________________
પર બેસે ત્યાં પાણી છાંટવું વગેરેની ક્રિયા, તેની ગુપ્તિ ધારણ કરવામાં બાધક બની ગઈ. ગુણીની હિત શિક્ષા તેના હૈયામાં ન વસી. તેથી એકલી રહેવા લાગી. સ્વછંદી બનતાં પાપની આલોચના ન કરતાં, ચારિત્ર વિરાધક બનવાના કારણે તે સર્વે પહેલા દેવલોકમાં એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ બની ગઈ છે. ગૌતમસ્વામીએ પુનઃ પ્રશ્ન કર્યોપ્રભુ ! તેમનો મોક્ષ થશે? હા, ગૌતમ! મનુષ્ય ભવ પામીને તે મોક્ષમાં અવશ્ય જશે.
આ અધ્યયનનો મર્મ એ જ છે કે શરીર બાકુશી નહીં બનતા મળેલી દીક્ષાને દિવ્ય બનાવવા ત્યાગ વૈરાગ્યપૂર્વક જીવન વિતાવવા અને કેવળજ્ઞાનરૂપ શ્રી પામવા ડ્રી (લજ્જા)મય નેત્ર બનાવી, ધી(બુદ્ધિ)ને સ્થિર કરી, કીર્તિની કામના કર્યા વિના બુદ્ધિને સ્વ સ્વરૂપમાં જોડી, મનને લક્ષમીની લાલચથી મુક્ત રાખી, ઈલા સમાન ક્ષમા સહિષ્ણુતા કેળવી, બે સુરા શબ્દ રસ અને ગંધ ઉપર વિજય મેળવી દૈવિક ભાવથી આત્માને ભાવિત કરતાં સંયમને સાર્થક સુસફલ બનાવવો જોઈએ.
પહેલાંના બે વર્ગનાં કથા નાયકોના વાહક પ્રભુ મહાવીર છે તો પછીના બે વર્ગનાં કથા નાયકોના વાહક પ્રભુ પાર્શ્વનાથ છે. આ રીતે ચાર વર્ગ પૂરા થતાં વ્યુત્ક્રમથી પ્રાપ્ત બાવીસમાં તીર્થકર અરહંત અરિષ્ટનેમિના શાસન દીક્ષિત તેઓના જ વૃષ્ણિકુળ ના મુક્તાત્માઓના વર્ણનનો પ્રારંભ પાંચમા વર્ગમાં થાય છે. વર્ગ પાંચમો : વૃષ્ણિદશા :
આ પાંચમો વર્ગ વૃષ્ણિદશા નામનો છે. તેમાં સર્વજીવો પ્રતિ વાત્સલ્યની ગંગા વરસાવતું, યથાર્થ આરાધભાવથી વાસિત થતું, બાર અધ્યયનમય વર્ણન છે.
તે અધ્યયનોમાં ચારિત્ર નાયકના વાહક, શાસક, શાસનપતિ યદુકુલભૂષણ અરિષ્ટનેમી બાવીસમાં તીર્થંકર પરમાત્મા છે. તેમને પ્રશ્ન પૂછનાર મુનિપુંગવ ગણધર ભગવંત શ્રી વરદત્ત મુનિરાજ છે.
ભગવાન નેમનાથના દર્શન કરવા આવનાર પુણ્યશાળી આત્માઓ જ્યારે દેશવિરતિપણું ધારણ કરે છે ત્યારે તેમને માટે પ્રશ્ન થયા છે. પ્રભુએ તેના જવાબમાં પૂર્વભવની કથા સંભળાવી છે; કયા કારણે જીવ ક્યાં જાય તે વાત સમજાવી સમસ્યાનું સમાધાન કર્યું છે. ધાર્મિક, માર્મિક વાતો આ અધ્યયનમાં દર્શાવવામાં આવી છે. તે બાર આત્માને વાક્યમાં ઉપસાવી સંક્ષિપ્તસાર કહીશ. વધુ વિસ્તારનું આ આગમમાંથી વાચકવર્ગે વાંચન કરી લેવું. આ બધા આત્માઓ હળુકર્મી પુણ્યશાળી પુરુષો છે, જેથી તેઓએ સંસારવર્ધક ક્રિયાઓનો નિષધ કરી, કષાયરૂપ માનીને મારી, સુખા વહ