________________
પૂ. ગુરુદેવની દીર્ઘદષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ ‘પારસધામ’ ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દર્શનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહયોગ આપીને અમારું કાર્ય વેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહયોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન -
-
PARASDHAM
વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
18