________________
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા
[ ૦૫ અર્થમાં આવીને અટક્યો અને આજે તો એમ બની ગયું છે કે કઈ ત્યાગી સુધ્ધાં પિતાને માટે નાગે શબ્દ પસંદ નથી કરતા. દિગંબર ભિક્ષુકે, જેઓ તદ્દન નગ્ન હોય છે તેઓને પણ જે નાગ કહેવામાં આવે તે તેઓ પિતાને તિરસ્કાર અને અપમાન માને. લુચક શબ્દ પણ પિતાનું પવિત્ર સ્થાન ગુમાવ્યું છે, અને કહેલું ન પાળે, બીજાને ઠગે તેટલા જ અર્થમાં સ્થાન લીધું છે. બે શબ્દ તે ઘણીવાર બાળકને ભડકાવવાના અર્થમાં જ વપરાય છે, અને કેટલીક વાર તે કશી જ જવાબદારી ન ધરાવતું હોય તેવા આળસી અને પેટભરુ માટે પણ વપરાય છે. આ રીતે ઉપયોગની પાછળના સારા કે નરસ, આદર કે તિરસ્કાર, સંકુચિત કે વિસ્તૃત ભાવને લીધે શબ્દ પણ એક જ છતાં ક્યારેક સારા, ક્યારેક નરસા, કયારેક આદરસૂચક, ક્યારેક તિરસ્કારસૂચક અને ક્યારેક સંકુચિત અર્થવાળા તેમ જ વિસ્તૃત અર્થવાળા જોવામાં આવે છે. આ દાખલાઓ આપણને પ્રસ્તુત ચર્ચામાં બહુ કામના છે.
ઉપર કહેલ નાસ્તિક અને મિથ્યાષ્ટિ શબ્દની શ્રેણીમાં વળી બીજા બે શબ્દો ઉમેરવા જેવા છે. તેમાં એક નિવ શબ્દ છે, જે શ્વેતામ્બર શાસ્ત્રમાં વપરાયેલે છે અને બીજે જૈનાભાસ શબ્દ છે, જે દિગંબર ગ્રન્થમાં વપરાચેલે છે. આ બંને શબ્દો પણ અમુક અંશે જૈન છતાં બીજા કેટલાક અંશમાં વિરોધી મત ધરાવનાર માટે વપરાયેલા છે. નવ શબ્દ તે જરા જૂન પણ છે, પરંતુ જૈનાભાસ એટલે કૃત્રિમ જૈન એ શબ્દ એટલે જૂને. નથી અને તે રીતે વિલક્ષણ રીતે વપરાયેલું છે. દિગંબર શાખાની મૂળ સંધ, માથુર સંધ, કાષ્ઠા સંઘ એવી કેટલીક પેટા શાખાઓ છે. તેમાં જે મૂળ સંધને ન હોય તે હરકોઈને જેનાભાસ તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જેમાં શ્વેતાંબરે પણ આવી જાય છે. તાંબર શાસ્ત્રકારોએ જૂના વખતમાં તો અમુક જ મતભેદ ધરાવનાર અમુક જ પક્ષોને નિહ્નવ કહેલા, પણ પાછળથી જ્યારે દિગંબર શાખા તદ્દન જુદી પડી ત્યારે તેને પણ નિહ્નવ કહી. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બે મુખ્ય શાખાઓ શ્વેતાંબર અને દિગંબર એકબીજાને પિતાનાથી ભિન્ન શાખા તરીકે ઓળખાવવા અમુક શબ્દ જે છે અને પછી ધીરે ધીરે એક જ શાખામાં જ્યારે પેટભેદો થવા લાગે છે ત્યારે પણ કંઈ એક પેટાભેદ બીજા પેટભેદે માટે તે શબ્દ વાપરે છે.
અહીં આપણે એક બાબત ઉપર લક્ષ આપ્યા સિવાય રહી શકતા ૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org