) અનુક્રમથી આ પ્રમાણે જાણવો– પ્રથમનો(પદ્રકુમારનો) સૌધર્મદેવલોકમાં, બીજાનો ઈશાન દેવલોકમાં, ત્રીજાનો સનસ્કુમાર દેવલોકમાં, ચોથાનો માહેન્દ્રદેવલોકમાં, પાંચમાનો બ્રહ્મ દેવલોકમાં, છટ્ટાનો લાંતક દેવલોકમાં, સાતમાનો મહાશુક્ર દેવલોકમાં, આઠમાનો સહસાર દેવલોકમાં, નવમાનો પ્રાણત દેવલોકમાં અને દશમાનો અય્યત દેવલોકમાં. તે સર્વે ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આ વર્ગના દશે અધ્યયનની સંક્ષિપ્ત પાઠથી પરિસમાપ્તિ કરીને તેમાં રહેલી ભિન્નતા કે સમાનતાનો સંકેત કર્યો છે. ભિન્નતા – દશે અણગારોની દીક્ષા પર્યાય બે વર્ષથી પાંચ વર્ષ સુધીની ઉત્કૃષ્ટ હતી, તે સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. સંયમની આરાધના કરી તે દશે ભાઈ સૌધર્મ આદિ જુદા જુદા દેવલોકમાં ગયા છે, તે પણ સૂત્ર પાઠથી સ્પષ્ટ છે.
દશ ભાઈ છે અને દેવલોક બાર છે, તેમાં નવમા અને અગિયારમાં દેવલોકમાં કોઈનો ઉ૫પાત થયો નથી. શેષ દશમાં અનુક્રમે ગયા છે. જેમ કે પહેલા પદ્મ અણગાર પ્રથમ દેવલોકમાં અને દશમાં નંદન
Page #63
--------------------------------------------------------------------------
________________
૬૮
]
શ્રી નિરયાવલિકાસંa
અણગાર બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે
(૧) સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમની (૨) ઈશાન દેવલોકમાં સાધિક બે સાગરોપમ (૩) સનત્કુમાર દેવલોકમાં સાત સાગરોપમ (૪) માહેન્દ્ર દેવલોકમાં સાધિક સાત સાગરોપમ (૫) બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમ (૬) લાંતક દેવલોકમાં ચૌદ સાગરોપમ (૭) મહાશુક્ર દેવલોકમાં સત્તર સાગરોપમ (૮) સહસાર દેવલોકમાં અઢાર સાગરોપમ (૯) પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ (૧૦) અશ્રુત દેવલોકમાં બાવીસ સાગરોપમ. વર્ગનો ઉપસંહાર :| ५ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कप्पवडिसियाणं दस अज्जयणाणं अयमढे पण्णत्ते । -त्ति बेमि । ભાવાર્થ :- હે જંબુ! આ પ્રમાણે મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવર્તાસિકા વર્ગના દસ અધ્યયનોમાં આ પ્રકારના ભાવોનું નિરૂપણ કર્યું છે. ઉપસંહાર :
એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મો અનુસાર ગતિ થાય છે. પિતા અને પુત્રો નરકમાં, માતા મોક્ષમાં, પૌત્રો સ્વર્ગમાં ગયા છે.
તે સર્વ જીવોને પુણ્યયોગે ભૌતિક સામગ્રી સમાન મળી હતી. પિતા, પુત્ર, માતા, પૌત્રો બધા એક જ રાજ્યના, એક જ પરિવારના સદસ્યો હતા, પણ પ્રાપ્ત સામગ્રીને કોઈકે ત્યાગી, કોઈક તેમાં આસક્ત બન્યા, કોઈકે તેના જ નિમિત્તે ઈર્ષા, વેરઝેર, ક્રોધાદિ ભાવો કર્યા અને તે પોતપોતાના ભાવાનુસાર ભિન્ન ભિન્ન ગતિને પામ્યા.
પુણ્યના ઉદયે સામગ્રી મળવા માત્રથી વ્યક્તિ પુણ્યશાળી કહેવાતી નથી. પુણ્યશાળી તો તે જ છે જે પ્રાપ્ત સામગ્રીનો સ્વેચ્છાએ ત્યાગ કરી, મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણોને આત્મ સાધનામાં પસાર કરે; સંપતિ–પરિવારાદિની અનિત્યતા સમજી તેની આસક્તિ ત્યાગે. તે આત્માઓ દેવાદિ સુગતિને પામે છે અને તપ તપ-ત્યાગની સાધનાની પરાકાષ્ટાએ પહોંચી, સંપૂર્ણતયા અનાસક્ત બની સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
જે ધન, સંપત્તિ, પરિવારાદિમાં આસક્ત રહે, તેના કારણે ક્રોધ, લોભ આદિ કષાય કરે છે તેઓ અજ્ઞાની–બાલ જીવો છે. તે મૂર્ખની જેમ મનુષ્યભવ વ્યર્થ ગુમાવી, અનંત કર્મોનો ભાર લઈને નરક, તિર્યંચ ગતિના મહેમાન બની દુઃખો ભોગવે છે.
છે વર્ગ-ર અધ્ય.-ર થી ૧૦ સંપૂર્ણ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
•
.
ગુર પ્રાણ આગમ બત્રીસીના શ્રુત સહયોગી દાતાઓ
.
- પ્રથમ આગમ વિમોચક :
માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરશોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી
શ્રી રાજ્ય જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી કિરેન નવનીતરાય સંઘવી
શ્રુતાધાર
શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સપુત્ર શ્રી મુંજાલ – વિજ્યા, શ્રી ભાવિન – તેજલ, સપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો – શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા કરતે – શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી
ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેના
પુત્ર-ચી. માય, સપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા
માતૃશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ
સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રીરતિગ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગ ચેરીટેબલ ટ્રસ્ટ, હને ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્ર દોશી
હસ્તે – નરેન્દ્ર - મીના દોશી, કુ. મેઘના, કુ. દેશના
માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે – સુપુત્ર શ્રી ઈપ્સિત – ડો. નીતા શાહ, શ્રી ભાષિત – દર્શિતા શાહ
માતૃશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી)
સુપુત્ર શ્રી સતીષ – રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી – ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી
મુંબઈ
U.S.A.
આવેલા
U.S.A.
મુંબઈ
U.S.A.
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
A
Page #65
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #66
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #67
--------------------------------------------------------------------------
Page #68
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #69
--------------------------------------------------------------------------
________________
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #70
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org