________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
અનાદિકાળના અનંતાનંત જીવોના પરિભ્રમણમાં અનંતકાળે અનંતાનંત જીવોમાંથી કોઇ એકાદ જીવને જિનવાણી શ્રવણનો યોગ મળે છે. તેવા અનંત જીવોમાંથી કોઇ એકાદ જીવને જિનવાણી શ્રવણ પછી તેની શ્રધ્ધા પ્રગટ થાય છે. જિનવાણીનું શ્રવણ કર્યા પછી તે ભાવોને સમજીને આગમ સંપાદનના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવા મળે તે ખરેખર અમારા માટે પરમ સૌભાગ્ય છે... આ એક સોનેરી તક છે. ગુરુકૃપાએ આ તક અમોને સાંપડી અને અમે અત્યંત પ્રસન્નભાવે શ્રધ્ધાપૂર્વક તકને વધાવી તે દિશામાં ગતિશીલ બન્યા.
ક્રમશઃ એક પછી એક આગમનું સંપાદન કરતાં શ્રી નિરયાવલિકા સૂત્રનું સંપાદન કરવાનો સુઅવસર આવ્યો. કથાનુયોગ પ્રધાન શ્રી નિરયાવલિકા સૂત્ર નામથી પ્રસિધ્ધ આ આગમમાં પાંચ ઉપાંગ સૂત્રોનો સમાવેશ થાય છે.
શાસ્ત્રપાઠ અનુસાર આ શાસ્ત્રનું નામ “ઉપાંગસુત્ર’ છે અને નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુપિકા, પુષ્પગુલિકા અને વૃષ્ણિદશા, આ પાંચ તેના વર્ગ છે. સમhvi મવિથ મહાવીરે... ૩ પંર વ7| પJUત્તા, તંગદી... બિરયાવિત્તિયાગો...
સમય વ્યતીત થતાં આ પાંચ વર્ગ ભિન્ન ભિન્ન પાંચ આગમ રૂપે પ્રસિધ્ધ થઇ ગયા છે. બાર ઉપાંગ સૂત્રોની ગણનામાં આ પાંચે વર્ગની પાંચ આગમ રૂપે ગણના થઇ છે. સંપાદન દરમ્યાન પ્રશ્ન થયો કે આ શાસ્ત્રને આપણે કયુ નામ આપવું? સંપાદક મંડળે સાથે મળીને વિચારણા કરીને નિર્ણય કર્યો કે શાસ્ત્રના પાઠ અનુસાર મૂળભૂત ‘ઉપાંગ સૂત્ર' નામ જળવાઇ રહેવું જોઇએ તેથી શાસ્ત્રની ઉપર ‘ઉપાંગ સૂત્ર' લખીને તેની નીચે પરંપરાથી પ્રચલિત “શ્રી નિરયાવલિકા સૂત્ર' લખ્યું છે. આ રીતે શાસ્ત્રોની મૌલિકતા અને પરંપરાનો સમન્વય કર્યો છે.
પ્રથમ વર્ગ – શ્રી નિરયાવલિકા સૂત્રમાં માતા ચેલણાના દોહદનું વર્ણન છે તેમાં ૩યરવત્નિમદિ – ઉદરાવલિમાંસ અર્થાત્ “પેટના અંદરના આંતરડા' શબ્દનો પ્રયોગ છે.
|
O -
{ (