________________
સ્થિતિનો પૂર્ણ ચિતાર આ અધ્યયનમાં જોવા મળે છે.
રાજા શ્રેણિક અનાથી મુનિવરના સમાગમે બોધ પામ્યા હતા. ત્યાર પછી તેને ભગવાન મહાવીર સ્વામી મળ્યા તેમના સમાગમે અવિહડ શ્રદ્ધા બળે, તીર્થકર નામકર્મ બાંધવાના વીસ બોલની યથાયોગ્ય આરાધના કરતાં તેણે તીર્થકર નામકર્મ બાંધ્યું. તે પહેલાં ક્યારેક એક તાપસને પારણાનું આમંત્રણ આપી અને ભૂલી ગયા હતા; બે થી ત્રણ વાર આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. તાપસનો અભિગ્રહ ફળ્યો નહોતો તેથી તે ક્રોધે ભરાણો અને સંથારો લઈ તેમાં રાજા શ્રેણિક પ્રત્યે નિયાણ કરી મૃત્યુ પામ્યો. તે નિયાણાના પ્રભાવે તે ચેલણાની કુક્ષીએ કોણિક બની અવતાર પામી ગયો. નિદાન કરીને આવ્યો હતો તેથી તેની કલુષિત લોભવૃત્તિ પ્રગટ થઈ, પૂર્ણ આત્મા લોભ કષાયમાં ઘેરાણો.
વૃત્તિનું કોકડૂ આકાશ જેવડું લાંબુ અને પૃથ્વી જેવડું પહોળું હોય છે. અશુદ્ધ પારિણામિક ભાવમાં તે નાનું થઈને બેઠું છે. તે કોકડું ઉખળે છે ત્યારે સાગરના તોફાનની જેમ મોજા ઉછાળે છે, અનેકની ઉથલ પાથલ કરી નાખે છે. કોણિકે પેંતરો રચ્યો. નાના ભાઈઓને પાસે બોલાવી તેઓને લાલચમાં લપટાવ્યા. લલચાવેલા ભાઈઓને આ બધું ગમી ગયું.
પિતાજી કાળ પામી જાય તો જલદી ગાદી મળે તેવી દુષ્ટ વૃત્તિનો ચેતનના આંગણે સુકાલ થયો. પિતાજી વૃદ્ધ થયા છે, મૃત્યુ પામતા નથી તો હવે મહાકાળ બની તેનું છિદ્ર જોયા કરું તેવી મલિન-કાળી કૃષ્ણ લેશ્યાથી લેપાયો. અતિ સુકૃષ્ણ વર્ણના પુદ્ગલો ગ્રહણ કરીને મહાકૃષ્ણ લેશ્યાવાળો બની ગયો, તેનું હીર–નીર વીરકૃષ્ણ લેશ્યામય બની આર્તધ્યાનની ધુણી ધગાવતો કોણિકનો આતમ રામકૃષ્ણ લેશ્યા સહિત રૌદ્ર- ધ્યાનમાં લીન બની પિત મરતા નથી તો તેમને કેદમાં પૂરવા, ગાદી ઉપરથી હટાવવા મહાકૃષ્ણ લેશ્યામય બુરખો ઓઢીને પરાક્રમ કરું, તેવી મલીન ક્રૂર ભાવનાથી ઉપરોક્ત દસે ય ભાઈઓનો સાથ સાધી કાર્ય કરવા તત્પર બન્યો. આ રીતનો પાપમય સહિયારો સાથ મળતાં કાર્ય સિદ્ધ કર્યું. રાજા શ્રેણિકને નાનકડી ભૂલના પરિણામે પાછલી ઉંમરે કેદમાં પૂરાઈ, મૃત્યુ પામી, કાપોત લેશ્યાના ભાવમાં પહેલી નરકે જવું પડ્યું. આ છે ગહન ગતિ કર્મની.
રાજ્યગાદી ઉપર રાજા કોણિક આવ્યા અને રાજ્યના અગિયાર ભાગ પાડી ભાઈઓ રહેવા લાગ્યા પરંતુ લોભવૃત્તિનું મોજું વિશેષ ઉછળ્યું. ઉછળતાં ઉછળતાં વાવાઝોડું સર્જાયું. તેમાં પણ પદ્માવતી રાણીની ઈર્ષાએ વડવાનળ સળગાવ્યો. નાના