Book Title: Aastik ane Nastik Shabdani Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૪] દર્શન અને ચિંતન હેાય છે. આ વસ્તુ આપણે થોડાક દાખલાઓથી વધારે સ્પષ્ટ કરીને સમજી શકીશું. નાગે, લુચ્ચે અને બા એ શબ્દો છે અને વિચારે. નાગે. સંસ્કૃતમાં નગ્ન અને પ્રાકૃતમાં નગિણ. લુચ્ચે સંસ્કૃતમાં લુંચક અને પ્રાકૃત માં લુંચએ. બા સંસ્કૃતમાં વતા અને પ્રાકૃતમાં વપા અથવા બપા. જે માત્ર કુટુંબ અને માલમત્તા જ નહિ, પણ કપડાં સુધ્ધાને તદ્દન ત્યાગ કરી આત્મશધન માટે નિર્મમત્વવત ધારણ કરતે અને મહાન આદર્શ નજર સામે રાખી જંગલમાં એકાકી સિંહની પેઠે વિચરતે તે પૂજ્ય પુરુષ નગ્ન કહેવાતા. ભગવાન મહાવીર આ જ અર્થમાં નગ્ન તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. પરિગ્રહને ત્યાગ કરી અને દેહદમનનું વ્રત સ્વીકારી આત્મસાધના માટે જે ત્યાગી થતા અને પિતાના મસ્તકના વાળને પિતાને જ હાથે ખેંચી કાઢતે તે લુંચક અર્થાત્ લેચ કરનાર કહેવાતા. આમ એ શબ્દ શુદ્ધ ત્યાગ અને દેહદમન સૂચવનાર હતા. વક્તા એટલે સર્જક અને સર્જક એટલે વડીલ અને સંતાનને પૂજ્ય. આ અર્થમાં બંખ્યા અને બાવા શબ્દ વપરાતે. પરંતુ હંમેશાં શબ્દોના વપરાશની મર્યાદા એકસરખી નથી રહેતી. તેનું ક્ષેત્ર નાનું મેટું અને વખતે વિકૃત થઈ જાય છે. નગ્ન એટલે વસ્ત્રરહિત તપસ્વી; ને આ તપસ્વી એટલે માત્ર એક કુટુંબ અગર એક જ પરિ. વારની જવાબદારી છેડી વસુધાકૌટુંબિક બનનાર અને આખા વિશ્વની જવાબદારીને વિચાર કરનાર. પરંતુ કેટલાક માણસો કુટુંબમાં એવા નીકળે કે જેઓ નબળાઈને લીધે પિતાની કૌટુંબિક જવાબદારી ફેંકી દે છે, અને તેની જગ્યાએ વધારે સારી અને વધારે વ્યાપક જવાબદારી સ્વીકારવાને બદલે આળસ અને અજ્ઞાનને લીધે તેઓ પોતાના કુટુંબને અને પિતાની જાત સુધ્ધાં બિનજવાબદાર થઈ ભટકતા અને રખડતા રામ થઈ જાય છે. આવા માણસે અને પેલા જવાબદાર નગ્ન તપસ્વીઓ વચ્ચે ઘર પ્રત્યેની બિનજવાબદારી પૂરતું, ઘર છોડી ગમે ત્યાં ભટકવા પૂરતું, સામ્ય હોય છે. આટલા સામ્યને લીધે પેલા બિનજવાબદાર માણસના લાગતાવળગતાઓએ તે રખડતા રામને તિરસ્કારસૂચક તરીકે અગર પિતાની અરુચિ દર્શાવવા તરીકે નાગે (નગ્ન) કહ્યો. આ રીતે વ્યવહારમાં જ્યારે કોઈ એક જવાબદારી છેડે, આપેલું વચન ન પાળે, માથેનું કરજ અદા ન કરે, તેને દાદ ન આપે ત્યારે પણ તે તિરસ્કાર અને અણગમાના વિષય તરીકે નગ્ન કહેવાય. બસ! ધીરે ધીરે પેલે મૂળ નગ્ન શબ્દ પિતાના મહાન તપ, ત્યાગ અને પૂજ્યતાના અર્થમાંથી સરી માત્ર બિનજવાબદાર એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10