Book Title: Aastik ane Nastik Shabdani Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ આસ્તિક અને નાસ્તિક * નીમીમાંસા [soo વિચાર તેણે મૂકયો કે તરત જ રૂઢિપ્રિય વગે તેને મિથ્યાદષ્ટિ કહ્યો. એક ત જે કલ્પસૂત્ર જેવાં પવિત્ર પુસ્તકા વાંચે અને લેા પાસે તેની પૂજા કરાવી જે દાનદક્ષિણા આવે તે મે તે પચાવી લે; વળી બીજો જતિ મંદિરની આવકનો માલિક થાય અને એ પૈસાથી અનાચાર વધારે; આમ બનતુ જોઈ તેની અાગ્યતા જ્યારે કાઈ એ બતાવવા માંડી ત્યારે શરૂઆતમાં તો પેલા સ્વાથી જતિએ એ વિચારકને પોતાના વર્ગમાં ઉતારી પાડવા મિથ્યાષ્ટિ સુધ્ધાં કહ્યો. આ રીતે શરૂઆતમાં નાસ્તિક અને મિથ્યાદષ્ટિ શબ્દો સુધારક અને વિચારક માટે વપરાવા લાગ્યા, અને હવે તે તે એવા સ્થિર થઈ ગયા છે કે જે માટેભાગે વિચારશીલ, સુધારક અને કાઈ વસ્તુની યોગ્યાયેાગ્યતાની પરીક્ષા કરનાર માટે જ વપરાય છે. જૂનાં ધનો, જૂના નિયમ, જાની મર્યાદાઓ અને જૂના રીતરિવાજો દેશકાળ અને પરિસ્થિતિને લીધે અમુક અંશે અધબેસતાં નથી. તેના સ્થાનમાં અમુક પ્રકારનું અધન અને અમુક પ્રકારની મર્યાદા રાખીએ તે સમાજને વધારે લાભ થાય, અજ્ઞાન અને સંકુચિતતાની જગાએ જ્ઞાન અને ઉદારતા સ્થાપીએ તે જ સમાજ સુખી રહી શકે, ધર્મ એ જો વિખવાદ વધારતા હોય તે! તે ધર્મ હાઈ ન શકે એવી સીધીસાદી અને સમાન્ય આબતો કહેનાર કાઈ નીકળ્યા કે તરત જ અત્યારે તેને નાસ્તિક, મિથ્યાદષ્ટિ અગર જેનાભાસ કહેવામાં આવે છે. આ રીતે શબ્દોના ઉપયોગની અધાધૂંધીનું પરિણામ એ આવ્યું છે કે હવે નાસ્તિક શબ્દની જ પ્રતિષ્ઠા વધી ગઈ છે. એક વખતે રાજમાન્ય શબ્દની અને લેકમાન્ય શબ્દની પ્રતિષ્ઠા જુતી, પણ જ્યારે સમાજ ઊંચો ઊંચો ત્યારે તેને રાજમાન્ય શબ્દ ખટકો અને રાજમાન્ય થવામાં ઘણીવાર સમાજદ્રોહ તેમ જ દેશદ્રોહ પણ જણાયા; અને રાજદ્રોહ રાખ્ત જે એકવાર ભારે ગુનાહિત માટે જ વપરાતો અને અપમાનસૂચક દેખાતા તેની પ્રતિષ્ઠા વધી પડી. આજે તો દેશ અને સમાજમાં એવું વાતાવરણ પેદા થયું છે કે તે રાજદ્રોહ રાખ્તને પૂજે છે અને પેાતાને રાજદ્રોહી જાહેર રીતે કહેવરાવવા હજારો જ નહિ પણ લાખે સ્ત્રી અને પુરુષો બહાર આવે છે અને લેાકેા તેમને સત્કારે છે. માત્ર હિન્દુસ્તાનને જ હિ પણ આખી દુનિયાના મહાન સત એ મહાન રાજદ્રોહના અમાંજ રાજદ્રોહી છે. આ રીતે નાસ્તિક અને મિથ્યાદષ્ટિ જે એક વખતે ફક્ત પૈાતાથી ભિન્ન પક્ષ ધરાવનાર માટે વપરાતા અને પછી કાંઈક કદનાના ભાવમાં વપરાતા તે અત્યારે પ્રતિષ્ઠિત જેવા થતા જાય છે. અંત્યો એ પણ માણસ છે, એની સેવા લઈ એને તિરસ્કાર કરવા એમાં એવડે ગુને છે. વૈધવ્ય મરજિયાત હાઈ શકે, ફરજિયાત નહિ, એવા વિચાર ગાંધીજીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10