________________
૨૬ ]
[संपादकीय “આસડ' કવિની આ “વિવેકમંજરી' કૃતિ ઉપર “સરસ્વતીપુત્ર' બિરુદને પામેલા પૂ.આ.શ્રી બાલચંદ્રસૂરિ મહારાજે વૃત્તિની રચના કરેલ છે. પૂ.આ.શ્રી બાલચંદ્રસૂરિનો પરિચયઃ
પૂ.આ.શ્રી બાલચંદ્રસૂરિ મહારાજે પોતાની હકીકત પોતાના રચેલા વસંતવિલાસ કાવ્યના પ્રથમ સર્ગમાં આપી છે કે :
મોઢેરક નામના શહેરમાં (ગાયકવાડ રાજ્યના કડી પ્રાંતમાં આવેલું મોઢેરા) ધરાદેવ નામનો પ્રસિદ્ધ મોઢ બ્રાહ્મણ હતો. તે દીનજનોને રક્ષતો અને જિનપ્રણીત શાસ્ત્રના રહસ્યનો જાણનાર હતો. તેને વિદ્યુતુ (વિજળી) નામની પત્નીથી મુંજાલ નામનો પુત્ર થયો. તે પોતાના ઘરમાં રહેતો હોવા છતાં સંસારને જાળસ્વરૂપ સમજતો હતો.
પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજની વાણી સાંભળી વિવેકરૂપી સંપત્તિ મેળવી મા-બાપની અનુમતિથી જૈનમતનું વ્રત અભ્યાસ્ય - ક્રમે ક્રમે સમગ્ર કલામાં ગુરુ પાસેથી નિપુણ થઈ દીક્ષા લીધી. ટૂંકમાં તેમના ધર્માચાર્ય અને સૂરિપદપ્રદાતા પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજ હતા. રત્નશ્રી ગણિનીના તે ધર્મપુત્ર હતા.
ચૌલુક્ય ભૂપાલો જેમના ચરણમાં નમતા અને જે સરસ્વતીના નિવાસસ્થાનરૂપ હતા એવા ચૌલુક્ય રાજગુરુ પદ્માદિત્ય તેમના અધ્યાપક હતા. વાદી દેવસૂરિ ગચ્છના પૂ.આ.શ્રી ઉદયસૂરિ મહારાજે તેમને સારસ્વત મંત્ર આપ્યો હતો. એક વખત તેમણે સરસ્વતીનું ધ્યાન કરતાં યોગનિદ્રામાં એક મુહૂર્ત આવી શારદાએ કહ્યું, “વત્સ ! તારા પર પ્રસન્ન થઈ છું અને જેમ પૂર્વે કાલિદાસ આદિ બુદ્ધિશાળી મારી ભક્તિથી કવીન્દ્રો થયા તેમ વત્સ! તું પણ થશે. આ સરસ્વતીના પ્રસાદથી જેમણે મહાકવિત્વરીતિ મેળવી છે એવો હું આ વસંતવિલાસ કાવ્ય રચું છું.' તેમણે પોતાને “વાઝેવીપ્રતિપન્નસૂનુ તરીકે ઓળખાવેલ છે. પોતાની ગચ્છપરંપરા પોતે “ઉપદેશકંદલી’ વૃત્તિમાં આપી છે કે :
ચંદ્રગચ્છમાં પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ થયા કે જેમણે તલવાટકના રાજાને પ્રબોધ્યો હતો, તેમના પછી પૂ.આ.શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજ થયા કે જેમણે જિનની પ્રભાતિક સ્તુતિ રચી હતી, તેમના શિષ્ય પૂ.આ.શ્રી ધનેશ્વરસૂરિ મહારાજ થયા કે જેમણે પોતાના સ્વર્ગસ્થ ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત કર્યો હતો અને સમય નામના નગરના દેવતા-પુરદેવતાને પ્રબોધ્યો હતો. તેમને સરસ્વતીના ચાર હસ્ત જેવા ચાર શિષ્ય પૂ.વીરભદ્ર મ., પૂ.દેવસૂરિ મ., પૂ.દેવપ્રભ મ., પૂ.દેવેન્દ્રસૂરિ મ. થયા. તે પૈકી છેલ્લા