________________
૭૮]
દર્શન અને ચિંતન
મૂકયો કે તેમને પણ મનુના વારસદાર કાશીના પતિએ પ્રથમ નાસ્તિક કહ્યા, મીઠા શબ્દમાં આર્યસમાજી કહ્યા અને કાઈએ ક્રિશ્ચિયન કહ્યા, વાંદરા અને વાછડાની ચર્ચા આવી કે વળી કાઈ એ તેમને હિંસક કહ્યા અને ખરેખર ગાંધીજી જો રાજપ્રકરણમાં પડચા ન હોત અને આવડી મેડી સલ્તનત સામે ઝઝૂમ્યા ન હોત તેમ જ તેમનામાં પેાતાના વિચારો જગવ્યાપી કરવાની શક્તિ ન હોત તે તેઓ અત્યારે જે કહે છે તે જ અંત્યજ અને વિધવા વિશે કહેતાં હાત, છતાં ભારે નાસ્તિક અને મૂર્ખ મનાત અને મનુના વારસદાર તેમનુ ચાલત તે તેમને શૂળીએ પણ ચડાવત.
આ રીતે જ્યારે આવેલી પુરાતનપ્રેમીએએ આવેશમાં આવી વગર વિચારે ગમે તેવા વિચારી અને ગમે તેવા લાયક માણસને પણ ઉતારી પાડવા અને તેની વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા નાસ્તિક જેવા શબ્દો વાપર્યો ત્યારે તે શબ્દોમાં પણ ક્રાન્તિ દાખલ થઈ અને એનું અથચક્ર બદલાતાં મહત્તાચક્ર બદલાવા લાગ્યું અને સ્થિતિ લગભગ એવી આવી ઊભી છે કે રાજદ્રોહની પેડે નાસ્તિક, મિથ્યાદષ્ટિ આદિ શબ્દો માન્ય થતા ચાલ્યા છે. કદાચ જોઈતા પ્રમાણમાં માન્ય ન થયા હાય તોપણ હવે એનાથી કાઈ ભાગ્યે જ ડરે છે. ઊલટુ પોતાને રાજદ્રોહી કહેવડાવવા જેમ ઘણા આગળ આવે છે. તેમ ધણ્ણા તે! નિર્ભયતા કેળવવા પોતાને નાસ્તિક કહેવડાવતાં જરાય ખચકાતા નર્થી અને જ્યારે સારામાં સારા વિચારા, લાયક કાર્યકર્તા અને ઉદાર મનના પુરુષોને પણ કાઈ નાસ્તિક કહે છે ત્યારે આસ્તિક અને સભ્યષ્ટિ જેવા શબ્દોના અર્થ બદલાઈ જાય છે. અને હવે તેા આસ્તિક તેમ જ સમ્યગ્દષ્ટિ રાખ્યુંને લગભગ વ્યવહારમાં લેકા એ જ અર્થ કહે છે હું જે સાચી કે ખોટી ગમે તેવી જૂની રૂઢિને વળગી રહે, તેમાં ઉચિતપણા કે અનુચિતપણાને વિચાર ન કરે, કાઈ પણ વસ્તુની પરીક્ષા અગર તર્ક – કતોટી સહન ન કરે, સાચુ કે ખાટુ કાંઈ પણ તપાસ્યા સિવાય નવા વિચાર, નવી શેાધ અને નવી પદ્ધતિમાત્રથી ભડકે અને છતાંય કાળક્રમે એને પગણે વશ થતા જાય તે આસ્તિક, તે સમ્યગ્દષ્ટિ. આ રીતે વિચારક અને પરીક્ષક અગર તર્ક પ્રધાન અર્થમાં નાસ્તિક આદિ શબ્દોની પ્રતિશ જામતી જાય છે અને કદાગ્રહી, ઝનૂની એવા અર્થમાં આસ્તિક આદિ શબ્દોની દુર્દશા થતી દેખાય છે. આ જમાનામાં જ્યારે શસ્ત્રથી લડવાનું ન હતું ત્યારે દરેકને માટે લડવાની વૃત્તિ તૃપ્ત કરવાને આવા શાબ્દિક માર્ગ રહ્યો હતો અને નાસ્તિક કે મિથ્યાદષ્ટિ શબ્દોના ગોળા ફેંકાતા, પણ આ અહિંસક યુદ્ધે જેમ શસ્ત્રને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org