________________
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી કિરણબાઈ મ.
જૈન સાહિત્યનો પ્રાચીનતમ વિભાગ આગમ છે. આ + ગમ = આપ્ત પુરુષો—તીર્થંકરો દ્વારા આપેલું ગમ = જ્ઞાન આગમ કહેવાય છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરી, સર્વજ્ઞ સર્વદર્શી થયા પછી પ્રવચન દ્વારા જીવ અજીવ આદિનું સ્વરૂપ પ્રગટ કરતાં કર્મબંધ, બંધહેતુ, મોક્ષ અને મોક્ષના હેતુનું રહસ્ય ઉદ્ઘાટિત કર્યું.
ભગવાન મહાવીર સ્વામીના પાવન પ્રવચનો અર્થાગમ કહેવાય અને ગણધરો દ્વારા કરેલી સૂત્રરચના સુત્તાગમ કહેવાય છે.
આ આગમસાહિત્ય આચાર્યો માટે નિધિ સમાન છે તેથી તેનું નામ ગણિપિટક રાખવામાં આવ્યું. તેના મૌલિક વિભાગ બાર છે, જેને દ્વાદશાંગી કહેવાય છે.
આગમ વિભાજનમાં પ્રસ્તુત આગમ ઃ
પ્રાચીનકાળથી આગમોનું વિભાજન અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યના રૂપે છે. અંગસાહિત્યની રચના ગણધરોએ કરી છે અને અંગ બાહ્ય સાહિત્યના રચયિતા સ્થવિર ભગવંતો છે. ત્યાર પછી કાલાંતરે એટલે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સેંકડો વર્ષો પછી અંગબાહ્ય આગમોના ઉપાંગ, મૂલ અને છેદ કે ચૂલિકાશાસ્ત્ર એવા નામો પ્રચલિત થયા અને ત્યાર પછી આ ઉપાંગ આદિની સંખ્યાઓ નિશ્ચિત્ત થવા લાગી. જોકે તેની સંખ્યાનો કોઈ મૌલિક આધાર નથી. છતાં સ્થાનકવાસી પરંપરામાં ૧૨ ઉપાંગ, ૪ મૂલ અને ૪ છેદ શાસ્ત્રોની માન્યતા પ્રચલિત છે. પ્રસ્તુત આગમની ગણના ઉપાંગ વિભાગમાં થાય
છે.
ઉપાંગ સૂત્ર : નામબોધ :
નિરયાવલિકા નામથી પ્રસિદ્ધ આ શાસ્ત્રનું આગમિક નામ ઉપાંગ સૂત્ર છે. તે
37