Page #1
--------------------------------------------------------------------------
________________
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા
[ ૧૧ ]
બહુ જૂના વખતમાં, જ્યારે આર્ય ઋષિઓએ પુનર્જન્મની શોધ કરી, ત્યારે, પુનર્જન્મના વિચાર સાથે જ તેમને કર્મના નિયમે અને આ લેક તેમ જ પરલોકની કલ્પના પણ આવી. કમંતવ, ઈહલેક અને પરલોક એટલું તે પુનર્જન્મ સાથે સંકળાયેલું છે જ. આ વસ્તુ એકદમ સીધેસીધી અને સેને સહેલાઈથી ગળે ઊતરે તેવી તો નથી જ, એટલે હંમેશાં એને વિશે ઓછોવતો મતભેદ રહે છે. તે જૂના જમાનામાં પણ એક નાને કે મોટો એવો વર્ગ હતું કે જે પુનર્જન્મ અને કર્મચક્ર વગેરે માનવા તદ્દન તૈયાર ન હતો, અને પુનર્જન્મવાદીઓ સાથે વખતે ચર્ચા પણ કરતા. તે વખતે પુનર્જન્મશેધક અને પુનર્જન્મવાદી ઋષિઓએ પિતાના મંતવ્યને ન માનનાર પુનર્જન્મવિરોધી સામા પક્ષને નાસ્તિક કહી ઓળખાવ્યા, અને પિતાના પક્ષને આસ્તિક તરીકે જણાવ્યું. આ શાન્ત અને વિદ્વાન ઋષિઓએ જ્યારે પિતાના પક્ષને આસ્તિક કહ્યો ત્યારે એને અર્થ એટલે જ હતો કે અમે પુનર્જન્મ, કર્મતત્ત્વ નથી માનતા તેને માત્ર અમારા પક્ષથી ભિન્ન પક્ષ તરીકે ઓળખાવવા “ન' શબ્દ ઉમેરી નાસ્તિક કહીએ છીએ. એ સમભાવી અષિઓ તે વખતે આસ્તિક અને નાસ્તિક એ બે શબ્દ માત્ર અમુક પ્રકારના બે ભિન્ન પક્ષને સૂચવવા માટે જ વાપરતા; તે સિવાય એથી વધારે એ શબ્દના વાપરની પાછળ કાંઈ અર્થ ન હતા. આ શબ્દો ખૂબ ગમ્યા અને સૌને અનુકૂળ થઈ પડ્યા. વખત જતાં વળી ઈશ્વરની માન્યતાને પ્રશ્ન આવ્યો. ઈશ્વર છે અને તે જગતનો કર્તા પણ છે એમ માનનાર એક પક્ષ હતો. બીજો પક્ષ કહે, કે સ્વતંત્ર અલગ ઈશ્વર જેવું તત્ત્વ નથી અને હોય તે પણ તેને જગતના સર્જને સાથે કંઈ સંબંધ નથી. આ બે ભિન્ન પક્ષો અને તેની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી ત્યારે પેલા આસ્તિક અને નાસ્તિક શબ્દ, જે એક વખત માત્ર પુનર્જન્મ-વાદી અને પુનર્જન્મ-વિરોધી પક્ષ પૂરતા જ હતા, તે બને શબ્દો ઈશ્વરવાદી અને ઈશ્વર-વિધી એ બે પક્ષ માટે પણ વપરાવા લાગ્યા. આ રીતે આસ્તિક અને નાસ્તિક શબ્દના અર્થનું ક્ષેત્ર પુનર્જન્મના અસ્તિત્વનાસ્તિત્વથી વધારે વિસ્તૃત ઈશ્વરના અસ્તિત્વ-નાસ્તિત્વ સુધી ગયું. હવે પુન
Page #2
--------------------------------------------------------------------------
________________
-૭૦૨ ].
દર્શન અને ચિંતન જંન્મ માનનાર વર્ગમાં પણ ઈશ્વરને માનનાર અને ન માનનાર બે પક્ષે પડી ગયા હતા, એટલે પિતાને આસ્તિક તરીકે ઓળખાવનાર આચાર્યોની સામે પણ પિતાની પરંપરામાં બે ભિન્ન “પાર્ટીઓ હતી અને તે વખતે પણ તેઓને ઈશ્વર ન માનનાર પક્ષ, જોકે તે પક્ષ પુનર્જન્મવાદી હોઈ પિતાની આસ્તિક શ્રેણીને હતિ છતાં, તેને નાસ્તિક કહેવાની એટલે કે તેને નાસ્તિક તરીકે ઓળખાવવાની ફરજ પડી, પરંતુ હજુ સુધી એ શબ્દોની પાછળ અમુક માનવું અને અમુક ન માનવું એટલા ભાવ સિવાય બીજો વધારે ખાસ ભાવ ન હતો. તેથી આ હિસાબે પુનર્જન્મવાદી આય પુરુષોએ પિતાના જ પક્ષના પણ ઈશ્વરને ન માનનાર પિતાના ભાઈઓને ફક્ત પોતાનાથી અમુક માન્યતામાં જુદા પડે છે એટલું જણાવવા નાસ્તિક કહ્યા. તે રીતે સાંખ્ય, મીમાંસક, જૈન, અને બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ પણ એક રીતે આસ્તિક છતાં બીજી રીતે નાસ્તિક કહેવાયા.
વળી, એક બીજો પ્રશ્ન ઊભો થયો હતો અને તે શાસ્ત્રના પ્રામાણ્યો. વિદશાસ્ત્રની પ્રતિષ્ઠા રૂઢ થઈ ગઈ હતી. પુનર્જન્મ માનનાર અને ઈશ્વરતત્વને પણ માનનાર એક એ મેટો પક્ષ હતું કે જે વેદનું પ્રામાણ્ય પૂરેપૂરું વી. કારતો. તેની સાથે જ એક એ પણ મોટે અને પ્રાચીન પક્ષ હતો કે જે પુનર્જન્મમાં માનતો, વેદનું પ્રમાણ સંપૂર્ણતયા સ્વીકારતા, છતાં ઈશ્વર તત્વમાં ન માનતે. હવે અહીં આસ્તિક-નાસ્તિક શબ્દને ભારે ગેટાળો થયો. ઈશ્વરને ન માનવાથી જે નાસ્તિક કહેવામાં આવે તે પુનર્જન્મ અને વિનું પ્રામાણ્ય સ્વીકારનાર પિતાના સગા ભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવા પડે. એટલે મનુ મહારાજે આ ગૂંચમાંથી મુક્તિ મેળવવા નાસ્તિક શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી દીધી અને તે એ કે વેદનિંદક હોય તે નાસ્તિક. આ હિસાબે સાંખ્ય લેકે, જે નિરીશ્વરવાદી હોઈ એકવાર નાસ્તિક ગણાતા, તે પણ વેદનું અમુક અંશે પ્રામાણ્ય સ્વીકારતા હોવાથી ધીરે ધીરે નાસ્તિક કહેવાતા મટી આસ્તિક ગણાવા લાગ્યા; અને જૈન, બૌદ્ધ જેવા જે વેદનું પ્રામાણ્ય તદ્દન જ ન સ્વીકારતા તેઓ નાસ્તિક પક્ષમાં રહ્યા. અહીં સુધી તિ આસ્તિક-નાસ્તિક શબ્દના પ્રગ વિશે થયું.
હવે બીજી બાજુએ, જેમ પુનર્જન્મવાદી અને વેદવાદી લેકે પિતાથી વિભિન્ન એવા પક્ષને માટે ઓળખાણ ખાતર નાસ્તિક શબ્દ વાપરતા, અને
વ્યવહારમાં કઈક શબ્દ વાપરવાની જરૂર તે પડે જ, તેમ પિલા વિભિન્ન પક્ષવાળાઓ પણ પોતાના પક્ષને અને સામા પક્ષને ઓળખાવવા અમુક
Page #3
--------------------------------------------------------------------------
________________
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા
[ ૭૩
શબ્દો વાપરતા. તે શબ્દો ખી કાઈ નહિ, પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ. પુનમને માનવા છતાં પણ કેટલાક વિચારકા પોતાના ઊંડા વિચાર અને મનનને પરિણામે એમ જોઈ શકયા હતા કે સ્વતંત્ર ઈશ્વર જેવી વસ્તુ નથી; અને તેથી તેઓએ ભારેમાં ભારે વિરોધ અને જોખમ વહારીને પણ પેાતાના વિચાર લાફ સમક્ષ મૂકયો હતો. એ વિચાર મૂકવા જતાં છેવટે વેદોનુ પ્રામાણ્ય સ્વીકારવાની ના પાડી હતી. એ લાકા એમ ધારતા, અને સાચે જ પ્રામાણિકપણે ધારતા, કે તેની દૃષ્ટિ એટલે માન્યતા સમ્યક્ એટલે સાચી છે અને સામા યેવાળા પક્ષની માન્યતા મિથ્યા એટલે ભ્રાન્ત છે. તેથી માત્ર સમભાવે તેમણે પોતાના પક્ષને સમ્યગ્દષ્ટિ અને સામાને મિથ્યાદૃષ્ટિ તરીકે ઓળખાવ્યો. આ રીતે જેમ સંસ્કૃતજીવી વિદ્વાનોએ પોતાના પક્ષ માટે આસ્તિક અને પાતાથી ભિન્ન પક્ષ માટે નાસ્તિક એ શબ્દે વ્યવહાર ખાતર ચાજ્યા હતા તેમ પ્રાકૃતજીવી જૈન અને બૌદ્ધ તપસ્વીઓએ પણ પોતાના પક્ષ માટે સમ્યગ્દષ્ટિ ( સમ્માદિક ) અને પેાતાથી ભિન્ન પક્ષ માટે મિથ્યાદષ્ટિ (મિર્ઝાટ્ટિ ) શબ્દ યોજ્યા. પણ એટલાથી કંઈ અંત આવે તેમ થોડુ હતું ? મત અને મતભેદનું વટવૃક્ષ તે જમાના સાથે જ ફેલાતું જાય છે, એટલે જૈન અને બોદ્ધ અને વૈવિરોધી હોવા છતાં તે બન્ને વચ્ચે પણ પ્રબળ મતભેદ હતા.
તેથી તેએ માત્ર પેાતાના જ પક્ષને સમ્યગ્દષ્ટિ કહી વેદનુ પ્રામાણ્ય ન સ્વીકારવામાં સગા ભાઈ જેવા પોતાના બોદ્ધ મિત્રને પણ મિથ્યાદષ્ટિ ફા. એ જ રીતે ઔદ્દોએ માત્ર પોતાને સમ્યગ્દષ્ટિ અને પેાતાના મેટા ભાઈ જેવા જૈન પક્ષને મિથ્યાદષ્ટિ કહ્યો. ખરી રીતે જેમ આસ્તિક અને નાસ્તિક તેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ એ બે શબ્દો પણ ફક્ત અમુક અરે ભિન્ન માન્યતા ધરાવનાર બે પક્ષો પૂરતા જ હતા, જેમાં એક સ્વપક્ષ અને એક પરપક્ષ. દરેક પાતાના પક્ષને આસ્તિક કે સમ્યગ્દષ્ટિ કહે અને પરપક્ષને નાસ્તિક કે મિથ્યાદષ્ટિ તરીકે ગણાવે. અહીં સુધી તે સામાન્યભાવ કહેવાય.
પણ મનુષ્ય પ્રકૃતિમાં જેમ મીઠાશ તેમ કડવાશનુ પણ તત્ત્વ છે. આ તત્ત્વ દરેક જમાનામાં આધ્રુવનું દેખાય છે. શબ્દો કાંઈ જાતે સારા કે નરસા નથી હાતા. તેના મધુરપણા અને કડવાપણાતા અથવા તે તેની પ્રિયતા અને અપ્રિયતાના આધાર તેની પાછળના મનોભાવ ઉપર અવલ‘ખિત
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૪]
દર્શન અને ચિંતન
હેાય છે. આ વસ્તુ આપણે થોડાક દાખલાઓથી વધારે સ્પષ્ટ કરીને સમજી શકીશું. નાગે, લુચ્ચે અને બા એ શબ્દો છે અને વિચારે. નાગે. સંસ્કૃતમાં નગ્ન અને પ્રાકૃતમાં નગિણ. લુચ્ચે સંસ્કૃતમાં લુંચક અને પ્રાકૃત માં લુંચએ. બા સંસ્કૃતમાં વતા અને પ્રાકૃતમાં વપા અથવા બપા.
જે માત્ર કુટુંબ અને માલમત્તા જ નહિ, પણ કપડાં સુધ્ધાને તદ્દન ત્યાગ કરી આત્મશધન માટે નિર્મમત્વવત ધારણ કરતે અને મહાન આદર્શ નજર સામે રાખી જંગલમાં એકાકી સિંહની પેઠે વિચરતે તે પૂજ્ય પુરુષ નગ્ન કહેવાતા. ભગવાન મહાવીર આ જ અર્થમાં નગ્ન તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. પરિગ્રહને ત્યાગ કરી અને દેહદમનનું વ્રત સ્વીકારી આત્મસાધના માટે જે ત્યાગી થતા અને પિતાના મસ્તકના વાળને પિતાને જ હાથે ખેંચી કાઢતે તે લુંચક અર્થાત્ લેચ કરનાર કહેવાતા. આમ એ શબ્દ શુદ્ધ ત્યાગ અને દેહદમન સૂચવનાર હતા. વક્તા એટલે સર્જક અને સર્જક એટલે વડીલ અને સંતાનને પૂજ્ય. આ અર્થમાં બંખ્યા અને બાવા શબ્દ વપરાતે. પરંતુ હંમેશાં શબ્દોના વપરાશની મર્યાદા એકસરખી નથી રહેતી. તેનું ક્ષેત્ર નાનું મેટું અને વખતે વિકૃત થઈ જાય છે. નગ્ન એટલે વસ્ત્રરહિત તપસ્વી; ને આ તપસ્વી એટલે માત્ર એક કુટુંબ અગર એક જ પરિ. વારની જવાબદારી છેડી વસુધાકૌટુંબિક બનનાર અને આખા વિશ્વની જવાબદારીને વિચાર કરનાર. પરંતુ કેટલાક માણસો કુટુંબમાં એવા નીકળે કે જેઓ નબળાઈને લીધે પિતાની કૌટુંબિક જવાબદારી ફેંકી દે છે, અને તેની જગ્યાએ વધારે સારી અને વધારે વ્યાપક જવાબદારી સ્વીકારવાને બદલે આળસ અને અજ્ઞાનને લીધે તેઓ પોતાના કુટુંબને અને પિતાની જાત સુધ્ધાં બિનજવાબદાર થઈ ભટકતા અને રખડતા રામ થઈ જાય છે. આવા માણસે અને પેલા જવાબદાર નગ્ન તપસ્વીઓ વચ્ચે ઘર પ્રત્યેની બિનજવાબદારી પૂરતું, ઘર છોડી ગમે ત્યાં ભટકવા પૂરતું, સામ્ય હોય છે. આટલા સામ્યને લીધે પેલા બિનજવાબદાર માણસના લાગતાવળગતાઓએ તે રખડતા રામને તિરસ્કારસૂચક તરીકે અગર પિતાની અરુચિ દર્શાવવા તરીકે નાગે (નગ્ન) કહ્યો. આ રીતે વ્યવહારમાં જ્યારે કોઈ એક જવાબદારી છેડે, આપેલું વચન ન પાળે, માથેનું કરજ અદા ન કરે, તેને દાદ ન આપે ત્યારે પણ તે તિરસ્કાર અને અણગમાના વિષય તરીકે નગ્ન કહેવાય. બસ! ધીરે ધીરે પેલે મૂળ નગ્ન શબ્દ પિતાના મહાન તપ, ત્યાગ અને પૂજ્યતાના અર્થમાંથી સરી માત્ર બિનજવાબદાર એ
Page #5
--------------------------------------------------------------------------
________________
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા
[ ૦૫ અર્થમાં આવીને અટક્યો અને આજે તો એમ બની ગયું છે કે કઈ ત્યાગી સુધ્ધાં પિતાને માટે નાગે શબ્દ પસંદ નથી કરતા. દિગંબર ભિક્ષુકે, જેઓ તદ્દન નગ્ન હોય છે તેઓને પણ જે નાગ કહેવામાં આવે તે તેઓ પિતાને તિરસ્કાર અને અપમાન માને. લુચક શબ્દ પણ પિતાનું પવિત્ર સ્થાન ગુમાવ્યું છે, અને કહેલું ન પાળે, બીજાને ઠગે તેટલા જ અર્થમાં સ્થાન લીધું છે. બે શબ્દ તે ઘણીવાર બાળકને ભડકાવવાના અર્થમાં જ વપરાય છે, અને કેટલીક વાર તે કશી જ જવાબદારી ન ધરાવતું હોય તેવા આળસી અને પેટભરુ માટે પણ વપરાય છે. આ રીતે ઉપયોગની પાછળના સારા કે નરસ, આદર કે તિરસ્કાર, સંકુચિત કે વિસ્તૃત ભાવને લીધે શબ્દ પણ એક જ છતાં ક્યારેક સારા, ક્યારેક નરસા, કયારેક આદરસૂચક, ક્યારેક તિરસ્કારસૂચક અને ક્યારેક સંકુચિત અર્થવાળા તેમ જ વિસ્તૃત અર્થવાળા જોવામાં આવે છે. આ દાખલાઓ આપણને પ્રસ્તુત ચર્ચામાં બહુ કામના છે.
ઉપર કહેલ નાસ્તિક અને મિથ્યાષ્ટિ શબ્દની શ્રેણીમાં વળી બીજા બે શબ્દો ઉમેરવા જેવા છે. તેમાં એક નિવ શબ્દ છે, જે શ્વેતામ્બર શાસ્ત્રમાં વપરાયેલે છે અને બીજે જૈનાભાસ શબ્દ છે, જે દિગંબર ગ્રન્થમાં વપરાચેલે છે. આ બંને શબ્દો પણ અમુક અંશે જૈન છતાં બીજા કેટલાક અંશમાં વિરોધી મત ધરાવનાર માટે વપરાયેલા છે. નવ શબ્દ તે જરા જૂન પણ છે, પરંતુ જૈનાભાસ એટલે કૃત્રિમ જૈન એ શબ્દ એટલે જૂને. નથી અને તે રીતે વિલક્ષણ રીતે વપરાયેલું છે. દિગંબર શાખાની મૂળ સંધ, માથુર સંધ, કાષ્ઠા સંઘ એવી કેટલીક પેટા શાખાઓ છે. તેમાં જે મૂળ સંધને ન હોય તે હરકોઈને જેનાભાસ તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જેમાં શ્વેતાંબરે પણ આવી જાય છે. તાંબર શાસ્ત્રકારોએ જૂના વખતમાં તો અમુક જ મતભેદ ધરાવનાર અમુક જ પક્ષોને નિહ્નવ કહેલા, પણ પાછળથી જ્યારે દિગંબર શાખા તદ્દન જુદી પડી ત્યારે તેને પણ નિહ્નવ કહી. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બે મુખ્ય શાખાઓ શ્વેતાંબર અને દિગંબર એકબીજાને પિતાનાથી ભિન્ન શાખા તરીકે ઓળખાવવા અમુક શબ્દ જે છે અને પછી ધીરે ધીરે એક જ શાખામાં જ્યારે પેટભેદો થવા લાગે છે ત્યારે પણ કંઈ એક પેટાભેદ બીજા પેટભેદે માટે તે શબ્દ વાપરે છે.
અહીં આપણે એક બાબત ઉપર લક્ષ આપ્યા સિવાય રહી શકતા ૪૫.
Page #6
--------------------------------------------------------------------------
________________
ક૬ ]
દર્શન અને ચિંતન નથી અને તે એ છે કે આસ્તિક અને નારિતક શોની પાછળ માત્ર હકાર અને નકારને જ ભાવ છે, જ્યારે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ શબ્દની પાછળ તેથી કાંઈક વધારે ભાવ છે. તેમાં પિતાનું યથાર્થપણું અને બીજા પક્ષનું બ્રાન્તપણું ખાતરથી સૂચવાય છે. એ ભાવ જરા આકરે અને કાંઈક અંશે કડ પણ છે, એટલે પ્રથમના શબ્દો કરતાં પાછળના શબ્દોમાં જરા ઉગ્રતા સૂચવાય છે. વળી જેમ જેમ સાંપ્રદાયિકતા અને ભતાંધતા વધતી ચાલી તેમ તેમ કટુકતા વધારે ઉગ્ર બની. તેને પરિણામે નિદ્ભવ અને જૈનાભાસ જેવા ઉગ્ર શબ્દ સામા પક્ષ માટે અસ્તિત્વમાં આવ્યા. અહીં સુધી તો માત્ર આ શબ્દોનો કાંઈક ઈતિહાસ જ આવ્યો. હવે આપણે વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ.
અત્યારે આ શબ્દોમાં ભારે ગેટ થઈ ગયું છે. એ શબ્દો હવે તેના મૂળ અર્થમાં નથી રહ્યા, તેમ જ નવા અર્થમાં પણ ચોક્કસ અને મર્યાદિત રીતે નથી જાતા. ખરું કહીએ તે અત્યારે એ શબ્દો નાગો, લુચ્ચો અને બા શબ્દની પેઠે માત્ર ગાળરૂપે અથવા તિરસ્કાર સૂચક રીતે હરકોઈ વાપરે છે. સાચી બાબત રજૂ કરનાર અને આગળ જતાં જે વિચાર પિતાને અગર પોતાની સંતતિને અવશ્યમેવ સ્વીકારવાલાયક હોય છે તે વિચાર મૂકનારને પણ શરૂઆતમાં રૂઢિગામી, સ્વાથી અને અવિચારી લેકે નાસ્તિક કહી ઉતારી પાડવા પ્રયત્ન કરે છે. મથુરા-વૃંદાવનમાં મંદિરના ઢગલા ખડકી તે મારા માત્ર પિટ ભરનાર અને ઘણીવાર તે ભયંકર અનાચાર ષિનાર પંડ્યા કે ગેસાઈઓના પાખંડને મહર્ષિ દયાનંદે વિરોધ કર્યો અને કહ્યું કે આ તે મૂર્તિપૂજા નહિ પણ ઉદરપૂજા અને ભોગપૂજા છે. વળી કાશી અને ગયાના શ્રાદ્ધ સરાવી તાગડધિન્ના કરનાર અને વધારામાં અનાચાર પિષનાર પંડયાઓને સ્વામીજીએ કહ્યું કે આ પ્રાપિંડ પિતરોને નથી પહોંચતા, પણ તમારા પેટમાં જરૂર પહોંચે છે એમ કહી તેમણે સમાજમાં સદાચાર, વિદ્યા અને બળનું વાતાવરણ સરજવાન જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તરત જ પિલા વેદપુરાણમાની પંડ્યાપક્ષે સ્વામીજીને નાસ્તિક કહ્યા. એ લેકે સ્વામીજીને માત્ર પિતાથી ભિન્ન મતદર્શક છે એટલા અર્થમાં નાસ્તિક કહ્યા હતા તે તો કાંઈ ખોટું ન હતું, પણ જૂના લેકે, જે મૂર્તિ અને શ્રાદ્ધમાં જ મહત્ત્વ માનતા, તેમને ભડકાવવા અને તેમની વચ્ચે સ્વામીજીની પ્રતિષ્ઠા ઘટાડવા એ નાસ્તિક શબ્દ વાપર્યો. એ જ રીતે મિથ્યાદષ્ટિ શબ્દની પણ કદર્થના થઈ. જૈન વર્ગમાં કઈ વિચારક નીકળ્યો અને કઈ વસ્તુની ઉચિતતા-અનુચિતતાને
Page #7
--------------------------------------------------------------------------
________________
આસ્તિક અને નાસ્તિક * નીમીમાંસા
[soo
વિચાર તેણે મૂકયો કે તરત જ રૂઢિપ્રિય વગે તેને મિથ્યાદષ્ટિ કહ્યો. એક ત જે કલ્પસૂત્ર જેવાં પવિત્ર પુસ્તકા વાંચે અને લેા પાસે તેની પૂજા કરાવી જે દાનદક્ષિણા આવે તે મે તે પચાવી લે; વળી બીજો જતિ મંદિરની આવકનો માલિક થાય અને એ પૈસાથી અનાચાર વધારે; આમ બનતુ જોઈ તેની અાગ્યતા જ્યારે કાઈ એ બતાવવા માંડી ત્યારે શરૂઆતમાં તો પેલા સ્વાથી જતિએ એ વિચારકને પોતાના વર્ગમાં ઉતારી પાડવા મિથ્યાષ્ટિ સુધ્ધાં કહ્યો. આ રીતે શરૂઆતમાં નાસ્તિક અને મિથ્યાદષ્ટિ શબ્દો સુધારક અને વિચારક માટે વપરાવા લાગ્યા, અને હવે તે તે એવા સ્થિર થઈ ગયા છે કે જે માટેભાગે વિચારશીલ, સુધારક અને કાઈ વસ્તુની યોગ્યાયેાગ્યતાની પરીક્ષા કરનાર માટે જ વપરાય છે. જૂનાં ધનો, જૂના નિયમ, જાની મર્યાદાઓ અને જૂના રીતરિવાજો દેશકાળ અને પરિસ્થિતિને લીધે અમુક અંશે અધબેસતાં નથી. તેના સ્થાનમાં અમુક પ્રકારનું અધન અને અમુક પ્રકારની મર્યાદા રાખીએ તે સમાજને વધારે લાભ થાય, અજ્ઞાન અને સંકુચિતતાની જગાએ જ્ઞાન અને ઉદારતા સ્થાપીએ તે જ સમાજ સુખી રહી શકે, ધર્મ એ જો વિખવાદ વધારતા હોય તે! તે ધર્મ હાઈ ન શકે એવી સીધીસાદી અને સમાન્ય આબતો કહેનાર કાઈ નીકળ્યા કે તરત જ અત્યારે તેને નાસ્તિક, મિથ્યાદષ્ટિ અગર જેનાભાસ કહેવામાં આવે છે. આ રીતે શબ્દોના ઉપયોગની અધાધૂંધીનું પરિણામ એ આવ્યું છે કે હવે નાસ્તિક શબ્દની જ પ્રતિષ્ઠા વધી ગઈ છે. એક વખતે રાજમાન્ય શબ્દની અને લેકમાન્ય શબ્દની પ્રતિષ્ઠા જુતી, પણ જ્યારે સમાજ ઊંચો ઊંચો ત્યારે તેને રાજમાન્ય શબ્દ ખટકો અને રાજમાન્ય થવામાં ઘણીવાર સમાજદ્રોહ તેમ જ દેશદ્રોહ પણ જણાયા; અને રાજદ્રોહ રાખ્ત જે એકવાર ભારે ગુનાહિત માટે જ વપરાતો અને અપમાનસૂચક દેખાતા તેની પ્રતિષ્ઠા વધી પડી. આજે તો દેશ અને સમાજમાં એવું વાતાવરણ પેદા થયું છે કે તે રાજદ્રોહ રાખ્તને પૂજે છે અને પેાતાને રાજદ્રોહી જાહેર રીતે કહેવરાવવા હજારો જ નહિ પણ લાખે સ્ત્રી અને પુરુષો બહાર આવે છે અને લેાકેા તેમને સત્કારે છે. માત્ર હિન્દુસ્તાનને જ હિ પણ આખી દુનિયાના મહાન સત એ મહાન રાજદ્રોહના અમાંજ રાજદ્રોહી છે. આ રીતે નાસ્તિક અને મિથ્યાદષ્ટિ જે એક વખતે ફક્ત પૈાતાથી ભિન્ન પક્ષ ધરાવનાર માટે વપરાતા અને પછી કાંઈક કદનાના ભાવમાં વપરાતા તે અત્યારે પ્રતિષ્ઠિત જેવા થતા જાય છે. અંત્યો એ પણ માણસ છે, એની સેવા લઈ એને તિરસ્કાર કરવા એમાં એવડે ગુને છે. વૈધવ્ય મરજિયાત હાઈ શકે, ફરજિયાત નહિ, એવા વિચાર ગાંધીજીએ
Page #8
--------------------------------------------------------------------------
________________
૭૮]
દર્શન અને ચિંતન
મૂકયો કે તેમને પણ મનુના વારસદાર કાશીના પતિએ પ્રથમ નાસ્તિક કહ્યા, મીઠા શબ્દમાં આર્યસમાજી કહ્યા અને કાઈએ ક્રિશ્ચિયન કહ્યા, વાંદરા અને વાછડાની ચર્ચા આવી કે વળી કાઈ એ તેમને હિંસક કહ્યા અને ખરેખર ગાંધીજી જો રાજપ્રકરણમાં પડચા ન હોત અને આવડી મેડી સલ્તનત સામે ઝઝૂમ્યા ન હોત તેમ જ તેમનામાં પેાતાના વિચારો જગવ્યાપી કરવાની શક્તિ ન હોત તે તેઓ અત્યારે જે કહે છે તે જ અંત્યજ અને વિધવા વિશે કહેતાં હાત, છતાં ભારે નાસ્તિક અને મૂર્ખ મનાત અને મનુના વારસદાર તેમનુ ચાલત તે તેમને શૂળીએ પણ ચડાવત.
આ રીતે જ્યારે આવેલી પુરાતનપ્રેમીએએ આવેશમાં આવી વગર વિચારે ગમે તેવા વિચારી અને ગમે તેવા લાયક માણસને પણ ઉતારી પાડવા અને તેની વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા નાસ્તિક જેવા શબ્દો વાપર્યો ત્યારે તે શબ્દોમાં પણ ક્રાન્તિ દાખલ થઈ અને એનું અથચક્ર બદલાતાં મહત્તાચક્ર બદલાવા લાગ્યું અને સ્થિતિ લગભગ એવી આવી ઊભી છે કે રાજદ્રોહની પેડે નાસ્તિક, મિથ્યાદષ્ટિ આદિ શબ્દો માન્ય થતા ચાલ્યા છે. કદાચ જોઈતા પ્રમાણમાં માન્ય ન થયા હાય તોપણ હવે એનાથી કાઈ ભાગ્યે જ ડરે છે. ઊલટુ પોતાને રાજદ્રોહી કહેવડાવવા જેમ ઘણા આગળ આવે છે. તેમ ધણ્ણા તે! નિર્ભયતા કેળવવા પોતાને નાસ્તિક કહેવડાવતાં જરાય ખચકાતા નર્થી અને જ્યારે સારામાં સારા વિચારા, લાયક કાર્યકર્તા અને ઉદાર મનના પુરુષોને પણ કાઈ નાસ્તિક કહે છે ત્યારે આસ્તિક અને સભ્યષ્ટિ જેવા શબ્દોના અર્થ બદલાઈ જાય છે. અને હવે તેા આસ્તિક તેમ જ સમ્યગ્દષ્ટિ રાખ્યુંને લગભગ વ્યવહારમાં લેકા એ જ અર્થ કહે છે હું જે સાચી કે ખોટી ગમે તેવી જૂની રૂઢિને વળગી રહે, તેમાં ઉચિતપણા કે અનુચિતપણાને વિચાર ન કરે, કાઈ પણ વસ્તુની પરીક્ષા અગર તર્ક – કતોટી સહન ન કરે, સાચુ કે ખાટુ કાંઈ પણ તપાસ્યા સિવાય નવા વિચાર, નવી શેાધ અને નવી પદ્ધતિમાત્રથી ભડકે અને છતાંય કાળક્રમે એને પગણે વશ થતા જાય તે આસ્તિક, તે સમ્યગ્દષ્ટિ. આ રીતે વિચારક અને પરીક્ષક અગર તર્ક પ્રધાન અર્થમાં નાસ્તિક આદિ શબ્દોની પ્રતિશ જામતી જાય છે અને કદાગ્રહી, ઝનૂની એવા અર્થમાં આસ્તિક આદિ શબ્દોની દુર્દશા થતી દેખાય છે. આ જમાનામાં જ્યારે શસ્ત્રથી લડવાનું ન હતું ત્યારે દરેકને માટે લડવાની વૃત્તિ તૃપ્ત કરવાને આવા શાબ્દિક માર્ગ રહ્યો હતો અને નાસ્તિક કે મિથ્યાદષ્ટિ શબ્દોના ગોળા ફેંકાતા, પણ આ અહિંસક યુદ્ધે જેમ શસ્ત્રને.
Page #9
--------------------------------------------------------------------------
________________
[sce
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા નિષ્ક્રિય કર્યો તેમ પેલા નાસ્તિક આદિ શબ્દો, જે વિષમય અસ્ત્રની પેઠે ફેંકાતા, તેને પણ નિર્વિષ અને ઘણીવાર તે જીવનપ્રદ અમૃત જેવા બનાવ્યા. આ કાન્તિયુગને પ્રભાવ છે, પણ આથી કોઈ વિચારકે કે સુધારકે હરખાઈ પિતાનું કર્તવ્ય ભૂલી જવાનું નથી. ઘણીવાર સુલ્લક વિચારકે અને ભીરુ સ્વાથી સુધારકે પિતાને નાસ્તિક કહેવડાવીને પણ સામા પક્ષને અન્યાય કરવા તૈયાર થાય છે. તેઓએ પણ ચેતવાનું છે. ખરી રીતે કઈ પક્ષકારે આવેશ કે ઝનૂનમાં આવી જઈ બીજા પક્ષને માત્ર વગોવવા ખાતર કોઈ પણ જાતના શબ્દનો પ્રયોગ કરે એ તાત્વિક દષ્ટિએ હિંસા જ છે. પોતાનાથી ભિન્ન વિચાર ધરાવનાર માટે સમભાવે અને પ્રેમથી યોગ્ય શબદ વાપરવો એ એક વાત છે અને ઝનૂનમાં આવી બીજાને ઉતારી પાડવા હદ ઓળંગી અમુક શબ્દો વાપરવા એ બીજી વાત છે; છતાં દરેક બેલનારને મેટે કાંઈ તાળું દેવાતું નથી, અગર દરેક લખનારના હાથ કાંઈ બંધાતા નથી, એટલે કઈ ઉતાવળિયાઓ જ્યારે ભિન્ન મત ધરાવનારા માટે અમુક શબ્દ વાપરે ત્યારે ભિન્ન મત ધરાવનારની અહિંસક ફરજ શી છે તે છેવટે આપણે વિચારી જવી જોઈએ.
પહેલું તે એ કે પિતાના માટે જ્યારે કોઈએ નાસ્તિક કે એ બીજે શબ્દ વાપર્યો હોય ત્યારે એટલું જ વિચારવું કે તે સામા ભાઈએ મારે માટે ફક્ત જુદા મત ધરાવનાર અથવા એના મતને ન માનનાર એટલા જ અર્થમાં સમભાવે અને વસ્તુસ્થિતિસૂચક શબ્દ વાપર્યો છે. એ ભાઈની એ શબ્દ વાપરવાની પાછળ કઈ દુત્તિ નથી, એમ વિચારી તેના પ્રત્યે પણ પ્રેમવૃત્તિ અને ઉદારતા કેળવવી.
બીજું એ કે જે એમ જ લાગે કે અમુક પક્ષકારે મારે માટે આવેશમાં આવી નિંદાની દૃષ્ટિથી અમુક શબ્દ વાપર્યો છે ત્યારે એમ વિચારવું કે એ ભાઈની ભૂમિકામાં આવેશ અને સંકુચિતપણાનાં તત્ત્વ છે. એ તો એ માલિક છે અને જે વસ્તુને જે માલિક હેય તે માણસ તે વસ્તુનો મરજી પ્રમાણે ઉપ્યોગ કરવા સર્જાયેલ છે. તેનામાં જે આવેશનું તત્ત્વ હોય તે ધીરજ ક્યાંથી આવવાની ? અને જે સંકુચિતપાનું હોય તે ઉદારતા ક્યાંથી પ્રગટવાની ? અને જો આવેશ અને સંકુચિતતાના સ્થાનમાં ધૈર્ય અને ઉદારતા તેનામાં લાવવા હોય તે તે એ જ રીતે આવી શકે કે તેણે ગમે તેવા કડવા શબ્દો વચ્ચે પણ પિતાનામાં ધીરજ અને ઉદારતા કેળવવી; કારણ કે, કાદવ કાંઈ બીજા કાદવથી ન ધેવાય, પણ પાણીથી જ જોવાય.
Page #10
--------------------------------------------------------------------------
________________ 10] દર્શન અને ચિંતન ત્રીજું એ કે જ્યારે કોઈ પિતાના મત અને વિચારની વિરુદ્ધ આવેશ કે શાનિતથી કાંઈ પણ કહેતે હેય ત્યારે તેના કથન ઉપર સહાનુભૂતિથી વિચાર કર. જે સામાના આવેશી કથનમાં પણ સત્ય લાગે તે તેને પચાવવાની ઉદારતા રાખવી અને પિતાના વિચારમાં સત્ય દેખાય તે ગમે તેટલો પ્રચંડ વિરોધ છતાં પણ, અને ગમે તેટલું જોખમ આવી પડે છતાં પણ, નમ્રભાવે એ જ સત્યને વળગી રહેવું. જે આ રીતે વિચારવામાં આવે અને વર્તવામાં આવે તો શબ્દની મારામારીનું ઝેર ઓછું થઈ જાય. ભાષાસમિતિની અને વચનગુપ્તિની જે પ્રતિષ્ઠા લગભગ લેપ પામતી જાય છે તે પાછી જામે અને શાન્તિનું વાતાવરણ ઊભું થાય. આ પુણ્ય-દિવસમાં આપણે એટલું જ ઈચ્છીએ. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 1932.