Book Title: Subhashit Sukt Ratnamala Sanskrit
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 10
________________ સફલતા મલે, વિરાધના વગરની આરાધના પમાય; આવા બધા જ મા મુખ્ય અને ગૌણ ભાવે લાભનું જ કારણ છે. તે પણ બધામાં વીતરાગ વાણીને સૌ પ્રથમ જ નંબર આવે છે જ્ઞાનકિયાખ્યાં છે. જ્ઞાન અને ક્રિયા બંને મેક્ષમાર્ગને ઉપાય હોવા છતાં, જ્ઞાનને નંબર જ પ્રથમ રહે છે. જ્ઞાનવાનની જ ક્રિયાઓ ફલાવતી બની છે. જ્ઞાનથી જ ક્રિયાઓ પમાય છે. દાન-શીલ-તપ અને વૈયાવચ્ચ વિગેરે આરાધનાના માગીને પણ જ્ઞાન જ સમજાવે છે. જ્ઞાનથી જ તે તે ક્રિયામાં રુચિ જન્મે છે. જ્ઞાનથી જ શ્રદ્ધા મજબૂત બને છે. જ્ઞાનવડે જ સુપાત્રોની ઓલખાણ આદર-સત્કાર-અનુમોદન પમાય છે. જ્ઞાનથી જ વિષયો પ્રત્યે શગ પ્રકટે છે અને વિષય છોડાય છે. જ્ઞાનથી જ દ્રવ્ય અને ભાવદયાના પરિણામે પ્રકટ થાય છે. જ્ઞાનથી જ સર્વ ને સુખિયા બનાવવાની વિચારણુઓ –ભાવનાઓ આવ્યા કરે છે. જ્ઞાનથી જ સર્વ જીવોને, શાસનના રસિયા બનાવવા અભિલાષ પ્રકટ થાય છે. જ્ઞાનના જ પ્રતાપે જિનનામ જેવા અતિ ઉચ્ચતર પુણ્યને બંધ પડે છે. જ્ઞાનથી જ નંદન મુનિ જેવા મહાપુરૂષે લાખ માસક્ષમણે (11-80 6-45) કરી શક્યા છે. જ્ઞાનની સહાયથી જ બાહુ–સુબાહુ અને નંદિષેણ જેવા આત્માઓ અજોડ વૈયાવચ્ચ કરી શક્યા છે. શાનથી જ મેતાર્ય–સુશલ-કીર્તિધર, ગજસુકુમાર, ઝાંઝરિયા મુનિ, ખંધકમુનિ, અંધસૂરિના 499 શિષ્યો વિગેરે હજારો-લાખે મુનિરાજે ભયંકર ઉપસર્ગોને પણ ક્ષમાની તાકાદથી પચાવી શક્યા છે. માટે જ સર્વ આરાધનાનું અસાધારણ કારણ વીતરાગદેવની વાણું--જ્ઞાન જ છે અને બધા બીજા આરાધનાઓના માર્ગો તે જ્ઞાનનું કાર્ય છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 576