Book Title: Aastik ane Nastik Shabdani Mimansa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [ ૧૧ ] બહુ જૂના વખતમાં, જ્યારે આર્ય ઋષિઓએ પુનર્જન્મની શોધ કરી, ત્યારે, પુનર્જન્મના વિચાર સાથે જ તેમને કર્મના નિયમે અને આ લેક તેમ જ પરલોકની કલ્પના પણ આવી. કમંતવ, ઈહલેક અને પરલોક એટલું તે પુનર્જન્મ સાથે સંકળાયેલું છે જ. આ વસ્તુ એકદમ સીધેસીધી અને સેને સહેલાઈથી ગળે ઊતરે તેવી તો નથી જ, એટલે હંમેશાં એને વિશે ઓછોવતો મતભેદ રહે છે. તે જૂના જમાનામાં પણ એક નાને કે મોટો એવો વર્ગ હતું કે જે પુનર્જન્મ અને કર્મચક્ર વગેરે માનવા તદ્દન તૈયાર ન હતો, અને પુનર્જન્મવાદીઓ સાથે વખતે ચર્ચા પણ કરતા. તે વખતે પુનર્જન્મશેધક અને પુનર્જન્મવાદી ઋષિઓએ પિતાના મંતવ્યને ન માનનાર પુનર્જન્મવિરોધી સામા પક્ષને નાસ્તિક કહી ઓળખાવ્યા, અને પિતાના પક્ષને આસ્તિક તરીકે જણાવ્યું. આ શાન્ત અને વિદ્વાન ઋષિઓએ જ્યારે પિતાના પક્ષને આસ્તિક કહ્યો ત્યારે એને અર્થ એટલે જ હતો કે અમે પુનર્જન્મ, કર્મતત્ત્વ નથી માનતા તેને માત્ર અમારા પક્ષથી ભિન્ન પક્ષ તરીકે ઓળખાવવા “ન' શબ્દ ઉમેરી નાસ્તિક કહીએ છીએ. એ સમભાવી અષિઓ તે વખતે આસ્તિક અને નાસ્તિક એ બે શબ્દ માત્ર અમુક પ્રકારના બે ભિન્ન પક્ષને સૂચવવા માટે જ વાપરતા; તે સિવાય એથી વધારે એ શબ્દના વાપરની પાછળ કાંઈ અર્થ ન હતા. આ શબ્દો ખૂબ ગમ્યા અને સૌને અનુકૂળ થઈ પડ્યા. વખત જતાં વળી ઈશ્વરની માન્યતાને પ્રશ્ન આવ્યો. ઈશ્વર છે અને તે જગતનો કર્તા પણ છે એમ માનનાર એક પક્ષ હતો. બીજો પક્ષ કહે, કે સ્વતંત્ર અલગ ઈશ્વર જેવું તત્ત્વ નથી અને હોય તે પણ તેને જગતના સર્જને સાથે કંઈ સંબંધ નથી. આ બે ભિન્ન પક્ષો અને તેની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી ત્યારે પેલા આસ્તિક અને નાસ્તિક શબ્દ, જે એક વખત માત્ર પુનર્જન્મ-વાદી અને પુનર્જન્મ-વિરોધી પક્ષ પૂરતા જ હતા, તે બને શબ્દો ઈશ્વરવાદી અને ઈશ્વર-વિધી એ બે પક્ષ માટે પણ વપરાવા લાગ્યા. આ રીતે આસ્તિક અને નાસ્તિક શબ્દના અર્થનું ક્ષેત્ર પુનર્જન્મના અસ્તિત્વનાસ્તિત્વથી વધારે વિસ્તૃત ઈશ્વરના અસ્તિત્વ-નાસ્તિત્વ સુધી ગયું. હવે પુન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10