________________
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા
[ ૭૩
શબ્દો વાપરતા. તે શબ્દો ખી કાઈ નહિ, પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ. પુનમને માનવા છતાં પણ કેટલાક વિચારકા પોતાના ઊંડા વિચાર અને મનનને પરિણામે એમ જોઈ શકયા હતા કે સ્વતંત્ર ઈશ્વર જેવી વસ્તુ નથી; અને તેથી તેઓએ ભારેમાં ભારે વિરોધ અને જોખમ વહારીને પણ પેાતાના વિચાર લાફ સમક્ષ મૂકયો હતો. એ વિચાર મૂકવા જતાં છેવટે વેદોનુ પ્રામાણ્ય સ્વીકારવાની ના પાડી હતી. એ લાકા એમ ધારતા, અને સાચે જ પ્રામાણિકપણે ધારતા, કે તેની દૃષ્ટિ એટલે માન્યતા સમ્યક્ એટલે સાચી છે અને સામા યેવાળા પક્ષની માન્યતા મિથ્યા એટલે ભ્રાન્ત છે. તેથી માત્ર સમભાવે તેમણે પોતાના પક્ષને સમ્યગ્દષ્ટિ અને સામાને મિથ્યાદૃષ્ટિ તરીકે ઓળખાવ્યો. આ રીતે જેમ સંસ્કૃતજીવી વિદ્વાનોએ પોતાના પક્ષ માટે આસ્તિક અને પાતાથી ભિન્ન પક્ષ માટે નાસ્તિક એ શબ્દે વ્યવહાર ખાતર ચાજ્યા હતા તેમ પ્રાકૃતજીવી જૈન અને બૌદ્ધ તપસ્વીઓએ પણ પોતાના પક્ષ માટે સમ્યગ્દષ્ટિ ( સમ્માદિક ) અને પેાતાથી ભિન્ન પક્ષ માટે મિથ્યાદષ્ટિ (મિર્ઝાટ્ટિ ) શબ્દ યોજ્યા. પણ એટલાથી કંઈ અંત આવે તેમ થોડુ હતું ? મત અને મતભેદનું વટવૃક્ષ તે જમાના સાથે જ ફેલાતું જાય છે, એટલે જૈન અને બોદ્ધ અને વૈવિરોધી હોવા છતાં તે બન્ને વચ્ચે પણ પ્રબળ મતભેદ હતા.
તેથી તેએ માત્ર પેાતાના જ પક્ષને સમ્યગ્દષ્ટિ કહી વેદનુ પ્રામાણ્ય ન સ્વીકારવામાં સગા ભાઈ જેવા પોતાના બોદ્ધ મિત્રને પણ મિથ્યાદષ્ટિ ફા. એ જ રીતે ઔદ્દોએ માત્ર પોતાને સમ્યગ્દષ્ટિ અને પેાતાના મેટા ભાઈ જેવા જૈન પક્ષને મિથ્યાદષ્ટિ કહ્યો. ખરી રીતે જેમ આસ્તિક અને નાસ્તિક તેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ એ બે શબ્દો પણ ફક્ત અમુક અરે ભિન્ન માન્યતા ધરાવનાર બે પક્ષો પૂરતા જ હતા, જેમાં એક સ્વપક્ષ અને એક પરપક્ષ. દરેક પાતાના પક્ષને આસ્તિક કે સમ્યગ્દષ્ટિ કહે અને પરપક્ષને નાસ્તિક કે મિથ્યાદષ્ટિ તરીકે ગણાવે. અહીં સુધી તે સામાન્યભાવ કહેવાય.
પણ મનુષ્ય પ્રકૃતિમાં જેમ મીઠાશ તેમ કડવાશનુ પણ તત્ત્વ છે. આ તત્ત્વ દરેક જમાનામાં આધ્રુવનું દેખાય છે. શબ્દો કાંઈ જાતે સારા કે નરસા નથી હાતા. તેના મધુરપણા અને કડવાપણાતા અથવા તે તેની પ્રિયતા અને અપ્રિયતાના આધાર તેની પાછળના મનોભાવ ઉપર અવલ‘ખિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org