________________
-૭૦૨ ].
દર્શન અને ચિંતન જંન્મ માનનાર વર્ગમાં પણ ઈશ્વરને માનનાર અને ન માનનાર બે પક્ષે પડી ગયા હતા, એટલે પિતાને આસ્તિક તરીકે ઓળખાવનાર આચાર્યોની સામે પણ પિતાની પરંપરામાં બે ભિન્ન “પાર્ટીઓ હતી અને તે વખતે પણ તેઓને ઈશ્વર ન માનનાર પક્ષ, જોકે તે પક્ષ પુનર્જન્મવાદી હોઈ પિતાની આસ્તિક શ્રેણીને હતિ છતાં, તેને નાસ્તિક કહેવાની એટલે કે તેને નાસ્તિક તરીકે ઓળખાવવાની ફરજ પડી, પરંતુ હજુ સુધી એ શબ્દોની પાછળ અમુક માનવું અને અમુક ન માનવું એટલા ભાવ સિવાય બીજો વધારે ખાસ ભાવ ન હતો. તેથી આ હિસાબે પુનર્જન્મવાદી આય પુરુષોએ પિતાના જ પક્ષના પણ ઈશ્વરને ન માનનાર પિતાના ભાઈઓને ફક્ત પોતાનાથી અમુક માન્યતામાં જુદા પડે છે એટલું જણાવવા નાસ્તિક કહ્યા. તે રીતે સાંખ્ય, મીમાંસક, જૈન, અને બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ પણ એક રીતે આસ્તિક છતાં બીજી રીતે નાસ્તિક કહેવાયા.
વળી, એક બીજો પ્રશ્ન ઊભો થયો હતો અને તે શાસ્ત્રના પ્રામાણ્યો. વિદશાસ્ત્રની પ્રતિષ્ઠા રૂઢ થઈ ગઈ હતી. પુનર્જન્મ માનનાર અને ઈશ્વરતત્વને પણ માનનાર એક એ મેટો પક્ષ હતું કે જે વેદનું પ્રામાણ્ય પૂરેપૂરું વી. કારતો. તેની સાથે જ એક એ પણ મોટે અને પ્રાચીન પક્ષ હતો કે જે પુનર્જન્મમાં માનતો, વેદનું પ્રમાણ સંપૂર્ણતયા સ્વીકારતા, છતાં ઈશ્વર તત્વમાં ન માનતે. હવે અહીં આસ્તિક-નાસ્તિક શબ્દને ભારે ગેટાળો થયો. ઈશ્વરને ન માનવાથી જે નાસ્તિક કહેવામાં આવે તે પુનર્જન્મ અને વિનું પ્રામાણ્ય સ્વીકારનાર પિતાના સગા ભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવા પડે. એટલે મનુ મહારાજે આ ગૂંચમાંથી મુક્તિ મેળવવા નાસ્તિક શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી દીધી અને તે એ કે વેદનિંદક હોય તે નાસ્તિક. આ હિસાબે સાંખ્ય લેકે, જે નિરીશ્વરવાદી હોઈ એકવાર નાસ્તિક ગણાતા, તે પણ વેદનું અમુક અંશે પ્રામાણ્ય સ્વીકારતા હોવાથી ધીરે ધીરે નાસ્તિક કહેવાતા મટી આસ્તિક ગણાવા લાગ્યા; અને જૈન, બૌદ્ધ જેવા જે વેદનું પ્રામાણ્ય તદ્દન જ ન સ્વીકારતા તેઓ નાસ્તિક પક્ષમાં રહ્યા. અહીં સુધી તિ આસ્તિક-નાસ્તિક શબ્દના પ્રગ વિશે થયું.
હવે બીજી બાજુએ, જેમ પુનર્જન્મવાદી અને વેદવાદી લેકે પિતાથી વિભિન્ન એવા પક્ષને માટે ઓળખાણ ખાતર નાસ્તિક શબ્દ વાપરતા, અને
વ્યવહારમાં કઈક શબ્દ વાપરવાની જરૂર તે પડે જ, તેમ પિલા વિભિન્ન પક્ષવાળાઓ પણ પોતાના પક્ષને અને સામા પક્ષને ઓળખાવવા અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org