________________ 10] દર્શન અને ચિંતન ત્રીજું એ કે જ્યારે કોઈ પિતાના મત અને વિચારની વિરુદ્ધ આવેશ કે શાનિતથી કાંઈ પણ કહેતે હેય ત્યારે તેના કથન ઉપર સહાનુભૂતિથી વિચાર કર. જે સામાના આવેશી કથનમાં પણ સત્ય લાગે તે તેને પચાવવાની ઉદારતા રાખવી અને પિતાના વિચારમાં સત્ય દેખાય તે ગમે તેટલો પ્રચંડ વિરોધ છતાં પણ, અને ગમે તેટલું જોખમ આવી પડે છતાં પણ, નમ્રભાવે એ જ સત્યને વળગી રહેવું. જે આ રીતે વિચારવામાં આવે અને વર્તવામાં આવે તો શબ્દની મારામારીનું ઝેર ઓછું થઈ જાય. ભાષાસમિતિની અને વચનગુપ્તિની જે પ્રતિષ્ઠા લગભગ લેપ પામતી જાય છે તે પાછી જામે અને શાન્તિનું વાતાવરણ ઊભું થાય. આ પુણ્ય-દિવસમાં આપણે એટલું જ ઈચ્છીએ. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 1932. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org