________________
ક૬ ]
દર્શન અને ચિંતન નથી અને તે એ છે કે આસ્તિક અને નારિતક શોની પાછળ માત્ર હકાર અને નકારને જ ભાવ છે, જ્યારે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ શબ્દની પાછળ તેથી કાંઈક વધારે ભાવ છે. તેમાં પિતાનું યથાર્થપણું અને બીજા પક્ષનું બ્રાન્તપણું ખાતરથી સૂચવાય છે. એ ભાવ જરા આકરે અને કાંઈક અંશે કડ પણ છે, એટલે પ્રથમના શબ્દો કરતાં પાછળના શબ્દોમાં જરા ઉગ્રતા સૂચવાય છે. વળી જેમ જેમ સાંપ્રદાયિકતા અને ભતાંધતા વધતી ચાલી તેમ તેમ કટુકતા વધારે ઉગ્ર બની. તેને પરિણામે નિદ્ભવ અને જૈનાભાસ જેવા ઉગ્ર શબ્દ સામા પક્ષ માટે અસ્તિત્વમાં આવ્યા. અહીં સુધી તો માત્ર આ શબ્દોનો કાંઈક ઈતિહાસ જ આવ્યો. હવે આપણે વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ.
અત્યારે આ શબ્દોમાં ભારે ગેટ થઈ ગયું છે. એ શબ્દો હવે તેના મૂળ અર્થમાં નથી રહ્યા, તેમ જ નવા અર્થમાં પણ ચોક્કસ અને મર્યાદિત રીતે નથી જાતા. ખરું કહીએ તે અત્યારે એ શબ્દો નાગો, લુચ્ચો અને બા શબ્દની પેઠે માત્ર ગાળરૂપે અથવા તિરસ્કાર સૂચક રીતે હરકોઈ વાપરે છે. સાચી બાબત રજૂ કરનાર અને આગળ જતાં જે વિચાર પિતાને અગર પોતાની સંતતિને અવશ્યમેવ સ્વીકારવાલાયક હોય છે તે વિચાર મૂકનારને પણ શરૂઆતમાં રૂઢિગામી, સ્વાથી અને અવિચારી લેકે નાસ્તિક કહી ઉતારી પાડવા પ્રયત્ન કરે છે. મથુરા-વૃંદાવનમાં મંદિરના ઢગલા ખડકી તે મારા માત્ર પિટ ભરનાર અને ઘણીવાર તે ભયંકર અનાચાર ષિનાર પંડ્યા કે ગેસાઈઓના પાખંડને મહર્ષિ દયાનંદે વિરોધ કર્યો અને કહ્યું કે આ તે મૂર્તિપૂજા નહિ પણ ઉદરપૂજા અને ભોગપૂજા છે. વળી કાશી અને ગયાના શ્રાદ્ધ સરાવી તાગડધિન્ના કરનાર અને વધારામાં અનાચાર પિષનાર પંડયાઓને સ્વામીજીએ કહ્યું કે આ પ્રાપિંડ પિતરોને નથી પહોંચતા, પણ તમારા પેટમાં જરૂર પહોંચે છે એમ કહી તેમણે સમાજમાં સદાચાર, વિદ્યા અને બળનું વાતાવરણ સરજવાન જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તરત જ પિલા વેદપુરાણમાની પંડ્યાપક્ષે સ્વામીજીને નાસ્તિક કહ્યા. એ લેકે સ્વામીજીને માત્ર પિતાથી ભિન્ન મતદર્શક છે એટલા અર્થમાં નાસ્તિક કહ્યા હતા તે તો કાંઈ ખોટું ન હતું, પણ જૂના લેકે, જે મૂર્તિ અને શ્રાદ્ધમાં જ મહત્ત્વ માનતા, તેમને ભડકાવવા અને તેમની વચ્ચે સ્વામીજીની પ્રતિષ્ઠા ઘટાડવા એ નાસ્તિક શબ્દ વાપર્યો. એ જ રીતે મિથ્યાદષ્ટિ શબ્દની પણ કદર્થના થઈ. જૈન વર્ગમાં કઈ વિચારક નીકળ્યો અને કઈ વસ્તુની ઉચિતતા-અનુચિતતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org