________________
[sce
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા નિષ્ક્રિય કર્યો તેમ પેલા નાસ્તિક આદિ શબ્દો, જે વિષમય અસ્ત્રની પેઠે ફેંકાતા, તેને પણ નિર્વિષ અને ઘણીવાર તે જીવનપ્રદ અમૃત જેવા બનાવ્યા. આ કાન્તિયુગને પ્રભાવ છે, પણ આથી કોઈ વિચારકે કે સુધારકે હરખાઈ પિતાનું કર્તવ્ય ભૂલી જવાનું નથી. ઘણીવાર સુલ્લક વિચારકે અને ભીરુ સ્વાથી સુધારકે પિતાને નાસ્તિક કહેવડાવીને પણ સામા પક્ષને અન્યાય કરવા તૈયાર થાય છે. તેઓએ પણ ચેતવાનું છે. ખરી રીતે કઈ પક્ષકારે આવેશ કે ઝનૂનમાં આવી જઈ બીજા પક્ષને માત્ર વગોવવા ખાતર કોઈ પણ જાતના શબ્દનો પ્રયોગ કરે એ તાત્વિક દષ્ટિએ હિંસા જ છે. પોતાનાથી ભિન્ન વિચાર ધરાવનાર માટે સમભાવે અને પ્રેમથી યોગ્ય શબદ વાપરવો એ એક વાત છે અને ઝનૂનમાં આવી બીજાને ઉતારી પાડવા હદ ઓળંગી અમુક શબ્દો વાપરવા એ બીજી વાત છે; છતાં દરેક બેલનારને મેટે કાંઈ તાળું દેવાતું નથી, અગર દરેક લખનારના હાથ કાંઈ બંધાતા નથી, એટલે કઈ ઉતાવળિયાઓ જ્યારે ભિન્ન મત ધરાવનારા માટે અમુક શબ્દ વાપરે ત્યારે ભિન્ન મત ધરાવનારની અહિંસક ફરજ શી છે તે છેવટે આપણે વિચારી જવી જોઈએ.
પહેલું તે એ કે પિતાના માટે જ્યારે કોઈએ નાસ્તિક કે એ બીજે શબ્દ વાપર્યો હોય ત્યારે એટલું જ વિચારવું કે તે સામા ભાઈએ મારે માટે ફક્ત જુદા મત ધરાવનાર અથવા એના મતને ન માનનાર એટલા જ અર્થમાં સમભાવે અને વસ્તુસ્થિતિસૂચક શબ્દ વાપર્યો છે. એ ભાઈની એ શબ્દ વાપરવાની પાછળ કઈ દુત્તિ નથી, એમ વિચારી તેના પ્રત્યે પણ પ્રેમવૃત્તિ અને ઉદારતા કેળવવી.
બીજું એ કે જે એમ જ લાગે કે અમુક પક્ષકારે મારે માટે આવેશમાં આવી નિંદાની દૃષ્ટિથી અમુક શબ્દ વાપર્યો છે ત્યારે એમ વિચારવું કે એ ભાઈની ભૂમિકામાં આવેશ અને સંકુચિતપણાનાં તત્ત્વ છે. એ તો એ માલિક છે અને જે વસ્તુને જે માલિક હેય તે માણસ તે વસ્તુનો મરજી પ્રમાણે ઉપ્યોગ કરવા સર્જાયેલ છે. તેનામાં જે આવેશનું તત્ત્વ હોય તે ધીરજ ક્યાંથી આવવાની ? અને જે સંકુચિતપાનું હોય તે ઉદારતા ક્યાંથી પ્રગટવાની ? અને જો આવેશ અને સંકુચિતતાના સ્થાનમાં ધૈર્ય અને ઉદારતા તેનામાં લાવવા હોય તે તે એ જ રીતે આવી શકે કે તેણે ગમે તેવા કડવા શબ્દો વચ્ચે પણ પિતાનામાં ધીરજ અને ઉદારતા કેળવવી; કારણ કે, કાદવ કાંઈ બીજા કાદવથી ન ધેવાય, પણ પાણીથી જ જોવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org